વિવિધ સાંસ્કૃતિક સ્થળોની મુસાફરી કરવી, વિવિધ લોકોને મળવું, સંબંધો વિકસાવવા અને આ સૃષ્ટિના પાંચ તત્વોની નજીક રહેવું એ વગર નિશાળે કુદરતી રીતે અમારી 6 વર્ષની દીકરી નવ્યાને શીખવવાનું અમારું ઉત્તમ સાધન છે. જ્યારે અમારા નજીકના લોકો પૂછે છે કે, સફર કેટલી લાંબી છે?” ત્યારે હું સ્મિત સાથે જવાબ આપું છું, “ચાલો જોઈએ કે તે કેવી રીતે ચાલે છે”. આવી સફર મને થોડી વધુ આઝાદીનો અહેસાસ કરાવે છે અને નવ્યાના ચહેરા પર સ્મિત લાવે છે.
તે ક્યાંક ને ક્યાંક બ્રહ્માંડની કોસ્મિક યોજનામાં આપણો વિશ્વાસ જગાડે છે અને દરેક ક્ષણના રોમાંચને ખરેખર જીવંત પણ રાખે છે.
હું છેલ્લા 15 વર્ષથી કોઈપણ આયોજન વગરની મુસાફરી બાબતે ખુબ ઉત્સાહી હોઉં છું. અને તે જ જીવન મને મારા માટે સંપૂર્ણ લાગે છે, જે તમામ વ્યવહારિક હેતુઓ માટે એક પ્રયોગ છે. બિનઆયોજિત મુસાફરી સંપૂર્ણપણે અજાણી દુનિયાની બારી ખોલે છે અને પરિસ્થિતિઓ સાથે વ્યવહાર કરવા, વિવિધ લોકોને અનુભવવા અને આપણા ડર અને શક્તિઓ પર પુનર્વિચાર કરવાની સમજ આપે છે.
જ્યારે હું મારી દીકરી સાથે આવી ટ્રિપ પર નીકળું છું ત્યારે મારા પતિ મનીષ મને ખુબ સપોર્ટ કરે છે.
હંમેશની જેમ, આ સફરનો હેતુ પણ નવા લોકો સાથે કુદરતની વચ્ચે અજાણ્યા વાતાવરણમાં જીવન જીવવાનો અને અમે જ્યાં પણ જઈએ ત્યાં પ્રેમ અને હૂંફ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માંડ પર વિશ્વાસ કરવાનો હતો.
આ સફરમાં ઘણું બધું હતું જે જીવન વિશેની આપણી સમજણને વધારે સારી રીતે એક ઓપ આપે છે.

લાંબો અને ઢોળાવોવાળો રોડ
લગભગ 1200 કિમીની અમારી પ્રથમ સફર 27 ઓગસ્ટના રોજ અમદાવાદથી દહેરાદૂન સુધી સડક માર્ગે શરૂ થઈ હતી અને જે 8 ઑક્ટોબર સુધી ચાલવાની હતી. પ્રવાસની શરૂઆત અમારા મિત્રો પ્રશાંત, દિવ્યેશ અને મનીષ સાથે થઈ, જેમણે અમને ઋષિકેશ નજીક પ્રકૃતિ સંગમ કેમ્પસમાં ઉતાર્યા જ્યારે તેઓ બધા અમદાવાદ પાછા ફર્યા ત્યારે અમે દેહરાદૂન, મસૂરી, ચંબા અને ટિહરી ગયા.
સુલતાન નામના મિત્ર દ્વારા ડિઝાઇન કરાયેલા કોમ્યુનિટી લિવિંગ પ્રોગ્રામમાં અમારે બે મહિનાથી વધુ સમય પસાર કરવાનો હતો, જે ‘બિનશરતી પ્રેમ અને એકતા’ની ફિલસૂફી સાથે જીવી રહ્યા હતા. આ સ્થળ પ્રકૃતિની વચ્ચે હતું, નદીની બાજુમાં, એક ઝરણું, જંગલો અને ઘણા પક્ષીઓ અને જંતુઓ પણ હતા. અહીંયા દિવસે રસોઈ, સફાઈ, ગીતો સાંભળવા, નદી ના પ્રવાહમાં રમવું, સૂર્યસ્નાન, પક્ષી જોવા, સવારની ચા સાથે તાજગી અનુભવવી, સૂર્યાસ્તની ક્ષણોની સાથે રહેવું, સવાર કે સાંજના ભેગા બેસી એકબીજાને જીવન વાર્તાઓ કહેવી, જ્ઞાનની વહેંચણી કરવી, ચિત્રકામ, ફોટોગ્રાફી, વગેરેનો સમાવેશ થતો હતો.
નવ્યા પોતાની મમ્મી સાથે ગામમાંથી પસાર થતી લાંબી મોર્નિંગ વોક માટે જતી અને તે દરમિયાન તે લોકો, કૂતરા, ગાય અને બકરાનું અભિવાદન કરતી અને તેમની વાર્તાઓ શેર કરતી. સુલતાને તેને તરવાનું પણ શીખવ્યું હતું. જો કે સુલતાન પોતે 48 વર્ષનો હતો, નવ્યા તેને ‘સુલતાન ભૈયા (ભાઈ)’ કહીને બોલાવતી.
પરંતુ અચાનક બનેલી એક ઘટનામાં, એક દિવસ સુલતાન નદીમાં સમાઈ ગયો અને તેના સ્વર્ગીય નિવાસ માટે રવાના થયો. ત્યાં હાજર રહેલા અમારા બધા માટે આ એક મોટો આઘાત હતો.
નવ્યાએ પ્રથમ વખત મૃત્યુને આટલી નજીકથી જોયું હતું. તેણી આ ઘટનામાંથી શું અર્થ કાઢે છે તે વિશે હું ચિંતિત હતી, તેથી હું નાવ્યાનું વ્યવસ્થિત અવલોકન કરવાનો પ્રયાસ કરી રહી હતી. મને સમજાયું કે બાળકો ‘સમય’ અને ‘અવકાશ’ ના ખ્યાલથી દૂર હોવાથી તેઓ મૃત્યુને પુખ્ત વયના લોકોથી વિપરીત જીવનની કોઈપણ સામાન્ય ઘટના તરીકે જુએ છે.
તે સાંજે અમે બધાએ તેમના માટે પ્રાર્થના કરી અને તેમની યાદમાં દીવો પ્રગટાવ્યો. બીજા દિવસે તેના સંબંધીઓ તેને અંતિમ સંસ્કાર માટે તેના વતન લઈ ગયા. અમે બધાએ તેની કબરમાં મૂકવા માટે નદીમાંથી મુઠ્ઠીભર માટી ભેગી કરી અને તેના સંબંધીઓ સાથે મોકલી, પરંતુ નવ્યાએ પૂછેલ એક પ્રશ્ન મને સ્પર્શી ગયો. તેણે કહ્યું, ‘મેં આમાં નાખેલી માટીને સુલતાન ભૈયા ઓળખશે?’ મેં તેને ખાતરી આપી કે હા, કેમ નહીં.

શિવપુરીના રૂટમાં
મોટાભાગના સહભાગીઓ બીજા દિવસે ઘરે પાછા ફર્યા ત્યારે, અમે અમારી ટિકિટ 8 ઑક્ટોબર માટે બુક કરાવી હતી.
જો કે સુલતાનના મૃત્યુથી અમારી યોજનાઓ સ્થગિત થઈ ગઈ હતી, તેમ છતાં મેં થોડી વધુ મુસાફરી કરવાનું નક્કી કર્યું. સુલતાને તાજેતરમાં એક વ્યક્તિનો સંપર્ક શેર કર્યો હતો, જે ઋષિકેશ નજીક શિવપુરીમાં સુંદર પરંપરાગત હોમસ્ટે ધરાવે છે.
જ્યારે મેં તેની સાથે મુલાકાત વિશે વાત કરી, ત્યારે તે અમને ચારેયને આવકારવા માટે ખુશ હતો – મારી મિત્ર ડિમ્પલ, તેની 3.5 વર્ષની પુત્રી દિવ્યાંશી (ડુગ્ગુ), નવ્યા અને હું.
તેમણે અમારા બધાનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અમારા બધા માટે રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન પણ કર્યું જેમાં દિવાલ પેઇન્ટિંગ, સંગીત, ટેકરીઓ વચ્ચે સ્થાનિક લોકોના ઘરે ગામની મુલાકાત, પાણીની રમત, ગંગા નદીના કિનારે રેતીમાં રમવું, ટેકરીઓમાં સફર, શિવપુરીમાં તેમના શિબિર સ્થળની મુલાકાત લેવી.
તેમની પાસે બાળકો સાથે વાત કરવાની અને તમને સંલગ્ન થવાની ખૂબ જ મજાની રીત છે. નવ્યા અને ડુગ્ગુએ રોન અને તેના પુત્ર મેહુલ સાથે સુંદર સમય પસાર કર્યો.
ત્યાં થોડા દિવસો રહ્યા પછી વંદનાએ અમને ઉત્તરાખંડના પૌડી વિસ્તારમાં બોલાવ્યા. હું વંદનાને જણાતી હતી કારણ કે તેનો પરિવાર પૌરીમાં શિફ્ટ થયો હતો અને કુદરતી ખેતી અને પરંપરાગત ખાદ્ય પ્રથાઓને પુનર્જીવિત કરવા માટે તેમની પહેલ ‘કાશવી એગ્રો’ શરૂ કરી હતી. તેથી, અમે રોનને ફરીથી મુલાકાત લેવાનું વચન આપીને વિદાય લીધી.
પહાડીઓ તરફ
રસ્તામાં, દેવપ્રયાગમાં, અમે બે નદીઓ ‘અલકનંદા’ અને ‘ભાગીરથી’ ને પવિત્ર ગંગા નદીમાં ભળતી જોઈ. આ દ્રશ્ય બાળકો માટે મંત્રમુગ્ધ કરી દે તેવું હતું, કારણ કે એક સમયે પાણીના વિવિધ રંગોવાળી બે નદીઓ ભળી રહી હતી.
અમને રોડ માર્ગે પૌરી પહોંચતા લગભગ 5 કલાક લાગ્યા.
વંદના અને ત્રિભુલોચને અમારા માટે ખેતરની મુલાકાતો, ગાઢ જંગલોની મુલાકાતો અને જૂના મંદિરની મુલાકાતનું આયોજન કર્યું હતું. અમે તેમની સાથે પહાડો અને ઊંડા જંગલોમાં ફરતા, હિમાલયની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને સમજવામાં અને બરફથી ઢંકાયેલી હિમાલયની પર્વતમાળાઓના નજારાને માણવા અમે ત્યાં પાંચ દિવસ રોકાયા.
ત્યાં ઘણી બધી બિનઆયોજિત ઘટનાઓ હતી જેમ કે અમારા બાળકો ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ કરીને રંગો બનાવવાનો પ્રયાસ કરતા, કંદલી નામની વનસ્પતિનો પણ અનુભવ કર્યો જે તમારા પેટમાં ઝણઝણાટી જેવી સંવેદના ઉત્પન્ન કરે છે. ડિમ્પલે તેની સ્વાદિષ્ટ સિંધી વાનગીઓ શેર કરી જ્યારે અમે તાજા ફળો અને શાકભાજી તોડીને અમારી પોતાની ‘ગઢવાલી’ સંસ્કૃતિનો અનુભવ કર્યો. અમે તેમને એક અજાણ્યા વ્યક્તિઓ તરીકે મળ્યા અને વિદાય વખતે એક ગાઢ સંબંધમાં તેને પરિવર્તિત કરી નીકળ્યા.
અમે ઋષિકેશમાં પછીના બે દિવસ કોઈ પણ પ્લાન વગર રોકાયા. પછી અમે દહેરાદૂન પાછા ફર્યા અને ત્યાં થોડા દિવસો વિતાવ્યા. અમે સહસ્ત્રધારાની મુલાકાત લીધી, જ્યાં અમે બધાએ ઉપરની ટેકરી પર નદીઓ અને દોરડાની મદદથી સ્નાન કરવાનો આનંદ માણ્યો જ્યાં બગીચો, કાફે અને સવારી હતી.

અમે સાયન્સ સિટીની મુલાકાત લીધી, જ્યાં અમે બધાએ પૃથ્વી પરની 3D ડોક્યુમેન્ટરી અને કેટલાક મોડેલ્સ જોયા જેનો બાળકોએ આનંદ માણ્યો. ત્યારબાદ ઘરે જતા રસ્તામાં રોકાયા જેથી નવ્યા તેની મોટી પિતરાઈ બહેન સાથે સમય વિતાવી શકે અને તેની દાદી દ્વારા લાડ કરી શકાય. ત્યાંથી અમે 42માં દિવસે અમદાવાદ પરત ફર્યા.
આવી પ્રાયોગિક મુસાફરી એ શાળામાં ન જતા બાળક માટે શીખવાનું એક ઉત્તમ સાધન છે. બાળક માત્ર વિવિધ લેન્ડસ્કેપ્સ, સંસ્કૃતિઓ, વાતાવરણ, ભાષાઓ વિશે જ જ્ઞાન મેળવતું નથી પરંતુ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો સામનો કરવાનું પણ શીખે છે, અનુકૂલન કરવાનું શીખે છે, જવાબદાર બનવાનું શીખે છે અને પોતાના માટે ઊભા રહેવાનું પણ શીખે છે.
મૂળ લેખ: Guest Contributor
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.