આમ તો સંદીપ બોગાધી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાશી છે, પરંતુ લદાખમાં સતત વાસ્તુકળાને પ્રોત્સાહન આપવા માટે તેમણે ‘અર્થલિંગ લદાખ’ની શરૂઆત કરી છે. સંદીપ સાત વર્ષ પહેલા લદાખ આવ્યા હતા. આ દરમિયાન તેમણે આઠ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે, જેમાં હોટલ બ્યૂટિક અને ઘરો શામેલ છે. હાલ તેઓ પાંચ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
સંદીપ હાલ ડિસ્કેત ગામમાં પોતાનું ઘર, સ્ટુડિયો અને વર્કશોપ બનાવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અહીંના સ્થાનિક કડિયા અને કારીગરોને તાલિમ પણ આપી રહ્યા છે.
કેવી રીતે થઈ શરૂઆત
સંદીપ વિશાખાપટ્ટનમમાં જન્મ્યા અને મોટા થયા છે. તેમને દિલ્હીની પ્રતિષ્ઠિત સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો છે. જે બાદમાં તેમણે દિલ્હી અને બેંગલુરુની કંપનીઓમાં કામ કર્યું છે. એક સમય બાદ તેઓ એટલા થાકી ગયા કે તેમણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો.

સંદીપે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “એ વખત મને લાગ્યું કે સ્ટુડિયો બનાવવા માટે જ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં વધારે મજબૂતી નથી. આ એવું છે કે જાણે સોફ્ટવેર પર મોડલિંગ કરવું. એક વખત તમે શહેર છોડીને દૂર જાવ ત્યારે મટીરિયલ બદલાઈ જાય છે. હું શહેર છોડીને ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવા માંગતો હતો. અહીં સંશાધન અને ડિઝાઇન સ્થાનિક હોય છે.”
આ રીતે તેમણે 2012ના વર્ષમાં પોતાનું શહેર છોડી દીધું હતું અને આસામ ચાલ્યા ગયા હતા. અહીં તેમને વધારે મજા આવી ન હતી. 2013ના વર્ષમાં એસપીએના એક પ્રોફેસરના કહેવા પર તેઓ લદાખ આવી ગયા હતા. અહીં તેમણે લેહથી 30 કિલોમીટર દૂર નીમૂ ગાવમાં પોતાના પ્રોફેસર સાથે મળીને એક 100 વર્ષ જૂના જર્જરિત ભવનને બ્યૂટિક હોટલનું રૂપ આપ્યું હતું. આ કામને તેમણે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ માટી, પથ્થર અને લાકડાથી અંજામ આપ્યો હતો.
વિચાર શું હતો
લદાખમાં ઘર પરંપરાગત રીતે ઉપલબ્ધ માટી, પથ્થર અને લાકડાનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે. પરંતુ ખાસ કરીને અહીં લેહમાં ધીમે ધીમે સીમેન્ટનું ચલણ વધવા લાગ્યું હતું.

સંદીપ કહે છે કે, “જો અહીં પરંપરા જીવિત નથી તો પરંપરાગત લદાખી ઘરોનો કોઈ અર્થ નથી. આથી જ હું અહીંના સ્થાનિક વ્યવહારો, ટેક્નિક અને સંશાધનનો ઉપયોગ કરું છું. મારા વાસ્તુકળામાં આધુનિક અને પરંપરાગત એમ બંને ટેક્નિક જોવા મળે છે.”
તેઓ આગળ કહે છે કે, “અહીં અનેક તૂટેલા અને ઉપયોગમાં ન હોય તેવા ઘર છે. આ ઘરોને છોડીને લોકોએ સીમેન્ટના નવા ઘર બનાવી લીધા છે. આ જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે લદાખની પરંપરાગત વાસ્તુકળા લોકોની જરૂરિયાત પ્રમાણે લચીલી ન હતી. એવું નથી ને નવી પેઢીને જૂના ઘર પસંદ નથી. પરંતુ તેઓ અહીં રહેવાનું પસંદ નથી કરતા. કારણ કે તેમની જીવનશૈલી બદલાઈ ગઈ છે.”
પરંપરાગત લદાખી ઘરોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઢોરને રાખવા માટે જગ્યા રહેતી. પરંતુ આજે તેનું કોઈ ઔચિત્ય નથી. આ ઉપરાંત ઠંડીમાં પ્રથમ માળ પર રસોડું અને ગરમીમાં બીજા માળ પર રસોડાના પણ કોઈ અર્થ નથી, કારણ કે ઠંડીમાં અહીં કોઈ રહેતું જ નથી.

આ જ કારણે નીમૂ હાઉસમાં તેમણે પુસ્તકાલયના રૂપમાં એક નવો જ વિચાર જોડ્યો હતો. તેમનું માનવુ છે કે આર્કિટેક્ટ વર્ષો સુધી જળવાય રહે તેવું, જૈવિક અને સાથે સાથે લોકોનું અનુકૂળ પણ હોવું જોઈએ. અનેક ઘરમાં કોઈ ખાસ જગ્યા બનાવવામાં આવી હોય છે તો આજે 50 વર્ષ પછી તે જગ્યાનો કોઈ ઉપયોગ નથી હોતો. કોઈ આર્કિટેક્ટ એટલું લચીલું હોવું જોઈએ કે પછીથી આખું ઘર ન તોડવું પડે.
લદાખમાં જ ઘર બનાવી લીધું
નિમૂ હાઉસ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેમને કામની શોધ હતી. પ્રોજેક્ટ દરમિયાન સામાજિક નેટવર્ક ન બનાવી શકવાને કારણે તેમને ખૂબ મુશ્કેલી પડી હતી. જોકે, સંદીપની ઈચ્છા અહીં જ રહીને કંઈક નવું કરવાનો હતો. આ જ કડીમાં તેમને એક રાફ્ટિંગ કંપનીમાં પણ કામ મળી ગયું હતું. જે બાદમાં 2015માં ગરમી પછી નુબ્રાના અમુક લોકોએ નિમૂ હાઉસ પ્રોજેક્ટને લઈને તેમનો સંપર્ક કર્યો હતો.
તેઓ કહે છે કે, “અહીં ઘર બનાવવા માટે માટી, લાકડું અને પથ્થર મુખ્ય વસ્તુ છે. આ ત્રણેય વસ્તુ મેળવવા મારા માટે સરળ કામ હતું. આ ઉપરાંત લદાખની સુંદરતા જોઈને હું અહીં રહેવા માંગતો હતો.”

તેઓ કહે છે કે, “એક આર્કિટેક્ટ તરીકે જ્યારે આપણે કોઈ શહેરમાં એવું ઘર બનાવીએ છીએ ત્યારે અન્ય ઘરોની વચ્ચે તેની સુંદરતા ખોવાઈ જાય છે. પરંતુ લદાખમાં ગ્રામ્ય પરિવેશમાં તેને જોવાની નજર ખાસ હોય છે.”
પ્રાકૃતિક સંશાધનનો ઉપયોગ
જેમ પહેલા કહ્યું તેમ સંદીપે ઘર બનાવવા માટે લાકડું, પથ્થર અને માટીનો ઉપયોગ કર્યો હતો. આમાં એક ખાસ વાત એ પણ છે કે જો ઘર બનાવવા માટે કોઈ ખાસ વૃક્ષને કાપવામાં આવે છે તે તેઓ તે પ્રજાતિના 10 વૃક્ષ વાવે છે.
તેઓ કહે છે કે, “હું મારા ઘરની ડિઝાઇન ભાવી પેઢીઓને પસંદ પડે તે રીતે બનાવવા માંગુ છું. આથી જ હું ફક્ત પ્રાકૃતિક સંશાધનનો જ ઉપયોગ કરું છું. હું સીમેન્ટનો ઉપયોગ નથી કરતો. કારણ કે તે સસ્ટેનેબલ નથી. પ્રાકૃતિક વસ્તુઓમાંથી બનેલા ઘરો વર્ષો સુધી ટકે છે. પરંતુ આ માટે શિલ્પ કૌશલનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. “
માટીનું ઘર બનાવવું કેટલું ખર્ચાળ
સંદીપના કહેવા પ્રમાણે માટીમાંથી એક સારું ઘર બનાવવું સીમેન્ટની સરખામણીમાં 25 ટકા વધારે ખર્ચાળ બની શકે છે. કારણ કે તેનું કાર્યબળ ખૂબ સીમિત હોય છે. જોકે, આ પ્રથા આગળ વધે તો ખર્ચ ઓછો થઈ શકે છે. આનાથી પ્રાકૃતિક સંશાધનનો ફરીથી ઉપયોગ શરૂ થઈ શકે છે. આથી જ લાંબા ગાળે અર્થ બિલ્ડિંગ ખૂબ રસ્તા સાબિત થાય છે.
તેઓ કહે છે કે આ ઉપરાંત, અર્થ બિલ્ડિંગ ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડા રહે છે. આથી જ તે લદાખના વાતાવરણને ખૂબ અનુકૂળ આવે છે.

ટેક્નિક અને પરંપરા
અર્થલિંગ લદાખ મુખ્ય રીતે શિલ્પ સંરચનાઓ પર ભાર આપવાની સાથે સાથે અર્થ બિલ્ડિંગ બનાવવાના સિદ્ધાંત પર કામ કરે છે. હાલ સંદીપ ત્રણ સ્થાનિક કડિયા સાથે કામ કરે છે. અંતમાં તેઓ કહે છે કે જૂના જમાનામાં ઘરોને સ્થાનિક જળવાયુ અને સંસ્કૃતિ પ્રમાણે બનાવવામાં આવતા હતા. જેનાથી એક પ્રકારનું સંતુલન રહેતું હતું. પરંતુ આજે આવું નથી થઈ રહ્યું. આ જ કારણે અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે વાસ્તુકારોએ આ વાત સમજવી પડશે અને એ દિશામાં કામ કરવું પડશે.
મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK
આ પણ વાંચો: મળો એક એવા દંપતિને, જેમના ઘરમાં ના તો પંખો છે અને ના તો કોઈ બલ્બ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.