Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1686199590' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Palm
Palm

તમારા પામ તેલને ઓળખો: તમારા રોજિંદા વપરાશની વસ્તુઓમાં આ 5 બ્રાન્ડ્સમાં હોય છે 100% સસ્ટેનેબલ પામ તેલ

મોટાભાગે ઘરના કરિયાણા અને કોસ્મેટિક્સની ખરીદી વખતે આપણે બોક્સની પાછળ બે વસ્તુઓ જોઇએ છીએ, એક તો તેનો ભાવ અને બીજુ તેની એક્સપાયરી ડેટ. પરંતુ શું આપણે ક્યારેય તેમાં વપરાતી વસ્તુઓ અને તેની ઉપયોગિતા વિશે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ?

આપણામાંથી મોટા ભાગના, ભાગ્યેજ.

એટલે જ તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, આપણા રોજિંદા વપરાશની મોટાભાગની વસ્તુઓ – બ્રેડથી લઈને ચોકલેટ, આઇસક્રિમથી લઈને લિપસ્ટીક અને સાબુથી લઈને ટૂથપેસ્ટ અને શેમ્પૂમાં પણ પામ તેલનો ઉપયોગ થાય છે, જે દુનિયામાં સર્વત્ર ઉપયોગમાં લેવાતું ખાધ્ય તેલ છે.

શું આ જ સમસ્યા છે?

સારું, જો પામ તેલ ટકાઉપણા અને ઉત્પાદન માટે સર્ટિફાઇડ ન હોય તો.

કેટલાક વિસ્તારોમાં પામ તેલ માટે જંગલોની કાપણી ઐતિહાસિક રીતે વધી છે – જે ખરેખર અસ્વિકાર્ય છે. જે જગ્યાઓ પહેલાં જંગલોથી ઢંકાયેલી હતી (માણસ જાતી હજી ત્યાં પહોંચી નહોંતી) અથવા સુરક્ષિત જાતિઓ તેની સંભાળ રાખતી હતી, તેમને પામ તેલના વાવેતરમાં ફેરવી દેવામાં આવ્યા છે. જ્યારે પામ તેલનું વાવેતર બિનસલાહભર્યું નથી – તે તો એક છોડ છે – છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણે જોયું જ છે કે, તેનાથી પર્યાવરણીય અને સામાજિક મુદ્દાઓ ઊભા થયા છે. 2004 માં આ પડકારોનો સામનો કરવાના પ્રયત્નરૂપે, પામ તેલના ટકાઉ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રાઉન્ડટેબલ ઓન સસ્ટેનેબલ પામ ઓઇલ (RSPO) ની સ્થાપના કરવામાં આવી.

Palm oil

RSPO ના સંદર્ભમાં – ટકાઉ પામ તેલ એ તે પામ તેલ છે જેનું વાવેતર અને ઉત્પાદન કડક પર્યાવરણીય અને સામાજિક માપદંડો અનુસાર કરવામાં આવે છે, જેને RSPOના સિદ્ધાંતો અને માપદંડ તરીકે ઓળખવામાં આવે છે – ટૂંકમાં પી એન્ડ સી.

જ્યારે RSPOના ધોરણો અંતર્ગત ઉગાડવામાં આવે છે, ત્યારે એક ખાસ જગ્યા બનાવવામાં આવે છે, જ્યાં પામ ખેતી, પર્યાવરણ અને સ્થાનિક સમુદાયો સાથે સુમેળ કરી સહ અસ્તિત્વ ધરાવે છે. RSPOના ધોરણો પ્રાથમિક અને માધ્યમિક જંગલોનું રક્ષણ કરવા, વન્યપ્રાણીસૃષ્ટિના રહેઠાણોને નુકસાન ન પહોંચાડવાની ખાતરી કરવામાં આવે છે અને કામદારોનું, સમુદાયો અને સ્વદેશી લોકોનું રક્ષણ કરવામાં આવે છે.

સસ્ટેનેબલ પામ તેલના બીજા ફાયદા વિશે વાત કરીએ તો, તે તેલ આપતા બીજા કોઇપણ પાક કરતાં 10 ઘણી ઓછી જમીન રોકતું હોવાથી પોસાય તેમ છે.

દાખલા તરીકે, જેમની પાસે એક હેક્ટર જમીન હોય તેઓ વર્ષે 4.17 મેટ્રિક ટન પામ તેલનું ઉત્પાદન કરી શકે છે, તો સામે અન્ય ખાધ્ય તેલોમાં સનફ્લાવર તેલનું 0.56 મેટ્રિક ટન, સોયાબીન તેલનું 0.39 મેટ્રિક ટન અને સીંગતેલનું 0.16 મેટ્રિક ટન જ ઉત્પાદ થઈ શકે છે. આ જ કારણે, Center for International Forestry Research (CIFOR) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ 39 ટકા ખાધ્ય તેલના ઉત્પાદનમાં દુનિયાની ખેતીની માત્ર 7 ટકા જમીનનો જ ઉપયોગ થાય છે.

વધુમાં તેની ઊંચી ઉત્પાદન ક્ષમતા અને ખર્ચની અસરકારકતાના કારણે ઉત્પાદક દેશોના લાખો નાના ખેડૂતોની આવક અને આજીવિકાનો નોંધપાત્ર સ્ત્રોત પણ છે.

પામ તેલના ઉત્પાદનમાં આવતી સમસ્યાઓનું નિવારણ

Palm

KnowYourPalm initiative, RSPO ની સાથે ધ બેટર ઈન્ડિયા ગ્રાહકો, વ્યવસાયો અને ભાગીદારોને જે ઉત્પાદનોમાં સર્ટિફાઇડ સસ્ટેનેબલ પામ તેલ (CSPO) હોય તેને જ લેવા પ્રોત્સાહિત કરે છે.

ગ્રાહકો તરીકે આપણી જવાબદારી છે કે, માત્ર તેવાં જ ઉત્પાદનોની ખરીદી કરવી, જેમાં ટકાઉ સામગ્રી અને પામ તેલનો ઉપયોગ થયો હોય.

આમ કરવા માટેનું પહેલું પગલું એ છે કે, તમારા ઉત્પાદનના ઘટકોની સૂચિમાં પામ તેલના ઉપયોગને પ્રાધાન્ય આપવું.

પામ તેલ અને તેના ઘટકો અને ઉત્પાદનોનાં ઘણાં નામ છે, જેમ કે, પીકીઓ (પામ કર્નલ ઓઇલ), પામમેટ, પીકીઓ ફ્રેક્શનેશન્સ, જેમ કે, પામ કર્નલ સાઈરિન (PKs) અથવા પામ કર્નલ ઓલીન (PKOo), ઓપીકેઓ (ઑર્ગેનિક પામ કર્નલ ઓઇલ), સોડિયમ લોરેથ સલ્ફેટ, પામિટેટ (વિટામિન એ અથવા એસ્કોર્બીલ પામીટેટ) અને સોડિયમ લૌરિલ સલ્ફેટ્સ.

HUL

જો તમને ઘટકોની સૂચિમાં આમાંનાં કોઇપણ નામ જોવા મળે તો, આગળનું પગલું એ પૂછપરછ કરવાનું છે કે, શું આ ઉત્પાદનમાં એ પામ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઉગાડી સસ્ટેનેબલ રીતે મેળવવામાં આવ્યું હોય.

ઘણી મલ્ટિનેશનલ કંપનીઓએ તેમનાં તમામ ઉત્પાદનોમાં ટકાઉ પામ તેલના સભાનતાપૂર્વક ઉપયોગની પ્રતિબદ્ધતા કરી છે. ભારતમાં કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ તેમનાં ઉત્પાદનોમાં ટકાઉ પામ તેલનો ઉપયોગ કરે છે, જેમાં હિંદુસ્તાન યુનિલિવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G), ફરેરો, માર્સ અને ધ બોડી શોપનો સમાવેશ થાય છે.

તેમની પ્રતિબદ્ધતા તેમની વિવિધ પહેલમાં જોવા મળે છે, જેમાં પર્યાવરણીય રીતે જવાબદાર નીતિઓ, વ્યૂહરચનાઓ અને ઉત્પાદન પ્રકાશનનો સમાવેશ થાય છે.

અહીં આવી કેટલીક કંપનીઓ છે:

  1. હિંદુસ્તાન યુનિલિવર (HUL) : HUL મે 2004 થી RSPO ના સભ્ય તરીકે સનસિલ્ક, ડવ, નોર, એક્સ, લિપ્ટન અને બ્રૂ જેવાં ઘણાં જાણીતાં ઉત્પાદનોનું વેચાણ કરે છે. હવે HUL ટકાઉ પામ તેલને અસરકારક રીતે ચેન ઊભી કરવા ઉપયોગ વધારવા પ્રક્રિયા બનાવે છે. જેને ટકાઉ પામ તેલના ઉત્પાદન માટેના પાંચ સિદ્ધાંતોના મોડેલ દ્વારા સહાય આપવામાં આવે છે, જે પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા દર્શાવવામાં આવે છે અને વિકાસ માટે કોઇ જંગલ કાપવાની હિમાયત કરવામાં આવતી નથી. આ વ્યૂહરચના અંતર્ગન ઓછી જમીન ધારકો અને મહિલામાં સામાજિક-આર્થિક પરિવર્તન લાવવાની અને જંગલો અને વન્યપ્રાણીઓને સુરક્ષિત રાખવાની હિમાયત કરવામાં આવે છે. વધુ વાંચો
  2. પ્રોક્ટર & ગેમ્બલ (P&G): હકારાત્મક પરિવર્તન લાવવા P&G પામ તેલની સપ્લાય ચેનમાં જંગલોને જરા પણ નુકસાન ન કરવા બાબતે પ્રતિબદ્ધ છે. 2010 થી RSPO ના સભ્ય તરીકે, તેઓ પહેલાંથી જ ટકાઉ પામ તેલનું ઉત્પાદન કરતી સપ્લાયર મીલોનું નેટવર્ક બનાવવા સક્ષમ છે અને ખાતરી આપી છે કે, તેમના સપ્લાયરો જંગલોનો જરા પણ નાશ નહીં કરે. તેઓ કેટલાક ભાગીદારો સાથે કામ કરે છે જેમાં, સપ્લાયર્સની સાથે-સાથે શૈક્ષણિક નિષ્ણાતો, એનજીઓ અને ઉદ્યોગ સાથીઓ સાથે મળીને વધારે સારાં ઉત્પાદનો અને ટકાઉ પામ તેલના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે. વધુ વાંચો
  3. ફરેરો: સત્તાવાર રીતે, ફરેરો ટ્રેડિંગ લક્સ એસ.એ., ફરેરો એ એક પારિવારિક કન્ફેક્શનરી વ્યવસાય છે, જેની સ્થાપના 1946 માં થઈ હતી. જે ઉદ્યોગ જગતમાં દુનિયાભરમાં ઉચ્ચસ્થાને પહોંચ્યું છે અને તેઓ પર્યાવરણને જરા પણ નુકસાન ન પહોંચાડે તેવાં ઉત્પાદનો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ 2005 માં RSPO ના ટકાઉ પામ તેલનાં ઉત્પાદનો અને મિશનમાં જોડાયા હતા. તેમના સતત પ્રયત્નોના કારણે, 1 જાન્યુઆરી 2015 સુધીમાં તેમનાં તમામ ઉત્પાદનો પામ તેલમાંથી બનવા લાગ્યાં અને જેઓ RSPO ની સપ્લાય ચેન અંતર્ગત 100% સર્ટિફાઇડ . વર્ષ 2013 માં તેમણે ફરેરો પામ ઓઇલ ચાર્ટરની પણ સ્થાપના કરી, પામ તેલના આડેધડ ઉત્પાદન થતા પર્યાવરણના નુકસાનને ધ્યાનમાં લઈ આર્થિક લાભ, સદ્ધરતા અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન સાધવામાં આવે છે. વધુ વાંચો
  4. માર્સ: સપ્ટેમ્બર 2019 માં માર્સે પામ પોઝિટિવ પ્લાન રજૂ કર્યો જેમાં 2020 સુધીમાં જંગલોને જરા પણ નુકસાન પહોંચાડ્યા વગર પામ તેલ આપવાની યોજના રજૂ કરવામાં આવી અને સપ્લાય ચેન મારફતે એક માનવ હકોની જાળવણી સાથે એક સકારાત્મક સાઇકલ ઊભી કરવામાં આવી. આ આખી પ્રક્રિયામાં ચકાસણીનું સ્તર વધારવામાં આવ્યું, જેના અંતર્ગત 2021 સુધીમાં માર્સની સપ્લાય ચેન મીલ 1500 થી ઘટાડી 100 કરવાની અને 2022 સુધીમાં તેને પણ અડધી કરવાની આશા સેવવામાં આવી. વધુ વાંચો
  5. ધ બોડી શોપ 2010 થી RSPO નું સભ્ય છે. તેઓ તેમનાં ઉત્પાદનોમાં જંગલોને નુકસાન કર્યા વગર ટકાઉ પામ તેલનો જ ઉપયોગ કરે છે. વધુ વાંચો

આ ઉપરાંત તમે અન્ય બ્રાન્ડ્સ અથવા કંપનીઓને તેમના પામ તેલ ઉત્પાદન અને ઉત્પાદન પ્રક્રિયા વિશે પૂછી શકો છો અથવા RSPO વાળા લોકોની તપાસ કરી શકો છો. આ કરવા માટે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) પામ તેલ સ્કોરકાર્ડ રેટિંગ ટૂલ છે.

પામ તેલ ઉત્પાદકો, વેપારીઓ, ઉપભોક્તા ચીજવસ્તુ ઉત્પાદકો, છૂટક વેચાણ કરનારાઓ, બેંકો, રોકાણકારો, એનજીઓથી લઈને ગ્રાહકો સુધીનો પ્રત્યેક વ્યક્તિ આ ચક્રનો એક ભાગ છે, જો યોગ્ય દિશામાં ફેરવાય તો પૃથ્વીને બચાવવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો: ડિસેમ્બરમાં ઉગાડો આ શાકભાજી, ફેબ્રુઆરી-માર્ચમાં ખાઈ શકશો શિયાળાની છેલ્લી ઉપજ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">