આજે ધ બેટર ઇન્ડિયા તમામને જણાવવા જઈ રહ્યું છે એક એવું સત્ય જે ખરેખર ભયાનક છે. કેન્સર, ટીબી, હાડકા બરડ થવા, અસ્થમા, ઘૂંટણનું ઘસાવું, કિડની ફેલ થવી વગેરે જેવી બીમારીઓ જે કારણે વધી રહી છે તે આપણા રસોડામાં રહેલી અમુક વસ્તુઓના કારણે થાય છે. આ બાબતનો સંદર્ભ લીધો છે કર્નાલમાં રહેતા ડોક્ટર અશ્વિની કુમાર દ્વારા જણાવવામાં આવેલી માહિતીના આધારે. તો ચાલો તે વિષે થોડું વિગતવાર જાણીએ જેથી કઈ વસ્તુઓનો નિકાલ તમારે અત્યારે જ કરવો જોઈએ કે જેના લાંબા સમયના ઉપયોગથી થતી જાનલેવા બીમારીઓથી તમે બચી શકો.
નોન સ્ટીકી વાસણો
આ એવા વાસણો છે કે જેમાં ખાવાનું બનાવતી વખતે ચોંટે નહીં તે માટે તેમાં ટેફલોનની પરત ચડાવેલી હોય છે અને આ ટેફલોનની પરતના કારણે જમવાનું બનાવો ત્યારે વાસણ ગરમ થતા ટેફલોનમાંના હેવી દ્રવ્યો જેવા કે કેડમિયમ, એલ્યુમિનિયમ વગેરે ભોજનમાં ભળી તમારા શરીરમાં પ્રવેશ કરે છે જે હાડકા તેમજ કિડનીને ખુબ ખરાબ નુકસાન કરે છે.
એલ્યુમિનિયમના વાસણો
જો તમે એલ્યુમિનિયમના વાસણોમાં જમવાનું બનાવો છો તો ખરેખર ખુબ ખરાબ છે કેમકે તેના લાંબા ઉપયોગ દરમિયાન ધીરે ધીરે ઘસાઈને તે વાસણનું વજન ઘટે છે એટલે કે તે જમવામાં ભળતું રહેતું હોય છે અને તેના કારણે કિડની અને લીવર ડેલ થઇ શકે છે. WHO પ્રમાણે માણસના શરીરમાં 50 મિલીગ્રામ કરતા વધે તો તે ગંભીર તકલીફ ઉભી કરી શકે છે.
પ્લાસ્ટિક
પ્લાસ્ટિકમાં બિસ્ફિનોલ એ અને બિસ્ફિનોલ એસ નામનું ઝેરી તત્વ હોય છે જેના કારણે તે ખુબ જ નુકસાનકારક છે. પ્લાસ્ટિકના ઉપયોગના કારણે તમને કેન્સર અને ઇન્સ્યુલિનની સમસ્યા લોકોમાં ઉભી થાય છે. આમ પણ પ્લાસ્ટિકનો વપરાશ એકંદરે સાવ ઘટાડી નાખી તેને સંપૂર્ણ પણે ત્યજવું તે આપણા તેમજ પર્યાવરણ બંને માટે લાભદાયક જ છે.
જો તમે આવી રીતે જ રસોડામાંથી બધી જ વસ્તુઓ કાઢવા લાગશો તો તેના સોલ્યુશન તરીકે તમે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરો.
એલ્યુમિનિયમ ફોઈલ
યાદશક્તિ અને મેન્ટલ પાવરને ઘટાડે, વિચાર અને સમજવાની ક્ષમતાને પણ ઘટાડે છે. થાઇરોઇડની પ્રોબ્લમ, સ્ત્રીઓમાં હોર્મોનની પ્રોબ્લમ વગેરે થાય છે. તેના બદલે બટર પેપર વાપરવું હિતાવહ છે. જે લોકો બટર પેપર પણ ઉપયોગ કરવા નથી માંગતા તે લોકોએ સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો જોઈએ.
રિફાઇન ઓઇલ
ઘૂંટણની તકલીફ ઉભી કરે. ડિયોડેરાઇઝડ કરવામાં આવે છે અને તેને પ્યોર કરવા માટે હેકઝાનોલનો ઉપયોગ કરે છે જેનાથી હૃદયને લગતી સમસ્યા ઉભી થાય છે. તેના બદલે તમેં સરસોંનુ તેલ, ઓલિવ ઓઇલ, નારિયેળી તેલનો ઉપયોગ કરી શકો છો.
આમ, તમારા રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓનું બારીક નિરીક્ષણ કરી જો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તો તેનો નિકાલ કરી તમને તથા તમારા પરિવારને એક સારું સ્વાસ્થ્ય આપી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એક પણ ઝાડ કાપ્યા વગર બનાવ્યો સાસણગીરનો રિસોર્ટ, મળે છે અહીં જ ઉગતું ઑર્ગેનિક ભોજન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો