Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1685531931' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Kavita Mishra
Kavita Mishra

Infosysની નોકરી જતાં શરૂ કરી ખેતી, ઉજ્જડ જમીનમાં ઉગાડ્યાં ફળો-ચંદનનાં 8000 ઝાડ

એક સમયે ઈન્ફોસિસમાં કામ કરનારી કવિતા મિશ્રા છેલ્લા 11 વર્ષથી 8 એકર જમીનમાં ચંદન અને ફળોની જૈવિક ખેતી કરે છે!

ઘણા લોકોનું એવું માનવુ હોય છેકે, જો તમે સારું શિક્ષણ ન મેળવ્યુ હોય તો તમે જીવનમાં સફળતા મેળવી શકતા નથી. પરંતુ સફળતા માટે, શિક્ષણ કરતા પણ વધારે જરૂરી છે. ક્ષમતા થવું અને મજબૂત ઇચ્છાશક્તિ. જો તમે સક્ષમ છો અને કેવી રીતે કાર્ય કરવું તે જાણો છો, તો કંઈપણ તમને આગળ વધતા અટકાવી શકશે નહીં. આજે બેટર ઇન્ડિયા તમને આવી જ એક સફળ મહિલા ખેડૂતની વાર્તા કહેવા જઈ રહ્યું છે.

કર્ણાટકના રાયચૂર જિલ્લામાં રહેતી કવિતા મિશ્રાએ કોમ્પ્યુટરમાં ડિપ્લોમા કર્યુ છે અને સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યુ છે. પરંતુ આજે તેની ઓળખ એક સફળ ખેડૂત તરીકેની છે. કવિતાએ બેટર ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “ખેતી ક્ષેત્રે સફળ થવું સરળ નથી. મેં મારા જીવનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. મારો આ સુંદર જગ્યા સુધી પહોંચવાનો માર્ગ મુશ્કેલીઓથી ભરેલો છે. લગ્ન પછી, હું પણ ઘણા અરમાનો સાથે મારા સાસરાના ઘરે પહોંચી હતી પરંતુ મને ખબર નહોતી કે બધા સપના એક જ ઝટકામાં તૂટી જશે. એ પણ સાચું છે કે હું ક્યારેય નિરાશ થઈ નથી અને પડકારોનો સામનો કરવા હંમેશા તૈયાર રહી.”

લગ્ન પછી કવિતાને ઈન્ફોસિસ કંપનીમાં કામ કરવાની તક મળી પરંતુ તેના પતિ ઉમાશંકરે તેને નોકરી છોડાવી દીધી. હકીકતમાં, તેના સાસરીવાળા દરેક ખેતી સાથે જોડાયેલા હતા, તેથી તેણે કવિતાને પણ ખેતરોમાં કામ કરવાનું કહ્યું. કવિતા પોતે ખેડૂત પરિવારમાંથી હતી, પરંતુ કંઇક અલગ કરવા માંગતી હતી.

કવિતા કહે છે, “મારા પતિ 43 એકર જમીનમાં ખેતી કરતા, તેમાંથી તેમણે મને 8 એકર જમીન આપી અને મને ખેતી કરવાનું કહ્યું. તેમને લાગ્યું કે હું તેનાંથી ખુશ રહીશ, જ્યારે મારી ઈચ્છા ખેતી કરવાની નહોતી, મારે બીજું કંઈક કરવું હતું.”

Organic Farming

કમ્પ્યુટર પ્રોગ્રામિંગથી લઈને ખેતી સુધીની સફર

પોતે ખેડૂત પરિવારમાંથી આવતા હોવા છતાં, કવિતાને ખેતીમાં મન લાગતુ ન હતુ. તેને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ હતો પણ ખેતી કરવાની ફરજ પડી હતી. કવિતા તેના વિશે કહે છે, “મને ચોક્કસ દુખ થયું હતું, પરંતુ રડવાને કે દુખી થવાને બદલે, મેં તેને એક તક તરીકે લીધી અને ખેતીમાં મારો હાથ અજમાવવાનું નક્કી કર્યું. મેં બરાબર 11 વર્ષ પહેલા ખેતી શરૂ કરી હતી. તે સમયે, મેં ખેતી શરૂ કરવા માટે મારા બધા સોનાના દાગીના વેચી દીધા હતા.”

કવિતા આગળ જણાવે છે કે, “મારા પતિએ મને આપેલી જમીન ઉજ્જડ હતી. આ જમીનમાં ખેતી કેવી રીતે શરૂ કરવી તે અંગે હું ખૂબ જ પરેશાન હતી. પણ મેં હાર માની નહીં. તે ઉજ્જડ જમીનને સાફ કરી અને પછી ત્યાં કંઈક ઉગાડવાનું વિચાર્યું. જો કે, મને ખૂબ ઉંચી અપેક્ષાઓ નહોતી. મને સોનાના વેચાણથી જે પણ પૈસા મળ્યાં છે, તેનો ઉપયોગ હું ખેતી વિશે નવી માહિતી મેળવવા માટે કરતી હતી અને ત્યારબાદ મેં તે જ ઉજ્જડ જમીનને તૈયાર કરીને ફળની ખેતી શરૂ કરી.”

કવિતાએ દાડમથી ફળોની ખેતી શરૂ કરી, જેનાથી તેનો ખૂબ ફાયદો થયો અને તેણે આગળ પણ દાડમ ઉગાડવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને ચંદનના લાકડાની ખેતી વિશે ખબર પડી. જોકે તે જાણતી હતી કે ચંદનનો પાક સમય લે છે પરંતુ તેમાં ઘણો ફાયદો છે. તો તેઓએ તેમના ખેતરોમાં કેટલાક ચંદનના છોડ પણ રોપ્યા હતા.

કવિતાએ કર્ણાટક અને તેલંગાણાના જુદા જુદા ખેડુતો પાસેથી ચંદનનાં ઝાડ ખરીદ્યાં અને તેમના ખેતરમાં રોપ્યા.

કવિતા કહે છે, “અમારે ત્યાં પાણીની સમસ્યા છે, તેથી અમે ડાંગર અથવા રાગી જેવા પરંપરાગત પાકની ખેતી કરી શકતા નથી, કારણ કે તેમને વધારે પાણીની જરૂર પડે છે.” આને ધ્યાનમાં રાખીને, મેં ઝાડને અમારા ખેતરમાં સ્થાન આપ્યું છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ચોમાસા દરમિયાન, ઝાડ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, જે ચાર મહિના માટે વપરાય છે અને બાકીના આઠ મહિના માટે, આપણે આપણા બોરના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. હું માનું છું કે ધરતી માતા આપણો સાથ ક્યારેય છોડતી નથી ભલે આપણા કુટુંબના સભ્યોએ આપણો સાથ છોડી દે. મને મારી ધરતી માતા પર વિશ્વાસ છે, અને તે હજી પણ ખેતીમાં દરેક રીતે મદદ કરે છે.”

કવિતા માને છે કે ઓર્ગેનિક ખાતરો સારી ઉત્પાદકતા આપે છે, તેથી તે ગૌમૂત્ર અને ઘેટાના છાણનો ઉપયોગ કરે છે, જે તેના ખેતરમાં ઉપલબ્ધ છે.

“મારું ખેતર પક્ષીઓ અને સાપનું ઘર પણ છે. હું અંગત રીતે માનું છું કે જો આપણે તેમને ખલેલ પહોંચાડીશું નહીં, તો તેઓ પણ આપણને નુકસાન પહોંચાડશે નહીં. આ સાપ અને પક્ષીઓ જંતુઓ અને ઉંદરને પાકથી દૂર રાખવામાં મદદ કરે છે, ”કવિતા કહે છે.

આજે, ચંદન સિવાય કવિતા 8000 ફળ-ફૂલવાળા ઝાડની ખેતી પણ કરે છે, જેમકે, કેરી, જામફળ, સીતાફળ, આમળા, સ્વીટ લાઈમ, લીંબુ, નાળિયેર, સરગવો અને જાંબુ. તેમની જમીન પર 800 ટીકવુડનાં ઝાડ પણ છે.

Successful Farmer

હાઈ સિક્યોરિટી સિસ્ટમ

“અમારી પાસે એક ડોગ સ્કવોડ છે જે ખેતરમાં ચંદનના લાકડાનું રક્ષણ કરે છે. આ ઉપરાંત, અમે અમારા ઝાડમાં માઇક્રોચિપ પણ નાંખી છે. જો કોઈ તેમને કુહાડીથી કાપવાનો પ્રયાસ કરે છે, તો ઝાડ વાઈબ્રેટ કરશે, મારા સ્માર્ટફોન પર ચેતવણી આપશે. જો ચોર અમારા ખેતરમાં પહોંચતા પહેલા ઝાડ લઈ જાય, તો અમે તેને જીપીએસનો ઉપયોગ કરીને શોધી પણ શકીએ,” કવિતાએ કહ્યું. આવી સુરક્ષા જરૂરી છે, કારણ કે ચંદનના લાકડાંની ચોરી એ ગંભીર ચિંતાનો વિષય છે.

નફા અંગે તે કહે છે, “અમને દર મહિને 20-30 લાખ રૂપિયા મળે છે. ફળના ઝાડ માસિક અને વાર્ષિક આવક આપે છે. જંગલનાં વૃક્ષો (દા.ત. સાગ) અમારી નિવૃત્તિ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે. અમે 10-15 દિવસ સુધી હૈદરાબાદ-ગોવા હાઈવે પર સ્ટોલ મૂકીને અમારા કૃષિ પેદાશોનું વેચાણ કરીએ છીએ. આ સિવાય ફાર્મની સામે એક સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે.”

તે ખેડૂતોને કલમ બનાવવાની પદ્ધતિથી ફળોના છોડ પણ વેચે છે. બેંગલુરૂનાં બજાર મુજબ ફળોની કિંમત નક્કી કરવામાં આવી છે. કવિતા લોકોને તેમની પહેલી ખેતીમાં મદદ કરવા માટે પણ તૈયાર છે. ભારતના જુદા જુદા ભાગોના લોકો તેના વિશે વધુ જાણવા માટે રવિવારના રોજ તેમના ખેતરની મુલાકાત લેતા હોય છે.

કવિતા મિશ્રાની ખેતી વિશે વધુ માહિતી માટે તમે 8861789787 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: સંજના સંતોષ

આ પણ વાંચો: લૉકડાઉનમાં પતિની નોકરી છૂટતાં ધાબામાં ઓર્નામેન્ટલ છોડ વાવી દર મહિને 30,000 કમાય છે આ ગૃહિણી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">