છેલ્લા થોડા વર્ષમાં દેશના ખેડૂતોની ખેતી પ્રત્યેની ધારણા ખૂબ બદલાઈ ગઈ છે. આજકાલ અનેક લોકો કોર્પોરેટ નોકરીઓ છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. આથી ખેતી બીજા ખેડૂતો માટે પ્રેરણા પણ બની શકે છે. આ ઉપરાંત શહેરોમાં ગાર્ડનિંગ કલ્ચર અંગે પણ લોકોમાં જાગૃતિ આવી રહી છે. આજે અમે તમને એક આવી જ મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ.
આ કહાની ગુરુગ્રામની 54 વર્ષીય પૂર્ણિમા સાવરગાંવકરની છે. તેણી પ્રકૃતિ પ્રેમી છે, તેણીને અર્બન ગાર્ડનિંગનો ખૂબ જ શોખ છે. પૂર્ણિમાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “મારા માતાપિતા અમદાવાદમાં રહેતા હતા. બંનેને બાગકામનો ખૂબ શોખ હતો. દર અઠવાડિયે તેઓ એવું નક્કી કરતા હતા કે એક શાકભાજી ગાર્ડનમાં જ તૈયાર થાય. ભાડાના ઘરમાં પણ માતાપિતા ફૂલ અને શાકભાજી ઊગાડતા હતા. હું કૉલેજની હૉસ્ટેલમાં રહેતી હતી ત્યારે હંમેશા માટે ટેબલ પર મની પ્લાન્ટનો છોડ રહેતો હતો.”

પૂર્ણિમા 2003ના વર્ષ સુધી ઇસરો, અમદાવાદમાં કામ કરતી હતી. પરિવારની જવાબદારીને કારણે બાદમાં તેણીએ નોકરી છોડી દીધી હતી. જે બાદમાં તેણીએ ગાર્ડનિંગ કરવાની શરૂઆત કરી હતી.
આજે તેણી ‘Enriched Soil and Soul’ ચલાવી રહી છે. જેના થકી તેણી સાત પ્રકારના પોન્ટિંગ મિક્સનું વેચાણ કરે છે. આ પોન્ટિંગ મિક્સ તેણી પરાળ અને અન્ય જૈવિક કચરામાંથી બનાવે છે. સાથે જ તેણી પોતાના 700 સ્ક્વેર ફૂટ ટેરેસના ગાર્ડનમાં 70 પ્રકારના ફૂળ-ફૂલ અને શાકભાજી ઊગાડે છે. તેણીના બગીચામાં સ્ટ્રોબેરી, નારંગી, જાંબુ, પપૈયા, મૂળા, ગાજર, ટામેટ, શિમલા મરચા વગેરે શામેલ છે. ગાર્ડનમાં ઔષધીય છોડ પણ શામેલ છે.

લૉકડાઉન દરમિયાન તેણીએ પોતાની YouTube ચેનલ શરૂ કરી હતી. જેનાથી તેણી ટેરેસ ગાર્ડનિંગની સાથે સાથે બીજા લોકો માટે પ્રેરણા બની શકે. તેણી ગાર્ડનિંગ અંગે લાઇવ સેશન કરે છે અને હિન્દીમાં પણ સમજાવે છે જેનાથી વધારેમાં વધારે લોકો સુધી વાત પહોંચી શકે.
પૂર્ણિમાએ છત પર બગીચો બનાવવાની શરૂઆત કરી ત્યારે તેણીએ જોયું કે કેવા પ્રકારની માટીનો ઉપયોગ કરવો, કેવી માટીમાં કેવા છોડ ઊગાડી શકાય તે અંગે ઇન્ટરનેટ પર અનેક વિકલ્પ છે.

“અમુક એવા લેખ અને વીડિયો પણ મળ્યા હતા જેમાં માટીની વિવિધતા અંગે સમજાવવામાં આવ્યું હતું. જેનો ભારતની જળવાયું પરિસ્થિતિમાં ઉપયોગમાં કરી શકાય. મેં પોતાની શોધ કરી અને છોડને ઊગાડવા માટે ખાતર, સુકા પાંદડા, છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને અમૃત માટી તૈયાર કરી હતી. હવે હું બહારથી માટી નથી લેતી. જાતે જ તૈયાર કરું છું. આ માટે તમામ વસ્તુ મારા ઘર, સોસાયટી અને ગામથી આવે છે.”
માટીને વધારે ફળદ્રુપ બનાવવા માટે અને પર્યાવરણના ભારને ઓછો કરવા માટે તેણીએ અમૃત માટી તૈયાર કરવા માટે પરાળનો ઉપયોગ કર્યો હતો. આ માટે તેણી એક ખેડૂત પાસેથી ગૌમૂત્ર, સુકા પાંદડા અને પરાળની ખરીદી કરે છે.

“હાલ અમારી પાસે એક પ્રોસેસિંગ યુનિટ છે. જેનાથી અમે દર મહિને આશરે 12 ટન જૈવિક માટી બનાવીએ છીએ. આ માટે 1,500 કિલો પરાળનો ઉપયોગ કરીએ છીએ. આ માટે ત્રણ પ્રકારની પરાળનો ઉપયોગ થાય છે. ઘઉં, બાજરો અને ચણાની પરાળમાંથી સાત પ્રકારના પોન્ટિંગ મિક્સ તૈયાર કરવામાં આવે છે. માટીને તૈયાર થતા 45 દિવસનો સમય લાગે છે. આ પોન્ટિંગ મિક્સથી ઇનડોર અને આઉટડોર છોડ લગાવી શકાય છે.”
ઝીરો વેસ્ટ લિવિંગ:
પૂર્ણિમાં ઝીરો વેસ્ટ જીવન બનાવવાની ઈચ્છા પર કામ કરે છે. “હું જાતે મારું ખવાનું ઊગાડું છું. તેનાથી જે જૈવિક કરચો ઉત્પન્ન થાય છે તે ફરીથી ગાર્ડનિંગમાં કામ આવી જાય છે. ખરીદી કરવા જાઉં છું ત્યારે ક્યારેય પૉલિથીન નથી લઈને જતી. હું બોટલો અને ડોલ જેવી વસ્તુઓનો ઉપયોગ પ્લાન્ટર્સના રૂપમાં કરું છું. લૉકડાઉન લાગ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હું જે કરું છું તે વસ્તુ અન્ય લોકોને પણ જણાવું. આથી જ મેં You Tube ચેનલ શરૂ કરી છે. જેમાં હું વિવિધ વીડિયો અપલોડ કરું છું.”
આજે પૂર્ણિમાની ચેનલના 23 હજાર સબ્સક્રાઇબર છે. અમુક વીડિયો એક લાખથી વધારે વખત જોવાઈ ચૂક્યા છે.
દર શનિવારે પૂર્ણિમા લાઇવ સેશન ગોઠવે છે. જેના થકી તેણી શહેરના લોકોને શિક્ષણ આપે છે. પૂર્ણિમાં જૈવિક ફળ અને શાકભાજી ઊગાડવા તેમજ ખાતર તૈયાર કરવાનું માર્ગદર્શન આપે છે.
પૂર્ણિમાનું લક્ષ્ય છે કે ભારતના દરેક ઘરમાં ખાવાનું ઊગાડવા માટે ટેરેસ ગાર્ડન હોય, પછી તે નાનો હોય કે મોટો!
તમે પૂર્ણિમાનો ફેસબુક પેજ કે પછી યૂટ્યુબ ચેનલ પર સંપર્ક કરી શકો છો. તેની જૈવિક માટી ખરીદવા માટે તમે તેની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. https://enrichedsoilandsoul.com/
આ પણ વાંચો: 2500 લોકોને ગાર્ડનિંગ શીખવનાર મંજુબેનના ધાબામાં છે વડ, પીપળો, બાવળ સહિત 400+ છોડ-બોન્સાઈ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.