Search Icon
Nav Arrow
ISRO
ISRO

ISRO Free Online Course: 5 દિવસના આ કોર્સમાં મળશે સર્ટિફિકેટ પણ, આ રીતે કરો અરજી

ઈસરો શાળાનાં વિદ્યાર્થીઓ માટે શરૂ કરશે ફ્રી ઓનલાઈન કોર્સ, 5 દિવસનાં આ કોર્સમાં સર્ટિફિકેટ પણ મળશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ફ્રી ઓનલાઇન કોર્સ (ISRO Free Online Course)માટે સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ માટે આમંત્રણ આપી રહી છે. તેના સેન્ટર દ્વારા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS), Usefulness of Remote Sensing and GIS for Environmental Studies નામનો 5 દિવસીય કોર્સ શરૂ કરવા જઈ રહી છે.

સત્તાવાર સૂચના મુજબ, અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની વચ્ચે રિમોટ સેંસિગ ટેક્નોલોજી અને પૃથ્વી અને તેના પર્યાવરણનાં અભ્યાસ માટે આ ટેક્નોલોજી વિશે જાગૃતતા વધારવાનો છે. સેટેલાઈટ ડેટા અને ઈમેજ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણની જટિલતાઓને સમજવામાં મદદ મળી શકે છે.

ISRO Free Online Course વિશે જાણવા માટેની બાબતો:

  1. આ કોર્સ 10મા, 11મા અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે.
  2. આ 5 દિવસનો આ કોર્સ 26 જુલાઈ 2021થી 30 જુલાઇ 2021 દરમિયાન આયોજીત કરવામાં આવશે.
  3. તેના વર્ગો IIRS YouTube ચેનલ પર લાઇવ થશે.
  4. દરરોજ 45 મિનિટના બે ઓનલાઇન ક્લાસ રહેશે. એક સવારે 10 વાગ્યે અને બીજો બપોરે 12 વાગ્યે.
  5. વિદ્યાર્થીઓ ચેટ બોક્સમાં તેમના પ્રશ્નો પૂછી શકે છે. ક્લાસ પુરા થયા બાદ પાંચ મિનિટનાં વિરામ બાદ આ સવાલોનાં જવાબ આપવામાં આવશે.
  6. આ ક્લાસિસનાં આધારે વિદ્યાર્થીઓને દરરોજ એક ક્વિઝ પણ આપવામાં આવશે.
  7. જો કોઈ વિદ્યાર્થી લાઈવ ક્લાસમાં હાજરી ન આપી શકે તો, તે IIRS Learning Management System (LMS) પર ક્લાસનું રેકોર્ડિંગ જોઈ શકે છે. તે દરરોજ બપોરે 3 વાગ્યે અપડેટ કરવામાં આવશે.

સત્તાવાર માર્ગદર્શન વાંચવા માટે અહીં ક્લિક કરો.

કેવી રીતે કરશો અરજી

સ્ટેપ 1 – સત્તાવાર વેબસાઈટ પર જઈને કોર્સ બ્રોશર અને દિશાનિર્દેશોને વાંચો

સ્ટેપ 2 – જરૂરી જાણકારી મેળવ્યા બાદ પોતાને એક વિદ્યાર્થીનાં રૂપમાં રજીસ્ટર કરો.

સ્ટેપ 3 – jpg અથવા png ફોર્મેટમાં પોતાનો એક ફોટો અપલોડ કરો.

સ્ટેપ 4 – અરજી જમા કરતાની સાથે જ તમને ઈમેલ એડ્રેસ પર લોગઈન ક્રેડેંશિયલ મળી જશે. તેનાથી તમે LMS portal પર લોગઈન કરી શકો છો.

અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2021 છે.

આ 5 દિવસનો ISRO Free Online Courseને પુરો કર્યા બાદ, તમારે તમારો ફિડબેક આપવાનો રહેશે. 5 ઓગષ્ટ 2021ની પહેલાં તમે તમારું સર્ટિફિકેટ લઈ શકો છો.

મૂળ લેખ: રોશિની મુથુકુમાર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં થાય છે ‘સોલર ખેતી’, ન ડીઝલનો ખર્ચ ન દુષ્કાળ પડવાની બીક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon