શું તમે આ કોરોના કાળમાં ઘરે રહીને કંટાળી ગયા છો તો ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા છે તમારા ફરવા માટે છે એક ખાસ વ્યવસ્થા. આમ તો IRCTC દ્વારા તમે ટ્રેન, પ્લેન, અને હવે તો ક્રુઝમાં પણ મુસાફરી કરી શકો છો અને તે પણ એક પ્રોપર પેકેજ સાથે પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ IRCTC દ્વારા ગુજરાતના નાગરિકો માટે ખાસ ફાળવવામાં આવેલી દક્ષિણ ભારતના રેલવે ટુર પેકેજ બાબતે તો ચાલો જાણીએ કે શું શું છે આ ટુર પેકેજમાં.
દક્ષિણ ભારત દર્શન વિશેષ પ્રવાસી ટ્રેન (WZBD302A)
પેકેજ – 11 રાત્રી અને 12 દિવસ
પ્રવાસની તારીખ – 02/11/2021 થી 13/11/2021
સ્ટેશન – રાજકોટ
પ્રસ્થાન સમય – રાત્રે 12:35 કલાકે
વર્ગ:
સ્ટાન્ડર્ડ (સ્લીપર) – પ્રતિ વ્યક્તિ દર ₹ 11,340/-
કમ્ફર્ટ (3AC) – પ્રતિ વ્યક્તિ દર ₹ 13,860/-
બોર્ડિંગ પોઇન્ટ કે જ્યાંથી તમે તમારો પ્રવાસ ટ્રેન દ્વારા પ્રારંભ કરી શકો છો તેવા શહેરો: રાજકોટ – સુરેન્દ્ર નગર – વિરમગામ – મહેસાણા – કલોલ – સાબરમતી – આણંદ – વડોદરા (BRC) – ભરૂચ – સુરત – વાપી – કલ્યાણ – પુણે. આમ તમે આ દર્શાવેલ કોઈ પણ શહેર પરથી ટ્રેન પકડી શકો છો.
ડીબોર્ડિંગ પોઇન્ટ કે જ્યાં તમે પ્રવાસ પછી પરત ફરતી વખતે ઉતરી શકો છો તેવા શહેરો: – પુણે – કલ્યાણ – વાપી – સુરત – ભરૂચ – વડોદરા (BRC) – આણંદ – સાબરમતી – કલોલ – મહેસાણા – વિરમગામ – સુરેન્દ્ર નગર – રાજકોટ
આ પેકેજમાં દક્ષિણ ભારતના ફરવા માટેના આવરી લેવામાં આવેલા સ્થળો : – રામેશ્વરમ – મદુરાઈ – કન્યાકુમારી – ત્રિવેન્દ્રમ – ગુરુવાયુર – તિરૂપતિ – મૈસુર
પેકેજમાં સમાવેશ સુવિધાઓનો નીચે ઉલ્લેખ કરેલ છે :-
SL/3AC વર્ગ દ્વારા ટ્રેનની મુસાફરી.
મલ્ટી શેરિંગ આધારે ધર્મશાળાઓ /હોલમાં રાત્રિ રોકાણ /ફ્રેશ અપ.
સવારે ચા/કોફી, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર પ્રતિ દિવસ.
SIC ના આધારે નોન એસી રોડ ટ્રાન્સફર કે જેમાં ટ્રેન માંથીઉતર્યા પછી જે તે દર્શાવેલ ફરવાના સ્થળ પર તમને બસ દ્વારા લઇ જવામાં આવશે.
ટુર એસ્કોર્ટ અને ટ્રેનમાં સિક્યુરિટી તેમજ મુસાફરી વીમાની સુવિધાનો પણ સમાવેશ થાય છે.
પેકેજમાં આ સુવિધાઓ સમાવિષ્ટ નથી :-
વ્યક્તિગત જરૂરી ચીજ વસ્તુઓ એટલે કે લોન્ડ્રી, દવાઓ.
સ્મારકો માટે પ્રવેશ ફી.
ટુર ગાઈડ માટેની ફી.
પેકેજમાં જે સમાવિષ્ટ નથી તે અન્ય તમામ બાબતો.
જો તમે આ બાબતે વધારે જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો અહીંયા ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: દિલ્હીથી સ્પીતિ સુધીની લાંબી મુસાફરી અને ખર્ચ માત્ર 2000 રૂપિયા, નથી આવતો વિશ્વાસ?
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.