Search Icon
Nav Arrow
How To Grow Tomato
How To Grow Tomato

How To Grow Tomato: ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો ટામેટા

બજારમાં મળતા મોંઘા ટામેટા તમે ઘરે પણ સરળતાથી ઉગાડી શકો છો, જાણો કેવી રીતે? વર્ષોથી ગાર્ડનિંગ કરી રહેલ ઉમેદ સિંહની રીત ફોલો કરશો તો ચોક્કસથી આવશે લાલ ચટ્ટાક ટામેટાં.

ટામેટાના ભાવ આકાશને સ્પર્શી રહ્યા છે. આવા સંજોગોમાં સૂપ અને શાકભાજીથી લઈને ચટણી અને સલાડ સુધી વપરાતી આ કિંમતી વસ્તુ મફતમાં મળે તો? હા! જો તમે ઘરે ટામેટાં કેવી રીતે ઉગાડવા (How To Grow Tomato)તે શીખો તો આ થઈ શકે છે!

ઘણા વર્ષોથી ગાર્ડનિંગ કરી રહેલા ઉમેદ સિંહ અમને જણાવી રહ્યા છે કે આપણે ઘરે ટામેટાં કેવી રીતે ઉગાડી શકીએ (How To Grow Tomato). તે ખૂબ જ સરળ છે.

ઉમેદ સિંહે તેના ટેરેસ પર ટામેટાંની 40 થી વધુ જાતો ઉગાડી છે. (How To Grow Tomato) તેમને દેશી અને વિદેશી બંને પ્રકારની શાકભાજી ઉગાડવાનો શોખ છે અને તે સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજી ઉગાડે છે.

ટામેટાં કેવી રીતે ઉગાડવા (How To Grow Tomato) તે વિશે પ્રથમ સૂચન, ઉમેદ સિંહ આપે છે કે જો તમે ઘરે ખરીદેલા ટામેટાંમાંથી નવા છોડ ઉગાડવા માંગતા હો, તો પ્રયાસ કરો કે આ ટામેટાં હાઇબ્રિડ ન હોય. જો આપણે હાઈબ્રીડ ટામેટાંમાંથી નવા ટામેટાં ઉગાડીએ તો તેના પરિણામો સારા નથી આવતા અને લોકોને લાગવા માંડે છે કે તેમનાથી બાગકામ નહીં થાય. તમારે હંમેશા દેશી ટામેટાંમાંથી નવા ટામેટાં રોપવા જોઈએ.

ટામેટાં (How To Grow Tomato)માટે કેવી રીતે પોટિંગ મિક્સ તૈયાર કરશો:
ઉમેદ સિંહ કહે છે કે જો તમે તમારા બગીચાની કોઈ જૂની માટી લઈ રહ્યા હોવ અથવા તમે ક્યાંયથી પણ માટી લાવી રહ્યા હોવ તો તેને થોડા દિવસ તડકામાં ફેલાવીને સૂકવી દો. તેને 4-5 દિવસ તડકામાં સૂકવી અને તેને ક્યારેક-ક્યારેક ફેરવતા રહો. આના કારણે જો માટીમાં કોઈ જૂના રોગ હોય તો તે ખતમ થઈ જાય છે. આ પછી, તમે માટીમાં કોકોપેટ અથવા લાકડાની વહેર પણ ઉમેરી શકો છો. હવે તેમાં લગભગ 10% છાણનું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ ઉમેરો.

તમારું પોટિંગ મિક્સ તૈયાર છે. હવે તમે તેને વાસણમાં ભરી શકો છો. એવું જરૂરી નથી કે તમે બહારના બજારથી કુંડુ ખરીદો, તમે જૂની ડોલ અથવા પ્લાસ્ટિકના કોઈપણ મોટા ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે ડ્રેનેજ માટે, તમારે આ વાસણના તળિયે નહી પણ સાઈડમાં કાણું બનાવવું જોઈએ. જેથી તમને કાણુ દેખાતુ રહેશે અને જો ક્યારેય તે બંધ થઈ જશે તો તમે તેને સરળતાથી ખોલી શકો છો.

તેમાં માટી ભરીને વાસણ તૈયાર કરો.

How To Plant

છોડ બનાવો:
ટામેટાંનો છોડ તૈયાર કરવા માટે (How To Grow Tomato)ઉમેદ સિંહ સૂચન કરે છે કે તમે કાં તો તાજા બીજ ખરીદો અથવા તો સ્વદેશી ટામેટાંનો ઉપયોગ કરો. જો તમે દેશી ટામેટાંનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેનાથી ટામેટાં ઉગાડવાનું ખૂબ જ સરળ છે. ટામેટાને ઊભું ન કાપો, તેને આડું કાપીને તેના કટકા કરો. આનાથી બીજને નુકસાન થશે નહીં.

હવે તમારે પહેલા એક નાના કુંડામાં છોડ તૈયાર કરવો જોઈએ. કારણ કે ટામેટાંનો છોડ (How To Grow Tomato) વધે છે અને ફેલાય પણ છે. તેથી, તમે એક મોટા વાસણમાં ફક્ત એક જ ટામેટાંનું વૃક્ષ લગાવી શકો છો. તેથી પહેલા છોડ તૈયાર કરો અને પછી તેનું ટ્રાન્સપ્લાન્ટ કરો. તમે છોડ માટે કોઈપણ નાના કાગળના કપ અથવા છાપાનાં બનેલાં પ્લાન્ટરનો ઉપયોગ કરી શકો છો.
તમે આ નાના પ્લાન્ટરમાં પોટિંગ મિક્સ મૂકી શકો છો અને હવે તમે તેમાં ટામેટાંના ટુકડાને સીધા રાખી શકો છો અથવા તમે ફક્ત બીજ કાઢીને તેને સીધા રોપી શકો છો. બીજ રોપ્યા પછી, તમે ઉપર હળવી માટી પણ નાખો અને છંટકાવ કરીને પાણી આપો.

હવે આ પ્લાન્ટર્સને એવી જગ્યાએ રાખો જ્યાં વધુ સૂર્યપ્રકાશ ન હોય એટલે કે હળવા છાંયડામાં.

નિયમિતપણે પાણીનો છંટકાવ કરતા રહો, વધારે પાણી ન ભરો, જરૂર હોય તેટલું જ ઉમેરો.

ટામેટાંનો છોડ 8-10 દિવસમાં તૈયાર થઈ જશે.

ટ્રાન્સપ્લાન્ટ કરો:
છોડ તૈયાર થયા પછી, તેને અલગથી થોડા મોટા કુંડામાં લગાવવાનો રહેશે. છોડને ખૂબ જ કાળજીપૂર્વક નીકાળો જેથી તેમના મૂળને કોઈ નુકસાન ન થાય. એક કુંડામાં છોડ વાવો અને તેને પાણી આપો.

કેવી રીતે કાળજી રાખવી(How To Grow Tomato):
નિયમિતપણે પાણી આપો અને જો તમારા કુંડાની માટીમાં ભેજ હોય તો તમે એક-બે દિવસના અંતરે પાણી આપી શકો છો.

જો કે શાકભાજીના છોડને તડકામાં રાખવા જોઈએ, પરંતુ જો સૂર્યપ્રકાશ વધુ પડતો હોય, તો તમે તેને હળવા શેડમાં રાખી શકો છો.

જ્યારે ટામેટાંનો છોડ થોડો વધવા લાગે છે, ત્યારે તમે તેને ઘરે બનાવેલા માઈક્રો ન્યૂટ્રીએન્ટનો સ્પ્રે કરી શકો છો. માઈક્રો ન્યૂટ્રીએન્ટ બનાવવા માટે, તમે વેસ્ટ ડીકંપોઝરમાં ગોળ, આમળા અને છાશ મિક્સ કરીને રાખો. તેને લગભગ 1 મહિના સુધી રહેવા દો અને તેને દરરોજ સીધી અને ઉલટી દિશામાં હલાવતા રહો. તમે તેને એક જ વારમાં બનાવીને સ્ટોર કરી શકો છો.

આ સિવાય તમે ફળો અને શાકભાજીની છાલને પણ પાણીમાં પલાળી શકો છો અને દોઢ અઠવાડિયા પછી આ પાણીને ઝાડ પર સ્પ્રે કરી શકો છો.

એક મહિના પછી, જ્યારે ટામેટાના છોડમાં ફૂલ આવવાનું શરૂ થાય, ત્યારે તમે સામાન્ય ખાડો કરીને છાણનું અથવા ઘરે બનાવેલું ખાતર ઉમેરી શકો છો.

લગભગ ત્રણ મહિના પછી, તમને ટામેટાં મળવાનું શરૂ થશે. તમને બે થી ત્રણ મહિના સુધી ફળ મળશે.

ઉમેદ સિંહ કહે છે કે તમે અલગ-અલગ બેચમાં પણ છોડ લગાવી શકો છો, જેથી તમે લાંબા સમય સુધી ટામેટાં મેળવી શકો.

જુઓ વીડિયો:

મૂળ લેખ: ધ બેટર ઈન્ડિયા

આ પણ વાંચો: Grow Papaya: આ સરળ રીતોથી ઘરે જ ઉગાડો સ્વાસ્થ્યવર્ધક પપૈયાનાં છોડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon