Search Icon
Nav Arrow
How To Pass GPSC Exam
How To Pass GPSC Exam

GPSC ક્લાસ 1/2 ની પરીક્ષા પાસ કરવાની ખાસ ટિપ્સ પહેલા જ પ્રયત્ને સફળ થનાર ડેપ્યુટી કલેક્ટર વિવેક ટાંક દ્વારા

શું તમે પણ આગામી GPSC ની વર્ગ 1/2 માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, પરંતુ મનમાં બહુ મુંજવણો છે? તો અહીં પહેલા જ પ્રયત્ને GPSC માં સફળ થનાર પોરબંદરના ડેપ્યૂટી કલેક્ટર વિવેક ટાંક જણાવી રહ્યા છે ખાસ ટિપ્સ.

આજે ફરી આપણે GPSC ની પ્રીલીમનરી પરીક્ષાની તૈયારી કંઈ રીતે કરવી તે વિશે વાત કરી રહ્યા છીએ. GPSC ની પ્રીલીમનરી પરીક્ષાને હવે જયારે એક મહિના જેટલો જ સમય રહ્યો છે ત્યારે છેલ્લા દિવસોમાં આ પરીક્ષા આપવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે એક કટુ સત્ય એ છે કે જે તમને બધાને પણ પહેલાથી જ ખબર છે કે આ આપેલ માહિતીમાંથી તમને એવું કોઈ રામબાણ ઈલાજ નથી મળી જવાનો કે તમે આ લેખમાં દર્શાવેલ રીતો દ્વારા ફક્ત એક મહિનાની તૈયારીમાં જ આવનારી પ્રીલીમનરી પરીક્ષામાં સો ટકા સફળતા મેળવી જ લેશો.

પરંતુ તમારા માટે મહત્વની વાત એ છે કે આટલા ટૂંકાગાળાની પણ એક ચોક્કસ તૈયારી દ્વારા પરીક્ષા આપ્યા પછી તેમાં શીખેલ બાબતોને આધારે આ આપેલ રીત અને માહિતી દ્વારા તમે આવતા વર્ષની જે પરીક્ષાની તૈયારી કરશો તેમાં ચોક્કસ પણે કોઈ ભૂલ વગર તૈયારી કરવા સક્ષમ બનશો અને આવનારી GPSC ની પરીક્ષામાં ચોક્કસથી સફળતા મેળવી શકશો.

ધ બેટર ઇન્ડિયાએ આ વખતે GPSC ની દર વર્ષે યોજાતી આ પરીક્ષામાં તૈયારી કંઈ રીતે કરવી તે વિશે 2014 ની GPSC ની પરીક્ષા પ્રથમ પ્રયાસે જ પાસ કરી અત્યારે પોરબંદરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા વિવેક ટાંક સર સાથે વાત કરતા તેમણે પોતાના અનુભવો અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રીલીમનરી પરીક્ષાની તૈયારી કંઈ રીતે કરવી તે વિશે વિગતવાર જણાવ્યું તો ચાલો તે વિશે આગળ જાણીએ.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા વિવેક સરએ પ્રીલીમનરી પરીક્ષાના બંને પેપરમાં આપેલ વિષયોની તૈયારી પદ્ધતિસર કંઈ રીતે કરવી તે નીચે દર્શાવ્યું છે તે પ્રમાણે જણાવ્યું.

તેઓએ સૌપ્રથમ તો દરેક શરૂઆત કરનાર વિદ્યાર્થીઓ કે જેમણે આજ સુધી આ પરીક્ષા બાબતે કોઈ જ તૈયારી નથી કરેલ તેમણે પોતાનો પાયો મજબૂત કરવા નીચે પ્રમાણે શરૂઆત કરવી જોઈએ.

How To Pass GPSC Exam

પેપર 1
ઇતિહાસ ( પ્રાચીન/મધ્યકાલીન/અર્વાચીન) – NCERT/GCERT 6 TO 12 અને કોઈ ચોક્કસ પ્રકાશન કે લેખક નક્કી કરી આ ત્રણે વિભાગ પ્રમાણેની એક એક બુક વસાવવી.

સંસ્કૃતિ – NCERT 11 અને 12 અને ગુજરાત માટે યુવા ઉપનિષદની બુક સારી તે સિવાય સમયે મળે તો નીતિન સિંઘાનિયાની બુક વાંચી શકો.

બંધારણ – લક્ષ્મીકાંત અથવા યુવા ઉપનિષદની બુક

ગણિત તથા રિઝનિંગ – યુ ટ્યુબ પર સિલેબસમાં આપેલ એક-એક ટોપિકને શોધી વ્યવસ્થિત તૈયાર કરવો અને ત્યારબાદ કોઈપણ પ્રકાશનની પુસ્તક લાવી અને ગત વર્ષના પ્રશ્નો તથા સિલેબસના આધારે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી.

પેપર 2
ઈકોનોમી – વધારે ભાર વર્તમાન પ્રવાહના ઇકોનોમીને લગતા સમાચારો પર આપવાનો અને સાથે સાથે મૃણાલ સરની સાઈટ પર આપેલ ઈકોનોમીના વિડીયો લેક્ચર્સ જે પિલ્લર્સ ના આધારે આપેલા છે તેના દ્વારા પણ તૈયારી કરી શકો છો. આ સિવાય ન્ડિયન બજેટ, ઇકોનોમિક સર્વે તથા જો વધારે રસ હોય તો રમેશ સિંઘની બુક પણ વાંચી શકો છો.

ભૂગોળ – NCERT – 6 થી 12 અને ગુજરાત માટે GCERT 11 અને 12 આ બંને પતાવીને જ આગળ તમે  રાજતનિલ મેડમના વિડીયો લેક્ચર થતા કોઈ એક જ આ વિષય પરની સંદર્ભ બુક વાંચી શકો છો. પરંતુ તેમના માન્ય પ્રમાણે કોઈ બુક વસાવ્યા વગર જ આપેલા માહિતી પ્રમાણેના સ્ત્રોતના આધારે તમે સારા એવા માર્ક્સ ખેંચી શકશો.

સાયન્સ અને ટેકનોલોજી – વર્તમાન પ્રવાહમાં જે કંઈ પણ આ વિષય અંતર્ગત જેટલી પણ માહિતી આપવામાં આવે છે તે મહત્વની છે જ પરંતુ તેમાં પણ આગળના પેપરમાં પુછાયેલા પ્રશ્નોની માહિતીના આધારે સાયન્સ અને ટેકનોલોજીના કયા વિભાગ પર ભાર આપવો તે વ્યવસ્થિત જાણીને તૈયારી કરવી.

વર્તમાન પ્રવાહ – રોજનું રોજ કરવા માટે ઇન્ડિયા લેવલે INSIGHT IAS નું DAILY CURRENT AFFAIRS કરવું અને સાથે સાથે કોઈ પણ ગુજરાતી માધ્યમનું વર્તમાન પ્રવાહ માટેનું સારું એવું મેગેઝીન બંધાવી દેવું અને તેને પણ વ્યવસ્થિત તૈયાર કરવું.  

How To Pass UPSC

મહત્વના અન્ય મુદ્દાઓ
વાંચનના સ્ત્રોતોને વધારવા નહિ, એટલે કે એક વિષય માટે એક કરતા જે તે વધારે બુક ન વસાવી,  કોઈ ચોક્કસ બુક પસંદ કરી તેને જ વળગી રહેવું અને વારંવાર તેનું રીવીઝન કરવું.

રીવીઝન આડેધડ ન કરતા એક વખત તૈયારી અને એક વખતના સમગ્ર રીવીઝન પછી પાછળના વર્ષના પેપરના મોક ટેસ્ટ આપી તમારી કમજોરી શોધી તે વિષયોનું પુનરાવર્તન વધારે કરવું.

ઓનલાઇન માધ્યમમાં પણ અત્યારે માહિતીઓનો ખુબ જ રાફડો ફાટ્યો છે તો તે માટે ચોક્કસ વિડીયો લેક્ચર કે સાઈટ પસંદ કરી અભ્યાસ કરવો પરંતુ તે પહેલા આગળ આપેલી માહિતી પ્રમાણે એક વખત સંપૂર્ણ સિલેબસ વાંચી અને સમજીને પૂરો કર્યા બાદ જ વિડીયો કે ઓનલાઇન માધ્યમનો સહારો લેવો.

આ સિવાય જો કોઈ મુદ્દાની  સમજણ તમને વાંચવાથી ન પડતી હોય તો તે માટે તમે વિડીયો કે ઓનલાઇન માધ્યમનો ઉપયોગ સારી એવી રીતે કરી શકો છો.

મોક ટેસ્ટ બની શકે તેટલા વધારે આપવા જેથી તમારામાં એ પરીક્ષામાં બેસ્યા પછી જે પ્રશ્નો આવડતા હોવા છતાં ખોટા લખીને આવવા, સમય ખૂટવો અને પરીક્ષા દરમિયાન થતી વિહ્વળતા વગેરેમાં સુધાર આવી સારી એવી પકડ પ્રસ્થાપિત થશે જે તમને આ સ્પર્ધામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

MCQ પેપર આપવા માટે પહેલાથી જ 100 વિકલ્પના વિભાગીય નિયમ પ્રમાણે ચાલો
વિવેક સરને આગળ વિદ્યાર્થીઓ એ નિયત સમયગાળા માં ચોક્કસ રીતે MCQ નું પેપર કંઈ રીતે એવું જોઈએ તે પુછાતા તેમણે જણાવ્યું કે, જુઓ GPSC માં બે પેપર 400 ગુણના હોય છે જેમાં એક પેપર 200 ગુણનું હોય છે.

આ માટે તમારે સૌપ્રથમ 100 પ્રશ્નોમાંથી તમને ચોક્કસ ખાતરી પૂર્વક આવડત પ્રશ્નોના જવાબ પહેલા જ ટીક કરી દેવાના અને  તે પછી તમે જેમાં 50 ટકા જ સ્યોર છો તેવા પ્રશ્નો તરફ આગળ વધવાનું  આન પ્રશ્નોમાં એલિમિનેશન મેથડનો ઉપયોગ કરી બની શકે તો દરેક પ્રશ્નને ટીક કરાવવા પ્રયત્ન કરવાનો અને તે પછી જ સૌથી છેલ્લે તમારે તમને બિલકુલ ન આવડતાં પ્રશ્નોમાં પેપરના પ્રકારના આધારે કે તે સહેલું છે કે ભારે તે પ્રમાણે થોડું રિસ્ક લઇ અને થોડું સુરક્ષિત રીતે તમારા વધારે નેગેટિવ માર્ક્સ ન થાય તે રીતે પ્રયત્નો કરવાના.

પરંતુ યાદ રાખો કે બંને પેપરને 100 – 100 પ્રશ્નોના વિભાગમાં વહેંચીને જ આ રીતે આગળ વધવાનું.
તેઓ છેલ્લે એટલું કહે છે આ રીત દ્વારા તમે ફૂલ ટાઈમ તૈયારી કરતા હોવ તો દિવસના ઓછામાં ઓછા 8 કલાક અને જોબ સાથે તૈયારી કરતા હોવ તો જોબ સિવાય ઓછામાં ઓછા 5 કલાક તૈયારી પાછળ આપવા જરૂરી છે અને તેની સાથે ધીરજ, સતત મહેનત અને એક પણ દિવસ પાડ્યા વગર કોઈ વ્યસ્ત દિવસમાં પણ જેટલું પણ બની શકે તેટલું વાંચીને તમારી મહેનત સતત ચાલુ રાખશો તો એક દિવસ ચોક્કસથી સફળતા તમને મળશે જ.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 40 મંદબુદ્ધિવાળી બાળાઓની માતા બની સેવા કરે છે 80% દિવ્યાંગ જૂનાગઢનાં નીલમબેન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon