દરેકના રસોડામાં ટામેટાં અચૂક જોવા મળે છે. કોઈ શાક ન હોય તો મહિલાઇ ટામેટાની ચટણીથી રસોઈનો સ્વાદ વધારે છે. ચટણી અને શાકભાજી જ નહીં, જેમ, કેચઅપ, અથાણાં અને બીજી ઘણી વસ્તુઓ બને છે ટામેટાંમાંથી. એટલે એમ કહી શકાય કે, ટામેટાં દરેક ઘર માટે ખૂબજ કામની વસ્તુ છે.
આ બાબતે સૌથી સારી બાબત તો એ છે કે, ટામેટાંને વારંવાર બજારમાં ખરીદવા જવું ન પડે. આવું ત્યારે જ થાય છે, જ્યારે તમારા જ ઘરમાં ટામેટાંનો છોડ હોય અને તમને રોજ તાજાં ટામેટાં મળી રહે. આજે ભિવાનીના ઉમેદ સિંહ આપણને ઘરે જ ટામેટાં ઉગાડવાની સરળ રીત જણાવે છે.
ઉમેદ સિંહ તેમના ધાબામાં 40 કરતાં પણ વધારે પ્રકારનાં ટામેટાં ઉગાડી ચૂક્યા છે. તેમને દેશી અને વિદેશી અનેક પ્રકારનાં શાકભાજી ઉગાડવાનો શોખ છે અને તેઓ બધાં જ શાકભાજી જૈવિક રીતે ઉગાડે છે.

ટામેટાં ઉગાડવા બાબતે પહેલો ઉપાય આપતાં ઉમેદ સિંગ કહે છે કે, જો તમે બજારમાંથી લાવેલ ટામેટાંમાંથી છોડ વાવવા ઈચ્છતા હોય તો, ખાસ પ્રયત્ન કરો કે, તે હાઈબ્રિડ ન હોય. જો આપણે હાઈબ્રિડ ટામેટાંમાંથી ટામેટાં ઉગાડીએ તો, પરિણામ સારું નથી મળતું અને લોકોને એમ લાગે છે કે, તેમનાથી ગાર્ડનિંગ નહીં થાય. એટલે હંમેશાં દેશી ટામેટાંમાંથી જ ટામેટાનો છોડ ઉગાડવો જોઈએ.
ટામેટાના છોડ માટે કેવી રીતે બનાવવું પોટિંગ મિક્સ:
ઉમેદ સિંહ કહે છે કે, જો તમે ગાર્ડનિંગ માટે કોઈ બગીચામાંથી માટી લાવ્યા હોય કે, જૂની માટી હોય તો તેને થોડા દિવસ માટે તડકામાં સૂકવી લો. 4-5 દિવસ સુધી તડકામાં સૂકવો અને વચ્ચે-વચ્ચે તેને પલટતા રહો. જેથી માટીમાં કોઈ જૂના રોગ હશે તો તે ખતમ થઈ જશે. ત્યારબાદ માટીમાં કોકોપીટ કે લાકડાનો વહેર ભેળવી શકય છે. આમાં લગભગ 10% છાણીયું ખાતર કે વર્મીકંપોસ્ટ મિક્સ કરો.

તૈયાર છે તમારું પૉટિંગ મિક્સ. હવે તમે તેને કુંડાઓમાં ભરી શકો છો. આ માટે બજારમાંથી કુંડુ લાવવું એ પણ જરૂરી નથી. તમે ઘરમાં જ રહેલ કોઈ જૂની ડોલ કે ડબ્બાનો ઉપયોગ પણ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે, વધારાનું પાણી વહી જાય એ માટે કુંડાના તળીયામાં નહીં, પરંતુ નીચેની તરફ એક કાણી પાડો. જેથી તમને કાણુ દેખાશે અને તે પૂરાઈ જાય તો તમે તેને સરળતાથી ખોલી શકો છો.
હવે માટી ભરી કુંડુ તૈયાર કરો.
છોડ બનાવો:
ટામેટાનો છોડ તૈયાર કરવા માટે ઉમેદ સિંહ સલાહ આપે છે કે, તમે બજારમાંથી બીજ ખરીદો અથવા દેશી ટામેટાંનો ઉપયોગ કરો. જો તમે દેશી ટામેટાંનો ઉપયોગ કરશો તો, તેમાંથી ટામેટાં ઉગાડવાં સરળ રહેશે. ટામેટાની સીધી ચીરીઓ કરવાની જગ્યાએ ગોળ-ગોળ સ્લાઈસ કાપો. જેથી બીજને નુકસાન ન પહોંચે. પહેલાં કોઈ નાના કુંડામાં છોડ તૈયાર કરી તેને મોટા કુંડામાં વાવવા જોઈએ, કારણકે ટામેટાનો છોડ મોટો થઈને ફેલાઇ છે. એટલે એકવાર છોડ તૈયાર થઈ જાય પછી મોટા કુંડામાં તેને ટ્રાન્સપ્લાન્ટ કરવો જોઈએ. છોડ તૈયાર કરવા માટે કોઈ નાના પેપર કપ કે અખબારમાંથી બનેલ પ્લાન્ટરનો ઉપયોગ પણ કરી શકાય છે.
આ નાનકડા પ્લાન્ટરમાં પૉટિંગ મિક્સ નાખો અને હવે તેમાં ટામેટાની સ્લાઈસ સીધી જ મૂકી શકો છો અથવા તેમાંથી બીજ કાઢીને પણ તેને સીધાં મૂકી શકો છો. બીજ પાથર્યા બાદ ઉપર થોડી-થોડી માટી પાથરો અને પાણી છાંટી દો.

હવે આ પ્લાન્ટર્સને કોઈ એવી જગ્યાએ મૂકો, જ્યાં સીધો તડકો આવતો ન હોય, એટાલે કે, થોડો-થોડો છાંયડો રહેતો હોય.
નિયમિત પાણી છાંટતા રહો, બહુ વધારે પાણી ન ભરવું, જરૂર અનુસાર જ પાણી છાંટવું.
8-10 દિવસમાં ટામેટાંનો છોડ તૈયાર થઈ જશે.

ટ્રાન્સપ્લાન્ટ કરો:
છોડ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમને અલગ-અલગ કુંડાંમાં ટ્રાન્સપ્લાન્ટ કરો. છોડને ખૂબજ ધ્યાનથી કાઢો, જેથી તેનાં મૂળને જરા પણ નુકસાન ન થાય. એક છોડને એક કુંડામાં વાવો અને પાણી આપો.

કેવી રીતે કરવી દેખભાળ:
નિયમિત પાણી આપો અને જો કુંડાની માટીમાં ભેજ હોય તો, એક-બે દિવસના અંતરાલમાં પાણી આપી શકો છો.
આમ તો શાકભાજીના છોડને તડકામાંજ રાખવા જોઈએ પરંતુ જો તડકો બહુ વધારે હોય તો, થોડા છાંયડામાં પણ મૂકી શકાય છે.
ટામેટાનો છોડ થોડો મોટો થવા લાગે એટલે તમે તેમાં ઘરે બનાવેલ માઈક્રો ન્યૂટ્રીએન્ટ સ્પ્રે કરી શકો છો. માઈક્રો-ન્યૂટ્રીએન્ટ બાનાવવા માટે તમે વેસ્ટ ડીકમ્પોઝરમાં ગોળ, આંબળાં કે છાસ મિક્સ કરીને મૂકી દો. લગભગ એક મહિના સુધી રહેવા દો અને તેને રોજ હલાવો. એકવાર બનાવી તેને તમે સ્ટોર કરી શકો છો.
આ સિવાય, ફળ અને શાકભાજીની છાલને પણ પાણીમાં પલાળી રાખો અને એક-દોઢ અઠવાડિયા બાદ તેને ઝાડમાં છાંટી શકાય છે.
એક મહિના બાદ, જ્યારે ટામેટાના છોડ પર ફૂલ આવવાનાં શરૂ થઈ જાય ત્યારે થોડું ખોદકામ કરી તેમાં છાણીયું ખાતર કે ઘરે બનાવેલ ખાતર નાખી શકાય છે.
લગભગ ત્રણ મહિના બાદ તેમાં ટામેટાં આવવાનાં શરૂ થઈ જશે અને બે-ત્રણ મહિના સુધી તમને ફળ મળતાં રહેશે.
ઉમેદ સિંહ જણાવે છે કે, નિયમિત ટામેટાં મળી રહે એ માટે તમે અલગ-અલગ બેચમાં પણ છોડ વાવી શકાય છે.
વીડિયો જુઓ:
આ પણ વાંચો: માટી વગર પાણીમાં જ ઘરે સરળતાથી ઉગાડો ફૂદીનો, જાણો કેવી રીતે?
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.