કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તેને આ માન્યતા તેના ભારતીય મૂળ, આપણી સંસ્કૃતિની સાથે લાંબા જોડાણ અને તેના ઉપયોગને કારણે મળી છે. ભારતીય સંસ્કૃતિમાં કમળના આધ્યાત્મિક મહત્વ હોવાની સાથે સાથે સામાજીક મહત્વ પણ છે. કારણકે, તે એક મનોભાવને દર્શાવે છેકે, સમાજમાં ગંદકી ગમે તેટલી પણ હોય, પરંતુ સારી વસ્તુઓ પોતાની જગ્યા બનાવી લે છે. આ ફૂલ પરથી હંમેશા સકારાત્મક રહેવાની પ્રેરણા મળે છે.
કમળનાં બીજ જેમાંથીકે, મખાના બનાવવામાં આવે છે,તે એક ઘણો પોષ્ટિક ખાદ્ય પદાર્થ છે. મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ વગેરે ભરપુર માત્રામાં હોય છે.
કમળના ફૂલનાં રસને ઘરેલુ ઉપચારમાં ઘા ઉપર લગાવવામાં આવે છે. તો તેની દાંડીને શાક અને અથાણું બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
સામાન્ય રીતે કમળની ખેતી કોઈ સ્થાનિક તળાવમાં કરવામાં આવે છે. પરંતુ આજે ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં પોતાના ઘરનાં ધાબા ઉપર 100થી વધારે છોડની બાગાયતી કરનારી સંગીતા શ્રીવાસ્તવ કુંડામાં કમળનાં ફૂલ ઉગાડવાની રીત જણાવી રહી છે.

સંગીતાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યુ, કમળનાં છોડને બે રીતે તૈયાર કરવામાં આવી શકે છે. પહેલી કટિંગથી, બીજી-બીજથી.
તે આગળ જણાવે છેકે, કટિંગ દ્વારા કમળનાં છોડને મૂળમાંથી જ પ્રોપેગટ કરીને તૈયાર કરવામાં આવે છે. તેમાં થોડી સાવધાની રાખવી પડે છે, કારણકે, થોડી ભુલ થઈ તો મધર પ્લાન્ટને પણ નુકસાન થઈ શકે છે.
શું-શું જોઈએ?
· કમળનાં બીજ
· એક પરદર્શક ગ્લાસ
· બે કુંડા
· ચીકણી કાળી માટી
સંગીતા મુજબ, બીજ દ્વારા કમળનો છોડને ક્યારેય પણ તૈયાર કરી શકાય છે, પરંતુ તેના માટે ચોમાસાની સિઝન સૌથી સારી છે.

તે જણાવે છેકે, બજારમાં કમળનાં જ ઘણા સસ્તા અને સરળતાથી મળી જાય છે. જો તમે એક ટબમાં લગાવવા માંગતા હોય, તો કમળનાં 2-3 બીજોને લો અને તેની છાલને થોડી સાવધાનીથી ક્રેક કરો. કારણકે, તેની છાલ ઘણી કઠણ હોય છે. અને તેને સ્વાભાવિક રીતે અંકુરિત થવામાં ઘણો સમય લાગે છે.
ત્યારબાદ, આ બીજને એક પારદર્શી ગ્લાસમાં ફૂલવા માટે રાખી દો. એક સપ્તાહમાં તમે જોશો કે, તેમાં નાના-નાના અંકુર આવી રહ્યા છે.
સંગીતા કહે છેકે, એક કુંડામાં ચીકણી કાળી માટીને ભીની કરીને ભરી દો. અને અંકુરિત બી ને સાવધાનીથી ગ્લાસમાંથી કાઢીને કુંડામાં લગાવી દો.
ત્યારબાદ, 6*8નાં એક અન્ય કુંડામાં પાણી ભરો અને બીજ વાવેલાં કુંડાને તેમાં રાખી દો. ધ્યાન રાખો કે, તે વધારે ઉંચુ કે ઉંડુ ન હોય, કારણકે, તેનાં છોડને વધવામાં મુશ્કેલી થાય છે.
સંગીતા જણાવે છેકે, આ રીતે કમળનો છોડ એક સપ્તાહમાં તૈયાર થઈ જાય છે. અને તેમાં ફૂલ આવવામાં લગભગ 6-7 મહિના લાગે છે.

શું છે સંભાળ રાખવાની રીત
સંગીતા કહે છેકે, કુંડાનાં એક ચતુર્થાંશ પાણીને દર 15 દિવસે બદલતા રહો, કારણકે, પાણી ગંદુ થાય તો છોડ ઉપર કીટ લાગી શકે છે.
જો પાંદડા સડવા લાગે, તો તેને તરત જ હટાવી દેવા જોઈએ, નહી તો દતે વધારે વધી શકે છે. હવે પાણીને ચોખ્ખું રાખવા માટે તેમાં નાની-નાની મોછલીઓ પણ રાખી શકો છો. કારણકે, માછલીઓ દરેક ગંદકીને ખાઈ જાય છે.
તમે છોડને તેજીથી વધારવા માટે બોનમીલ અને એનપીકેનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તેને સીધુ પાણીની અંદર નાંખો નહી. કારણકે, તેનાથી છોડને નુકસાન થઈ શકે છે. એટલા માટે તેને કપડામાં બાંધીને પાણીમાં રાખી દો. કીડાથી બચવા માટે હળદર અને લીમડાંનો સ્પ્રે પણ કરી શકો છો. સંગીતાએ જણાવ્યુ.

ફૂલની સાથે બી પણ થઈ જાય છે તૈયાર
સંગીતા કહે છેકે, કમળનું બીજ તેના ફૂલની સાથે જ તૈયાર થઈ જાય છે. તેને તડકામાં સુકવ્યા બાદ શેકી લો. આ રીતે નાની-મોટી જરૂરિયાતોમાં ઘરે જ મખાનાની પૂર્તિ થઈ શકે છે.
કંઈ-કંઈ વાતોનું ધ્યાન રાખશો
- કમળને ઉગાડવા માટે કાળી ચીકણી માટીનો જ ઉપયોગ કરો
- પુરતી માત્રામાં તડકો લાગવા દો
- દર 15 દિવસમાં પાણી બદલો
- કુંડુ વધારે ઉંચુ અને ઉંડુ ન હોય, તેનાંથી છોડને વધવામાં મુશ્કેલી થઈ શકે છે.
- નિયમિતરૂપે હળદર અને લીમડાના તેલનો સ્પ્રે કરો
તો હવે મોડું કંઈ વાતનું કરી રહ્યા છો. તમે પણ આ ટીપ્સને ફોલો કરો અને તમારા ઘરે જ કમળનું ફૂલ ઉગાડવાની તૈયારી શરૂ કરી દો. વિશ્વાસ કરો કમળનાં ફૂલો તમારા ગાર્ડનની સુંદરતા વધારી દેશે.
મૂળ લેખ: દેવાંશુ દેવ
આ પણ વાંચો: ઘરે જ ઉગાડો મરચાં: બજારમાંથી લાવવાની જગ્યાએ ઘરે જ ઉગાડો, મળશે તાજાં મરચાં રોજ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.