શિંગોડા અથવા પાણીફળ ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ હોય છે. એટલાં જ પોષણથી ભરપુર હોય છે. તેમાંથી શિંગોડાનો લોટ પણ બને છે, જેમાંથી ઘણા પ્રકારનાં વ્યંજન તમે બનાવી શકો છો. ઘણા લોકો તેને કાચા ફળનાં રૂપમાં પણ ખાય છે. તો કોઈ-કોઈ જગ્યાએ તેને બાફીને ખાવામાં આવે છે. શિંગોડા (Grow Chestnut)માં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ, ઝિંક, વીટામિન બી અને ઈ જેવાં પોષક તત્વો હોય છે. અને એટલા માટે ડોક્ટરો પણ તેને ખાવાની સલાહ આપે છે.
શિંગોડા અથવા તો પાણીફળને તળાવમાં અથવા તો ક્યાય પણ પાણીમાં ઉગાડી શકાય છે. મોટા સ્તરે શિંગોડા ઉગાડવા માટે તમને બહુજ બધા સાધનોની જરૂર પડે છે. પરંતુ જો તમે થોડા શિંગોડા ઉગાડવા માંગો છો તો તમારી છત પર કોઈ ટબમાં પણ ઉગાડી શકો છો.
ઉત્તરપ્રદેશનાં રાયબરેલીમાં રહેતા અનુભવ વર્મા ગ્રેજ્યુએશન કરીને બેંકની નોકરીની તૈયારી કરી રહ્યા છે અને સાથે જ તેઓ પોતાના ઘરની છત પર ગાર્ડનિંગ પણ કરે છે. તેમણે જણાવ્યુકે, તેમને બાળપણથી ઝાડ-છોડ સાથે ઘણો લગાવ છે. અલગ-અલગ છોડો ઉગાડવા, તેમને મોટા કરવા અને હાર્વેસ્ટિંગ કરવું આ બધુ જ તેમને ઘણું પસંદ પડે છે.
ખાસ કરીને ફળોને લઈને તે વિવિધ પ્રકારનાં એક્સપરિમેન્ટ કરે છે. તેમના પ્રયાસો રહે છેકે, તેઓ એવાં ફળોને પણ ઉગાડે જે ધીમે-ધીમે શહેરોમાંથી ગાયબ થઈ રહ્યા છે. પોતાના આ પેશનને કારણે તેમણે પોતાની છત પર શિંગોડા ઉગાડવાની શરૂઆત કરી. આજે તેઓ જણાવે છે કે, ઘરની છત ઉપર આપણે કેવી રીતે શિંગોડા ઉગાડી શકીએ છીએ.

શું શું જોઈએ
કંટેનર, માટી અને બીજ
અનુભવ કહે છેકે, તમે જે પણ કંટેનર લો તેમાં ધ્યાન રાખોકે, ડ્રેનેજ માટે કાણું ન હોય, સાથે જ કંટેનર જેટલું મોટું હશે, તેટલું તે બરાબર રહેશે. કારણકે, શિંગોડાનાં છોડ બહુજ જલ્દીથી ફેલાય છે.
કંટેનર બાદ વારો આવે છે બીજોનો, અનુભવ મુજબ તમે ઓનલાઈન પણ શિંગોડાના બીજ ખરીદી શકો છો. અથવા તો તમારી આસપાસ કોઈ પણ બીજ ભંડારમાંથી શોધી શકો છો. બીજ સિવાય તમને કોઈ પણ જળસ્ત્રોતમાં શિંગોડાનો છોડ દેખાય તો તમે તેને લાવીને પણ તમારે ત્યાં લગાવી શકો છો.
અનુભવ કહે છેકે, તેઓ પોતાના શહેરની પાસેનાં એક ગામનાં તળાવમાંથી છોડ લઈને આવ્યા હતા અને પછી તેમણે તેને ઘરની છત પર લગાવ્યા હતા.

શું છે પ્રક્રિયા
Ø જો તમે બીજ લઈને આવ્યા છો તો તેને સૌથી પહેલાં કોઈ કંટેનરમાં પાણી ભરીને તેમાં રાખી દો, થોડા દિવસોમાં તે અંકુરિત થવા લાગશે પછી તેને ટ્રાંસપ્લાંટ કરો.
Ø સૌથી પહેલાં એક મોટું કંટેનર લો અને તેમાં નીચે માટી નાંખો. આ માટીને ભીની કરી દો અને તેમાં અંકુરિત થયેલાં છોડોને વાવી દો
Ø હવે ઉપર ધીમે ધીમે કંટેનરમાં પાણી ભરી દો
Ø આ કંટેનરને એવી જગ્યાએ રાખો જ્યાં દિવસે સારો એવો તડકો આવતો હોય. શિંગોડાનાં છોડને વધવા માટે સારા તડકાની જરૂર હોય છે. એટલા માટે કંટેનરને એવી જગ્યાએ રાખો જ્યાં ઓછામાં ઓછો 5-6 કલાક તડકો તેને મળે.
Ø લગભગ એક મહિનામાં જ શિંગોડાનાં છોડમાં પાંદડા આવવા લાગશે અને પછી બે-અઢી મહીનામાં તે વધવા લાગશે.

અનુભવ જણાવે છે કે, બીજ લગાવ્યા બાદ છોડને પાકવામાં ઓછામાં ઓછા 2-3 મહિનાનો સમય લાગે છે. પાક્યા બાદ એક મહિનાની અંદર જ ફળ લાગવાનાં શરૂ થઈ જાય છે. આ રીતે બીજમાંથી ફળ આવવામાં ઓછોમા ઓછા 4-5 મહિનાનો સમય લાગી જાય છે.
છોડની સારસંભાળ વિશે અનુભવ જણાવે છેકે, ઉપરથી પોષણ આપવાની જગ્યાએ તમે માટીમાં પહેલાંથી જ બધા પોષક તત્વો ઉમેરી દો. માટી જેટલી પોષણથી ભરપુર રહેશે એટલાં જ છોડો પણ સારા રહેશે. તમે અલગ-અલગ કંટેનરમાં છોડો લગાવીને બહુજ બધા શિંગોડા ઉગાવી શકો છો.
તેની સાથે જરૂરી વાત એ છે કે, તમે કંટેનરમાં પાણીના સ્તરનું ધ્યાન રાખો. જેવું પાણી ઓછું થાય કે, તરત જ ધીમેથી તેમાં પાણી નાંખવાનું રહેશે.
તેઓ આગળ જણાવે છેકે, જો કોઈ ટ્રાય કરવા માંગતા હોય તો શિંગોડા ખરીદો અને તે થોડા પાકે એટલે તેને પાણીમાં રાખો. તેનાંથી છોડ તૈયાર કરી શકાય છે. “ફેબ્રુઆરી-માર્ચમાં શિંગોડાના બીજોને અંકુરિત કરવા જોઈએ અથવા તો પછી તમે વરસાદની ઋતુમાં શિંગોડાનાં છોડ લાવીને લગાવી શકો છો,” અનુભવ કહે છે.
Ø જો તમે વરસાદની ઋતુ જેમકે જૂન-જૂલાઈમાં છોડ લગાવો છો તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધીમાં સરળતાથી ફળ લઈ શકો છો.
Ø શિંગોડાનાં છોડોમાંથી તમે હાર્વેસ્ટિંગ સિઝનમાં બહુવાર ફળો લઈ શકો છો. પછી જેમ જેમ ઠંડી વધે છે તેમ તેનું હાર્વેસ્ટિંગ ઘટી જાય છે.
અનુભવ કહે છેકે, જો તમને ગાર્ડનિંગનો શોખ છે તો એકવાર જરૂર ટ્રાય કરો. સાથે જ પ્રયાસ કરો કે તે, સામાન્ય સાઈઝનાં ટબની જગ્યાએ કોઈ પહોળું અથવા મોટું કંટેનર લો કારણકે, તે જેટલાં ફેલાય છે એટલા વધારે ફળો આપે છે!
તો હવે મોડું કંઈ વાતનું કરો છો, જો તમે પણ ટેરેસ ગાર્ડનિંગ કરો છો તો છત પર ઉગાડો શિંગોડા અને પરિવારને આપો પોષણથી ભરપુર આહાર.
આ પણ વાંચો: Grow Lotus: જાણો ઘરે કુંડામાં કેવી રીતે ઉગાડી શકાય કમળનું ફૂલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.