Search Icon
Nav Arrow
Air Plant
Air Plant

Grow Air Plant: આ સરળ રીતે ઘરમાં જ ઉગાડો એર પ્લાન્ટ અને આ રીતે રાખો સંભાળ

એક એવો છોડ જે ઘરની સજાવટમાં લગાવી દે છે ચાર ચાંદ, તેને ઉગાડવા માટે નિયમિત પાણી અને માટીની પણ જરૂર નથી

માટી સિવાય, પાણીમાં ઉગતા છોડ વિશે તો લગભગ બધા જ લોકો જાણતા હોય છે, સાથે જ એવાં પણ ઘણા બધા ‘ઈનડોર પ્લાન્ટ્સ’ પણ છે, જે જમીન અને પાણી બંનેમાં ઉગાડી શકાય છે. પરંતુ, શું તમે જાણો છો કે એવા છોડ છે જે તમે જમીન અને પાણી વિના હવામાં ઉગાડી શકો છો? હા, આ છોડને એર પ્લાન્ટ કહેવામાં આવે છે, જેનું વૈજ્ઞાનિક નામ ‘ટિલેંડ્સિયા‘ છે. તમે આ એર પ્લાન્ટને તમારા ઘરમાં (Grow Air Plants At Home)પણ ઉગાડી શકો છો.

તિલેંડશિયાની 600થી વધુ પ્રજાતિઓ છે, જેમાં મેક્સિમા સ્કાય પ્લાન્ટ, ફ્યુગો, પિંક ક્વિલ પ્લાન્ટ, કોટન કેન્ડી, મેડ પેપર વગેરેનો સમાવેશ થાય છે. તમે તેમને માટી અને પાણી વિના પણ ઉગાડી શકો છો. તેથી, તેઓને ‘એર પ્લાન્ટ્સ’ કહેવામાં આવે છે. દિલ્હીમાં રહેતા વનીત જૈન કહે છે કે ‘એર પ્લાન્ટ’ હોવાનો અર્થ એ નથી કે તેમને ફક્ત હવાની જરૂર છે. તેમને સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર ખૂબ જ ઓછી હોય છે. દર ચાર-પાંચ દિવસ પછી, તમારે તેમાં પાણી છાંટવાનું હોય છે. આ સિવાય તમે તેને નાના કુંડામાં લગાવી શકો છો અથવા દોરાની મદદથી લટકાવી પણ શકો છો.

તેમની મૂળ ખૂબ જ હળવા હોય છે અને તેના પાંદડાઓ તેમના આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ ભેજને શોષીને પોષણ લે છે. જેના દ્વારા તેઓ જીવિત રહે છે. જંગલોમાં તેઓ કોઈ પણ ઝાડના થડ, ઝાડીઓ અને ખડકો પર ઉગવા લાગે છે. તેમને ‘એપિફાઇટ્સ’ અથવા ‘એરોફાઇટ્સ’ પણ કહેવામાં આવે છે. હવાના છોડના મૂળને કોઈ વસ્તુ દ્વારા ટેકો આપવાની જરૂર છે- તમે તેને નાના કુંડા, જૂના કપ અથવા મગ પર, બીજા છોડની શાખા પર, માટી અથવા પાણી વિના લગાવી શકો છો.

મોટાભાગના લોકો તેને તેમના ઘરે સજાવટ માટે લગાવતા હોય છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે,’એર પ્લાન્ટ’ હવાને શુદ્ધ કરવાનું કામ પણ સારી રીતે કરે છે. તેથી, જો તમે તમારા ઘરમાં આવા છોડ રોપવા માંગો છો, જે હવાને શુદ્ધ કરે છે અને જેને વધારે કાળજી લેવાની જરૂર નથી, તો તમે ‘એર પ્લાન્ટ’ લગાવી શકો છો.

Air Plant

એર પ્લાન્ટ કેવી રીતે લગાવશો અને કાળજી લેશો

જો તમારી આસપાસ ક્યાંય એર પ્લાન્ટ નથી, તો તમે તેને નર્સરીમાંથી અથવા ઓનલાઇન ઓર્ડર આપીને મંગાવી શકો છો. આ સિવાય, જો તમારા કેટલાક જાણકારનાં ઘર અથવા ઓફિસમાં કોઈ એર પ્લાન્ટ લગાવેલા છે, તો પછી તમે તેનામાંથી કટિંગ લઈને તમારા ઘરમાં લગાવી શકો છો. તમે આ કટિંગને નાના કુંડામાં મૂકી શકો છો અથવા તેને ક્યાંક લટકાવી શકો છો, જ્યાં તેને પ્રકાશ મળે. આ પછી, પાણીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ (NPK) મિક્સ કરીને આ દ્રાવણનો છોડ ઉપર છંટકાવ કરો.

બેંગ્લોરમાં રહેતી સ્વાતિ દ્વિવેદી કહે છે, “મેં મારા ત્યાં એક સ્થાનિક નર્સરીમાંથી એર પ્લાન્ટ્સ ખરીદ્યા અને એમેઝોન વેબસાઇટ પરથી કેટલાકનો ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો. “એર પ્લાન્ટની કિંમત અન્ય છોડ કરતાં વધુ હોય છે. જો તમે તેમને નર્સરીમાંથી ખરીદી રહ્યા છો, તો પછી તેમની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે.”

તેણી આગળ જણાવે છે કે, એર પ્લાન્ટની સંભાળ રાખવી ખૂબ જ સરળ છે. જો તમે 10-15 દિવસમાં એકવાર પાણીનો છંટકાવ કરો છો, તો તે તેમના માટે પૂરતું છે. તમારે તેમના પાંદડા પર ધ્યાન આપવું પડશે કારણ કે, જો પાંદડા તમને ખૂબ સુકા લાગે છે, તો તેનો અર્થ એ કે તેમને પાણી યોગ્ય રીતે મળતું નથી.

તેમણે કહ્યું,“આવી સ્થિતિમાં તમે પ્લેટ અથવા બાઉલમાં પાણી લો અને તેમાં એર પ્લાન્ટને ઉંધો રાખો. મતલબ કે છોડને પાણીમાં એવી રીતે રાખવો પડશે કે તેના પાંદડા પાણીમાં પલાળી જાય, મૂળ નહીં. જો મૂળિયા પર પાણી હોય તો, તે સડવાનું શરૂ કરશે. તેથી, ફક્ત પાંદડાઓને જ પાણી જ પુરું પાડવામાં આવે છે. જ્યારે પાંદડાની ટોચ પરથી પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય છે, ત્યારે તમે તેને ફરીથી તેની જગ્યાએ મૂકી દો.”

Gardening

વાત જો ફૂલોની કરીએ તો સ્વાતિ કહે છેકે, તેમની ફક્ત થોડીક જ જાતોમાં ફૂલો આવે છે. તેમની મોટાભાગની જાતોનો ઉપયોગ ઘરની સજાવટ અને હવા શુદ્ધ કરવા માટે થાય છે. તે કહે છે, ”એર પ્લાન્ટ્સ વિશે બધું જાણવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે તમે તેને જાતે રોપશો, તો ધીરે ધીરે, તમને તેનો અંદાજ આવવા લાગશેકે,આ છોડ કેવી રીતે ઉગાડવો, તેની ઉપયોગિતા શું છે અથવા તેમનું ધ્યાન કેવી રીતે રાખી શકાય છે.”

· ક્યારેય પણ એર પ્લાન્ટને માટી અથવા પાણીમાં લગાવવાનો પ્રયાસ કરશો નહી.

· તમે તેનો ઉપયોગ તમારા ઘરે સુશોભન માટે કરી શકો છો. પરંતુ, તેમની વચ્ચે-વચ્ચે કાળજી રાખતા રહો.

Gardening tips

· ઘણીવાર લોકોમાં ગેરસમજ હોય છે કે એર પ્લાન્ટ સૂર્યપ્રકાશ અથવા પ્રકાશ વિના પણ લગાવી શકાય છે. પરંતુ એવું નથી. એર પ્લાન્ટને પણ અન્ય ઇન્ડોર છોડની જેમ પ્રકાશ અથવા ઓછા સૂર્યપ્રકાશની જરૂર હોય છે.

· તે સાચું છે કે એર પ્લાન્ટને ખૂબ ઓછા પાણીની જરૂર હોય છે, પરંતુ તમારા વિસ્તારની આબોહવા પર નિર્ભર કરે છેકે, તમારે કેટલા પાણીનો છંટકાવ કરવાનો છે. જો તમારે ત્યાં હવામાં જરા પણ ભેજ ન હોય, તો તમારે દર ત્રણથી ચાર દિવસે એર પ્લાન્ટમાં પર પાણી છાંટવું જોઈએ અને જો હવામાં ભેજ હોય તો તમે અઠવાડિયામાં એકવાર તેના પર પાણી છાંટી શકો છો.

· તમારે મહિનામાં એકવાર NPK સોલ્યુશનનો પણ છંટકાવ કરવો જોઈએ.

· હંમેશાં સવારે એર પ્લાન્ટ પર પાણીનો છંટકાવ કરો જેથી તેના પાંદડા પાણીને શોષીને પોષણ મેળવી શકે.

· એર પ્લાન્ટ તમારા ઘરની અંદરની હવાને શુદ્ધ કરે છે.

· તો, વિલંબ કંઈ વાતનો છે, આજે તમારા ઘરમાં વિવિધ પ્રકારનાં એર પ્લાન્ટ લગાવો અને તમારા ઘરની સુંદરતા વધારો અને હવાને શુદ્ધ રાખો.

એર પ્લાન્ટથી તમારા ઘરને સજાવવાની કેટલીક સારી રીતો જાણવા માટે તમે સ્વાતિનો આ યુટ્યુબ વિડીયો જોઈ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગ

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચો: #ગાર્ડનગિરી: પહેલીવાર વૃક્ષારોપણ કરી રહેલાં લોકો માટે એક્સપર્ટની સલાહ!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon