Search Icon
Nav Arrow
Earn Extra Income
Earn Extra Income

રોજીંદી નોકરીની સાથે પણ કમાઈ શકો છો વધારાની આવક, ઘરે બેઠાં કરો કમાણી કોઈપણ જાતના રોકાણ વગર

શું તમે નોકરી કરો છો પરંતુ આવક ઓછી પડે છે? તો અહીં જણાવેલ રીતો મારફતે તમે તમારી નોકરીની સાથે પણ વધારાની આવક મેળવી શકો છો અને તે પણ ઘરે બેઠાં.

એક દાયકા પહેલાં પોતાની મુખ્ય આજીવિકા રળતી આપતી નોકરી સાથે ઘેર બેઠા જ બીજી કોઈ વધારાની અવાક ઉભી કરવા માટે નોકરી શોધવી એ સરળ નહોતી પરંતુ અત્યારે તકનીકી પ્રગતિને કારણે આજકાલ નોકરી પસંદ કરવી એકદમ સરળ બની જાય છે. જો તમે તમારી નિયમિત નોકરીની સાથે વધારાની આવક રળવા માંગતા હોવ તો, નીચે આપેલ કોઈ એક રીતથી કમાણી કરી શકો છો, જેની તમારામાં આવડત હોય.

બેકિંગ, ફૂડ મેકિંગ અને ફૂડ ડિલિવરી
જો તમે સારી બેકરી વસ્તુઓ બનાવતા હોવ તો, તમે તેને સપ્તાહના અંતે (વીકેન્ડમાં) સપ્લાય કરવા માટે ઓળખીતા લોકો પાસેથી ઓર્ડર લઈ શકો છો. તે સિવાય તમે પોતાની કોઈ સારી રેસિપી તમારી મુખ્ય જોબ પુરી થાય તે પછી અથવા વીકેન્ડમાં જે રીતે અનુકૂળ હોય તે સમયે લોકોને વેચી શકો છો. આ સિવાય વર્તમાન સમયમાં ફૂડ ડિલિવરી એ એક શ્રેષ્ઠ પાર્ટ-ટાઇમ જોબ છે જેને તમે ધ્યાનમાં લઈ શકો છો કારણ કે ભારતમાં હવે ઘણી ફૂડ કંપનીઓ છે જેને ડિલિવરી કરવા માટે વ્યક્તિઓની જરૂર હોય છે. અને આ માટે ગ્રાહકોને સમયસર સ્થળ પર ફૂડ પહોંચાડવા માટે તમારી પાસે ટુ-વ્હીલર વાહન હોવું જરૂરી છે.

ઇવેન્ટ્સમાં કામ કરવું
આજકાલ, મોટા ભાગના વ્યવસાયો વેચાણ વધારવા માટે ગ્રાહકો સામે સીધા જ તેમના ઉત્પાદનોનો પ્રચાર કરવાનું પસંદ કરે છે. તેઓ સ્ટેડિયમ, શોપિંગ મોલ, થિયેટર, કોન્સર્ટ હોલ અને એક્ઝિબિશન જેવા મહત્વના સ્થળોએ સ્ટોલ સ્થાપતા હોય છે જ્યાં મોટા લોકો ભેગા થાય છે. તમે વિવિધ ક્ષેત્રો દ્વારા આયોજિત વીકેન્ડની નોકરીઓમાં ભાગ લઈ શકો છો જે તમને પ્રતિ કલાકના ધોરણે પૈસા કમાવવાની સારી એવી તક આપે છે.

Earn Extra Income
Earn Extra Income

ફ્રીલાન્સિંગ
ફ્રીલાન્સિંગ એ વધુ પૈસા કમાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આજે ઘણી ફ્રીલાન્સિંગ નોકરીઓ ઑનલાઇન ઉપલબ્ધ છે અને તે માટે તમે તમારા ઘરેથી જ કામ કરી શકો છો. તેમાં ટ્યુટરિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, વેબ ડેવલપમેન્ટ, પ્રૂફરીડિંગ, અનુવાદ કાર્યો, ઓનલાઇન સર્વેક્ષણો, માર્કેટિંગ, વિડીયો એડિટિંગ, વોઇસ ઓવર વગેરેનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, એવી ઘણી વેબસાઇટ્સ છે જે તમને ગ્રાહકો પાસેથી સીધા જ પ્રોજેક્ટને આઉટસોર્સ કરવાની મંજૂરી આપે છે. આ માટે તમે LinkedIn પર તમારું એકાઉન્ટ બનાવી તમારા ગમતા વિષય પરના ફ્રીલાન્સિંગ કામ માટે શોધખોળ અત્યારથી જ આદરી શકો છો.

બ્લોગિંગ
જો તમે ખાસ કરીને કોઈ પણ કન્ટેન્ટ લખવા અને નવું કન્ટેન્ટ બનવવાના શોખીન છો, તો તમે તમારો બ્લોગ શરૂ કરવાનું વિચારી શકો છો. ભારતમાં ઘરેથી વધારાની આવક મેળવવાની આ એક શ્રેષ્ઠ રીત છે. બ્લોગિંગ એ તમને તરત જ નવી આવક નહીં કરી આપે પરંતુ તે તમારી પાસે તમારા બ્લોગને સેટ કરવા અને પ્રેક્ષકો બનાવવા માટે સમય, પ્રયત્ન અને ધીરજ ભરપૂર મંગાશે . જો કે, એકવાર તમે તમારા કન્ટેન્ટ માટે પ્રેક્ષકોને શોધવાનું મેનેજ કરી લેશો, પછી તમે તમારા કુટુંબને ટેકો આપવા માટે તથા પોતાના શોખ પુરા કરવા માટે પૂરતા પૈસા કમાઈ શકશો.

How To Earn Extra Income

ફેશન અને જીવનશૈલીથી લઈને મુસાફરી અને વ્યવસાય સુધી તમે કંઈપણ વિશે બ્લોગ કરી શકો છો. બ્લોગર તરીકે, તમે તમારા માટે કામ કરી શકો છો અને તમારા બોસ બની શકો છો. બ્લોગર્સ બનીને કમાણી કરવાની એક સામાન્ય રીત છે વેબસાઇટ્સ પર જાહેરાતો મૂકીને. તમે તમારી વેબસાઇટ પર સંલગ્ન લિંક્સ પણ સામેલ કરી શકો છો અથવા તમારા ઉત્પાદનોને વેચીને પૈસા કમાઈ શકો છો. સરેરાશ, એક સફળ બ્લોગર મહિને લગભગ રૂ.70,000 – રૂ.1,00,000 કમાય છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon