Search Icon
Nav Arrow
Diwali Decor Ideas
Diwali Decor Ideas

પાંચ સરળ રીતે, શણગારો તમારું ઘર, આ દિવાળીમાં દીપી ઉઠશે તમારું ઘર

ગલગોટા, ફેરી લાઇટ્સ, ફાનસ અને બીજું ઘણું બધું. તમે તમારા ઘરની આજુબાજુ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરી આ દિવાળીમાં ઘરની જે તે જગ્યાને સુંદર બનાવવા અને તેને ચમકાવવા માટે કેવી રીતે ઉપયોગમાં લઇ શકો તે અહીં છે.

દિવાળી વર્ષનો ફરીથી એ સમય છે જે લગભગ દરેક ઘરને અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતાથી છૂટકારો અપાવવા માટે સફાઈ અને વિવિધ કામ કરવાનું એક પ્રોત્સાહન પૂરું પાડે છે. સાફ સુથરા, ચળકતા ઘરની સાથે, આપણે હંમેશા દિવાળીના ઉત્સવને આવકારવા માટે ઘરને થોડી વધુ સારી રીતે શણગારવાની રીતો શોધતા હોઈએ છીએ.

અને કેટલાક ક્લાસિક અને સરળ ઘર સજાવટની રીતો અમલમાં મુકવા કરતાં તે કરવા માટે બીજી વધુ સારી રીત જ કઈ છે?

પછી તે આપણે શાળામાં બનાવેલા રંગબેરંગી ફાનસ હોય કે છેલ્લી ઘડીના આર્ટ પ્રોજેક્ટ્સ કે જેને આપણે બધા સબમિટ કરવાનું ભૂલી ગયા હોઈએ.

તેથી, અહીં કેટલીક જાતે જ કરો (DIY) તેવી ઘર સજાવટની રીતો છે જે તમારે આ દિવાળીમાં અજમાવવી જ જોઈએ.

દીવાલ-હેંગિંગ ડાયસ
પ્રેક્ષા ખરે શ્રીવાસ્તવનું ઇન્સ્ટાગ્રામ પેજ અનોખા ઘર સજાવટના વિચારોથી ભરેલું છે જે 10 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ માટે અજમાવવા માટે યોગ્ય છે. દિવાલ પર લટકાવેલી, શણગારાત્મક ડાયસ પરની તેણીની પોસ્ટ માટે રંગીન કાગળના ટુકડા, એક તાર અને ગુંદર અથવા ફેવિકવિકની જરૂર છે. તે માટે અહીંયા જરા જોઈ લો.

View this post on Instagram

A post shared by Preksha Khare Srivastava (@craftworm_creations)

ટી લાઇટ્સ રાખવા માટે ફ્લોરલ ડિઝાઈન બનાવવા માટે અહીં અન્ય એક આર્ટ અને ક્રાફ્ટ આઈડિયા છે. જે અહીંયા તમે જોઈ શકો છો.

View this post on Instagram

A post shared by Preksha Khare Srivastava (@craftworm_creations)

દીવાનું સ્ટેન્ડ
પુણેકર સ્નેહા દ્વારા બતાવ્યા પ્રમાણે, અનોખા દિવાનું સ્ટેન્ડ બનાવવા માટે બચેલા રિબન અને તારનો ઉપયોગ કરવાની અહીં એક નવીન પદ્ધતિ છે. તમારે ફક્ત કાર્ડબોર્ડના થોડા ટુકડા, બચેલા કાપડ, સ્ટ્રિંગ અને ગુંદરની જરૂર છે.તેને કંઈ રીતે કરી શકાય તે શીખવા અહીંયા ક્લિક કરો.

View this post on Instagram

A post shared by Punekar Sneha (@punekar.sneha)

જૂની ચીજ વસ્તુઓનું નવીનીકરણ
જૂની સાડીઓથી લઈને જૂની બેડશીટ્સ અને સીડી(CD), જૂના ક્લટરને ફેન્સી પ્લેસમેટ અથવા ડેકોરેટિવ પ્લેટમાં રિસાયકલ કરો, જેમ કે અહીં દેખાય છે. શેરડીની ટોપલીઓ, પીવીસી પાઈપો અને જૂની લાઈટોનો ઉપયોગ કરીને અભિનવ યાદવે પોતાનો અનોખો ફાનસ બનાવ્યો છે. તમે પણ તે કેવી રીતે કરી શકો તે અહીં બતાવ્યું જ છે.

View this post on Instagram

A post shared by DIY Decor & Plants | Varanasi (@_createyourtaste_)

જો તમારી આસપાસ જૂના ગૂંથણકામના હૂપ્સ પડેલા હોય, તો અભિનવ તમને બતાવે છે કે તમારે શણગારાત્મક દિવાલ પર લટકાવવા માટે ‘ગેંદા હૂપ્સ’ કેવી રીતે બનાવવી.

જૂની વસ્તુઓના રિસાયક્લિંગ પર વધુ સર્જનાત્મક વિચારો માટે, જૂના અખબારોને રોલ અપ કરો અને  સુંદર ડિઝાઇન બનાવવા માટે તેમને વિવિધ રંગોથી રંગો.

ઇકો-ફ્રેન્ડલી સજાવટ
તમારા ઘરની સજાવટ કરવાની બીજી રીત છે છોડનો ઉપયોગ કરવો. અભિનવ આપણને બતાવે છે કે કેવી રીતે નાળિયેરની છાલ, ગુંદર, રંગબેરંગી નાયલોન દોરડા અને નાના છોડમાંથી ઇકો-ફ્રેન્ડલી વોલ હેંગિંગ્સ બનાવવી. તપાસી જુઓ.

View this post on Instagram

A post shared by DIY Decor & Plants | Varanasi (@_createyourtaste_)

ગલગોટાની બધી વસ્તુઓ
અમન આનંદ પાસે તેમના પેજ, ક્રિએટિવ કૉલિંગ્સ પર આ દિવાળીએ તમારા ઘરની વિવિધ જગ્યાઓને સજાવવા માટે ઘણી બધી સ્માર્ટ રીતો છે. ઉદાહરણ તરીકે, આ DIY મીની ગ્લાસ લેમ્પ. સુશોભિત કામ માટે સુકા ગલગોટાના ફૂલો, ચશ્મા, ટી લાઇટ અને ટ્રેસીંગ પેપરની જરૂર પડે છે.તેને વ્યવસ્થિત જોવા માટે અહીંયા ક્લિક કરો.

View this post on Instagram

A post shared by Aman Anand (@creative_callings)

આજુબાજુ પડેલ અથાણાંની બરણીઓનો ઉપયોગ કરવાની પણ એક રીત છે કે જેમાં તમે ગલગોટાના ફૂલોને એક પ્રાયોગિક દ્રષ્ટિકોણથી મૂકી રાખીને તેને ઘરની વિવિધ સુશોભન માટે ફાળવેલ જગ્યા પર મુકો તો તે પણ એક આહલાદક દ્રશ્ય ઉભું કરે છે.

સૌજન્ય: ટીબીઆઈ ટીમ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પ્રવેશતાં જ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે અમદાવાદનું આ ફાર્મહાઉસ, પર્યાવરણનું રાખ્યું છે સંપૂર્ણ ધ્યાન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon