Search Icon
Nav Arrow
Government Job
Government Job

આનંદો: PSI-ASI ની 1382 જગ્યાઓ માટે અરજીની તારીખ લંબાવાઈ, હમણાં જ કરો અપ્લાય

સરકારી નોકરી અને તેમાં પણ ASI કે PSI જેવી રૂઆબદાર નોકરી કરવા ઈચ્છો છો પરતું અરજી કરવાનું ચૂકી ગયા હોવ તો ચિંતા ન કરો. સરકારે લંબાવી છે તારીખ. હમણાં જ કરી દો અપ્લાય.

ગુજરાતમાં જાહેર થયેલી PSI અને ASI ની ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. મુખ્ય વાત એ છે કે હવે આ ભરતીમાં જે ઉમેદવારો કોરોના જેવી મહામારીને કારણે ફોર્મ ભરવાનું ચૂકી ગયા છે તેમને પણ ફરી એક તક આપવામાં આવી છે.

આમ તો આ ભરતીની જાહેરાત માર્ચ 2021માં કરવામાં આવી હતી પણ કોરોનાના કારણે તેની પરીક્ષા લઇ શકાઈ નહોતી. પરંતુ હવે ફરી આ ભરતી પ્રક્રિયાને પુરી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તે પહેલા ફોર્મ ભરવાનું ચુકી ગયેલા ઉમેદવારોને ફરી ફોર્મ ભરવા માટે એક તક આપવામાં આવી છે.

તારીખ 22/9/2021 ના રોજ અધિકારીક વેબસાઈટ પર જણાવવામાં આવ્યું હતું કે ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવીને હવે ઉમેદવાર 27 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે.

ગુજરાત પોલીસમાં હથિયારધારી પોલીસની સબ ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે અને મહિલા માટે 98 જગ્યા છે. જ્યારે પોલીસ સબ ઇન્સ્પેકટર પ્લાટુન કમાન્ડર માટે ફક્ત પુરૂષોની 72 જગ્યા છે. આ ઉપરાંત ઈન્ટેલીજન્સ ઓફિસરની કુલ 18 પુરૂષોની અને 9 મહિલાઓની જગ્યા છે. જ્યારે બિન હથિયારધારી પોલીસ મદદનીશ સબ ઈન્સપેક્ટરની પુરૂષોની 659 અને મહિલાઓની 324 જગ્યા છે. આમ કુલ પુરૂષોની 951 અને મહિલાઓની 431 જગ્યાઓ છે.

શૈક્ષણિક લાયકાત

આ નોકરી માટે  ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કરેલો હોવો અનિવાર્ય છે. જયારે ઉમેદવારોની ઉંમર લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળે છે.

પોસ્ટ : PSI-ASI ઇન્ટેલિજન્સ ઓફિસર
જગ્યા : 1382
શૈક્ષણિક લાયકાત : માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન
ઉંમર મર્યાદા : લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ
પસંદગી : શારિરીક કસોટી અને લેખિત પરીક્ષાઓના આધારે
અરજી કરવાની ફીસ : 100 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ : 27 ઑક્ટોબર 2021

નોટિફિકેશન તેમજ ભરતીને લગતી બાબતો માટે અહીંયા વાંચો, ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે અહીંયા ક્લિક કરો.

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચોએક પણ ઝાડ કાપ્યા વગર બનાવ્યો સાસણગીરનો રિસોર્ટ, મળે છે અહીં જ ઉગતું ઑર્ગેનિક ભોજન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon