‘જૈલિઓઝ મોબિલિટી’ સ્ટાર્ટઅપના સંસ્થાપક આદિત્ય તિવારી જણાવે છે, “અમે એક એવું સ્કૂટર બનાવવા ઈચ્છતા હતા, જે સામાન્ય લોકો, મધ્યમ વર્ગીય પરિવાર, વિદ્યાર્થીઓ અને ડિલીવરી એજન્ટને પણ પોસાઈ શકે. ડિલીવરી એજન્ટ કે એવા બીજા કોઈ વ્યવસાય સાથે જોડાયેલ લોકો આના ઉપયોગથી ઘણી બચત કરી સકશે. તો સામાન્ય લોકો તેનો ઉપયોગ અવર-જવર માટે કરી સકશે.”
આ સ્ટાર્ટઅપને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા, IIT દિલ્હી દ્વારા ઈનક્યૂબેટ કરવામાં આવ્યું છે. આ વર્ષે, 18 માર્ચ 2021 ના રોજ ‘જૈલિઓઝ મોબિલિટી’ એ પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર ‘હોપ‘ (HOPE) લૉન્ચ કર્યું છે. આજે ભારતીય બજારમાં ઘણા પ્રકારનાં ઈલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ છે. જેમાં આદિત્યએ જણાવ્યું કે, હોપની કેટલીક વિશેષતાઓ છે, જે તેને અન્ય વાહનો કરતાં અલગ કરે છે.
તે જણાવે છે, “વર્ષ 2017 માં જ્યારે મેં આ કંપનીની શરૂઆત કરી, ત્યારે મારો ઉદ્દેશ્ય વધતા પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર સકારાત્મક રીતે કામ કરવાનું હતું.” આદિત્ય માટે ‘હોપ’ પણ પરિવાહન માટે એક ઈવું જ સસ્ટેનેબલ વાહન છે, જે વાહનોમાંથી નીકળતા પ્રદૂષણને આ રીતે ઘટાડી શકે છે.
તેઓ કહે છે, “બજારમાં ઉપલબ્ધ આ પ્રકારની સુવિધાવાળાં વાળાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત બહુ વધારે છે.” જ્યારે હોપની શરૂઆતની કિંમત 46,999 રૂપિયા છે. આ સ્કૂટરની રનિંગ કૉસ્ટ માત્ર 20 પૈસા પ્રતિ કિમી છે, જે દરેકને પોસાય તેવી છે. સાથે-સાથે તેમાં ‘બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ’, ‘ડેટા મોનિટરિંગ સિસ્ટમ’ અને ‘પેડલ-અસિસ્ટ યૂનિટ’ જેવી સુવિધાઓ પણ છે.

અવનવી સુવિધાઓ સાથે પોસાય તેવા ભાવમાં
હોપ ડિઝાઇન કરતી વખતે તેમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. આદિત્ય જણાવે છે, “અમે સ્કૂટર બનાવતી વખતે એ બધા જ પહેલુઓને ધ્યાનમાં રાખ્યા, જે ભવિષ્યમાં કામમાં આવે.” આ ઈલેક્ટ્રિક સ્કૂટરને ઈન્ટરનેટ સાથે જોડી શકાય છે અને કામની બધી જ માહિતી, એક એપ્લિકેશન મારફતે મેળવી શકાય છે.
સ્કૂટરની બેટરી વિશે જણાવતાં ગર્વથી કહે છે, “સ્કૂટરની ‘બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ’ ને અમે અમારી કંપનીમાં જ ડિઝાઇન કર્યું છે. આ ‘હોપ’ ની ઘણી વિશેષતાઓમાંની એક અછે, જે તેને અન્ય સ્કૂટરોથી અલગ બતાવે છે. આ વિશેષતાના કારણે, ચાલકને ખબર પડે છે કે, સ્કૂટરમાં કેટલા ટકા બેટરી બચી છે. સાથે-સાથે તેનાથી તમને બેટરીની ઉપયોગિતાની પણ ખબર પડે છે.” તેઓ કહે છે કે, બેટરીની માહિતી ભેગી કરવામાં આવે છે, જેથી હાલની સિસ્ટમમાં સમયાંતરે સુધારા કરી શકાય.
આ બધી જ માહિતી યૂઝર માટે પણ ઉપલબ્ધ છે. તેઓ એક એપ્લિકેશનની મદદથી, બેટરી કેટલી ચાર્જ છે, તેની ગતિ, વૉલ્ટેજ, જીપીએસ લોકેશન અને સ્કૂટરે અત્યાર સુધીમાં કેટલી ટ્રિપ કરી એ પણ જાણી શકાય છે. સ્કૂટરના સંભવિત ગ્રાહકો વિશે વાત કરતાં આદિત્ય જણાવે છે, “અમે લૉજિસ્ટિક અને ડિલીવરી સાથે સંકળાયેલ કંપનીઓ સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. જેથી આપણે લૉજિસ્ટિક અને ડિલીવરી સાથે જોડાયેલ કંપનીઓ સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. જેથી, તેમની ડિલીવરી સાથે જોડાયેલ જરૂરિયાતો પૂરી કરી શકાય.”

પેડલ-આસિસ્ટેડ ટેક્નિક
આ બાઈકને બનાવતાં પહેલાં, ચાલકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં, ઘણા પ્રકારનાં સર્વેક્ષણ કરવામાં આવ્યાં હતાં, ઘણા પ્રકારના ઉપાય અને વિચારોને ધ્યાનમાં રાખી, તેને ડિઝાઇન કરવામાં આવ્યં છે. અંતિમ ઉત્પાદન લૉન્ચ કરતાં પહેલાં અમે બાઈકની લગભગ 10 પ્રોટોટાઇપ ડિઝાઈન અને વિકસિત કરી.
આદિત્યએ આ ઈલેક્ટ્રિક વહનને મોપેડ અને ઈલેક્ટ્રિક સ્કૂટર વચ્ચેનો વિકલ્પ બનાવ્યો છે. તેમણે જણાવ્યું, “ફિટનેસ પ્રત્યે ઉત્સાહી લોકો જેઓ પેડલ મારવા ઈચ્છતા હોય અથવા જેમને એમ લાગતું હોય કે, આ સ્કૂટરની રેન્જ ઓછી છે અને વધારે દૂર સુધી નહીં જઈ શકે, તેમના માટે સરળ પેડલની વ્યવસ્થા પણ આપવામાં આવી છે.” વધુમાં તેઓ કહે છે કે, આ સુવિધાના કારણે વાહનને ઘણું પ્રોત્સાહન મળશે.
તેની બીજી એક વિશેષતા એ પણ છે કે, આ સ્કૂટરને ચલાવતી વખતે તમે તમારા ફોનને પણ ચાર્જ કરી શકો છો. આદિત્ય જણાવે છે, “વાહન ચાલક લોકેશન માટે પોતાના ફોનમાં જીપીએસ ચાલું કરે છે, જેના કારણે ઘણીવાર ફોનની બેટરી ખતમ થઈ જાય છે. આમ આમાં રહેલ ચાર્જિંગ સુવિધાથી આ સમસ્યામાં પણ રાહત મળશે.”
તેની બેટરી પણ પોર્ટેબલ છે, જેને સરળતાથી અલગ કરી શકાય છે. જેને તમે તમારા ઘર કે ઑફિસમાં પણ ચાર્જ કરી શકો છો. તમારે તેને પાર્કિંગમાં ચાર્જ કરવાની જરૂર નહીં પડે. કારણકે તેને તમારા ઘર કે ઑફિસની કોઈપણ સૉકેટથી ચાર્જ કરી શકાય છે.
આદિત્ય કહે છે, “આ સ્કૂટર સાથે એક પોર્ટેબલ ચાર્જર પણ આપવામાં આવશે. જેને તમારા ઘરના કોઈપણ સામાન્ય સૉકેટ સાથે જોડી બેટરીને ચાર્જ કરી સકાશે.” આ બેટરી લગભગ ત્રણ કલાક અને દસ મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જાય છે. જ્યારે આખી ચાર્જ કરવામાં કુલ ચાર કલાક લાગે છે. એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ આ સ્કૂટર 75 કિમી સુધી ચાલી શકે છે. આ વાહન સામાન્ય વાહનોની શ્રેણીમાં નથી આવતું, એટલે તેને ચલાવવા માટે ચાલકે કોઈ ડ્રાઈવિંગ લાઇસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર પણ નથી પડતી. આ વાહનની સ્પીડ 25 કિમી / કલાક છે.

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન
મિકેનિકલ એન્જિનિયર આદિત્યએ વર્ષ 2016 માં, NIT સુરતથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાની આગળની સ્ટડી માટે વિદેશ જવા ઈચ્છતા હતા. તે દિવસોમાં, તેમને લાગ્યું કે, દેશના લોકો માટે, કોઈ ઉત્પાદન બનાવવા માટે તેમનું ભારતમાં રહેવું જરૂરી છે. તેઓ કહે છે, “તેમની આ જ વિચારસરણિના કારણે વર્ષ 2017 માં અમેસાત લોકોએ મળીને એક ટીમ બાનાવી અને ‘જૈલિઓઝ મોબિલિટી’ ની સ્થાપના કરી.”
આદિત્યએ જણાવ્યું કે, વાહનના બધા જ ભાગોને ભારતમાંથી જ ખરીદવાનો ઉદ્દેશ્ય હતો કંપનીનો. કેટલી વસ્તુઓ માટે સપ્લાયર્સની અછત હોવા છતાં તેમણે સપ્લાયર્સને આ બાબતે પ્રશિક્ષિત કર્યા. તેમણે કહ્યું, “પછી સ્કૂટરનો કોઈ નાનકડો ભાગ હોય કે પછી મોટો, અમે ભારતીય સપ્લાયર્સ શોધ્યા. તેમને ડિઝાઇન અને ટેક્નોલૉજીની માહિતી આપી અને ભારતમાં જ બનાવડાવાનું શારૂ કર્યું.” કંપની માટે ભારતમાં જ એક મજબૂત સપ્લાય ચેનનું નેટવર્ક બનાવવું ખૂબજ જરૂરી હતું.
કંપની તરફથી વાહનની સાથે બેટરી પર ત્રણ વર્ષની વૉરન્ટી તેમજ મોટર, કન્વર્ટર અને કંટ્રોલર જેવાં ઈલેક્ટ્રોનિક્સ પર એક વર્ષની વૉરન્ટી આપવામાં આવશે. ગ્રાહકોને વેચાણ બાદ, ચાર વાર સર્વિસિંગ સાથે સંકળાયેલ સેવાઓ મફતમાં આપવામાં આવશે. તો જથ્થાબંધમાં 50 કે તેનાથી વધારે વાહન ખરીદનાર ગ્રાહકોને સમયાંતરે મફત મેન્ટેનેન્સ સેવાઓ પણ આપવામાં આવશે.
‘જૈલિઓઝ મોબિલિટી’ એ આઈઆઈટી દિલ્હીથી પોતાનું શરૂઆતનું ફંડિંગ મેળવ્યું અને તે જ સીડ ફંડિંગથી કંપનીની સ્થાપના કરી. આદિત્ય કહે છે, “અમે હજુ વધારે ફંડ ભેગુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેનો ઉપયોગ અને કંપનીની ઉપાદન ક્ષમતા વધારવા ઈચ્છતા હતા. ભવિષ્યમાં બીજાં કેટલાંક ઉત્પાદનો લાવવા માટે, તેમના સંશોધન અને વિકાસ પર ધ્યાન આપી રહ્યા છીએ.”
‘હોપ’ દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં બે પ્રકારની ડિઝાઈન સાથે ઉપલબ્ધ છે. જેમાં બે બેટરીઓ સ્લોટ અને 50 કિમી તથા 75 કિમીની ક્ષમતાવાળાં મૉડલ્સનો સમાવેશ થાય છે. આદિત્યના જણાવ્યા અનુસાર, આગામી છ મહિનામાં દેશના વિવિધ શહેરોમાં ‘જૈલિઓઝ મોબિલિટી’ નું વિસ્તરણ કરવામાં આવી શકે છે. તેઓ કહે છે કે, તેમને દક્ષિણ ભારત, બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી ઘણા ઓર્ડર પણ મળ્યા છે.
આ પણ વાંચો: ડિગ્રી વકીલની અને કામ ઈનોવેશનનું, ડૉ.કલામ પાસેથી મળ્યુ છે ‘ડ્રોન મેન ઓફ ઈન્ડિયા’ નામ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.