Search Icon
Nav Arrow
Homemade Achar
Homemade Achar

કોવિડમાં પતિ ખોયા, પીડિતોની મદદ માટે 87 વર્ષની ઉંમરે અથાણાં બનાવી વેચવા લાગ્યાં

દિલ્હીનાં રહેવાસી ઉષા ગુપ્તાએ પોતાની દોહિત્રી ડૉક્ટર રાધિકા બત્રાની મદદથી ‘પિકલ્ડ વિથ લવ’ ની શરૂઆત કરી છે. ઘરે બનાવેલ અથાણાં અને ચટણી વેચી, જે પણ પૈસા મળે છે, તેમાંથી કોવિડ પીડિત પરિવારોની મદદ કરે છે તેઓ.

દિલ્હીના રહેવાસી 87 વર્ષીય ઉષા બહેન માટે, કોવિડની બીજી લહેર દુ:ખ અને પીડાનું કારણ બનીને આવી. તે દરમિયાન, તેમણે પોતાના જીવનસાથીને ગુમાવ્યા. 27 દિવસની લાંબી લડાઈ બાદ તેમના પતિ રાજકુમારજીનું કોવિડ -19ને કારણે નિધન થયું. તેમને દિલ્હીની બત્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છ દાયકાની દાંપત્ય જીવનની તેમની સફર ફક્ત થોડીક જ ક્ષણોમાં સમાપ્ત થઈ ગઈ. એ જ ઘડીથી તેમના માટે જીવનનો કોઈ જ અર્થ રહ્યો નહીં.

કોવિડ -19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને પતિ-પત્નીને સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હતા ત્યારે ઉષા બહેને દર્દીઓ અને તેમના પરિવારોનાં લોકો કેવી લાચારીનો સામનો કરી રહ્યા છે તે જોયું, અનુભવ્યું.

Pickled With Love
Usha Gupta & her husband Raj Kumar

જ્યારે બધા ગભરાયેલાં હતા
જ્યારે ઉષા બહેન હોસ્પિટલમાં હતા ત્યારે બે વખત ઓક્સિજનનો અભાવ ઉભો થયો અને કમનસીબે બીજી વખત તેમના પતિની તબિયત બગડી. તે કહે છે, “મેં મારી આજુબાજુ ઘણું દુ:ખ જોયું. ઓક્સિજનનો અભાવ એક વસ્તુ હતી. પરંતુ એવું લાગતું હતું કે અમે યુદ્ધની વચ્ચે ઉભા છીએ. દરેક જણ ગભરાયેલાં હતા.”

તે કહે છે, “મારા પતિને ગુમાવ્યા પછી, મેં મારી જાતને ગુમાવી દીધી. હું ઉંડી પીડા અને આઘાતમાં હતી.”

તેમણે કહ્યું, “કોવિડ -19 આર્થિક રીતે મજબૂત ન હોય તેવા પરિવારોને ખરાબ રીતે અસર કરી રહી હતી. હોસ્પિટલમાં હતા ત્યારે, મેં તેમની વેદના જોઈ અને અનુભવી. હું તેમને મદદ કરવા માંગતી હતી.” પછી તેણીએ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેમણે પોતાના હાથે સ્વાદિષ્ટ હોમમેઇડ અથાણાં બનાવવાનું શરૂ કર્યું.

COVID-19 Relief Work
Grandma Lost Her Husband In COVID

‘પિકલ વિથ લવ’ની સફર આ રીતે શરૂ થઈ
ઉષા બહેન ની પૌત્રી ડો.રાધિકા બત્રા દિલ્હીમાં બાળરોગ નિષ્ણાત છે. રાધિકાએ જ તેમને કોવિડ -19 પીડિતોના પરિવારો માટે કંઈક કરવા માટે પ્રેરિત કર્યા હતા. રાધિકા કહે છે, “હું નાનીના હાથે જ બનેલી સ્વાદિષ્ટ રસોઈ નાનપણથી જ ખાઈને મોટી થઈ છું. હું જાણતી હતી કે આ જ એ કામ છે જે તેમને વ્યસ્ત રાખશે અને જરૂરિયાતમંદોને મદદ પણ કરી શકશે. અને આમ, Pickle With Love એટલે કે હોમમેઇડ અથાણાં અને ચટણીનો વ્યવસાય જુલાઈ 2021માં શરૂ થયો.

બજારમાં અથાણાં અને ચટણી લાવવાનો વિચાર ડો.રાધિકાનો હતો. આ શરૂ કરવા માટે, રાધિકાએ માલ ક્યાંથી મળશે, એટલે કે બોટલ ક્યાંથી આવશે, લેબલ ક્યાંથી છાપવામાં આવશે અને અથાણાં અને ચટણીઓ માટે તાજી સામગ્રી ક્યાં મળશે તે વિશેની તમામ માહિતી એકઠી કરી.

બે દિવસની અંદર એક નામ અને લોકોની સાથે મુખ્ય શેફ નાની, અથાણા અને ચટણી બનાવવા માટે પુરી રીતે તૈયાર હતા. પ્રારંભિક ઓર્ડર મિત્રો અને પરિવાર તરફથી આવ્યા. ને પછી તો તેઓ હજી કંઈ સમજે તે પહેલાં, અથાણાં અને ચટણીની 180 બોટલ વેચાઈ ગઈ હતી.

કેરીને કાપવામાં અને તૈયાર કરવામાં નાનીની મદદ કરવામાં આવે છે. બાકીનું બધું કામ તે જાતે જ કરે છે. તે કહે છે, “એક સમયે હું 10 કિલો કેરીની ચટણી અને અથાણું બનાવું છું. એકવાર આ કામ પૂરું થઈ જાય તે પછી ફરીથી 10 કિલો કેરી લઈને ચટણી અને અથાણું બનાવવાનું શરૂ કરું છું. આ કામથી મને કંઇક કરવાની પ્રેરણા મળી છે.”

કંઇક અલગ કરવાનો આનંદ
તે કહે છે, “દરેક પૈસો મહત્વનો છે. મને આનંદ છે કે નાના તો નાના પાયે, પણ આજે હું કંઈક અલગ કરવા માટે સક્ષમ છું. 200 ગ્રામ અથાણું અથવા ચટણીની બોટલની કિંમત 150 રૂપિયા છે. આ નાના કામમાંથી તેમણે લગભગ 20,000 રૂપિયા ભેગા કર્યા છે.

અથાણાં વિશે વાત કરતા ઉષા કહે છે, “મેં ત્રણ પ્રકારના ફ્લેવર સાથે શરૂઆત કરી – કાચી ખાટી કેરી, છીણેલી કેરીની ચટણી અને ગુલાબી મીઠું અથાણું. એકવાર લોકોએ તેનો સ્વાદ ચાખ્યો અને જ્યારે તેમને ગમ્યું, ત્યારે ચટણી અને અથાણાં માટે ઓર્ડર આવવા લાગ્યા. ડો.રાધિકા કહે છે, “મિક્ષ અથાણું અને આમલીની ચટણી સૌથી વધુ વેચાઈ રહી છે જે લોકોને ખૂબ પસંદ પડી રહી છે.”

અથાણા અને ચટણીની દરેક બોટલ સાથે, ઉષા બહેનના દ્વારા એક સુંદર રિબન અને હાથેથી લખેલી નોટ પણ મોકલવામાં આવે છે. સૌથી સારી બાબત એ છે કે ઉષા બહેનને પોતાની પસંદગીનું કામ કરવામાં આનંદ મળે છે.

Homemade Aam Ka Achar
Each pickle or chutney bottle is sent out with a pretty ribbon and a handwritten note by Nani

સરળતાથી બનતી રેસીપી
ઉષા બહેનએ ‘ભારતીય શાકાહારી ભોજન’ નામનું પુસ્તક પણ લખ્યું છે. તેમાં ખૂબ જ સરળતાથી બનતી રેસીપી છે. જે કોઈ પણ જમવાનું બનાવવાનું શીખવા માંગે છે, તેમના માટે એક સારું રેડી રેકનર છે.

રાધિકા કહે છે, “તેમની પાસે એક એવી રેસીપી પણ છે જે લોકોને સારી ચા બનાવવા અને ચોખાને સારી રીતે ઉકાળવામાં પણ મદદ કરશે.”

તે આગળ કહે છે, “જો પ્રેમ કોવિડનો ઇલાજ કરી શકતો હોત, તો તે (નાના) ઘણા સમય પહેલા સાજા થઈ ગયા હોત.”

હોસ્પિટલમાં દાખલ થયા પછી એક ક્ષણ પણ એવી નહોતી, જ્યારે દાદીએ તેમને એકલા છોડી દીધા હોય. અને આ બધું ત્યારે થયું જ્યારે તે પોતે કોવિડમાંથી સ્વસ્થ થઈ રહી હતી.

જો તમે ઉષા બહેનનો સંપર્ક કરવા અને તેમના બનાવેલા અથાણાં અથવા તેમના પુસ્તક માટે ઓર્ડર આપવા માંગતા હોવ, તો અહીં ક્લિક કરો અથવા 9873643639 પર કોલ કરો.

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: અમદાવાદી મા-દીકરીની જોડી લોકોને જાતે બનાવીને ખવડાવે છે પસંદ અનુસાર હેલ્ધી મિઠાઈઓ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon