ગુજરાતની સાથે-સાથે આખા દેશમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીમાં ઘણા લોકો 9 દિવસના ઉપવાસ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન ઉપવાસમાં પણ શરીરને પૂરતું પોષણ જળવાઇ રહે એ માટે અમે તમારા માટે લાવ્યા છીએ સેલિબ્રિટી શેફ શિવાની મેહતાની ખાસ રેસિપિ, બીટરૂટના લાડું
શેફ શિવાની વિજેતા રહી ચૂક્યાં છે “રસોઇની મહારાણી” શોનાં. ત્યારબાદ તો તેમણે ઘણા રસોઇ શોમાં ભાગ લીધો અને નામ રોશન કર્યું. સાથે-સાથે ગુજરાતમાં તેઓ શેફ તરીકે કરિયર બનાવવા ઇચ્છતા લોકોને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરે છે. વિવિધ ટીવી ચેનલમાં રસોઇ શોમાં પણ તેઓ કૂકિંગ એક્સપર્ટ સેવા આપી ચૂક્યાં છે શિવાની મહેતા. તો પછી રાહ કોની જોવાની, તમે પણ જુઓ શેફ શિવાની મહેતાની ખાસ રેસિપિ અને બનાવો આજે જ.

બીટના લાડુ:
1 કપ છોલીને છીણેલું બીટ
1/2 કપ માવો
1/2 કપ છીણેલું પનીર
જરૂર મુજબ દળેલી ખાંડ
1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
1 ટેબલસ્પૂન કાજુ પાવડર
1 ટેબલસ્પૂન બદામ પાવડર
3 ટેબલસ્પૂન ઘી
4 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ
રીત:
- સૌપ્રથમ ઘીને એક કઢાઇમાં ગરમ કરો.
- ત્યારબાદ અંદર છીણેલું બીટ નાખો અને હલાવો.
- બીટ બરાબર ચડી જાય ત્યાં સુધી ધીમી આંચે તેને ચડવો.
- ત્યારબાદ અંદર માવો અને પનીર ઉમેરો અને મિક્સ કરો.
- હવે ગેસની આંચ બંધ કરી અંદર દળેલી ખાંડ નાખો.
- સાથે જ અંદર સૂકામેવાનો પાવડર અને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી લો.
- હવે તેમાંથી નાના-નાના લાડુ બનાવી લો.
- હવે કોપરાની છીણથી કોટ કરી દો બધા જ લાડુને.
તૈયાર છે ખૂબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા લાડુ.
શેફ શિવાનીની આવી જ સ્વાદિષ્ટ રેસિપિ જોવા તમે તેમનું ફેસબુક પેજ અને ઈંસ્ટાગ્રામ જુઓ.
https://www.facebook.com/chefshivanimehta/photos/?ref=page_internal
https://www.instagram.com/shiivanii_mehta/
આ પણ વાંચો: ગુજરાતી ખેડૂતના દીકરાએ પોતાના જ ખેતરમાં શરૂ કર્યો રસોઇ શો, બની ગયો ફેમસ