Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1685913109' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Nirupamaben
Nirupamaben

ગુજરાતી ખેડૂતે 10 મહિલાઓને જોડી જૈવિક ખેતી સાથે, ભેગા મળી ગ્રાહકો સુધી પહોંચાડે છે ઉત્પાદનો

વેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક ઉત્પાદનો.

વેરાવદર ગામના નિરુપા બહેનની આ વાત છે. 2011 થી નિરુપાબહેન સજીવ ખેતી કરી રહ્યા છે, આટલું જ નહિ તે એકલા સચિવ ખેતી કરવા નથી માંગતા, તેઓ ઈચ્છે છે કે તેમની સાથે દરેક ખેડૂત આ ખેતી અપનાવે. તેઓ 100 વીઘા જમીનમાં આ ખેતી કરી રહ્યા છે. આખા ગુજરાતમાં મોટા ભાગે રાસાયણિક ખેતી થાય છે, રાસાયણિક ખેતી એટલે જેમાં શાકભાજી ખાધા બાદ લાંબા ગાળે નુક્શાન થાય. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની મદદથી થતી ખેતીને કારણે ગુજરાતની સ્ત્રીઓમાં પણ કેન્સરનુ પ્રમાણ વધી રહ્યું છે. તેમણે તો એવા ગામડાઓ જોયેલા છે જ્યાં કેન્સરના રોગનું પ્રમાણ વધુ હોય! આ સાથે જ મહિલાઓનું સંગઠન બનાવીને તેમનું સાચા અર્થમાં સશક્તિકરણ કરે છે અને આરોગ્યને લગતી ઘણી માહિતી આપતા રહે છે.

Organic Farming

આ ખેતી કરવા પાછળનો તેમનો એક જ ધ્યેય છે, સારું ઉગાડો અને સારું ખાઓ. આ વાંચતા આપણને સૌને વિચાર થાય કે આપણે બધા તો સારું જ ઉગાડીએ છીએ અને બધું સારું સારું તો ખાઈએ છીએ. પણ નિરુપા બહેન માટે આ વાત સાવ અલગ છે. માત્ર દેખાવમાં સારા દેખાતા શાકભાજી અને ફળો આપણા શરીરને સારા નથી બનાવતા, પણ એ શાકભાજી ઉગાડતા સમયે તેમાં કેવા પ્રકારનું ખાતર વપરાયું છે તે આધારે નક્કી થાય છે કે આપણે તંદુરસ્ત છીએ કે નહિ.

નિરુપા બહેન કહે છે કે “2011 થી લઇ આજની તારીખ સુધીમાં હું ઘણા બધા ગામડાઓમાં ફરી છું, ઘણા ખેડૂતોને મળું છું અને સજીવ ખેતી વિશે ઘણી બધી વાતો પણ કરું છું. એક ઘટના સમગ્ર દુનિયામાં એ પણ બની રહી છે કે અત્યારે દરેક લોકો ગ્લોબલ વોર્મિંગની વાતો કરી રહ્યા છે, પણ ખેતીનું પણ તેમાં ઘણું યોગદાન રહ્યું છે. જે વાતાવરણમાં બદલાવ આપણે સૌ જોઈ રહ્યા છીએ, તેમાં એક ફાળો જૈવિક કાર્બનનો પણ રહ્યો છે. આ વાત મને સમજતા મને થયું કે આપણી કુદરતની જે આ સાયકલમાં આપણે હાની પહોંચાડી રહ્યા છે તેને કઈ રીતે બરોબર કરી શકીએ? આ પ્રશ્ન ઘણો મોટો થઇ ગયો છે, એટલે ક્યાંક તો શરૂઆત થવી જોઈએ. જો આપણે કોઈ ટકાઉ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો જ આપણે તે દિશામાં કામ કરી શકીશું. એટલે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે થઇને આ ખેતી ઘણો મોટો ટેકો આપશે.” વિચાર ટ્રસ્ટ દ્વારા અપાતો પ્રતિષ્ઠિત ગાંધી મિત્ર એવોર્ડ તેમને ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ મહામહિન ઓ.પી. કોહલીજીના હસ્તે એનાયત કરાયો હતો. તેમેણ અનુબંધ નામની સંસ્થા પણ બનાવી છે.

Organic Farmer's Group

મોટા પાયે જે પણ રોગો માનવીને થઇ રહ્યા છે તેમાં એક ભાગ રસાયણિક રીતે થયેલ ખેતીનો પણ છે. આજે મોટા ભાગે કેન્સરનો રોગ દુનિયામાં વધી રહ્યો છે. તેઓ કહે છે કે “આપણે હાલ સ્વસ્થ નથી, કોરોનાએ એ સાબિત કરી દીધું છે કે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. તેની પાછળનું કારણ શું? ડાયાબીટીસ અને અન્ય રોગની જેમ હવે કેન્સર પણ ઘરે ઘરે જોવા મળી રહ્યો છે. આપણે હવે સમજી જવું જોઈએ કે આપણે એક વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ. હું માત્ર એટલું ઈચ્છું છું કે મારી જમીન સ્વસ્થ તો મારું રસોડું સ્વસ્થ. ગુજરાતે ખૂબ જ ઝડપથી ઓર્ગેનિક ખેતી તરફ વળવું જ પડશે. રસાયણિક ખેતીએ ગુજરાતના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કર્યુ છે.”

નિરૂપાબહેનના માતા ચારુબહેન આરોગ્ય વિભાગમાં કામ કરતાં અને પિતા નવનીતભાઈ ખેતીવાડી કરતા. કોરોનાએ તેમના પિતાનો પણ જીવ લીધો. સમાજની સેવા કરતા કરતા તેઓ એકલવાયુ જીવન જીવે છે. ભણતરમાં તેમણે માસ્ટર ઈન સોશિઅલ વેલ્ફેર કર્યું અને એલએલબી કર્યું છે. ઉત્કર્ષ માટે તેઓ સતત કામ કરતાં રહ્યાં છે. જેઓ તેમના કામનોઈ નોંધ લઈએ તો અનેક બાળ મજૂરોને છોડાવ્યા છે અને તેમના આ કામની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે. સ્ત્રી જાગૃતિકરણ અને એચઆઈવી કાઉન્સલિંગ માટે પણ તેમણે પરિણામલક્ષી કામ કર્યું. તેમણે મીઠું પકવતા અગરિયાઓ માટે પણ વર્ષો સુધી તપ કરીને સફળ કામગીરી બજાવી છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ વગેરે ક્ષેત્રમાં તેઓ સતત કામ કરતાં જ રહ્યાં છે. બટાકાં, ચોરી, ગવાર, ભીંડો, દૂધી, તૂરિયાં, વાલોળ, કાકડી, ચીંભડાં, તરબૂચની સાથે સાથે મઠ, મગ, તલ, બાજરો પણ વાવ્યો છે.

Organic Farmer

તેમણે સુરેન્દ્રનગરમાં ગ્રાહકો બનાવ્યા છે. અખબારોમાં પેમ્ફલેટ નાખીને તેમણે અનુબંધના ઉમદા, જરૃરી અને ઉપયોગી પ્રયોજનની વાત લોકો સુધી પહોંચાડી છે. તેમણે પોતાના ગામમાં દસ મહિલાઓનું અને સુરેન્દ્રનગરમાં દસ મહિલાઓનું જૂથ ઊભું કર્યું છે. સજીવ ખેતીનાં ઉત્પાદનો કોઈ પણ પ્રકારના વચેટિયા વિના સીધાં ગ્રાહકો સુધી પહોંચે તેવો તેઓ પ્રયાસ કરી રહ્યાં છે. તેમનું દઢપણે માનવું છે કે ગુજરાત સરકારમાં આ અમલમાં મૂકાય તો સજીવ ખેતીનો ઝડપથી પ્રસાર થાય.

જો તમે કે પછી તમારા કોઈ પરિજન તેમની સાથે વાત કરવા માંગતા હોવ તો તમે તેમના નંબર 94285 21201 પર ફોન કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:
50 હજારની નોકરી છોડી રાજકોટના શિક્ષકે શરૂ કરી માટી વગરની ‘ભવિષ્યની ખેતી’, કમાણી મહિને 1.50 લાખ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">