જો તમે દક્ષિણ પૂર્વ ભારતમાં વસવાટ કરી રહ્યા છો અને આ વખતે ગુજરાતનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે IRCTC એક સરસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ અંતર્ગત તમે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત એકદમ સસ્તા દરે કરી શકશો. અને સાથે સાથે તેમાં તમને રહેવા જમવા માટેની વ્યવસ્થિત સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ પેકેજ વિશેની માહિતી નીચે આપેલ છે.
આવરી લેવાયેલ સ્થળો :- સોમનાથ – દ્વારકા – નાગેશ્વર – બેટ દ્વારકા – અમદાવાદ – સ્ટેચ્યુ ઓફ યુનિટી
બોર્ડિંગ પોઈન્ટ્સ: વિજયવાડા, એલ્લુરુ, રાજામુન્દ્રી, સમલકોટ, તુની, વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ, શ્રીકાકુલમ રોડ, પલાસા, બ્રહ્મપુર, ગંજમ, બાલુગાંવ, ખુર્દા રોડ, ભુવનેશ્વર, કટક, તાલચેર રોડ, અંગુલ, સંબલપુર, ઝારસુગુડા, રાજપુર, બિલાસપુર ગોંદિયા અને નાગપુર
ડી-બોર્ડિંગ પોઈન્ટ્સ: નાગપુર, ગોંદિયા, રાજનાંદગાંવ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, સંબલપુર, અંગુલ, તાલચેર રોડ, કટક, ભુવનેશ્વર, ખુર્દા રાઓડ, બાલુગાંવ, ગંજમ, બ્રહ્મપુર, પલાસા, શ્રીકાકુલમ રોડ, વિઝિયાનાગ્રામ, વિશાખાપટ્ટનમ, તુલા રાજામુન્દ્રી , એલુરુ, વિજયવાડા

પેકેજની વિગતો
પેકેજ નામ : વાઈબ્રન્ટ ગુજરાત
સ્થળો : સોમનાથ – દ્વારકા – નાગેશ્વર – બેટ દ્વારકા – અમદાવાદ – સ્ટેચ્યુ ઓફ યુનિટી
મુસાફરી મોડ : યાત્રાધામ વિશેષ પ્રવાસી ટ્રેન
મુસાફરીના પ્રકાર : સ્ટાન્ડર્ડ અને કમ્ફર્ટ
ટ્રેન ઉપડવાની તારીખ : 28.11.2021
સ્ટેશન/પ્રસ્થાન સમય : વિજયવાડા – 12:00 કલાક
પ્રતિ વ્યક્તિ ટેરિફ : (જીએસટી સહિત)
સ્ટાન્ડર્ડ : રૂ. 10,400/-
કમ્ફર્ટ : રૂ.17,330/-
નોંધ:
5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે કોઈ ભાડું નથી પરંતુ ૫ વર્ષથી વધારે ઉંમરના બાળક માટે સંપૂર્ણ ભાડું રહેશે.
18 કે તેથી વધુ વય જૂથના મહેમાનો માટે કોવિડ રસીકરણ (સંપૂર્ણ માત્રા) ફરજિયાત છે.
વધુ માહિતી તમે અહીંયા ક્લિક કરી મેળવી શકો છો.
સંપાદન: નિશા જનસારી
કવર ફોટો: ગુજરાત ટુરિઝમ
આ પણ વાંચો: ગુજરાતથી ઉત્તરાખંડની 42 દિવસની રોડ ટ્રીપ: 6 વર્ષની દીકરી અને માતાના અનુભવો સાથે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો