શિયાળાની શરૂઆતનો મતલબ,લીલાં-પાંદડાવાળી શાકભાજીઓની સિઝન શરૂ થવાની હોય છે. જે લોકો પોતાનાં ઘરોમાં ગાર્ડનિંગ કરે છે, તેઓ શિયાળાની ઋતુને પસંદ કરે છે કારણ કે આ મોસમમાં તેઓ લીલા, તાજા અને પૌષ્ટિક શાકભાજી ઉગાડે છે. શિયાળાની શાકભાજીની તૈયારી સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થાય છે.
બાગાયતી કરનારાઓ ઉનાળાની છેલ્લી પેદાશો લઈને શિયાળાના શાકભાજીનાં બીજ વાવવાનું શરૂ કરે છે. આમ તો ડિસેમ્બર સુધીમાં લોકો આ શાકભાજીની ઉપજ લેવાનું શરૂ કરે છે, પરંતુ જો કોઈ આ મહિનાથી કંઇક ઉગાડવાનું શરૂ કરવા માંગે છે, તો પણ મોડું નથી થયુ.
બેંગલુરુમાં રહેતી સ્વાતિ કહે છે કે, ડિસેમ્બરમાં પણ તમે શિયાળાની ઘણી શાકભાજી વાવી શકો છો. જેની ઉપજ તમને ફેબ્રુઆરી સુધીમાં મળવાનું શરૂ થઈ જશે.

“બધા લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે મેથી, પાલક, સરસવ, ધાણા, કેળા, લેટસ વગેરે તમે તમારી બાલ્કની અથવા ટેરેસ પર લગાવી શકો છો. તેના સિવાય,શિયાળાની બધી શાકભાજી, જેમ કે રીંગણ, કેપ્સિકમ, ફુલાવર, કોબીજ, બ્રોકોલી,વટાણા, ગાજર, મૂળા,શલગમ અને શક્કરીયા પણ ઉગાડી શકો છો.” તેમણે કહ્યુ.
તો મધ્યપ્રદેશમાં અમારા એક વધુ ગાર્ડનિંગ એક્સપર્ટ, ઋતુ સોની જણાવી રહ્યા છેકે, તમે કેવી રીતે શિયાળાની ઋતુમાં તમારી શાકભાજીની સારસંભાળ કરી શકો છો. તેમણે કેટલીક ટિપ્સ અમારી સાથે શેર કરી છે:
• જમીન બનાવતી વખતે અડધો ભાગ ખાતરનો ઉમેરવાથી પાક સારો થાય છે.
• ઝાડ-છોડમાં વધારે પાણી ના નાંખો.
• સવારે પાણી પીવડાવવું વધારે ફાયદાકારક છે.
• દર 10 દિવસે એકવાર ગૌમૂત્ર અથવા ઓર્ગેનિક જંતુનાશક દવા છાંટવી.
• ફૂલો આવવાના સમયે પાણી થોડું ઓછું આપો.
• જો પરાગકણ જંતુઓ દ્વારા ન થાય તો તેને હાથથી કરો.
• પરાગકણ વધારવા માટે, પાણીમાં મધ મિક્સ કરો અને છાંટો.
આ સાથે, આ બંને બાગ નિષ્ણાતોએ બેટર ઇન્ડિયા સાથે કેટલીક શાકભાજી ઉગાડવાની પ્રક્રિયા પણ શેર કરી છે. તો આજે જાણો ડિસેમ્બર મહિનામાં તમે કઈ શાકભાજી ઉગાડી શકો છો:
કોબી:

ઋતુ કહે છે કે, તમે બીજમાંથી કોબી ઉગાડી શકો છો અથવા કોબીને કાપ્યા બાદ બચતા તેનાં સ્ટેમવાળા હિસ્સાને પણ ઉગાડી શકો છો. તમે બજારમાંથી જે કોબી લાવ્યા છો, તેની નીચેનાં સ્ટેમને જુઓ. જો તેમાં સામાન્ય કળીઓ/મૂળ/અંકુર તમને દેખાય છે, તો પછી તમે તેનો ઉપયોગ નવા છોડ ઉગાડવા માટે કરી શકો છો.
કેવી રીતે ઉગાડવા
• સૌ પહેલાં જે જગ્યાએ સ્પ્રાઇટ આવી રહ્યા છે, તમે સ્પ્રાઉટને નુકસાન કર્યા વિના કાપી લો.
• હવે પોટીંગ મિક્સ તૈયાર કરો જેમાં તમે માટી સાથે રેતી, છાણનું ખાતર, અળસિયાનું ખાતર અને કોકોપીટ જેવા પોષક તત્વોને મિક્સ કરી શકો.
• આ પોટીંગ મિક્સને તમે થોડા પહોળા અને હળવા ઉંડા પોટ અથવા કન્ટેનરમાં ભરો. તેમાં સારી ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ.
• હવે ફણગાવેલા ભાગને જમીનમાં મૂકો અને ઉપરથી માટીથી ઢાંકી દો.
• પાણી સ્પ્રિંકલરથી આપો.
• હવે કુંડાને તડકામાં રાખી દો અને નિયમિતપણે પાણી આપતા રહો.
• લગભગ 2 અઠવાડિયામાં છોડ આવવાનું શરૂ થશે.
• જ્યારે આ છોડ એક મહિનાનો થાય છે, ત્યારે તમે બીજા જૈવિક ખાતર જેમકે કેળાની છાલનું પાણી, ડુંગળીની છાલનું પાણી નાંખતા રહો.
• લગભગ અઢી-ત્રણ મહિનામાં તમારી કોબી તૈયાર થઈ જશે.
વિડીયો જુઓ:
મૂળા:
મૂળા ઉગાડવાની પ્રક્રિયા સ્વાતિ આપણને જણાવી રહી છે. સ્વાતિ કહે છે કે મૂળો જમીનની અંદર લાગે છે, તેથી તે મહત્વનું છે કે તમે જે પણ કુંડુ અથવા કન્ટેનર લો તે ઉંડા હોવા જોઈએ. મૂળા ઉગાડવા માટે, તમે બજારમાંથી અથવા ઓનલાઇન ઓર્ડર કરીને બીજ મંગાવી શકો છો.
• સૌ પહેલા પોટીંગ મિક્સ તૈયાર કરો અને તેને કુંડામાં ભરો.
• કુંડાની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી હોવી જોઈએ, કારણ કે મૂળો એક જડ પાક છે, જે પાણી રોકાવાને કારણે ખરાબ થઈ જાય છે.
• હવે કુંડામાં થોડા અંતરે મૂળાનાં દાણા નાંખો અને ઉપરથી માટીથી ઢાંકી લો, હવે પાણી આપો.
• લગભગ 10 દિવસમાં, તમે મૂળાનાં છોડ ઉગતા દેખાશે.
• નિયમિતપણે પાણી આપો અને વાસણને એવી જગ્યાએ રાખો કે જ્યાં સૂર્યપ્રકાશ પૂરતો આવે છે.
• એક મહિના પછી, તમે દર બીજા અઠવાડિયે છોડમાં ખાતર આપી શકો છો.
• જો તમે ઈચ્છો છો, તો તમે પ્રવાહી ખાતર અથવા ઘરે બનેલું ખાતર ઉમેરી શકો છો.
• મૂળો તૈયાર થવામાં લગભગ અઢીથી ત્રણ મહિનાનો સમય લાગે છે.
વિડીયો જુઓ:
ડુંગળી
ડુંગળી પણ તમે તમારા ઘરે આવેલી ડુંગળીથી જ ઉગાડી શકો છો. તમારે આ માટે કુંડુ અથવા કન્ટેનરને અલગથી તૈયાર કરવાની જરૂર નથી. જો તમારી પાસે પહેલાથી તમારા પોટ્સમાં ઝાડ છે, તો તમે તેને તેમાં રોપશો.
સૌ પ્રથમ, તમે તમારા ઘરે લાવેલી ડુંગળીમાંથી નાની-નાની ડુંગળી કાઢી લો. હવે તમે તેમને એક વાસણમાં પોટીંગ મિશ્રણ ભરી થોડા-થોડા અંતરે લગાવી શકો છો અથવા તમે તેને અન્ય પોટ્સમાં છોડ સાથે નીચે લગાવી શકો છો.
ડુંગળીને જમીનમાં ઓછામાં ઓછા 2 ઇંચની નીચે વાવો. ઉપર માટીથી ઢાંકી દો અને હવે પાણી આપો. જો તમે નિયમિતપણે પાણી આપો છો, તો છોડ ઓછામાં ઓછા એક કે બે અઠવાડિયામાં આવવાનું શરૂ કરશે.
લગભગ એક મહિના પછી, તમે પણ ઉપરથી પ્રવાહી ખાતર આપવાનું શરૂ કરો.
લગભગ અઢી મહિનામાં, જ્યારે તમારી ડુંગળી તૈયાર થઈ જાય, ત્યારે તે જાતે બહાર આવે છે. આ તે સંકેત છે કે હવે તમે ડુંગળી લણણી કરી શકો છો.
વિડીયો જુઓ:
લસણ
ડુંગળીની સાથે સાથે લસણનો પણ લગભગ દરેક શાકભાજીમાં ઉપયોગ થાય છે. સૌથી સારી વસ્તુ એ છે કે તમે તેને લસણના મૂળથી ઉગાડી શકો છો.
સૌ પ્રથમ કેટલાક સારા લસણ લો અને પછી રોપા તૈયાર કરવા માટે પોટમાં પોટીંગ મિશ્રણ તૈયાર કરો.
હવે તેમાં પાણી ઉમેરો અને ખાતરી કરો કે વાસણમાં સારી ડ્રેનેજ સિસ્ટમ છે.
હવે લસણની કેટલીક કળીઓ લો અને તેને જમીનમાં લગાવો.
ધ્યાન રાખો કે મૂળવાળો ભાગ નીચેની તરફ રહે અને તેને જમીનમાં દબાવી દો.
જરૂર મુજબ પાણી આપો.
• તમારા છોડ 20 દિવસમાં તૈયાર થઈ જશે અને હવે તેને ટ્રાન્સપ્લાન્ટ કરો.
• છોડને જુદા જુદા વાસણમાં રોપ્યા પછી, તેમને પાણી અને પ્રવાહી સ્પ્રે આપવાનું ચાલુ રાખો.
• લગભગ એક-દોઢ મહિનામાં છોડ ઉગાડવાનું શરૂ થશે અને અઢી મહિનામાં તમને ઉપજ મળશે.
શક્કરિયા
શક્કરીયા એટલે કે સ્વીટ બટાકાને પણ બજારમાંથી લાવેલાં શક્કરિયામાંથી ઉગાડી શકો છો.
• સૌ પ્રથમ, શક્કરીયાને બે ભાગમાં કાપી લો પછી તેને પાણીથી ભરેલા બાઉલમાં મૂકો.
• તમારે તેમને લગભગ એક અઠવાડિયા સુધી પાણીમાં રાખવું પડશે અને દર બીજા દિવસે પાણી બદલવાનું ચાલુ રાખવું પડશે.

• એક અઠવાડિયા પછી તમે જોશો કે આ ટુકડાઓમાં સ્પ્રાઉટ્સ આવવાનું શરૂ થયું છે.
• બે કે ત્રણ અઠવાડિયા પછી, તમને તેમાં ગ્રોથ દેખાશે.
• પરંતુ તમે તેને ઓછામાં ઓછા 20-25 દિવસ પછી પાણીમાંથી બહાર કાઢો અને ઉપર આવેલાં અંકુરને કાઢો.
• સૌથી પહેલાં તે અંકુરને દૂર કરો, જેમાં મૂળ આવી ગયા છે અને તે બાદ બીજા અંકુરને દૂર કરો
• જે અંકુરમાં મૂળ નથી હોતી, તેને પાણીમાં અલગ રાખો જેથી તેમાં વધુ મૂળ આવે.
• જે અંકુરમાં મૂળ છે, તેને તમે પોટિંગમિક્સમાં લગાવી શકો છો.
• એવું કોઈ કંટેનર લો જે થોડું પહોળું અને ઉંડુ હોય
• તેમાં પોટીંગ મિક્સ નાખો અને હવે તેને તેમાં લગાવી દો.
• સ્પ્રિંકલ કરીને પાણી આપો.
વિડીયો જુઓ:
છોડને નિયમિતપણે પાણી આપો અને લગભગ એક મહિના પછી, તેમને પ્રવાહી ખાતર પણ આપી શકાય છે.
જો તમે ડિસેમ્બરમાં આ છોડ રોપશો, તો ફેબ્રુઆરી સુધીમાં તમે તેમાંથી શાકભાજી મળવા લાગશે. તો હવે વાર કંઈ વાતની છે, આજથી જ ગાર્ડનિંગ શરૂ કરો!
આ પણ વાંચો: ઘરની છત ઉપર લગાવ્યા 800થી વધારે છોડ-ઝાડ, અનાથ આશ્રમમાં દાન કરે છે પોતે ઉગાડેલાં શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.