આપણા શરીરને કાર્બ્સ, વિટામિન, પ્રોટીન વગેરેની નિયમિત જરૂર હોય જ છે, પરંતુ સાથે-સાથે માઇક્રોન્યૂટ્રીયન્ટ્સ પણ એટલાં જ જરૂરી હોય છે. જેમ કે, કોથમીર, ફૂદીનો, લીમડો વગેરે. આ બધાનો ભોજનમાં નિયમિત ઉપયોગ કરવાથી શરૂરને બહુ પોષણ મળે છે.
જ્યારે પણ આપણે શાકભાજી ખરીદવા માટે જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે 5-10 રુપિયાના ધાણાભાજી-ફૂદીનો તો સાથે લઈને જ આવીએ છીએ. જોકે, મોટાભાગે બજારમાંથી ખરીદેલા ધાણાભાજી-ફૂદીનો વધારામાં વધારે બે દિવસ જ તાજા રહી શકે છે અને ત્રીજા દિવસે તો એકદમ ખરાબ જ થઈ જાય છે. જો તમે સૂતરાઉ કાપડમાં લપેટીને રાખો તો પણ મોટાભાગે 3-4 દિવસ જ કામ ચાલી શકે છે. આ મારો પોતાનો અનુભવ છે. આવું તો અનેકવાર થાય છે જ્યારે આપણને ક્યારેય પણ આ વસ્તુઓની જરુર પડે છે તો રસોડામાં કદાચ હાજર ન પણ હોય.
જેથી સૌથી ઉત્તમ ઉપાય એ જ છે કે તમે રસોડાની આ ઔષધિઓને ઘરે જ ઉગાડો. સૌથી ઉત્તમ વાત તો એ છે કે, ફૂદીનો ઉગાડવા માટે બહારથી કોઈ જ બીજ લાવવાની જરુર નથી. તમે શાકભાજીઓ સાથે જ જે લાવો છો તેની મદદથી જ ઘરે ઉગાડી શકો છો. ઘરે ફૂદીનો ઉગાડવાની સૌથી સરળ રીત અંકિત બાજપેયી આજે આપણને જણાવી રહ્યાં છે. તેઓ કહે છે કે, ઘરે ફૂદીનો ઉગાડવાથી હંમેશા તમને તાજો ફૂદીનો મળશે અને સાથે જ, આ એવો છોડ છે જે જલદીથી ઉગે છે અને એકવાર લગાવ્યા પછી તાજા ફૂદીનાનો સ્વાદ માણી શકશો.
1) માટીમાં ઉગાડો ફૂદીનોઃ
-સૌથી પહેલા તમે બજારમાંથી લાવેલો અથવા તો પછી કોઈના ગાર્ડનમાંથી લાવેલો ફૂદીનો લો અને પાણીમાં પલાળી રાખો. આશરે 10 કલાક પાણીમાં પલાળીને રાખ્યા પછી તેને રોપો.
-ફૂદીનો રોપવા માટે બેઝ તૈયાર કરવો એકદમ સરળ છે. તમે ક્યાંય પણ બગીચામાંથી માટી લઈ શકો છો. આવી માટી સામાન્ય રીતે લાલ માટી હોય છે અને તેમાં રેતી, છાણ અથવા તો થોડું ખાતર નાખી દો.
-કૂંડાની પસંદગી પણ તમારી જરુરિયાત અનુસાર કરો. તમને જેટલો વધારે ફૂદીનો જોઈતો હોય તેટલું મોટું કૂંડું લો.

-ધ્યાન રાખો કે તમે જે પણ કૂંડું લો છો, તેમાં ડ્રેનેજની સુવિધા પણ સારી રીતે હોય એટલે કે તળિયામાં છિદ્ર પણ હોવા જોઈએ.
-હવે તમે ફૂદીનાને પાણીમાંથી બહાર નીકાળો અને તમે જોશો કે કેટલીક કટિંગ(નાના ડાળખાં) એવા થઈ ગયા હશે જેમાં નીચે નાની નાની જડમૂળ હશે. હવે તમે આ ડાળખાંને અલગ કરી લો અને જડ વગરના ડાળખાં અલગ કરી લો.

“જડવાળાં ડાળખાંમાંથી ખૂબ જ જલદીથી ફૂદીનો ઉગી નીકળશે અને જડ વગરના ડાળખાં રોપતા પહેલા તેમાં રુટિંન હોર્મોન પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો. રુટિન હોર્મોન પાઉડરની મદદથી ડાળમાં જલદી જડ બને છે અને તેનાથી છોડ ઉગવાના ચાન્સ અનેકગણાં વધે છે. તમે ઓનલાઈન ઓર્ડર કરીને પણ આ મંગાવી શકો છો.” અંકિતે જણાવ્યું.
-ડાળખાંને લગાવતા સમયે ધ્યાન રાખો કે તમે માત્ર ઉપર જ બે-ચાર પાંદડા છોડી દો, બાકી નીચે દરેક પાન કાઢી નાખવા.
-હવે કૂંડામાં તમે જે મિશ્રણ કર્યું છે તે ભરો અને તેમાં પાણી નાખો. પાણી શોષાયા પછી તમે લાકડીની મદદથી માટીમાં નાનાં-નાનાં છિદ્ર કરો.

-આ છિદ્રમાં તમે ફૂદીનાની અલગ ડાળખીઓ લગાવો. જો તમે જડવાળા ડાળખાં લગાવો છો તો સીધા જ રોપો, અને જો જડ નથી તો તમે સૌથી પહેલા રુટિન હોર્મોન પાઉડરમાં નાખો અને પછી રોપી દો.

-ડાળખાં લગાવ્યા પછી ફરીથી તેમાં એકવાર પાણી નાખો. તમે કૂંડાઓને એવી જગ્યા પર રાખો, જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવતો હોય પરંતુ વધારે અંધારુ પણ ન હોય.
-નિયમિત રીતે પાણી છાંટતા રહો અને એક અઠવાડિયા પછી તમે જોશો કો આ ડાળખાં છોડમાં પરિવર્તન પામેલા હશે.
-આશરે 25 દિવસમાં છોડ ઉગવા લાગશે અને તમારો ફૂદીનો હાર્વેસ્ટિંગ માટે પણ તૈયાર થઈ જશે.

અંકિતે જણાવ્યું કે, કોઈપણ છોડને લગાવતા પહેલા સૌથી વધારે ધ્યાન વાતાવરણનું રાખવાનું હોય છે. ફૂદીના માટે 30-32 ડિગ્રી તાપમાન યોગ્ય રહે છે. આ માટે તમે ફેબ્રુઆરી-માર્ચ પછી રોપવાનું પણ શરુ કરી શકો છો અને શિયાળો શરુ થાય તે પહેલા રોપી શકો છો. વધારે પાણી આપવાની જરુર નથી પરંતુ માટીની નીચે ભીનાશ જળવાઈ રહેવી જોઈએ.
અહીં જુઓ આખો વિડીયો:
2) માત્ર પાણીમાં જ ઉગાડી શકો છો ફૂદીનો
અંકિત ફૂદીનો ઉગાડવાની અન્ય એક રીત પણ જણાવે છે, જેને લોકો શિયાળામાં પણ અજમાવી શકે છે. આ રીતથી તમે માત્ર પાણીમાં જ ફૂદીનો ઉગાડી શકો છો. જી હાં, ફૂદીનો એવા છોડમાંથી છે. જેને સરળતાથી માટી વગર પાણીમાં પણ ઉગાડી શકો છો. જેની રીત પણ ખૂબ જ સરળ છે.
આ માટે તમારે પ્લાસ્ટિકનો કોઈ ડબ્બો અથવા તો ટોકરી જોઈશે. તમે પ્લાસ્ટિકનું પારદર્શક કન્ટેનર પણ લઈ શકો છો.
-સૌથી પહેલા આ ડબ્બા (કન્ટેનર)ના ઢાંકણમાં કોઈ અણીદાર વસ્તુની મદદથી છિદ્ર કરી લો.
-હવે ફૂદીનાના ડાળખાં લો અને ધ્યાન રાખો કે તમે જે ડાળખાં લઈ રહ્યાં છો તે એકદમ લીલા ન હોય. તેનો રંગ થોડો ભૂરો હોવો જોઈએ.

-હવે આ ડાળખાંને પાણીમાં ધોઈ લો અને નીચેની બાજુએથી બધા જ પાંદડાઓ હટાવી દો. ઉપર માત્ર 3-4 પાન રહેવા જોઈએ.
-જો તમે ઈચ્છો તો આ ડાળખાંઓને પણ રુટિન હોર્મોન પાઉડરમાં નાખીને, ફરી રોપી શકો છો.
-હવે અલગ-અલગ ડાળખાંઓને ઢાંકણાંમાં કરેલા છિદ્રમાં લગાવી દો.

-કન્ટેનરને પાણીથી ભરી લો, ઉપર થોડું ખાલી રહેવું જોઈએ.
-હવે તમે ડાળખાંઓ સહિત ઢાંકણાને કન્ટેનર પર લગાવી દો.
દર ત્રણથી ચાર દિવસમાં તમારે આ કન્ટેનરનું પાણી બદલવાનું રહેશે અને સાથે જ આ કન્ટેનરને એવી જગ્યા પર રાખો, જ્યાં છાંયો ન હોય પરંતુ સીધો સૂર્યપ્રકાશ પણ ન પડતો હોય.

-લગભગ 10 દિવસની અંદર તમારા ડાળખાંઓ વધવા લાગશે અને નીચેથી તેના મૂળિયા પણ નીકળશે.
-10 દિવસમાં તમારે બે વાર પાણી બદલવાનું છે અને પછી દસમા દિવસે તમે પાણીમાં એક ચપટી NPK ભેળવી શકો છો.
-જેથી તમારો ફૂદીનો સારી રીતે ઉગશે.
નોંધઃ જો તમે પાણીમાં ફૂદીનો ઉગાડી રહ્યાં છો તો ધ્યાન રહે કે તમારુ તાપમાન 30 ડિગ્રીથી ઓછું હોય કારણકે, જો વધારે તાપમાન હશે તો ડાળખાંઓ ખરાબ થઈ જવાની શક્યતા રહેશે.
તો પછી રાહ શેની જોઈ રહ્યાં છો? આજે જ ફૂદીનાના ડાળખાં પડ્યા હોય તો જાતે જ ઉગાડી શકો છો એકદમ તાજો ફૂદીનો.
અહીં જુઓ આખો વિડીયો:
તસવીર સાભારઃ અંકિત બાજપેયી
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો:આ ગુજરાતી આચાર્ય છેલ્લા 17 વર્ષથી વિદ્યાર્થીઓ માટે શાળામાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી