Search Icon
Nav Arrow
Eco Friendly Business
Eco Friendly Business

આ અમદાવાદી કન્યા કેળા, અનાનસ અને બિચ્છુ બૂટીના કચરામાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી કાપડ

અમદાવાદી શિખા પાકમાંથી બચતા કચરાને પ્રોસેસ કરીને બનાવે છે કાપડ, જે ઈકોફ્રેન્ડલી હોવાની સાથે બાયોડિગ્રેડેબલ અને રીસાયકલેબલ છે

દેશ-દુનિયામાં સૌથી ઝડપથી બદલાતા ઉદ્યોગોમાંનો એક ફેશન ઉદ્યોગ છે. આપણે દરરોજ બદલાતી ફેશન વિશે ચર્ચા કરીએ છીએ. પરંતુ ફેશન ઉદ્યોગને કારણે પર્યાવરણ પર નકારાત્મક અસર શું થાય છે, આ વિષય પર ભાગ્યે જ ચર્ચા થાય છે. ખાસ કરીને સામાન્ય લોકોની વચ્ચે. પરંતુ શું તમે જાણો છો કે ફેશન ઉદ્યોગ વિશ્વના 20% ગંદું પાણી, 10% કાર્બન ઉત્સર્જન અને ઘણા કચરા માટે જવાબદાર છે. લગભગ 60% સામગ્રી જેમાંથી કપડાં બનાવવામાં આવે છે તે પ્લાસ્ટિક છે. તેમાં પોલિએસ્ટર, એક્રેલિક અને નાયલોન ટેક્સટાઈલનો સમાવેશ થાય છે.

હવે સવાલ એ આવે છે કે, આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી? ચોક્કસ છે અને તે આપણા દેશમાં પહેલેથી જ શરૂ થઈ ગયું છે. આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને ટેકો આપવા અને તેમને આગળ વધારવાની જરૂર છે. આજે અમે તમને આવી જ એક યુવતી વિશે જણાવી રહ્યા છીએ, જે પોતાના કામ દ્વારા ફેશન ઉદ્યોગમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે. અને સાથે, તેઓ કૃષિ ક્ષેત્રમાં પણ પરિવર્તન લાવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં રહેતી 25 વર્ષીય શિખા શાહની આ સ્ટોરી છે.

શિખા, તેના સ્ટાર્ટઅપ, AltMat દ્વારા, ફાઇબર, યાર્ન અને ફેબ્રિક બનાવવા માટે પાકના કચરા પર પ્રક્રિયા કરી રહી છે. આ તમામ પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી તેમજ બાયોડિગ્રેડેબલ અને રિસાયક્લેબલ છે. તેમના સ્ટાર્ટઅપને Fashion for Good ના South Asia Innovation Programme માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા શિખાએ પોતાની સફર વિશે વાત કરી.

આ પણ વાંચો: ડાંગનો આ યુવાન વાંસમાંથી બનાવે છે 100+ ડિઝાઇનનાં ઘરેણાં, આપે છે 15 લોકોને રોજગારી પણ

પિતા પાસેથી પ્રેરણા મળી

બિઝનેસ અને એન્ટરપ્રિન્યોરશિપમાં પોતાની ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલી શિખા કહે છે, “મને વેસ્ટ પર કામ કરવાની પ્રેરણા મારા જ પરિવારમાંથી મળી છે. અમારો કૌટુંબિક વ્યવસાય આ સાથે સંબંધિત છે. મારા પિતાના કારખાનામાં, ઓટોમોબાઈલ કચરો જેમ કે બેટરી વગેરે રિસાયકલ અથવા અપસાયકલ કરવામાં આવે છે. આ સિવાય દરેક જાણે છે કે અમદાવાદ ટેક્સટાઇલ હબ છે. તેથી જ આ ક્ષેત્રમાં મારી રુચિ ખૂબ જ નાની ઉંમરથી વધવા લાગી. પરંતુ જેમ જેમ માહિતીમાં વધારો થયો, તો તેનાથી થતાં પ્રદૂષણ વિશે પણ જાણવા મળ્યુ.”

તેના અભ્યાસ દરમિયાન શિખાએ નક્કી કર્યું હતું કે તે આ ક્ષેત્રમાં કામ કરશે. જ્યારે તે અમેરિકાની બેબસન કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત આવી ત્યારે નોકરી કરવાને બદલે તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો. શિખા કહે છે કે તેણે પહેલા વિચાર્યું કે એવાં કયાં કુદરતી સંસાધનો છે જેનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં થઈ શકે છે. આમાં કપાસનું નામ પહેલું આવે છે. જેમાંથી સુતરાઉ કાપડ બનાવવામાં આવે છે. પરંતુ સમસ્યા એ છે કે આ પ્રક્રિયામાં ઘણું પાણી વપરાય છે.

Environment Friendly Business Idea
Agro Waste to Natural Fiber, Yarn, and Fabric

“તેથી મારું ધ્યાન કૃષિ કચરા તરફ ગયું, જેને મોટાભાગના ખેડૂતો બાળી નાંખે છે. જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે. એ જ રીતે, કાપડ ઉદ્યોગ પણ મોટા પાયે પ્રદૂષણનું કારણ છે. આવી સ્થિતિમાં, મેં વિચાર્યું કે આ બે ઉદ્યોગોને જોડીને ઉકેલ કેમ ન શોધવો. અંતે, લાંબા સમય સુધી સંશોધન કર્યા પછી, મેં વિવિધ પાકના કચરા પર પ્રક્રિયા કરી અને તેમાંથી ફાઇબર બનાવ્યું. આ ફાઇબરને દોરામાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અને પછી આ દોરામાંથી કાપડ વણવામાં આવ્યું હતું,”તેણે કહ્યુ.

વિવિધ કૃષિ કચરામાંથી કાપડ બનાવે છે

ઘણી મહેનત પછી, શિખા સામાન્ય કાપડનો ‘વિકલ્પ’ એટલેકે ‘ઓલ્ટરનેટિવ’ કાઢ્યો. તેથી કંપનીનું નામ ‘AltMat’ (Alternative Material) રાખવામાં આવ્યું. તેમની કંપની દ્વારા બનાવેલ રેસા, યાર્ન અને કાપડ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ હોય છે. તેમને બનાવવાની પ્રક્રિયામાં કોઈ હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કે તેમાં કોઈ માઇક્રોપ્લાસ્ટિક્સ નથી. આ પ્રકૃતિ તેમજ આપણી ત્વચા માટે સલામત છે.

આ પણ વાંચો: કપડાં સૂકવવા માટેની આ ક્લિપને અપનાવો અને હજારો ટન પ્લાસ્ટિકથી ધરતીને બચાવો

શિખા આગળ જણાવે છે કે અત્યાર સુધીમાં તેણે લગભગ 16 પાકના કચરા પર ટ્રાયલ હાથ ધરી છે. પરંતુ કેળા, અનાનાસ, ઔદ્યોગિક શણ અને બિચ્છૂ બૂટી સહિત આમાંથી માત્ર થોડા પર કામ કરવામાં આવી રહ્યું છે. “હાલમાં, અમે 15 અલગ અલગ ખેડૂત જૂથોમાંથી પાકનો કચરો ખરીદી રહ્યા છીએ. અગાઉ, ખેડૂતોને તેમના ખેતરોમાંથી આ કચરો દૂર કરવા માટે પૈસા ખર્ચવા પડતા હતા. પરંતુ હવે તે તેમાંથી વધારાની કમાણી કરવા સક્ષમ છે.”

Green Business
Agricultural Waste to Sustainable Natural Materials

કાચા માલ માટે, શિખા માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે વિવિધ પાકના કચરા પર કામ કરી રહી છે. તેમનો ઉદ્દેશ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કાચી સામગ્રી લઈને સારા કાપડ બનાવવાનો છે. તેણી કહે છે કે આ પાકોના કચરા પર પ્રક્રિયા કરીને, આમાંથી ફાઇબર અથવા યાર્ન બનાવવા માટે પાણીની ઓછામાં ઓછી માત્રામાં ખર્ચવામાં આવે છે. ઉપરાંત, તેની કંપની માટે તે પહેલાથી જ વિવિધ પાકની ખેતી કરતા ખેડૂતો સાથે જોડાઈ રહી છે. “ઘણી જગ્યાએ, ઉદ્યોગો તેમના કાચા માલ માટે જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે. પરંતુ અમે તે કરી રહ્યા નથી. અમારો ઉદ્દેશ સ્પષ્ટ છે કે અમે કૃષિ કચરાનો ઉપયોગ કરીને કાપડ બનાવીશું. એટલા માટે અમે માત્ર એક જ પ્રકારના પાકને પ્રોત્સાહન આપવાને બદલે જુદા જુદા પાક પર કામ કરી રહ્યા છીએ. અમે ખેડૂતોને વિવિધ કૃષિ કચરાના આધારે 90 થી 200 રૂપિયા પ્રતિ કિલો પૈસા ચૂકવીએ છીએ.”તેણે કહ્યુ.

ખેડૂતોને મદદ મળી રહી છે

વિવિધ ખેડૂત ગ્રુપો પાસેથી કૃષિ કચરો ખરીદ્યા પછી, તે તેમની ફેક્ટરીમાં લાવવામાં આવે છે. જ્યાં તેની વિવિધ તબક્કામાં પ્રક્રિયા કરવામાં આવે છે. પહેલાની જેમ કચરો ફાઇબરમાં રૂપાંતરિત થાય છે. આ ફાઈબરનો ઉપયોગ માત્ર કાપડ બનાવવા માટે જ નહીં પણ કાગળ બનાવવા માટે પણ થઈ શકે છે. શિખાની કંપની કુદરતી રેસા, યાર્ન અને કાપડનું ઉત્પાદન કરી રહી છે અને તેમનો કાચો માલ જુદી જુદી ઉત્પાદન કંપનીઓ, ફેશન બ્રાન્ડ્સને સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે એપ્રિલમાં, તેમણે તેમની ફેક્ટરી શરૂ કરી, જે વાર્ષિક 10 લાખ કિલો કૃષિ કચરા પર પ્રક્રિયા કરી શકે છે.

આ પણ વાંચો: દસ વર્ષની માન્યાની કમાલ, લસણ-ડુંગળીની છાલમાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી પેપર

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં છેલ્લા 12 વર્ષોથી કેળાની ખેતી કરતા ખેડૂત પ્રમોદ કહે છે, “અગાઉ, પાક લણ્યા પછી, ખેતર સાફ કરવા માટે, કેળાના ઝાડના થડ કાપીને ખેતરમાં એક બાજુ મૂકી દેવામાં આવતા હતા. તેને વિઘટિત થવામાં ઘણા મહિનાઓ લાગતા હતા, જેના કારણે મેદાનનો અમુક ભાગ હંમેશા ઘેરાયેલો રહેતો. ઉપરાંત, તેને કાપવા અને એકત્રિત કરવા માટે લગભગ 5000 રૂપિયાનો ખર્ચ થતો હતો. પરંતુ હવે અમે આ નાણાંની બચત કરી રહ્યા છીએ. કારણ કે આ કચરાને પ્રોસેસ કરીને અમે ફાઈબર બનાવી રહ્યા છીએ, જે શિખા જીની કંપની અમારી પાસેથી ખરીદે છે. તેનાથી અમારો ખર્ચ ઓછો થયો છે અને અમારી આવકમાં ઘણો વધારો થયો છે.”

Green Business

શિખા કહે છે કે તેણે આ માર્ગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પહેલાં રિ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ઘણો સમય અને સાધનો લાગ્યા. આ પછી, તેણે પોતાની કંપની સ્થાપી. પરંતુ કંપની શરૂ થયાના થોડા દિવસો બાદ દેશમાં કોરોના રોગચાળો ફેલાવા લાગ્યો. આ દરમિયાન તેનું કામ અટકી ગયું હતું. પરંતુ શિખાએ હાર ન માની અને પોતાનો જુસ્સો જાળવી રાખ્યો.

શિખા કહે છે, “હું જે સેક્ટરમાં કામ કરું છું તેમાં ઘણો સમય, મહેનત અને રિસર્ચની વધારે જરૂર છે. હું 2016થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો અને 2019માં અમે ઔપચારિક રીતે કંપની શરૂ કરી. કંપની શરૂ થયા પછી, અમે પાયલોટ પ્રોજેક્ટ કર્યા અને વચ્ચે, કોરોનાને કારણે વસ્તુઓ અટકી ગઈ. તેથી અત્યારે ટર્નઓવર વિશે વાત કરવી મુશ્કેલ છે. પરંતુ હું એટલું જ કહીશ કે આપણે સારું કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ.”

તેમના સ્ટાર્ટઅપને Gujarat University Startup and Entrepreneurship Council (GUSEC) નો સહયોગ મળ્યો છે. આ સિવાય શિખાને તેના કામ માટે ‘વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા’ એવોર્ડ અને ‘અટલ ઇનોવેશન મેડલ’ પણ એનાયત કરવામાં આવ્યા છે. શિખાને પુરી આશા રાખે છે કે તેની કંપની આગામી સમયમાં વધુ સારું ભારત બનાવવા માટે ફાયદાકારક સાબિત થશે. જો તમે શિખા શાહની કંપની વિશે જાણવા માંગતા હોય, તો તમે તેમની વેબસાઇટ ની મુલાકાત લઇ શકો છો.

તસવીર સૌજન્ય: શિખા શાહ

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: વ્યારાનાં આદિવાસી બહેન નારિયેળના રેસાના ગણપતિ અને સુશોભન પીસ બનાવી બન્યાં આત્મનિર્ભર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon