એવું કહેવાય છે કે બાળકો તેમના માતા-પિતાને જોઈને શીખે છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રહેતી 22 વર્ષીય દીપિકા લાકરાએ પણ પોતાના માતા-પિતા પાસેથી ગાર્ડનિંગ (Home Gardening) કરવાનું શીખી અને આજે તે માત્ર પોતાના ઘરને સુશોભન છોડથી સજાવી રહી નથી, પરંતુ તે અહીંથી નર્સરી પણ ચલાવી રહી છે.
આજે તેમના ઘરમાં 150 જાતના સુશોભન છોડ છે. તેણી આ છોડ સ્થાનિક નર્સરીઓમાંથી અને ઓનલાઈન માધ્યમથી મેળવે છે.
નર્સરીમાં સુશોભન છોડ જોઈને ગાર્ડનિંગ શરૂ કર્યું (Home Gardening)
દીપિકાએ તેનો બીબીએનો અભ્યાસ પુરો કર્યો છે અને હવે તે એમબીએનો અભ્યાસ કરવા જઈ રહી છે. બાગકામના તેના શોખ વિશે વાત કરતાં દીપિકાએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “જ્યારે મેં 2017માં કૉલેજ જવાનું શરૂ કર્યું, ત્યારે હું ઘણીવાર નર્સરીની સામેથી પસાર થતી હતી. નર્સરીમાં સુંદર છોડ જોઈને મેં કેટલાક છોડ ખરીદ્યા. જોકે, મારા માતા-પિતા અગાઉ અમુક મોસમી શાકભાજી ઉગાડતા હતા. હું સરકારી ક્વાર્ટરમાં રહું છું, તેથી મારા ઘરની નજીક જગ્યાની કોઈ કમી નથી. પણ ત્યાં કોઈ દીવાલ કે સીમા નથી. તેથી જ કૂતરાઓ હંમેશા છોડને બગાડે છે, પોટ્સ તોડી નાખે છે. આ કારણે પાપાએ ઘરનું ગાર્ડનિંગ કરવાનું છોડી દીધું હતું.”

દીપિકાએ વધુમાં કહ્યું, “મેં કેટલાક સુશોભન છોડ ખરીદીને ઉગાડવાનું શરૂ કર્યું. પરંતુ આ છોડ ખૂબ મોંઘા હતા, તેથી ઘરેથી ઠપકો પણ મળતો હતો. મારા પરિવારના સભ્યોએ પહેલા વિચાર્યું કે થોડા દિવસો માટે આ શોખ છે, પરંતુ હું છોડ સાથે એટલી જોડાઈ ગઈ કે માત્ર ચાર વર્ષમાં ત્રણ-ચાર છોડ 400 છોડમાં ફેરવાઈ ગયા.”
તે કહે છે, “મેં યુટ્યુબ ચેનલ જોઈને ઘરે એક છોડમાંથી ઘણા છોડ બનાવ્યા. તેમની સંભાળ વિશે જાણવા માટે સોશિયલ મીડિયા પર ઘણા ગાર્ડનિંગ ગ્રુપોમાં પણ જોડાઈ. સૌ પ્રથમ મેં Golden Sedum નામનું Succulent ખરીદ્યું. હવે મારી પાસે Succulentની ઘણી બધી જાતો ઉપલબ્ધ છે.”
દીપિકાએ મિત્રો અને સંબંધીઓ પાસેથી કટીંગ લાવીને તેના બગીચામાં રોપા વાવવાનું શરૂ કર્યું. જો કે તેને ફૂલો વાવવાનો પણ શોખ છે. પરંતુ તેના ઘરની સામે એક મોટું આમલીનું ઝાડ છે, જેના કારણે ઘરના આગળના ભાગમાં સૂર્યપ્રકાશ બિલકુલ આવતો નથી. ફૂલોના છોડને સારા સૂર્યપ્રકાશની જરૂર હોવાથી, તેમાં ઘણા ફૂલોના છોડ પણ હોતા નથી.
પરંતુ છોડ પ્રત્યેનો તેમનો પ્રેમ છે કે તેણે ઘરે ઉગાડવા માટે આવા છોડ પસંદ કર્યા, જેને વધુ સૂર્યપ્રકાશની જરૂર નથી. તે આ છોડની ખૂબ જ પ્રેમથી સંભાળ રાખે છે. તેણે ઘરમાં પડેલા ખાલી બોક્સને સજાવીને ઘણા છોડ પણ ઉગાડ્યા છે.
તેમની પાસે ફિલોડેન્ડ્રોન, એન્થુરિયમની જાતો, એગ્લોનેમા અને એલોકેસિયાની પણ ઘણી જાતો છે.

ગાર્ડનિંગ કમાણીનું સાધન બન્યુ
દીપિકા વર્ષ 2017થી ગાર્ડનિંગની યુટ્યુબ ચેનલ ચલાવી રહી છે. પરંતુ તે સમયે કોલેજ અને અભ્યાસને કારણે તે વધુ વીડિયો બનાવી શકી ન હતી. તો, ગયા વર્ષે લોકડાઉનમાં, તેણે વધુ વીડિયો બનાવીને અપલોડ કરવાનું શરૂ કર્યું. જેના કારણે તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા પણ વધવા લાગી. હાલમાં સાત હજારથી વધુ લોકો તેની યુટ્યુબ ચેનલને ફોલો કરે છે. તે આના દ્વારા કેટલાક પૈસા પણ કમાય છે.

ચેનલમાં 200 વીડિયો છે
અત્યાર સુધી તેણે પોતાની ચેનલમાં 200 વીડિયો અપલોડ કર્યા છે. જેમાંથી તેના DIY પ્લાન્ટર બનાવતા વીડિયોને બે લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે. આ ઉપરાંત કીડીઓથી છોડને બચાવવા અને ઇન્ડોર છોડની સંભાળ રાખવાના વીડિયોને પણ લોકોએ પસંદ કર્યો છે.
દીપિકા કહે છે, “ગયા વર્ષે મેં મારા પોકેટ મની માટે કેટલાક છોડ વેચવાનું પણ શરૂ કર્યું હતું. મારી પાસે આ સુશોભન છોડની ઘણી જાતો હોવાથી, જે આજકાલ ઉંચી કિંમતે વેચાય છે. તેથી મેં ઘરે છોડનો પ્રોપોગેટ કરીને વેચાણ કરવાનું શરૂ કર્યું.”
આ પણ વાંચો: શરૂઆત ફુદિનો ઉગાડવાથી કરી, આજે કપલ ચલાવે છે પોતાનો ગાર્ડન સ્ટોર, ટર્નઓવર 50 લાખ
તેણી બગીચાના અલગ-અલગ ગ્રુપોમાં માહિતી આપે છે અને તેના બગીચામાં જે છોડ વધુ છે, તે નાના છોડ બનાવવા માટે તેનો પ્રચાર કરે છે. જે બાદ તે આ પ્લાન્ટ્સને ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ રીતે તે મહિને લગભગ 10 થી 15 હજાર રૂપિયા આરામથી કમાઈ લે છે.
દીપિકા કહે છે કે શાકભાજીના છોડને વધુ કાળજીની જરૂર પડે છે, જ્યારે આ સુશોભન છોડની સંભાળમાં વધુ સમય લાગતો નથી, તેથી તે અભ્યાસની સાથે સાથે આ તમામ બાબતો કરવા સક્ષમ છે.

દીપિકાએ જે રીતે પોતાના શોખને પોતાની પાર્ટ ટાઈમ જોબ બનાવી છે, તેના પરિવારના સભ્યો પણ આ જોઈને ખૂબ જ ખુશ છે. તેમના ઘરમાં કેટલાક જૂના ફળના ઝાડ પણ છે, જે તેમના માતા-પિતાએ વાવ્યા છે. જેમાં જામફળ, પપૈયા, કેરી, દાડમ, જેકફ્રૂટ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ સિવાય દીપિકાએ મહેંદી, તુલસી, લીમડો, ટામેટા અને અન્ય કેટલીક વનસ્પતિઓ પણ વાવી છે.
અમે આશા રાખીએ છીએ કે દીપિકાની આ કહાની વાંચ્યા પછી, તમે પણ તમારા ઘરની ખાલી જગ્યાઓ ચોક્કસપણે ફૂલો અને છોડથી ભરી દેશો.
દીપિકાની યુટ્યુબ ચેનલ જોવા માટે અહીં ક્લિક કરો.
હેપી ગાર્ડનિંગ!
સંપાદન: નિશા જનસારી
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
આ પણ વાંચો: તાજા ફળો માટે નથી જતા બજાર, ધાબામાં જ છે જામફળ, દાડમથી લઈને જાંબુ,ચીકુના ઝાડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો