Search Icon
Nav Arrow
Sustainable furniture
Sustainable furniture

વેસ્ટ લાકડામાંથી ફર્નિચર બનાવવાનો શોખ બન્યો વ્યવસાય, વર્ષે કમાય છે 15 લાખ

ઉત્તર પ્રદેશના વારાણસીના સંદીપ સરને વર્ષ 1984માં મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. એન્જિનિયરિંગ દરમિયાન, તેઓ લાકડા, ધાતુ અને અન્ય મટિરિયલમાંથી ઘણી વસ્તુઓ (Sustainable Furniture) બનાવવાનું અને વર્કશોપમાં લેથ જેવા કેટલાક મશીનોનું સંચાલન કરવાનું શીખ્યા. તેઓ તેમના કોલેજના દિવસો યાદ કરે છે, “તે દિવસોમાં, મારા મિત્રો અને મારા સાથી વિદ્યાર્થીઓ વધુ સારા માર્ક્સ મેળવવા માટે મને તેમના અસાઈનમેન્ટ પર કામ કરવાનું કહેતા હતા.”

સંદીપના પરિવારનું શહેરમાં એક સિંગલ સ્ક્રીન થિયેટર હતું. એન્જિનિયરિંગ કર્યા પછી, તેઓ પણ તેમના પરિવારના વ્યવસાયમાં જોડાયા. જો કે, તેઓએ શોખ માટે લાકડાની વસ્તુઓ બનાવવાનું ચાલુ રાખ્યુ હતુ. તેમણે બેટર ઈન્ડિયાને કહ્યું, “હું કેટલાક બેસિક ટુલ્સનો ઉપયોગ કરવાનું શીખ્યો અને આ સાધનો માટે વીજળીની પણ જરૂર ન હતી. આ ટૂલ્સની મદદથી ફાઇલર અને ફિટિંગનું કામ પણ થતુ હતું અને ઘણી વસ્તુઓ પણ બનતી હતી.”

60 વર્ષીય સંદીપનું કહેવું છે કે, તેમણે પોતાના ખાલી સમયનો ઉપયોગ લાકડાની ફ્રેમ્સ, પેન હોલ્ડર અને અન્ય વસ્તુઓ બનાવવા માટે કર્યો હતો. થોડા સમય પછી, તેમણે પોતાના માટે રોકિંગ ચેર, બગીચા માટેના બેંચ, સેન્ટર ટેબલ અને કેબિનેટ જેવા મોટા ફર્નિચર (Sustainable Furniture) બનાવવાનું શરૂ કર્યું.

તેમની કળાથી પ્રભાવિત થઈને, લોકોએ તેમના (Sustainable Furniture) ફર્નિચર વિશે પૂછવાનું શરૂ કર્યું. સંદીપ કહે છે, “મારા મિત્રો અને પરિવારના લોકો મારા ફર્નિચર વિશે પૂછવા લાગ્યા. જ્યારે મેં તેમને કહ્યું કે મેં તેમને જાતે બનાવ્યું છે, ત્યારે તેઓ ઘણા ખુશ થયા.

થોડા સમય પછી, લોકોએ તેમની જરૂરિયાત મુજબ (Sustainable Furniture) ફર્નિચર બનાવવાનું કહ્યું. સંદીપ કહે છે, “મેં દરેકને તેમની પસંદગીઓ અને જરૂરિયાતો અનુસાર ફર્નિચર બનાવીને આપવાનું શરૂ કર્યું. કેટલાકને લાંબી ખુરશીની જરૂર હતી, કોઈને એક નાની, જ્યારે કેટલાક લોકો ડેસ્ક બનાવવા માટે પણ કહેતા હતા. મેં લોકોની પસંદ મુજબ ફર્નિચર બનાવવાની સાથે, પોતાના શોખ માટે લાકડીઓની વસ્તુઓ બનાવવાનું ચાલુ રાખ્યું.”

ટૂંક સમયમાં જ તેમના બનાવેલાં ફર્નિચરથી તેમના ઘરના બધા રૂમો ભરાઈ ગયા. તેમને આટલા બધા (Sustainable Furniture)ફર્નિચરનું શું કરવું તે પણ ખબર નહોતી. છેવટે, 2017માં, સંદીપે એક વૉક-ઇન હોમ સ્ટુડિયો, ‘કાઠ કાગઝ’ની શરૂઆત કરી.

તેઓ ફર્નિચર (Sustainable Furniture) અને લાકડાની બધી વસ્તુઓ બનાવવા માટે અપસાઇકલ લાકડા અથવા બેકાર લાકડાનો ઉપયોગ કરે છે. તેના ઉત્પાદનો પર્યાવરણમિત્ર છે, તેથી તે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને તે બનાવે છે. આ નાના ધંધાથી તે વાર્ષિક 12 લાખ રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયાની કમાણી કરે છે.

Sustainable furniture

Sustainable Furniture

સંદીપ તેમની યાત્રા વિશે જણાવે છે કે, તેમણે મોટા ફર્નિચર (Sustainable Furniture) બનાવવાનું ત્યારે શરૂ કર્યુ જ્યારે તેઓને ખબર પડી કે શહેરમાં ભારતીય રેલવે માટે, એન્જીન બનાવતી કંપની ‘ડીઝલ લોકમોટિવ વર્કસ’ એ USAથી સ્પેરપાર્ટસ અને એક્સેસરીઝ ખરીદ્યા છે. તે સ્પેરપાર્ટસ અને એક્સેસરીઝ, દેવદારનાં લાકડામાંથી બનેલાં બોક્સમાં આવતા હતા. જેને મિસિસિપીના સસ્ટેનેબલ જંગલોના લાકડામાંથી બનાવવામાં આવ્યા હતા. તે જણાવે છે “તે બધા લાકડાઓને સારી રીતે સુકવવામાં આવ્યા હતા, જેથી તેમની અંદર રહેલો ભેજ સંપૂર્ણપણે ઓછો હોય કે નાબૂદ થઈ જાય. જો કે, કેટલાક લાકડા ભારતના કેટલાંક ભાગમાંથી આવ્યા હતા. મેં તે બેકાર લાકડાનો ઉપયોગ કર્યો અને તેને અપસાઇકલ કર્યા. આ લાકડા એટલા સારા હતા કે તેમાથી બનાવેલું ફર્નિચર ત્રણથી ચાર પેઢી સુધી ટકી શકે.”

સંદીપ કહે છે કે લોકો મોટી માત્રામાં કાર્બનનું ઉત્સર્જન કરે છે. ઉપરાંત, લાકડાનો ઉપયોગ કરવો પણ ટકાઉ નથી. તેઓ કહે છે, “ભારતમાં મોટા પાયે જંગલોની કાપણી થવાને કારણે હું કોઈ પણ એવી ગતિવિધિમાં સામેલ થવા નહોતો માંગતો, જેના લીધે પર્યાવરણને નુકસાન પહોંચે.”

સંદિપે સૂકા ઝાડ અથવા એવા ઝાડ જે પડી જતા હતા, તેમના લાકડા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. કેટલીક વખત વીજળીના પડવાને લીધે પણ ઝાડ પડી જતા હતા અને તેની ઉપર વીજળી પડવાનાં નિશાાન રહી જતા હતા. સંદીપે તે નિશાનોનો ઉપયોગ ખૂબ જ સર્જનાત્મક રીતે કરીને, વિવિધ આકારો બનાવતા હતા.

Save Environment

આખરે, તેઓને વીજળીનાં ઉપકરણોની જરૂરિયાત પડવા લાગી. તેથી, તેમણે કોલસામાંથી બનેલી વીજળીની ખપતને ઘટાડવા માટે સોલાર પેનલ્સ લગાવી. સંદીપ કહે છે, “હું ફર્નિચર બનાવવાની સાથે ઘરેલું વપરાશ માટે દરેક જરૂરિયાતો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરું છું. હું ACનો ઉપયોગ કરતો નથી, કારણ કે તે લાકડા માટે સારું નથી. હું વ્યક્તિગત રીતે પણ ACનો ઉપયોગ કરવાનું પસંદ કરતો નથી, જેથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળે છે.”

સંદિપનું કહેવું છે કે જ્યારે કોઈ કોરોના રોગચાળો ન હતો, ત્યારે ઘણા લોકો તેમના સ્ટુડિયોમાં આવતા હતા. તેઓ કહે છે, “ગ્રાહકો પ્લાન્ટરો, પેન હોલ્ડર, લાઇટ, સીડી અને કસ્ટમાઇઝ ફર્નિચરની (Sustainable Furniture) માંગ કરે છે. હું આ વસ્તુઓ ત્યારે બનાવું છું. જ્યારે મને તે મુજબ જરૂરી લાકડાઓ મળી જાય છે. હું ફક્ત પૈસા કમાવા અથવા આ બિઝનેસને મોટો બનાવવા માટે કામ કરતો નથી. હું તેને એક કુટીર ઉદ્યોગ તરીકે જોઉં છું.” તેઓ કહે છે કે તેમણે પોતાના વ્યવસાય માટે માર્કેટિંગ પાછળ કોઈ ખર્ચ કર્યો નથી અને ન તો તેમણે કોઈ વેબસાઇટ બનાવી છે, ફક્ત મૌખિક પ્રચાર દ્વારા તેમનો વ્યવસાય આજે આટલો આગળ વધ્યો છે.

વારાણસીમાં રહેતાં એક વકીલ, નેહા ગુપ્તા, 2018થી કાઠ કાગઝનાં નિયમિત ગ્રાહક છે. તેઓ કહે છે, “મેં કાઠ કાગઝમાંથી લાકડાની જ્વેલરી, એક બેડ, ટેલિવિઝન કેબિનેટ, સ્લાઈડિંગ રોકિંગ ચેર, અને લિવિંગ રૂમ માટે ઘણું ફર્નિચર (Sustainable Furniture)ખરીદ્યુ છે. સંદીપની કાર્ય કરવાની રીત તેમના ઉત્પાદનોને ખાસ બનાવે છે. તે ખૂબ જ ઉત્સાહથી ફર્નિચર બનાવે છે, તેથી જ તેમના (Sustainable Furniture)ફર્નિચરમાં એક અલગ ફિનિશિંગ જોવા મળે છે.”

નેહા આગળ કહે છે કે તેણીએ સંદિપની પાસે એક કસ્ટમાઇઝ્ડ ટેબલ બનાવડાવ્યુ છે, જેમાં સૌથી નીચે એક આઈસ સ્ટોરેજ છે અને એક એક એવી સુવિધા છે, જેથી ટેબલ ઉપર રાખેલાં ડ્રિંક્સ ઠંડા રહી શકે છે. તેઓ કહે છેકે, “બજારમાં આવા કસ્ટમાઇઝ્ડ ફર્નિચર મેળવવું ખૂબ મુશ્કેલ છે.”

Save nature

પ્રકૃતિનું સમ્માન

સંદીપ કહે છે કે તેમની પ્રશંસા પાછળનું કારણ એ છે કે તેઓ પોતાના કામને ઘણો સમય આપે છે. ઉપરાંત, તેઓ સતત શીખતા રહે છે અને તેને પોતાના કામમાં ઢાળે છે. તેઓ વધુમાં કહે છે,“હું ખાતરી કરું છું કે મારા દ્વારા બનાવેલા ફર્નિચર (Sustainable Furniture)અથવા વસ્તુઓની ગુણવત્તામાં કોઈ કમી ન થાય. જો કામમાં થોડી ભૂલ થાય, તો હું તેને ફરીથી બનાવવાનું શરૂ કરું છું. કોઈપણ સામાન ત્યારે જ સારો બને છે, જ્યારે તમે તેને બનાવવા માટે સંપૂર્ણ સમય આપો અને તેમાં તમારી ઉર્જા લગાવીને તેને દિલથી બનાવો. નફો કમાવવા માટે બિઝનેસ કરનારા, કોઈ એક સામાનને બનાવવા માટે બહુ વધારે સમય ખર્ચ કરતાં નથી. પરંતુ, કોઈપણ રચનાત્મક કાર્ય કરવા માટે, ઘણો સમય લાગે છે અને તેથી જ મારી લાકડાની વસ્તુઓ અન્યથી અલગ હોય છે.”

એક દાખલો આપતાં સંદીપ કહે છે કે એક વખત તેમણે જોયું કે વીજળી પડવાથી ઝાડમાંથી લાકડાનો ટુકડો તૂટી ગયો હતો. તેમણે જણાવ્યુ,“તે લાકડાનો આકાર માછલી જેવો થઈ ગયો હતો. વીજળીને લીધે લાકડામાં એક કાણું પડી ગયું હતું, જે માછલીની આંખ જેવું દેખાતું હતું. મેં તે જ લાકડામાંથી ટેબલ બનાવ્યું. આ આકાર લાકડામાં કુદરતી રીતે ઉભરી આવ્યો હોવાથી બજારમાં આવી ડિઝાઇન મળવી ખૂબ જ મુશ્કેલ છે.”

તેમનું કહેવું છે કે આ ધંધો શરૂ કરવામાં તેમને કોઈ મોટા પડકારનો સામનો કરવો પડ્યો નથી. તેમણે તેને એક શોખ તરીકે શરૂ કર્યો, જે સમય જતાં વ્યવસાયમાં ફેરવાઈ ગયો. સંદિપ કહે છે,“આ એક સતત શીખવાની પ્રક્રિયા છે, જ્યાં તમારે હંમેશાં શીખવું પડે છે કે કયા સામાન નો ઉપયોગ ક્યારે કરવાનો છે અને તે અનુભવમાંથી આવે છે. હું મારી રચનાત્મકતા થી લાકડીનાં બેકાર પડેલા ટુકડાઓને ઉપયોગ કરવાને લાયક બનાવવાનો પ્રયત્ન કરું છું. મારી સાથે કેટલાક લોકો છે જે મારું કાર્ય સરળ બનાવવા માટે મદદ કરે છે.”

તે લોકોને પ્રકૃતિનું સન્માન કરવા અને પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા કહે છે. તે કહે છે, “પ્લાસ્ટિકની વસ્તુઓ લાંબી ચાલતી નથી અને કાર્બન ઉત્સર્જન પણ કરે છે. તેથી, આપણે પ્રદૂષણ ઘટાડવા માટે દરેક સ્તરે પગલાં ભરવા જોઈએ.”

અંતે તેઓ કહે છે, “કુદરત આપણને ઘણો પ્રેમ આપે છે, પરંતુ જો તેનું સન્માન કરવામાં નહીં આવે તો તે આપણને માફ પણ નથી કરતી.”

કાઠ કાગઝ વિશે વધુ જાણવા માટે, તમે તેના ઇન્સ્ટાગ્રામ પેજ ની મુલાકાત લઈ શકો છો.

મૂળ લેખ: હિમાંશુ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: નોકરીની સાથે શરૂ કર્યો ધંધો, બેરલ-ટાયરથી બનાવે છે ‘ઍન્ટિક ફર્નિચર’, કમાણી પહોંચી પગાર કરતાં પણ વધુ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon