Search Icon
Nav Arrow
Help for farmers
Help for farmers

NRI સુરેશે વતનથી દૂર રહીને પણ ભારતના ખેડૂતોની મદદ કરવાનું બીડું ઝડપ્યું

એક કરોડનું ફંડ: ભારતથી હજારો કિલોમીટર દૂર રહીને ખેડૂતોની મદદ માટે અનોખી પહેલી કરનાર NRI

દરેક વ્યક્તિને હંમેશા પોતાના વતન સાથે ખૂબ પ્રેમ હોય છે. એટલે જ વિદેશમાં સ્થાયી થયા બાદ પણ લોકો પોતાના વતનના લોકોની મદદ કરતા હોય છે. અમેરિકા સ્થિત સુરેશ એડિગા એક સોફ્ટવેર એન્જિનિયર છે. ઘણા લાંબા સમયથી ભારતથી દૂર રહેવા છતાં સુરેશ ગ્રામ્ય ભારતની વિવિધ સમસ્યાના સમાધાન માટે કામ કરે છે. સુરેશ હાલ અમેરિકાના ન્યૂ ઝર્સી ખાતે રહે છે. એવા અનેક પ્રસંગ છે જ્યારે સુરેશે લાખો કિલોમીટર દૂર રહીને પણ પોતાના વતનના લોકોની મદદ કરી છે.

સુરેશ છેલ્લા ઘણા વર્ષોથી આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને તાલિમનાડુના ખેડૂતોની મદદ કરી રહ્યા છે. હવે તેમણે ખેડૂતોના કલ્યાણ માટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનું નક્કી કર્યું છે.

“વરસાદની અનિશ્ચિતતાને કારણે ખેતીની સ્થિતિ દિવસેને દિવસે બદતર થઈ રહી છે. જોકે, અનેક મુશ્કેલી વચ્ચે ખેડૂત હાર્યાં વગર તનતોડ મહેનત કરી રહ્યો છે. આ જ કારણે આજે પૃથ્વી પર ધાન્ય છે. પરંતુ આપણે આપણા ખેડૂતોની મદદ માટે શું કરીએ છીએ? આપણે કઈ રીતે મદદ કરી શકીએ? શું તેમના પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી? શું આપણે સંભવ હોય તેવું અને કાયમી સમાધાન લાવી શકીએ. આ જ કારણ હતું કે મેં તેમના માટે ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું હતું,” તેમ સુરેશે જણાવ્યું હતું.

Suresh

‘One crore farmers fund’નો હેતુ એવો છે કે ખેડૂતોને વિવિધ મુશ્કેલીના સમયે મદદ કરી શકાય. સૌથી મોટો પ્રશ્ન ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલા છે એ અને આ કારણે તેઓ આપઘાત કરી લે છે તે છે. આ માટે એક વિગતવાર રૂપરેખા ઘડવામાં આવી છે. આ માટે ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત જે પૈસા એકઠા થશે તેને તેલંગાણા સ્થિત એક એનજીઓને આપવામાં આવશે. આ ફંડનો ઉપયોગ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ખેડૂતોના કલ્યાણ માટે કરવામાં આવશે.

આ પૈસાનો ઉપયોગ એવા ખેડૂત પરિવારને રાહત આપશે જેમના મોભીએ આપઘાત કરી લીધો હોય, આ ઉપરાંત ખેતીને વધારે આધુનિક બનાવવામાં તેમજ ખેડૂતોને યોગ્ય તાલિમ આપવા પાછળ ખર્ચવામાં આવશે. જે ફંડ એકઠું થશે તેમાંથી 30થી 40 ટકા ફંડ ખેડૂતોને આપવામાં આવશે, જ્યારે બાકીની રકમ ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળે તેની પાછળ ખર્ચવામાં આવશે. આ માટે ખેડૂતોને ખેતર પર જઈને માર્ગદર્શન આપવામાં આવશે, ખેડૂતો માટે હેલ્પલાઇન ઊભી કરવામાં આવશે.

Farmers

સોફ્ટવેર એન્જિનિયર સુરેશ વર્ષ 2000માં માસ્ટર્સની ડિગ્રી માટે અમેરિકા ગયા હતા. ત્યારથી તેઓ પોતાના વતનના લોકોને મદદ કરી રહ્યા છે. ગત વર્ષે તેમના પ્રયાસ થકી તેમણે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના ખેડૂતો માટે ફંડ એકઠું કર્યું હતું.

સુરેશે તેને ચાર મિત્રો સાથે મળીને એક સંસ્થાની સ્થાપન કરી છે. જેનું નામ i4Farmers.org એટલે કે ઇન્ડિવિઝ્યુઅલ ફોર ફાર્મર્સ, જેમાં તેઓ ખેડૂતોની મદદ માટે વિવિધ લોકોને સાથે જોડે છે.

“ગત સાત વર્ષમાં મેં આવી છથી વધુ ચળવળ ચલાવી છે. આ ચળવળ થકી મેં ખેડૂતો માાટે 2 લાખથી લઈને 21 લાખની રકમ એકઠી કરી છે. મેં અનુભવ્યું છે કે લોકોને ખેડૂતોની સમસ્યા કે સ્થિતિની કંઈ પડી નથી હોતી. આથી આપણી એ જવાબદારી બને છે કે તેમના સુધી પહોંચવું અને તેમને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ વિશે ભાન કરાવવું. એક વખત આ વાત ગળે ઉતરી જશે તો ફંડ એકઠું કરવું ખૂબ સરળ બની જશે,” તેમ સુરેશે જણાવ્યું હતું.

સુરેશ ખેડૂતો માટે એક કરોડ રૂપિયા એકઠા કરવા માટે મિલાપ પર ક્રાઉડન્ડિંગ કરી રહ્યા છે. સહાય માટે ક્લિક કરો.

મૂળ લેખ: ADITI PATWARDHAN

આ પણ વાંચો: લંડનથી અભ્યાસ કરીને ભારત પરત ફર્યાં બાદ શરૂ કરી જૈવિક ખેતી, 25 ખેડૂતોને આપી રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon