Search Icon
Nav Arrow
Food Business
Food Business

આ યુવાન વીકેન્ડમાં કરે છે ફૂડ ડિલિવરીનો ધંધો, સોમથી શુક્ર સંભાળે છે પારિવારિક બિઝનેસ

મુંબઈના વીકેન્ડ શેફ પાસેથી જાણો ઘરેથી કેવી રીતે શરૂ કરી શકો છો ફૂડ ડિલિવરી બિઝનેસ

લોકડાઉન દરમિયાન મુંબઈના રહેવાસી હન્નાન જાટુએ ફૂડ ડિલિવરી બિઝનેસ શરૂ કર્યો. આવો જાણીએ તેમણે આ બધું કેવી રીતે કર્યું.
34 વર્ષીય હન્નાન જાટુને વોટરપ્રૂફ સોલ્યૂશન્સનો બિઝનેસ છે. આ ઉપરાંત તેમને કૂકિંગનો પણ ખૂબ જ શોખ છે.

હન્નાન કહે છે કે, હું બાળપણથી જ પેશનથી કુકિંગ કરું છું. પહેલા હું મારી માતાને મદદ કરવા માટે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. પરંતુ ટૂંક સમયમાં જ કુકિંગની બૂક્સ વાંચીને વિવિધ પ્રકારના પકવાન અને મિઠાઈ બનાવવા લાગ્યો. લોકડાઉન દરમિયાન મારા બાળકો અને ઘરના અન્ય લોકો આ વાતને લઈ ઘણીવાર ચર્ચા કરતા હતા કે, તેમને ઘણી વસ્તુઓ ખાવા મળી નથી. ત્યાર બાદ હું અમારા ફેવરિટ રેસ્ટોરન્ટથી ઓર્ડર કરીએ છીએ તે વ્યંજનો બનાવવા લાગ્યો. તેમાં મોટાભાગના ઉત્તર ભારતીય વ્યંજન, બર્ગર અને બીજી અનેક વાનગીઓ સામેલ હતી. હું માત્ર મારા પરિવાર માટે જ ખાવાનું નથી બનાવતો પણ મારા પાડોશીઓને પણ ખવડાવું છું. તેમનો ફીડબેક મેળવીને મેં રેસ્ટોરન્ટ ખોલવાનો નિર્ણય કર્યો. મારા પાડોશીઓનું કહેવું હતું કે, હું જે વાનગીઓ બનાવું છું તેનો સ્વાદ બિલકુલ તેમના ફેવરિટ રેસ્ટોરન્ટ જેવો જ હોય છે.

હોમ શેફ બનવાની સફર

સપ્ટેમ્બરની શરૂઆતમાં હન્નાને પોતાના વીકેન્ડના ખાલી સમયનો સદઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને તેણે ઈટ લવ રિપિટ નામથી ફૂડ ડિલિવરી બિઝનેસ શરૂ કર્યો. તેઓ કહે છે કે, સર્વિસ શરૂ કરતા પહેલા મેં મારી સ્કીલને થોડી વધુ સારી બનાવી. અમુક વાનગીઓ બનાવવામાં હું પહેલેથી જ નિપુણ હતો. પરંતુ હું અમુક અને નવા વ્યંજનો બનાવતા શીખ્યો. નવી રેસિપી શીખવા માટે મેં અનેક કુક બુક અને ઓનલાઈન વિડીયો જોયા. જો કોઈ સામગ્રી મારા ઘરે રસોડામાં ના હોય તો હું તે વાનગી મારી રીતે બનાવતો હતો. તેને હું મારા પરિવાર અને આસપાસના લોકોને ખવડાવતો હતો.

Food Business
હન્નાન જાટુ

ખાવાનું બનાવવાને લઈ એકવાર જ્યારે હન્નાન આત્મવિશ્વાસ આવી ગયો ત્યારે તેમણે ગ્રાહકોને પીરસી શકે એવી 100 વાનગીનું એક મેન્યૂ તૈયાર કર્યું. આજે હન્નાન સોમવાથી શુક્રવાર સુધી પરિવારનો બિઝનેસ સંભાળે છે અને વીકેન્ડમાં શેફ તરીકે કામ કરે છે.

આવો જાણીએ કે તમે પણ ઘરે બેઠા કેવી રીતે ફૂડ ડિલિવરી બિઝનેસ શરૂ કરી શકો

સ્ટેપ 1: કુકિંગમાં નિપુણતા કેળવો

ફૂડ બિઝનેસ શરૂ કરવા માટે કુકિંગમાં નિપુણતા હોવી જરૂરી છે. હન્નાન કહે છે કે, જો તમે ગ્રાહકોની પસંદનું ભોજન નહીં બનાવો તો ગ્રાહક બીજીવાર ઓર્ડર આપશે નહીં. જેથી તમને જે વાનગી બનાવતા આવડતી હોય તેને સારી રીતે જ બનાવો, સાથે જ નવી વાનગી બનાવતા પણ શીખો. જ્યારે મને સારી રીતે બનાવવાની રીત અને સ્વાદને જાણી ગયા બાદ મેં મારા મેન્યૂમાં કુનાફા અને બર્ગર જેવી નવી વાનગી સામેલ કરી. તેના માટે મેં રેસિપીને ત્રણ ચાર વાર બનાવીને પ્રેક્ટિસ કરી હતી.

સ્ટેપ 2: મેન્યૂને ઉત્તમ બનાવો

આમ તો અલગ-અલગ પ્રકારના વ્યંજનોનું લિસ્ટ બનાવવું જરૂરી છે. પરંતુ એક જ સમયમાં તમામ વાનગીઓ બનાવીને હન્નાન થાકવા માગતા નથી. જેથી તેમણે 100 વાનગીઓની યાદી તૈયાર કરી છે. જેમાં તે દર વીકેન્ડ પર માત્ર 5 કે 6 પ્રકારની વાનગી બનાવતો હતો. તેઓ કહે છે કે, દર વીકેન્ડે કંઈક નવીન હોવું જોઈએ અને તમામ વાનગી એક એકથી ચડીયાતી હોવી જરૂરી છે. દાખલા તરીકે જો હું એક વીકેન્ડમાં બર્ગર બનાવીને પીરસી રહ્યો હોય તો તેની સાથે મેં ડેઝર્ટના રૂપમાં ગુલાબ જાંબુ નહીં પણ કુકી-ડોટ બ્રાઉની કે ફજ બ્રાઉની તૈયાર કરીશ.

Food Business

સ્ટેપ 3: બિઝનેસનું એક નામ પસંદ કરો અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર લાવો

પરિવાર અને મિત્રો સાથે ચર્ચા-વિચારણા બાદ હન્નાને પોતાની સર્વિસનું નામ ઈટ લવ રિપીટ(ELR) રાખ્યું છે. તેમણે આ નામથી ઈન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું છે. જ્યાં તે નવા નવા ગ્રાહકોને આકર્ષિત કરી શકે છે અને તેની પાસેથી ઓર્ડર લઈ શકે છે. હન્નાન કહે છે કે, ઈન્સ્ટાગ્રામ પેજ પર મેં વ્યંજનોના ટીજર શેર કરીને યુઝર્સને જોડ્યા છે. હું મારા મિત્રો અને પરિવારના લોકોને વોટ્સએપ ગ્રુપ દ્વારા બીજા લોકો સુધી તેનો ફેલાવો કરવા માટે અનુરોધ પણ કરું છું. મારા ડિઝાઈનર કાકાની મદદથી મેં મારો બિઝનેસ લોગો ડિઝાઈન કર્યો અને ડિલિવરીના સ્ટીકર પણ છપાવ્યા.

સ્ટેપ 4: બિઝનેસ સ્ટ્રેટેજી અને વાનગીના ભાવ નક્કી કરો
હન્નાન પોતે પણ તમામ વાનગીઓ બનાવતા હોવાથી તેઓ એક સાથે અનેક વાનગી ઓફર કરતા નથી. તેઓ વીકેન્ડ છોડીને બાકીના સમયમાં પોતાના મુખ્ય કામ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. જેથી તેમણે માત્ર વીકેન્ડ પર જ ડિલિવી કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકો પહેલેથી જ ઓર્ડર આપી શકે તે માટે હું દર મંગળવારે તે વીકની વાનગીઓનું મેન્યૂ રજૂ કરી દઉં છું. તેનાથી મને જરૂરી સામાન અને પેકેજિંગ મટિરિયલ ખરીદવાનો સમય મળી જાય છે અને ભોજનનો બગાડ પણ થતો નથી. આ ઉપરાંત દર અઠવાડીયે માત્ર 3થી 5 પ્રકારની વાનગી જ ઓફર કરું છું. હન્નાન કહે છે કે, વાનગીઓ બનાવવા અને તેને પેક કરવા માટે ખરીદવામાં આવેલા સામાનના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે.

સ્ટેપ 5: ડિલિવરીની રીત નક્કી કરો

સ્વિગી જિની, ડુંજો અને અન્ય સ્થાનિક સેવાઓની મદદથી હન્નાન પોતાના ગ્રાહકોને ફૂડ ડિલિવર કરે છે. ડિલિવર ચાર્જ જે તે સ્થળના આધારે અલગ અલગ હોય છે અને તે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવે છે. હન્નાન કહે છે કે, ભોજનને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત માઈક્બોવાઈબલ કન્ટેનરોમાં પેક કરવામાં આવે છે. આ કન્ટેનરનો અનેક પોપ્યુલર રેસ્ટોરન્ટ પણ ઉપયોગ કરે છે. ખાતા પહેલા આ કન્ટેનરોમાંથી ભોજન બહાર કાઢીને તેને બીજીવાર ગરમ પણ કરી શકાય છે. આ ઉપરાંત બોક્સ સારી ક્વોલિટીના હોય છે અને ઘર પર તેનો બીજીવાર પણ ઉપયોગ કરી શકાય છે. ડિલિવરી દરમિયાન હું બ્રાન્ડ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કન્ટેનર પર પોતાના બિઝનેસ સ્ટિકર પણ લગાવું છું.

શરૂઆતમાં હન્નાને ત્રણ સાઈઝના 100 બોક્સ ખરીદ્યા હતા. જેમાં બે મુખ્ય વ્યંજનો અને મિઠાઈ(8 અને 7 રૂપિયા) અને એખ સોસ-ડિપ્સ(4 રૂપિયા)સર્વ કરવા માટે હતા. તેઓ આ બોક્સને જથ્થાબંધ ખરીદવાની સલાહ આપે છે. જેને કારણે તે સસ્તા પડે છે અને ઓર્ડર મુજબ તેની ક્વોલિટી પણ વધી જાય છે.

અંતમાં હન્નાન કહે છે કે, તમે જે કંઈ બનાવો છો, તેના પર વિશ્વાસ અને ધૈર્ય રાખો, કારણ કે કોઈપણ બિઝનેસ શરૂઆતમાં હિટ થતો નથી. મને શરૂઆતમાં માત્ર અમુક જ ઓર્ડર મળતા હતા. પરંતુ સમયની સાથે સાથે તેમાં સુધારો થવા લાગ્યો અને મને વીકેન્ડમાં ઓછામાં ઓછા 10 ઓર્ડર મળી જાય છે. જો તમે મુંબઈમાં રહેતા હોય તો તમે પણ ઓર્ડર આપી શકો છો. દર અઠવાડીયે તેઓ શું બનાવવાના છે તે જાણવા માટે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો. હોમ ડિલિવરીનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકાય છે તે અંગે જાણવા માટે તમે તેને elrbychefnaan@gmail.com પર ઈમેઈલ કરી શકો છો.

મૂળ લેખ: અનૂપ કુમાર સિંહ

આ પણ વાંચો: સુરતના આ પ્રજ્ઞાચક્ષુ સંદિપભાઈએ જીવતાં જોયું મોત છતાં ન હાર્યા, 500 રૂપિયાના પાપડથી શરૂ કર્યો વ્યવસાય

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon