Placeholder canvas

બાંચા ગામઃ દેશનું પહેલું એવું ગામ જ્યાં તમામ ઘરોમાં સૌર ઉર્જાથી બને છે રસોઈ

બાંચા ગામઃ દેશનું પહેલું એવું ગામ જ્યાં તમામ ઘરોમાં સૌર ઉર્જાથી બને છે રસોઈ

દેશના આ નાનકડા ગામમાં 5 વર્ષ પહેલાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું બાંચા ગામ દેશનું પહેલું એવું ગામ છે, જ્યાં કોઈ ઘરમાં ચૂલા કે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો નથી. જાણો કેવી રીતે બદલાયું આ આદિવાસી બહુમતી ધરાવતા ગામનું ભાગ્ય!

YouTube player

આ પણ વાંચો: પ્લાસ્ટિકના કચરામાંથી લોકોને ઉપયોગી વસ્તુઓ બનાવી આપે છે વડોદરાના ભાઈઓ, કચરો આપો વસ્તુ લઈ જાઓ

બાંચા ગામ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં આવેલું છે. જો કે તે એક સામાન્ય ગામ જેવું જ છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આ ગામે દેશમાં એક અલગ જ ઓળખ બનાવી છે. વાસ્તવમાં, આ ભારતનું પહેલું ધુમાડા રહીત ગામ છે અને ન તો ઘરમાં સ્ટવ છે અને ન તો કોઈને એલપીજીની જરૂર છે.

બાંચા ગામના તમામ 74 ઘરોમાં ખોરાક રાંધવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે. અગાઉ અહીંના લોકોને રસોઈ બનાવવા માટે જંગલમાંથી લાકડા કાપવા પડતા હતા, જેના કારણે પર્યાવરણને પણ ઘણું નુકસાન થતું હતું.

આ અંગે સ્થાનિક અનિલ ઉઈકેએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, “અમે પહેલા રસોઈ બનાવવા માટે જંગલમાંથી લાકડા લાવતા હતા. દરરોજ ઓછામાં ઓછા 20 કિલો લાકડાની જરૂર પડતી હતી અને દરરોજ સવારે અમારું પહેલું કામ જંગલમાંથી લાકડાં લાવવાનું જ રહેતું.

તેમણે વધુમાં ઉમેર્યું, “અહીંના લોકો ખેતી અને મજૂરી કરે છે અને જંગલમાંથી લાકડાં લાવવામાં ઘણો સમય વેડફાતો પણ હતો. અમને સરકારી ગેસ કનેક્શન મળતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે લોકો ગેસ ભરી શકતા ન હતા. તે જ સમયે, જેઓ સક્ષમ હતા, તેઓને રસોઈ દરમિયાન જ ગેસ સમાપ્ત થવાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં બાંચા ગામ ખેતી સિવાય વીજળીની બાબતમાં સંપૂર્ણ સ્વનિર્ભર બની ગયું છે અને સોલાર પેનલ માત્ર મહિલાઓ માટે જ નહીં, પણ બાળકોને ભણવામાં પણ મદદ કરી રહી છે. આમ ગામને એક નવી પ્રેરણા મળી છે.

અનિલે કહ્યું, “ગામની મહિલાઓ સોલાર પેનલ લગાવવાને કારણે ઘણો સમય બચાવી રહી છે અને તે સમય તેઓ અન્ય કામો માટે વાપરી રહી છે. તેમને હવે ધુમાડાથી રાહત મળી છે, જે ઘણા રોગોનું મૂળ પણ છે. ઉપરાંત, વાસણો હવે કાળા નથી પડી જતા.”

તેઓ આગળ જણાવે છે કે , “અમારા ગામમાં હવે વીજળીની કોઈ સમસ્યા નથી. જેના કારણે બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર પડતી નથી. IIT મુંબઈ દ્વારા તેમને સ્ટડી લેમ્પ પણ આપવામાં આવ્યા છે.

પરિવર્તનની આ સફર કેવી રીતે શરૂ થઈ
આ પરિવર્તનની શરૂઆત છાપાની નાનકડી એક ખબરથી થઈ. વાસ્તવમાં, 2016-17માં, ONGC, ભારત સરકારે સોલર ચૂલ્હા ચેલેન્જ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન IIT મુંબઈના વિદ્યાર્થીઓએ એવો સ્ટવ બનાવ્યો હતો, જે સૌર ઉર્જાથી ચાલી શકે છે. તેમની ડિઝાઇનને સ્પર્ધામાં પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું.

સ્થાનિક અખબાર દ્વારા બાંચા ગામમાં શિક્ષણ, પર્યાવરણ અને જળ સંરક્ષણની દિશામાં પહેલેથી જ કાર્યરત એનજીઓ “ભારત-ભારતી શિક્ષણ સમિતિ” ના સચિવ મોહન નાગરને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તેમણે ગામમાં સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું. સ્થાપિત કરવા માટે IIT મુંબઈ સાથે વાતચીત શરૂ કરી.

મોહન નાગરે કહ્યું કે, “IIT બોમ્બેએ સૌર ઊર્જાનું ઇન્ડક્શન મોડલ બનાવ્યું હતું. તે પરિવાર માટે બે સમયનું ભોજન સરળતાથી બનાવી શકે છે. જ્યારે મને ખબર પડી ત્યારે મેં તેમની સાથે વાત કરી. પરંતુ સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ઘણો વધારે હતો. જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી હતી.”

તેમણે વધુમાં કહ્યું, “એક સોલાર પેનલની કિંમત લગભગ 70,000 રૂપિયા હતી અને અહીંના લોકો માટે આટલો ખર્ચ કરવો શક્ય નહોતો. કોઈ ઉકેલ ન મળતાં અમે ONGCનો સંપર્ક કર્યો અને કહ્યું કે અમે તેનો ઉપયોગ બાંચા આદિવાસી ગામમાં કરવા માંગીએ છીએ. તેઓએ તેના માટે હા પાડી અને અમને CSR દ્વારા ભંડોળ મળ્યું.”

બાંચા ખાતે સોલાર પેનલ્સની સ્થાપના સપ્ટેમ્બર 2017 માં શરૂ થઈ હતી અને ડિસેમ્બર 2018 સુધીમાં કામ પૂર્ણ થયું.

Bancha Solar Village

આ પણ વાંચો: એક જીન્સ બનાવવામાં વપરાય છે 10000 લીટર પાણી, સુરતનું આ સ્ટાર્ટઅપ બનાવે છે માત્ર 10 લીટરમાં

“બાંચા ગામના લોકો પહેલા જંગલમાંથી લાકડા લાવતા હતા. આનાથી જંગલોને તો ઘણું નુકસાન થયું હતું, પરંતુ રસોઈ વખતે ધુમાડાને કારણે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી હતી. તેઓ સદીઓથી જંગલો પર નિર્ભર હતા, તેથી તેમના જીવન જરૂરિયાતના આ કાર્યને સૌર ઊર્જામાં રૂપાંતરિત કરવું તે અમારા માટે એક મોટો પડકાર હતો. પરંતુ, જેમ જેમ લોકોને તેના ફાયદાની જાણ થઈ, તેઓએ તેને અપનાવવાનું શરૂ કર્યું.

શું છે વિશેષતા
IIT બોમ્બેના બંચા ગામ પ્રોજેક્ટના ટેકનિકલ મેનેજરના જણાવ્યા અનુસાર, તેમાં દિવસમાં ત્રણ યુનિટ વીજળી છે, જે ચાર-પાંચ લોકોના પરિવાર માટે સરળતાથી ભોજન બનાવી શકે છે.

એક સેટઅપમાં ચાર પેનલ છે. સ્ટવનું વજન એક કિલો છે અને તેમાં તાપમાન બદલવા માટે ત્રણ સ્વીચો છે.

મોહને કહ્યું કે, “આ સ્ટવ પર બંને સમયનું ભોજન સરળતાથી તૈયાર થઈ જાય છે. રસોઈ ઉપરાંત ટીવી, બલ્બ, પંખા ચલાવવામાં પણ લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

જો કે વરસાદની મોસમમાં સોલાર પેનલથી વીજળી ઉત્પન્ન કરવામાં પણ સમસ્યા સર્જાય છે. આ વિશે મોહન કહે છે, “કેટલીકવાર વરસાદની મોસમમાં બે-ત્રણ અઠવાડિયાં સુધી સૂરજ બરાબર ઊગતો નથી. જેના કારણે બેટરી યોગ્ય રીતે ચાર્જ થઈ શકતી નથી. આ સિવાય લોકોને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.”

મોહન કહે છે કે લોકોને સોલાર પેનલની વધુ જાળવણીની જરૂર નથી અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી તમામ પેનલ સરળતાથી ચાલી રહી છે. IIT મુંબઈએ ગામના બે લોકોને રિપેરિંગની ટ્રેનિંગ પણ આપી છે.

સૌર ઉર્જા આપી શકે છે ઘણી રાહત
IIT બોમ્બેના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના સ્થાપક ચેતન સિંહ સોલંકી કહે છે કે, “આજે દેશમાં LPG સિલિન્ડરના ઉપયોગથી દર મહિને 45-50 કિલો કાર્બન ડાયોક્સાઇડ ગેસનું ઉત્સર્જન થાય છે.  જો આપણે સૌર ઉર્જા અપનાવવાનું શરૂ કરીએ તો તે નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

તેમનું કહેવું છે કે બાંચા ગામમાં સ્થાનિક લોકોની ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ હતી. આ જ કારણ છે કે આટલા વર્ષો પછી પણ તમામ સોલર સિસ્ટમ યોગ્ય રીતે ચાલી રહી છે. નહિંતર, ઘણીવાર એવું જોવા મળે છે કે રસ્તાઓ પર સોલાર લાઇટ લગાવવામાં આવે છે, પરંતુ તેનો લાંબા સમય સુધી ઉપયોગ થતો નથી.

તેઓ આગળ જણાવે છે કે,“ટેક્નોલોજીનો વિકાસ કરવો અને તેનું સ્થાનિકીકરણ એ બે અલગ-અલગ બાબતો છે. બાંચા ગામમાં અમારો પ્રયોગ લોકભાગીદારીના કારણે જ આટલી સફળતા મેળવી શક્યો છે. આનાથી લોકોના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે અને ટેક્નોલોજીનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

વાસ્તવમાં, જનભાગીદારી દ્વારા પોતાને આત્મનિર્ભર બનાવવામાં આદિવાસી બહુલ ગામ બાંચા દ્વારા પ્રાપ્ત થયેલી સફળતા દેશના તમામ ગામો માટે એક ઉદાહરણ છે.

તમે 9425003189 પર મોહન નાગરનો સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: આદિવાસીઓને રોજગાર મળે તે માટે સામાજિક કાર્યકર્તાએ વાંસની સાયકલની શોધ કરી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X