Search Icon
Nav Arrow
Innovation
Innovation

ખેડૂતનો આવિષ્કારઃ ચંપાના બીજમાંથી તેલ કાઢી તેનાથી જ ખેતરમાં ચલાવે છે મોટર પંપ!

જો કોઈ ખેડૂતના ખેતરમાં સુલ્તાન ચંપાના બે ઝાડ હોય તો, તે તેમનો ડીઝલનો ખર્ચ ઓછો કરી શકે છે.

છેલ્લાં કેટલાક વર્ષમાં ઉર્જા ક્ષેત્રે ઘણી જાગૃકતા આવી છે. હવે ભારત સરકારનો પ્રયત્ન છે કે, ઇંધણના ક્ષેત્રે પણ કામ થાય. વર્ષ 2018માં નેશનલ પોલિસી ઓન બાયો ફ્યુઅલ પણ બનાવવામાં આવ્યું છે. તે પોલીસી અંતર્ગત દેશમાં પ્લાસ્ટિક, સોલિડ વેસ્ટ, કૃષિ અપશિષ્ટ અને છોડ દ્વારા ઉર્જા અને ઇંધણ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

આપણા દેશમાં ઉર્જાના ક્ષેત્રમાં વધારે કામ થયું નથી. ઉર્જાના વિકલ્પ તરીકે જો બાયો ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે તો આપણા દેશનો વિકાસ સારો થઈ શકે છે. અને ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે.

રસપ્રદ વાત છે કે, તામિલનાડુના એક ખેડૂત કેટલાક વર્ષથી પોતાની ખેતીમાં બાયો ફ્યુઅલનો ઉપયોગ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ નાગપટ્ટિનમના કિલવેલૂર તાલુકાના એક ગામમાં રહેતાં સી રાજેશખરનની. છેલ્લાં 10 વર્ષથી રાજેશખરન પોતાના ખેતરમાં રાખેલાં પંપના એન્જિન માટે સુલ્તાન ચંપા (Calophyllum inophyllum) નામના ઝાડના ઓઇલનો ઉપયોગ કરી રહ્યાં છે. તે પોતાના મોટર પંપની 5HP મોટરને ચલાવવા માટે આ ઓઇલનો ઉપયોગ કરે છે.

રાજશેખરને ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ”9-10 વર્ષ પહેલાં તેમની જમીન ઉજ્જડ હતી, પણ તેને ફળદ્રુપ બનાવવા માટે જૈવિક ખેતીની રીત અપનાવી હતી. આજે તેમની આ 5 એકરની જમીનમાં 35 પ્રકારના ઝાડના બગીચા છે.”

Farmer

પોતાની જૈવિક રીતની સાથે-સાથે રાજશેખરન બાયો ફ્યૂઅલના ઉપયોગ માટે પણ ઓળખાય છે. તેમણે જણાવ્યું કે, ” લગભગ 10 વર્ષ પહેલાં અમારા વિસ્તારમાં ડીઝલની ખૂબ જ સમસ્યા હતી. તે સમયે મને ખબર પડી કે ચેમ્બુરમાં લોકો સુલ્તાન ચંપાના ઓઇલનો વાહનોમાં ઉપયોગ કરે છે. અમારે ત્યાં નારિયેળ ઓઇલનો પણ આ કામમાં ઉપયોગ થાય છે. ત્યારે મારે ત્યાં પણ સુલ્તાન ચંપાનું ઝાડ હતું અને હું પણ ટ્રાય કરવા માટે વિચારતો હતો.

સુલ્તાન ચંપાનું ઝાડ અલગ અલગ નામથી જાણીતું છે. તેના ફળને સૂકવીને તેમાંથી ઓઈલ નીકળે છે અને આ ઓઈલનો બાયો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરી શકાય છે. રાજશેખરને જ્યારે તેનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે, તેમને કોઈ સાયન્ટિફિક વિધિ ખબર નહોતી, પણ તે માત્ર પ્રયત્ન કરતા રહ્યા હતાં.

તેઓ કહે છે કે, ”જો કોઈ ખેડૂતના ખેતરમાં સુલ્તાન ચંપાના બે ઝાડ છે, તો તેમના ડીઝલનો ખરચો ઓછો થઈ શકે છે. ખેડૂતને વધારે મહેનત કરવાની જરૂર નથી. સુલ્તાન ચંપાનું ઝાડ જેટલું જૂનું હશે એટલી વધારે ઉપજ આપે છે અને તેનો છાંયો પણ વધારે હોય છે. તે મધમાખી અને ચામાચિડીયાને આકર્ષિત કરે છે. મધમાખીને લીધે તેમાં પોલિનેશન હોય છે. તો ચામાચિડીયા તેના ફળને ખાય છે અને તેમાંથી નીકળતાં બીજ નીચે પડી જાય છે.”

Gujarat

”આ બીજને ભેગાં કરી 10 દિવસ સૂકવવામાં આવે છે. બીજ સુકાઈ જાય છે અને તેની અંદરથી કર્નેલ નીકળે છે. તે કર્નેલને 10 દિવસ સૂકવવામાં આવે છે. સૂકવ્યા પછી તેમાંથી તેલ કાઢી શકાય છે. તમે તમારી નજીકમાં ઓઇલ કઢાવી શકો છો.”

રાજશેખરન મુજબ, એક કિલો સુલ્તાન ચંપાના બીજમાંથી લગભગ 800 મિલિ લીટર ઓઇલ નીકળે છે અને તેની કિંમત પણ વધારે હોતી નથી. પોતાના 5 એકરના ખેતર માટે તે 5 HPની મોટર પંપનો ઉપયોગ કરે છે. જેમાં તેમણે આ ઓઇલ નાખ્યું અને એક કલાકમાં 600 મિલી ઓઇલનો વપરાશ થયો હતો.”

”આ ઓઇલમાંથી બાયો ડીઝલ કેવી રીતે બને છે, તેની મને ખબર નથી. મેં હંમેશા સીધો જ ઉપયોગ કર્યો અને રિઝલ્ટ પણ ઘણું સારું મળ્યું હતું. ડીઝલ અને આ ઓઇલમાં મને કોઈ ફર્ક લાગતો નથી, પણ આના ઉપયોગથી ધૂમાડો ઓછો નીકળે છે અને કાટ પણ ઓછો લાગે છે. રાજશેખરને કહ્યું કે, તેમના મુજબ, ઓઇલ કાઢ્યા પછી જે અપવિશ્ય વધે છે, તે ખેતરમાં ખાદ્ય તરીકે ઉપયોગ કરી શકાય છે.

તેઓ કહે છે કે, ”ખેડૂતોએ આ ઓઇલનો ઉપયોગ કરતી વખતે માત્ર એક સાવધાની રાખવાની જરૂર છે કે, તેઓ વધુ સ્પીડવાળા એન્જિનમાં આનો ઉપયોગ કરે નહીં. તેમનું કહેવું છે કે, ખબર નહીં આ ઓઇલ કઈ પ્રકિયાથી બાયોડીઝલ બની શકે છે અને તેના ઉપયોગથી તેમણે ઘણું શીખવા મળ્યું છે. એટલે તે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાનું કહેતા નથી.”

Gujarati News

તેમના આ ઓઇલ વિશે આસપાસના ખેડૂતોને જાણ થતાં તે રાજશેખરનના ફાર્મ હાઉસ પર પહોંચવા લાગ્યા હતાં. રાજશેખરનના વિસ્તારના ઘણાં ખેડૂતોએ આ ટેક્નીકને સ્વીકારી અને તેમણે પણ આનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું કે, તેમણે લગભગ 500 ખેડૂતોને સુલ્તાન ચંપાના બીજ વહેંચ્યા છે. જેને તે પોતાના ખેતરમાં ઉગાડી શકે. તાડના ઝાડની જેમ સુલ્તાન ચંપાના ઝાડ પણ તમને રોડ પર જોવા મળે છે કેમ કે, ખેડૂતોને તેના મહત્ત્વ વિશે ખબર હોતી નથી એટલે તે ઉગાડતાં નથી.

જોકે, ગાજા સાયક્લોન વખતે, તેમના ખેતરમાં ઘણું નુકસાન થયું હતું અને અત્યારે તે પોતાના ફાર્મે ફરી તૈયાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે, અત્યારે તે નિયમિત રીતે આ ઓઇલનો ઉયોગ કરી શકતા નથી, પણ આવા ઘણાં ખેડૂતો છે જે તેમના વિસ્તારમાં ઓઇલને સફળ રીતે ઉપયોગમાં લઈ રહ્યા છે. જો કોઈ રાજશેખરનને પોતાના ફાર્મ પર આ ઓઇલનો ઉપયોગ જણાવવા બોલાવે છે, ત્યારે તેઓ જાય છે. અત્યારે તેમનું ધ્યાન ફરીથી પોતાના ફાર્મને પહેલાં જેવું હર્યું ભર્યું બનાવવામાં છે અને એકવાર ફરી સુલ્તાન ચંપાના ઝાડ ઉગાડવા છે.

સારી વાત છે કે, સુલ્તાન ચંપાના ઓઇલ અંગે વૈજ્ઞાનિક અધ્યયન પણ થઈ રહ્યા છે અને તે વાત પુષ્ટી થઈ ગઈ છે કે, આ બાયો ફ્યુઅલ તરીકે કામ કરી શકાય છે.

અંતમાં રાજેશખરને કહ્યું કે, ”જો તંત્ર સ્થાનિક રીતે ઉપલબ્ધ આ દેશી ઝાડનું અધ્યયન કરે અને ખેડૂતોને યોગ્ય ટેક્નીક પહોંચાડે તો દેશમાં ડીઝલ અને પેટ્રોલ માટે સારો વિકલ્પ છે.”

જો તમે રાજશેખરન પાસેથી આ અંગે વધુ જાણવા માગો છો તો તેમને 97510 02370 નંબર પર મેસેજ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મકાઈનાં છોતરાંમાંથી બનાવી Eco-Friendly Pen, કિંમત માત્ર 10 રૂપિયા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon