Search Icon
Nav Arrow
Mango Farming
Mango Farming

એકજ આંબા પર 22 જાતની કેરીઓ ઉગાડી ઑટો મિકેનિક કમાયો 50 લાખ રૂપિયા

નોકરીમાં બદલી થતાં મિકેનિકનું કામ છોડી ખેતી કરવાનું નક્કી કર્યું. આજે પોતાના 20 એકરના ખેતમાં ફળોની નર્સરી ચલાવી સૂકા વિસ્તારમાં બધા ખેડૂતોને પણ જોડ્યા પોતાની સાથે.

મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારના કાકાસાહેબ સાવંતે લગભગ 10 વર્ષ સુધી પૂણેની મોટી-મોટી ઑટોમોબાઈલ કંપનીઓમાં મિકેનિક તરીકે કામ કર્યું છે. પરંતુ તેઓ એક મિકેનિક તરીકે નહીં પરંતુ સફળ ખેડૂત તરીકે ઓળખાય છે. તેમની એક નર્સરી છે, જેનાથી તેમને વર્ષે 50 લાખની કમાણી થાય છે.

43 વર્ષીય સાવંત જણાવે છે, “આજથી 10 વર્ષ પહેલાં, જ્યારે મેં હાફુસ કેરીના છોડ વાવ્યા હતા, ત્યારે લોકો મારા પર હસતા હતા. તેમને લાગતું હતું કે, હાફુસ માત્ર કોંકણમાં જ ઉગાડી શકાય છે, કારણકે કોંકણ વિસ્તાર હાફુસ માટે બહુ જાણીતો છે.”

સાવંતના બે ભાઈ છે, જે પ્રાથમિક સ્કૂલ શિક્ષક છે. તેમના પરિવાર પાસે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકા પાસે એક ગામમાં 20 એકર જમીન છે. આ વિસ્તાર એક દુષ્કાળગ્રસ્ત છે.

તેમનું ગામ અંતરલ, ઝાટ શહેરથી 15 કિમી દૂર છે, જેમાં લગભગ 280 પરિવાર રહે છે. આ ગામમાં પ્રાકૃતિક રૂપે ફળદ્રુપ કાળી માટી જોવા મળે છે. આ તાલુકામાં 125 ગામનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે અહીં 570 મિમી વરસાદ દર વર્ષે પડે છે. આ વિસ્તારમાં ખેતી માટે લોકો સંપૂર્ણપણે વરસાદ પર જ નિર્ભર છે. તેમને સ્થાનિક લોકો ‘હંગામી શેતી’ કહે છે. હંગામી એટલે સિઝનલ અને શેતી એટલે ખેતી.

અહીંના ખેડૂત, દ્રાક્ષ કે દાડમ ઉગાડતા હતા અને કેરીની ખેતીને મુશ્કેલ સમજતા હતા. અહીંના ખેડૂતો બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, દાળ વગેરે ઉગાડે છે.

Organic farming

સાવંતને ઔધ્યોગિક પ્રશિક્ષણ સંસ્થા (ITI) થી ડિપ્લોમા કર્યું હતું, ત્યારબાદ તે એક ઑટોમોબાઈલ મિકેનિક તરીકે કામ કરવા લાગ્યા. તે કહે છે, “ખેતી સાથે જોડાયા પહેલાં મેં સાંગલીમાં એક ટેક્નિકલ સંસ્થામાં ફેકલ્ટી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે બદલી થઈ, ત્યારે મેં મારા ગામ પાછા ફરવાનું અને ખેતી કરવાનો નિર્ણય લીધો.”

તે જણાવે છે, “મને મારા નિર્ણય પર કોઈ પછતાવો નથી, કારણકે આજે હું બહુ સારુ કમાઉં છું. સાથે-સાથે, મારી નર્સરીના છોડના કારણે મારા તાલુકામાં પણ હરિયાળી થઈ ગઈ છે. મારી નર્સરીમાંથી ઘણા ખેડૂતોની સાથે સ્કૂલો અને પંચાયત ઑફિસથી પણ લોકો છોડ લઈ જાય છે.”

Gujarati News

ફળોની નર્સરી
સાવંતે વર્ષ 2010 માં એક કેરીનો બગીચો બનાવ્યો અને પાંચ વર્ષ બાદ તેમને છોડની નર્સરીનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો. ત્યારબાદ તેમણે 2015 માં ‘શ્રી બંશંકરી રોપ વાટિકા’ ના નામથી નર્સરીની શરૂઆત કરી. તે કૃષ્ણા નદીની મ્હૈસલ સિંચાઈ યોજના મારફતે પોતાની નર્સરીના છોડ માટે પાણી લાવે છે, જેના માટે તેમણે ચાર કિમીની બે પાઈપ લાઈન પણ લગાવી છે. આ સિવાય, તેમણે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવેલ સબ્સિડી સાથે એક તળાવ પણ બનાવડાવ્યું છે.

અત્યારે, સાવંતનો પરિવાર બનાલી ગામમાં રહે છે, જે અંતરલથી પાંચ કિમી દૂર આવેલ છે. સાવંત કહે છે, “આજકાલ અંતરલ ગામમાં અમારું ઘર બની રહ્યું છે. એક-બે મહિનામાં ઘર બનીને તૈયાર થઈ જશે અને પછી અમે આખા પરિવાર સાથે અહીં શિફ્ટ થઈ જઈશું.”

સાવંતના પરિવારની કુલ 20 એકર જમીનમાં નર્સરી છે, જેમાં અલગ-અલગ ફળના છોડ છે. 10 એકરમાં માત્ર કેસર કેરી વાવેલ છે, જ્યારે બાકીના 10 એકરમાં ચીકુ, દાડમ, સીતાફળ, જામફળ, આમલી વગેરેનાં ઝાડ છે.

સાવંતની નર્સરીમાં એક એકર જગ્યામાં એક શેડ-નેટ લગાવેલ છે. આ શેડ વિસ્તારમાં કેરીના છોડ, એટલે કે, મધર પ્લાન્ટ્સ વાવમાં આવે છે. કેસર જાતના આ મૂળ છોડથી જ રાયવાલ કેરીની જાત માટે રૂટસ્ટૉક્સ માટે કલમો તૈયાર કરવામાં આવે છે.

Value edition

દર વર્ષે , પ્રતિ એકર 2 ટન કેરીની ફસલ ઉગાડે છે. આ રીતે 10 એકરના હિસાબે, કુલ 20 ટન કેરી ઉગાડે છે. તે સૂકા વિસ્તારમાં કેરી વાવી બીજા ખેડૂતો માટે આદર્શ બની ગયા છે. એક ઑટોમોબાઈલ મિકેનિકથી ખેડૂત બનેલ સાવંત, આજે એક કૃષિ ઉદ્યમી બની ગયા છે. તેમના ખેતર અને નર્સરીથી 25 અન્ય લોકોને પણ રોજગાર મળી રહ્યો છે.

સાવંતે પોતાની નર્સરી અને કેરીના બગીચાને વધારે સારો બનાવવા માટે ઘણી સરકારી યોજનાઓમાંથી સબ્સિડીનો લાભ લીધો. જાટ તાલુકાના કૃષિ અધિકારી, તુકરામ કોલેકર કહે છે, “જ્યાં સુધી સાવંતે નર્સરી શરૂ નહોંતી કરી, ત્યાં સુધી કોલ્હાપુર કે કોંકણથી આંબાના છોડ લાવવા પડતા હતા. તો આ સિવાય, આ વિસ્તારમાં કેરીના છોડ વાવવામાં ખર્ચ બહુ થતો હતો. મોટાભાગના છોડ કરમાઈ જતા હતા, જેના કારણે લોકો કેરીના છોડ વાવતા નહોંતા. હવે આ વિસ્તારમાં 50 એકર કરતાં વધારે જમીન પર કેસર કેરીના આંબા લાગી ગયા છે. “

સાવંત લગભગ 40 થી 70 રૂપિયા પ્રતિ છોડની કિંમત પર કેરીના છોડ વેચે છે, જેનાથી તેમને દર વર્ષે લગભગ 2 લાખનો નફો થાય છે. તેની સાથે-સાથે તેઓ લગભગ એક લાખ સીતાફળ, જાંબુ, અંજીર, ચીકુ, જામફળ, આમલી અને લીંબુના છોડ વેચે છે.

ગ્રાફ્ટિંગ કરી કેરીના છોડ વાવવા
સાવંતે કેટલાક એવા માળીઓને કામ પર રાખ્યા છે, જે સાંગલીથી 225 કિમી દૂર દાપોલી સ્થિત, નેશનલ હૉર્ટિકલ્ચર બોર્ડ ટ્રેનિંગ લઈને આવ્યા હતા. આ બધા માળી જૂનથી ઑગષ્ટ સુધી કેરીના નાના છોડને ગ્રાફ્ટિંગ કરી સેપલિંગ તૈયાર કરે છે. તેઓ બધા પણ સાવંતના પરિવાર સાથે જ રહે છે. સાવંત કહે છે, “મારા બધા માળી ખૂબજ કુશળ છે અને હું પણ તેમની જ પાસેથી છોડનું ગ્રાફ્ટિંગ કરતાં શીખ્યો. આ માળી દરરોજ 800 થી 1000 છોડ તૈયાર કરે છે અને એક છોડના ગ્રાફ્ટિંગ માટે ત્રણ રૂપિયા મહેનતાણું લે છે.”

તેમની નર્સરીમાંથી પરભણી, બીડ, ઉસ્માનાબાદ, બુલઢાણા, કોલ્હાપુર, બીજાપુર, અથાની, બેલગામ, ઈંડી અને અહીં કોંકણના કેટલાક વિસ્તારના ખેડૂતો પણ છોડ ખરીદે છે. તેઓ જણાવે છે, “આ વર્ષે મને બુલઢાણાથી ચાર લાખ છોડનો ઓર્ડર મળ્યો, જે મારા માટે બહુ આશ્ચર્યની વાત હતી.”

સાવંતને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘ઉદ્યાન પંડિત’ ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ છોડના ગ્રાફ્ટિંગના કેટલાક ઉપાયો વિશે વાત કરતાં જણાવે છે, “કોઈ છોડનું ગ્રાફ્ટિંગ કરતી વખતે ધ્યાન રાખો કે, જે ડાળીને તમે ગ્રાફ્ટિંગ માટે પસંદ કરો, તેમાં લીલા રંગની કોમળ શાખા હોય. સાથે-સાથે, તેના પર ચાર મહિના કરતાં વધારે જૂનાં પાન ન હોય. તો તાપમાનની વાત કરીએ તો, તાપમાન 25 ℃ થી 30 ℃ ની વચ્ચે હોવું જોઈએ, જે મે મહિનાની શરૂઆતમાં હોય છે.”

દૂર-દૂરથી ઘણા ખેડૂત, સાવંતનો બગીચો જોવા પણ આવે છે. તેમનાં ખેતરમાં એક ત્રણ વર્ષ જૂનો આંબો છે, જેના પર 22 જાતનું ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું છે. અત્યારે, આ ઝાડ પર 22 જાતની કેરીઓ આવે છે. તેમણે બધી કેરીઓ પર તેમના નામ પ્રમાણે લેબલિંગ પણ કર્યું છે. આંબા પર ઉગેલ કેરીઓમાં સિંધુ, દૂધપેડા, ક્રોટન, સોનપરી, દશહરી, વનરાજ, નિરંજન, લાલબાગ, તાઈવાન, આમ્રપાલી, અલ્ફાંસો, બારામાશી અને 10 અન્ય નામોનો સમાવેશ થાય છે. સાવંત હંમેશાં કેરીની નવી-નવી જાતો શોધે છે. તેમને આશા છે કે, એક-બે વર્ષની અંદર આ આંબામાં ગ્રાફ્ટિંગ ટેક્નિકથી 100 જાત ઉગાડી લેશે.

મૂળ લેખ: હિરેન કુમાર બોઝ

આ પણ વાંચો: વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon