Search Icon
Nav Arrow
Solar Power Umbrella by Ahmedabad Young Man
Solar Power Umbrella by Ahmedabad Young Man

અમદાવાદી યુવાને પોલીસ જવાનોને તડકામાં ઠંડક આવવા બનાવી ખાસ છત્રી, અંદર છે સોલર પાવર સંચાલિત પંખો

તડકામાં આપશે ઠંડક, અમદાવાદી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ બનાવી ખાસ 23-યો ડિઝાઇન્સ સોલર પાવર સંચાલિત છત્રી

કોરોનાના સંક્રમણ સમયમાં સામાન્ય લોકો એકબાજુ ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું ટાળે છે ત્યાં પોલીસને તો ધોમધખતા તાપમાં રસ્તા પર તેમની ડ્યૂટી કરવી પડે જ છે. લૉકડાઉન સમયે ભર ઉનાળામાં પણ પોલીસને સતત રસ્તાઓ પર ઊભા રહેવું પડતું હતું. જ્યારે સામાન્ય લોકો થોડીવાર માટે પણ બહાર નીકળે તો છત્રી લઈને નીકળતા હોય છે.

જોકે ધોમ ધખતો તડકો કોઇની દયા નથી ખાતો, ખાસ કરીને લોકોની સેવા માટે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા ડામરના કાળા રોડ પર ડ્યૂટી કરતા પોલીસની પણ નહીં.

અમદાવાદ માટે 2020 ના ઉનાળાની સૌથી ખરાબ વાત એ છે કે, રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ શહેરમાં હતા એટલે આખા પોલીસ દળને બહુ સચેત રહેવું પડ્યું.

આ દરમિયાન અદીબ મન્સૂરી નામના એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ પોતાના વિસ્તારમાં પોલીસને પેટ્રોલિંગ કરતા હોય ત્યારે તેને ખબર જ હતી કે, તેણે તેના જ્ઞાનનો ઉપયોગ કરવો જ પડશે.

આ પ્રસંશનિય પગલામાં અદીબે બે એવી છત્રી બનાવી જે સૂર્યના તડકાથી બચાવવાની સાથે-સાથે ઠંડી હવા પણ આપે છે.

This Umbrella gives cool air
This Umbrella gives cool air

આ છત્રીઓમાં એક નાનો પંખો પણ લગાવેલો હોય છે, ચાર્જિંગ સૉકેટ્સ સાથે. તેમાં 20 વૉટની કેપેસિટી સાથેની સોલર પેનલ્સ પણ છે. જેમાં બેટરી બેકઅપ પણ હોય છે, જેથી રાત્રે પણ તેનો ઉપયોગ થઈ શકે.

પોતાના પરિવારથી દૂર પોલીસ જવાનો આપણી સુરક્ષા માટે ખડે પગે સેવા કરી રહ્યા છે ત્યાં તડકામાં તેમને માત્ર મુશ્કેલી જ થાય એવું નથી, ધોમધખતો તડકો તેમના માટે જીવલેણ પણ સાબીત થઈ શકે છે. લૉકડાઉનના સમયમાં આખા દેશમાં માનવતાનાં દર્શન થયાં. બધાં એક બીજાની મદદ માટે આગળ આવ્યાં. ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ કહ્યું કે, મેં પણ મારાથી શક્ય મદદનો પ્રયત્ન કર્યો.

Ahmedabad Cops enjoying under Umbrella
Ahmedabad Cops enjoying under Umbrella

ઈનોવેશન સાથે ગરમીને પડકાર: 23-યો ડિઝાઇન સોલર પાવર છત્રીઓ અમદાવાદના પોલીસ જવાનો માટે

અદીબે બે છત્રીઓ આપી (એકની કિંમત લગભગ 3000 રૂપિયા) શહેરના અલગ-અલગ વિસ્તાર માટે. જેના માટે પોલીસ જવાનો તરફથી તેને બહુ સકારાત્મક પ્રતિસાદ મળ્યો.

આ અંગે વધુમાં જણાવતાં અદીબ, જે એલ. જે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજીના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છે, જણાવે છે કે, “પોલીસ જવાનોને પંખા અને ચાર્જિંગ પોઇન્ટવાળી આ છત્રીઓ ખૂબજ ગમી. રસ્તેથી પસાર થાઈ રહેલ સામાન્ય રાહગીરીઓને પણ થોડીવાર માટે ઊભા રહેવું પડે તો તેઓ પણ છત્રીમાંથી આવતી ઠંડી-ઠંડી હવાથી ખુશ થઈ જાય છે. તેમણે આવી વધુ પાંચ છત્રીઓ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. કૉલેજ પણ મને આર્થિક રીતે અને તેને બનાવવા માટેની સાધન સામગ્રી માટે મદદ કરી રહી છે.”

અદીબને આ અદભુત વિચાર ત્યારે આવ્યો જ્યારે જાન્યુઆરીમાં તેણે સોલર પાવરથી ચાલતો પંખો જોયો. તરત જ કૉલેજના ઈક્યુબેટર સેન્ટરમાં જઈને કૉલેજના સિક્યુરિટી ગાર્ડ માટે તેણે પ્રોટોટાઇપ છત્રી બનાવવાનું શરૂ કર્યું.

વધુમાં અદીબે જણાવ્યું, “શહેરમાં ઉનાળો, ખાસ કરીને માર્ચથી જૂનનો સમય ખૂબજ કપરો હોય છે. હું જ્યારે નાનો હતો ત્યારે શાકભાજી વેચતા, નારિયેળ વેચતા, જ્યૂસ વેચતા ફેરિયાઓને રસ્તાઓ પર ફરતા જોતો ત્યારે તેમની સહનશક્તિ જોઇ ખુશ થઈ જતો, પરંતુ સમજણ આવ્યા બાદ ખબર પડી કે, આ તેમની જરૂરિયાત હતી.”

કૉલેજની આર્થિક મદદ અને પ્રોફેસરના માર્ગદર્શનથી અદીબે છત્રી બનાવી, તેનું પરિક્ષણ કર્યું અને સિક્યુરિટી ગાર્ડને આપી.

હવે શહેર પોલીસના પ્રોત્સાહન અને સકારાત્મક પ્રતિક્રિયાઓ સાથે અદીબ ઈચ્છે છે કે તે તેનું વ્યવસાયિક રૂપે ઉત્પાદન કરી શકે.

મૂળ લેખ: ગોપી કરેલિયા

આ પણ વાંચો: ગુજરાતના આ ખેડૂતે કર્યા ત્રણ આવિષ્કાર, ભારત અને અમેરિકામાંથી મળી મદદ

close-icon
_tbi-social-media__share-icon