Search Icon
Nav Arrow
Education Loan For Study Aboard
Education Loan For Study Aboard

ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા ઈચ્છતા હોવ તો જોઈ લો આ બાબતો, થશે ઘણા ફાયદા

એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના, વિદ્યાર્થીઓના લાભ માટે એક વ્યવસ્થિત પહેલ, ભવિષ્યમાં મળશે તેના બીજા પણ ઘણા ફાયદા

વિદ્યાર્થી અથવા પુખ્ત વયના લોકો માટે શિક્ષણ એ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઘણી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એજ્યુકેશન લોન વ્યાજ સબસિડી યોજના એ એક એવી યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા એવા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે કે જેઓ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા ન હતા.

ગુજરાત શિક્ષણ લોન વ્યાજ યોજના 2021
વિદ્યાર્થીઓને ગુજરાત શિક્ષણ વ્યાજ સબસિડી યોજના 2021 હેઠળ MMYSY ના લાભો નહીં મળે. આ લોનના વ્યાજ પર 100% સબસિડી અપાશે.

શિક્ષણ એ એક મહત્વનું સાધન છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડશે. શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની બે મુખ્ય વિશેષતાઓ છે તેમાં આપવામાં આવેલ સબસિડી અને યોજનાનો હેતુ. આ યોજના હેઠળ, લોનની અવધિ ઉપરાંત એક વધારાના વર્ષ માટે વ્યાજ પર 100% સબસિડી આપવામાં આવશે.

જો લોનની રકમ 10 લાખથી વધુ હોય તો જ આ યોજના લાગુ થાય છે. ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ યોજના ફાયદાકારક રહેશે. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સ્નાતક, ડિપ્લોમા, પોસ્ટ-ગ્રેજ્યુએશન, વ્યાવસાયિક અભ્યાસક્રમો અથવા વ્યાવસાયિક ડિગ્રી જેવા ઉચ્ચ કાર્યક્રમો માટે અભ્યાસ લોન મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

ગુજરાત એજ્યુકેશન લોન વ્યાજ સબસિડી માટે ઓનલાઈન અરજી કરો તેના સત્તાવાર પોર્ટલ kcg.gujarat.gov.in પર.

આ યોજનાના અરજદારોએ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા માટેના માપદંડોને પૂર્ણ કરવા જોઈએ જે અહીં ક્લિક કરી જાણો.

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કંઈ રીતે કરવી તે જાણવા માટે અહીં ક્લિક કરો.

કોઈપણ વિસંગતતા ના કિસ્સામાં અથવા ઉમેદવારોને અરજી ફોર્મ ભરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તે અથવા તેણી પોર્ટલ પર દર્શાવેલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકે છે. હેલ્પલાઈન નંબર 9909039380 છે.

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચો: બસમાં મુસાફરી કરતા હોવ અને રાહ જોવામાં કલાકો વેડફાતા હોય તો આ રીતે ટ્રેક કરો તમારી બસ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon