વખતો વખત જયારે દિવાળી આવે છે ત્યારે ફરી ફરી ફટાકડાઓના લીધે થતા પ્રદુષણની વાત ઉઠતી હોય છે અને તે દરમિયાન અમુક લોકો ફટાકડા ફોડવા બાબતની ફેવરમાં હોય છે તો અમુક લોકો તે બાબતે ફેવરમાં નથી હોતા. ત્યારે ધ બેટર ઇન્ડિયા આજે એક એવી જાણકારી લાવ્યું છે કે આ બંને તરફના લોકોની ડિબેટનો અંત આવી શકે.
ધ બેટર ઇન્ડિયા એ આજે બરોડા ખાતે પરિવાર ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવતા નિતલ ગાંધી સાથે વાત જરી હતી જેમને તેમની સંસ્થાની મદદથી વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક કારીગરોને રોજગારી મળે અને સાથે સાથે પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય તે માટે આજ વર્ષે ઇકો ફ્રેન્ડલી ફટાકડાનું નિર્માણ કરાવડાવ્યું છે જે આ દિવાળી ના તહેવારને પહેલાની જેમ જ સારી રીતે ઉજવવાની સાથે સાથે અપને જે આ પરંપરાગત ફટાકડા વાપરીએ છીએ તેના કરતા પર્યાવરણને પણ ખુબ જ ઓછું નુકસાન થાય છે.

તેઓ આગળ જણાવે છે કે તેમને ત્રણ પ્રકારના ફટાકડા બનાવ્યા છે જેમાં એક કોઠી જે માટીને શેક્યા પછી તેને વ્યવસ્થિત આકસ્ર આપી અને તેમાં દેશી ગુજરાતમાં જ બનેલ દારૂખાના દ્વારા બનાવવામાં આવી છે. બીજું છે ભોંય ચકરડી જેને બનાવવા માટે તેમને કાગળનો ઉપયોગ કર્યો છે. અને ત્રીજું છે હાથ ચકરડી જેને બનાવવા માટે વાંસનો ઉપયોગ થયો છે. આ ત્રણે ત્રણને બનાવવા માટે ફક્ત દેશી દારૂખાના સિવાય બીજા બધા જ મટીરીયલ કુદરતી રીતે વિઘટિત થઇ જાય તેવા છે અને જે દારુખાન બનાવવામાં આવ્યું છે તે પણ પરંપરાગત વર્ષોથી વાપરવા આવતા દારૂખાના કરતા 60 થી 70 ટકા ઓછું પ્રદુષણ કરે છે કેમ કે તેને ફોડવાથી સ્પાર્કલિંગ વધારે થવા ના કારણે નહીંવત પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે.

આ અભિયાનની મહત્વની બાબત એ છે કે માટીની જે કોઠીઓ બનાવવામાં આવે છે તે 20 વર્ષ પહેલા એક પરિવાર દ્વારા બનાવવામાં આવતી હતી પરંતુ ત્યારપછી તેમને તે બનાવવાની બંધ કરી દીધી. પરિવાર ફાઉન્ડેશને તેમનો સંપર્ક કરી ફરી પાછા તેમને આવી કોઠીઓ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તદુપરાંત જે દેશી દારુખાન આ ફટાકડાઓમાં ભરવામાં આવે છે તે પણ ગુજરાતમાં ફક્ત એક જ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવે છે અને તે પણ હવે છેલ્લી પેઢીના રૂપે છે જેમનું નામ ફારૂકભાઈ છે અને આ દારૂખાનું બીજા બનાવે તે કરતા પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે.

બીજી વાત તેઓ એ જણાવે છે કે આ કોઠીની મજુબતાઇ એટલી છે કે તેના પર 80 કિલો સુધીનો કોઈ પણ વ્યક્તિ ચડી જાય તો પણ તૂટતી નથી જેથી તે સુરક્ષિત અને સારી ક્વોલિટીની છે. બજારમાં મળતા ફટાકડાઓ કરતા આ ફટાકડાઓ એકંદરે સસ્તા છે.
જો તમે પણ આ દિવાળી ઇકો ફ્રેન્ડલી રીતે ઉજવવા માંગતા હોવ તો બરોડાના ગોત્રી રોડ પર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે રાખેલ છે. વધારે માહિતી માટે તમે તે સંસ્થાના ફાઉન્ડર નિતલ ગાંધી સાથે 9825025019 નંબર પર સંપર્ક કરી મેળવી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: દસ વર્ષની માન્યાની કમાલ, લસણ-ડુંગળીની છાલમાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી પેપર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.