આપણા વિશ્વને થોડું હરિયાળું બનાવવા માટે જરૂર છે ફક્ત એક સરળ જુગાડની. આવી જ એક યુક્તિ એ છે કે તમારા ઘરના છોડવાઓના વાવેતર માટે પોટ તરીકે કુદરતી રીતે નારિયેળના કાછલાંનો ઉપયોગ કરો.
કોરોનાની આ વૈશ્વિક રોગચાળાની ઘણી આડઅસરોમાં આપણે હવે આપણી ત્વચા પર માસ્ક જ લગાવીને ફરીએ છીએ અને ઘરે આવીએ છીએ ત્યારે તાજી હવાની અપેક્ષા રાખીએ છીએ પરંતુ તે માટે આસપાસ હરિયાળી હોવી ખુબ મહત્વની છે પરંતુ તે બાબતે કંઈ રીતે આસપાસનું વાતાવરણ તૈયાર કરવું તે બાબતે ઘણા લોકો અસમર્થ જણાય છે.
પરંતુ જો અમે તમને કહીએ કે શરૂઆત કરવાની એક સરળ રીત છે તો?
તમે કુદરતની વચ્ચે છો એવું અનુભવવા માટે તમારે બગીચાની વિશાળ જગ્યાઓ અથવા છત પર ઊંચા ઊંચા વૃક્ષોની જરૂર નથી. તમે જગ્યાને હરિયાળી બનાવવા માટે તમારા ઘર અથવા ઓફિસની તે માટેની અનુકૂળ જગ્યાની આસપાસ કેટલાક નાના છોડ ગોઠવી શકો છો.
આવા છોડ માટે મોંઘા પોટ્સ ખરીદવા અને તેને ઘસડવાની ઝંઝટને ટાળવા માટે, અમે એક રસપ્રદ વિકલ્પ શોધી કાઢ્યો છે જે તમે આસાનીથી અમલમાં મૂકી શકો છો તે છે નાળિયેરના કાછલાં.
એકવાર તમે નાળિયેરની અંદરનું પાણી તથા ટોપરું આરોગી લો, પછી નાળિયેરના બહારના શેલને સાચવો. આનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ અને જીરો બજેટ પોટ તરીકે છોડવાઓને ઉગાડવા માટે થઈ શકે છે જે તમારા વર્ક ડેસ્કની ઉપર અથવા બારી પાસે રાખી શકાય છે.
નાળિયેરના કાછલાની ચળકતી લીલી સપાટી તમારા આ વાવેતરને એકદમ સાહજિક જીવંત આકર્ષણ આપે છે અને તેનો પુનઃઉપયોગ કરીને તમે રસોડામાં જમા થતા તમારા કચરાના જથ્થાને પણ ઘટાડી શકો છો.
તમારે ફક્ત તેના તળિયે એક ડ્રેનેજ માટેનું કાણું પાડવાનીજરૂર છે અને તેને માટીથી ભરવાનું છે. આગળ, સ્ટેમ-કટીંગ પદ્ધતિ દ્વારા તમારા મનપસંદ છોડને તેમાં સેટ કરી શકો છો.
તમે વપરાયેલ નાળિયેરના શેલને પ્લાન્ટ ધારકમાં કેવી રીતે ફેરવી શકો છો તે સમજવા માટે આ વિડીયો જુઓ:
આ પણ વાંચો: માઈક્રોવેવ આવ્યા તે પહેલાંથી જ ભારતનાં આ ગામમાં બની રહ્યા છે માઈક્રોવેવ-સેફ વાસણો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.