લોકડાઉન અને રોગચાળાએ ગત વર્ષમાં અનેક લોકોની આજીવિકા છીનવી નાખી છે અને તેમાં નાના પાયે કામ કરતાં કારીગરોને સૌથી વધુ નુકસાન થયું છે. તમે તેમની દિવાળી કેવી રીતે ઉજ્જવળ કરી શકો તે અહીં અમે તમને જણાવી રહ્યા છીએ.
ભેટ સોગાદોની આપલે કરવી અને એકબીજામાં આનંદ ફેલાવવો એ દિવાળીના તહેવારનો સાર છે, જે નજીકમાં જ છે. અત્યારે હસ્તકલા, હોમ ડેકોર, હોમ એપ્લાયન્સિસ અને ફર્નિચર ખરીદવા માટે સેંકડો લોકો પહેલાથી જ ‘ધમાકા સેલ્સ’માં ઉમટી પડ્યા છે.
પરંતુ રોગચાળાના કારણે ઘણા નાના કારીગરોની આજીવિકાને બ્રેક લાગી ગઈ છે તો આ સમયે તેવા લોકોને પણ મદદ કરી આપણે આ દિવાળીને વધારે સારી રીતે ઉજવી શકીએ છીએ.
આપણા ભારતમાં ઘણી વૈવિધ્યસભર અને સ્વદેશી હસ્તકલા છે, અને ત્યાં વિવિધ પસંદગી માટે ઘણા બધા વિકલ્પો પણ છે.
અમે આજે ધ બેટર ઈન્ડિયા પર, કાશ્મીર, આંધ્રપ્રદેશ, કોટા, પાલઘરથી લઈને જયપુર સુધીના આઠ કારીગરો અને સંગઠનોની યાદી બનાવી છે, જે તમને અર્થપૂર્ણ રીતે તમારી દિવાળીની ઉજવણીમાં મદદ કરવા માટે જ છે.
ચિકનકારી, બનારસી સિલ્ક, પશ્મિના અને ઘણું બધું : ફક્ત એક કોલ દૂર
માજિદ અહમદ મીર એક વણકર છે જે કાની શાલ બનાવવા માટે 30 પરિવારો સાથે કામ કરે છે, જેમાં ખૂબ જ સુંદર ટ્વીલ ટેપેસ્ટ્રી તકનીકનો ઉપયોગ કરીને પ્રકૃતિ દ્વારા પ્રેરિત ડિઝાઇનના સૌંદર્યલક્ષી પાંસાઓને ઉમેરવામાં આવે છે. તે સોઝની એમ્બ્રોઇડરી શાલ, સાદી પશ્મિના શાલ અને ઉલટાવી શકાય તેવી પશ્મિના શાલ પણ વણે છે. તે લગભગ 600 વર્ષ પહેલાંના માસ્ટર પશ્મિના વણકરોના વંશમાંથી આવે છે.
તમે તમારો ઓર્ડર આ નંબર પર નોંધાવી શકો છો: 99066 44999
હાજી મુશ્તકીમ કોટા પ્યોર કોટન (Kota Pure Cotton) અને સિલ્ક આધારિત સાડીઓ અને દુપટ્ટામાં નિષ્ણાત છે. તેમને ઓર્ડર આપવાથી લગભગ 50 પરિવારોને ફાયદો થશે.
તે માટે સંપર્ક કરો: 92522 40758
બગરુ ગામમાં મુખ્ય વણકર ગોપાલ ચિપ્પા બગરુ પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા છે (રાજસ્થાનના ચિપ્પા સમુદાયના સભ્યો દ્વારા કુદરતી રંગોનો ઉપયોગ કરીને કરવામાં આવતી પરંપરાગત પ્રિન્ટિંગ તકનીક). તે કોટન, સિલ્ક, સિલ્ક-કોટન, ખાદી અને અન્ય કાપડ પર બગરુ પ્રિન્ટિંગ, સાડી, શર્ટ, ટી-શર્ટ વગેરે બનાવે છે.
તેમને આ નંબર પર કૉલ કરી શકો છો: 93141 93022
વસીમ અખ્તર બનારસ સિલ્ક અને મિક્સ્ડ કોટન સૂટ સાડીઓ અને અનસ્ટીકટેડ લહેંગામાં નિષ્ણાત છે.
તેમનો સંપર્ક : 86041 58244
જયારે, અજય જયસ્વાલ સુંદર ચિકંકારી સૂટ, સાડીઓ, લહેંગા વગેરે વેચે છે.
તેમને કૉલ કરો: 81819 68883
આ તમામ માસ્ટર વણકરો ‘ધ વીવર રિસોર્સ બ્રિજ’ સાથે સંકળાયેલા છે, જે વિશ્વના વિવિધ ભાગોમાંથી છ મહિલાઓનું સ્વયંસેવક જૂથ છે જે સમગ્ર ભારતમાં માસ્ટર વણકરોને તેમના ઉત્પાદનો માટે ખરીદદારો શોધવામાં મદદ કરે છે.
મહેરબાની કરીને નોંધ કરો: તમે આપેલ નંબરો પર કારીગરોને તેમના દ્વારા ઉત્પાદિત વણાટ કલા આધારિત વસ્ત્રોના ફોટા તમને મોકલવા માટે અગાઉથી સંપર્ક કરો.

ગુડ્ડી: 7 પ્રકારની કળા માટે વન-સ્ટોપ શોપ
ગુડ્ડી એ એક નફાકારક સંસ્થા છે જે આ વર્ષે જૂનમાં મુંબઈ સ્થિત હરિતા સિંહ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં 71 કારીગરોને સશક્ત બનાવવાનો હતો જેમને લોકડાઉન દરમિયાન ભારે ફટકો પડ્યો હતો. આ કારીગરો દેશના વિવિધ ભાગો જેવા કે સહરાનપુર, કચ્છ, ચન્નાપટના, જયપુર વગેરેમાં સ્થિત છે.
તેમનું દિવાળી અભિયાન 18 ઓક્ટોબરથી શરૂ થયું હતું અને 3 નવેમ્બર સુધી ચાલશે. ઉત્પાદનોમાં હાથથી બનાવેલ અગરબતી સ્ટેન્ડ, દીવા, બગીચાની આવશ્યક ચીજવસ્તુઓ, ઢીંગલી વગેરેનો સમાવેશ થાય છે.
તમે તેમના સુધી અહીં પર ક્લિક કરી પહોંચી શકો છો.
ગુલમેહેર ગ્રીન: જ્યાં એકસમયે કચરો ઉપાડનારાઓ કારીગરો દ્વારા આર્ટ બનાવે છે
અનુરાગ દ્વારા 2013 માં શરૂ કરાયેલ, ગુલમેહેરનો હેતુ કચરો ઉપાડનારાઓને કુશળ કારીગરોમાં બદલી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. તેઓ કુદરતી હોળીના રંગો, કેલેન્ડર, ગિફ્ટ બોક્સ, ડાયરી, ફાઇલ કવર, રાખડીઓ, પોસ્ટર વગેરે જેવા ઉત્પાદનો બનાવવા માટે કચરાનો ઉપયોગ કરે છે.
તેમના દિવાળીના વિશેષ ઉત્પાદનોમાં વિવિધ પ્રકારના દીવાનો સમાવેશ થાય છે જેમ કે લટકાવેલા દીવા, ચક્ર દીવા, કુલ્હડ઼ દીવા, ફૂલ દીવા, તોરણ અને વગેરે.
લગભગ 100 જેટલી મહિલાઓ, જેઓ એક સમયે ગાઝીપુર લેન્ડફિલમાંથી કચરો ભેગો કરતી હતી, હવે આ સાહસ દ્વારા સારી કમાણી કરી રહી છે.
તેમના સુંદર સંગ્રહને જોવા માટે અહીં ક્લિક કરો.
પાલઘર ખાતે વાંસના ઉત્પાદનો
મહારાષ્ટ્રના પાલઘરમાં સ્થિત એક સંસ્થા કેશવ કુટીર માત્ર આદિવાસી કારીગરોને જ નહીં પરંતુ ખેડૂતો પાસેથી વાંસ ખરીદીને તેમને પણ મદદ કરી રહી છે. સંસ્થાએ 10 ગામોમાં 300 થી વધુ આદિવાસી કલાકારોને જોડ્યા અને તેમને વાંસના ઉત્પાદનો બનાવવાની તાલીમ આપી.
દિવાળી પહેલા, વાંસના ફાનસ તેમની સૌથી વધુ વેચાતી વસ્તુ છે કારણ કે તેઓ પહેલેથી જ તેમાંથી 3,000 વેચી ચૂક્યા છે અને માત્ર થોડા જ સ્ટોકમાં બચ્યા છે. જો કે, તમે અન્ય વાંસ આધારિત વસ્તુઓ જેમ કે લઘુચિત્ર, ટ્રે, બાઉલ, પ્લેટ, ટેબલ લેમ્પ, ફળોની ટોપલી વગેરે માટે તેમનો સંપર્ક કરી શકો છો.
તેમના સુધી પહોંચવા અહીં ક્લિક કરો.
ઓર્ગેનિક કપાસ અને કુદરતી રંગો
પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં સ્થિત MG ગ્રામોદ્યોગ સેવા સંસ્થા હાથથી કાંતેલા મલમલ કાપડ અને તેની કારીગરીને જીવંત રાખવા માટે 62 વણકર અને 132 ખાદી સ્પિનરો સાથે કામ કરી રહી છે. તેઓ મહારાષ્ટ્રના ખેડૂતો પાસેથી જૈવિક રીતે ઉગાડવામાં આવેલ કપાસનો ઉપયોગ કરી વસ્ત્ર બનાવે છે અને તેના પર કુદરતી રંગોનો ઉપયોગ કરે છે.
અરૂપ રક્ષિત દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીઓને તેમના બ્રાન્ડ નામ, ‘લેબલ પ્રેરોના’ હેઠળ કાપડનું વેચાણ પણ કરે છે.
તેમનો અહીં સંપર્ક કરો.

ઉત્તર પ્રદેશના કેળાના વધેલા અવશેષ પરથી બનાવવામાં આવતા ઉત્પાદનો
ઉત્તર પ્રદેશના હરિહરપુરના રવિ પ્રસાદે માળવા કેળા રેસા ઉત્પદન લઘુ ઉદ્યોગ કેન્દ્ર શરૂ કર્યું છે જે કેળાના કચરામાંથી બનાવેલા ફૂટવેર, ટોપીઓ, કાર્પેટ અને અન્ય વસ્તુઓનું વેચાણ કરે છે. તેમની સૌથી સસ્તું ઉત્પાદન યોગા કરવા માટેની યોગા સાદડી છે, જેની કિંમત 600 રૂપિયા છે જ્યારે સૌથી મોંઘી વસ્તુઓ જેમ કે કાર્પેટ છે જે લગભગ 6000 રૂપિયાની છે.
હરિહરપુરની લગભગ 450 મહિલાઓ આ પહેલથી લાભ મેળવી રહી છે.
રવિ પ્રસાદ પાસેથી આ હસ્તકલા દ્વારા ઉત્પાદિત વસ્તુઓ મંગાવવા માટે, 6306353170 પર તેમનો સંપર્ક કરો.
મૂળ લેખ – ગોપી કારેલીયા
ફોટાનો સંદર્ભ : વિકિપીડિયા
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર 12 પાસ નિશા બની રાજકોટની ‘ધ ચાયવાલી’, 10 પ્રકારની ચાથી કમાણી હજારોમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો