ભારતનું પોતાનું ‘જુરાસિક પાર્ક’, બાલાસિનોર ફોસિલ પાર્ક, ગુજરાતના ખેડા જિલ્લાના નાના રાયયોલી ગામમાં આવેલું છે. આ પાર્કના 65 મિલિયન વર્ષ જૂના ઈંડાના રક્ષણનો શ્રેય જાય છે ડાયનાસોરને ખૂબજ પ્રેમ કરતી રાજકુમારીને.
રાયયોલીમાં દુર્લભ ડાયનાસોર અવશોષોને બચાવનાર આલિયા સુલ્તાના બાબીને મળો અહીં. સ્થાનિક લોકો જેમને ‘ડાયનોસોર પ્રિન્સેસ’ તરીકે ઓળખે છે, તેવી બાલાસિનોરની એકમાત્ર અંગ્રેજીભાષી માર્ગદર્શિકા આલિયા ઈંડાંને બચાવવા કામ કરી રહી છે.
મળતાવડી, ખુશખુશાલ અને જમીન સાથે જોડાયેલ બાલાસિનોર પૂર્વ રાજ્યની ભૂતપૂર્વ રાજકુમારી ઉત્સાહી પ્રમોટર અને ડાયનાસોર વારસાની રક્ષક છે. જેને નાનપણથી જ તેમની સાથે બહુ પ્રેમ હતો.

વાત 1981ના શિયાળાની છે, જ્યારે આલિયા માત્ર બાળક હતી. રાયયોલી ગામમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (જીસીઆઈ) ના વૈજ્ઞાનિકોને કાંપવાળી જમીનમાં અચાનક ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. ભૂ-વૈજ્ઞાનિકો જ્યારે જમીન સર્વેક્ષણ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને કેટલાક અસામાન્ય પથ્થર જોવા મળ્યા, જે મોટાં ફળોના કદના હતા. લેબ પરિક્ષણ કરાવતાં જાણવા મળ્યું કે, તે ડાયનાસોરનાં ઈંડાં અને હાડકાં હતાં.
ત્યારથી સંશોધકોએ ડાયનાસોરના ઈંડાના લગભગ 1000 અવશોષ શોધી કાઢ્યા છે. જેમાં ડાયનાસોરની ઓછામાં ઓછી 7 પ્રજાતિઓ છે, જેણે રાયયોલીને દુનિયાની ત્રીજી સૌથી મોટી ડાયનાસોર સેવનગૃહ બનાવ્યું છે.

પછીનાં કેટલાંક વર્ષો આલિયા એક બોર્ડિંગ સ્કૂલમાં હતી આ દરમિયાન પેલેઓન્ટોલિઇસ્ટ્સે બાલાસિનોર અને નર્મદા નદીની ખીણના આસપાસના વિસ્તારોમાંથી સંશોધન માટે સેંકડો હાડકાં ભેગાં કર્યાં. જોકે આ અવશેષો સાથે આલિયાની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે તેણે શાળાનું ભણતર પૂર્ણ કર્યું અને બાલાસિનોર પાછી આવી. ત્યારે તેણે ભૂસ્તરશાસ્ત્ર સર્વેક્ષણ ભારતની ટીમના આમંત્રણ પર પહેલીવાર સ્થળની મુલાકાત લીધી હતી. યોગાનુયોગ ડાયનાસોરની ક્લાસિક ફિલ્મ જુરાસિક પાર્ક પણ 90 ના દાયકાની શરૂઆતમાં જ રિલીઝ થઈ હતી અને તે સમયે આખી દુનિયામાં ડાયનોસોરનો ક્રેઝ ટોપ પર હતો. આનાથી પ્રભાવિત થઈ આલિયાએ પ્રદેશના ઈતિહાસમાં રસ લેવાનું શરૂ કર્યું.
કિશોરાવસ્થાની કિશોર વયે આલિયાએ રાયયોલીની સાઇટ પર યુ.એસ. રશિયા અને તાઇવાનના વૈજ્ઞાનિકોની ટીમો જોઈ હતી. ત્યારબાદ તેમના પિતા નવાબ મોહમ્મદ સલાબતખાન બાબી સાથે મળીને તેમણે તેમના ભવ્ય મહેલને હેરિટેજ હોટેલમાં ફેરવ્યો (જે તે સમયની રાયયોલીની એકમાત્ર મોટી હોટેલ હતી), એટલે સ્વાભાવિકપણે ત્યાં વૈજ્ઞાનિકોની ટીમો ત્યાં રોકાવા આવતી.

આલિયાએ ડાયનાસોરના અવશોષો પરના સંશોધનમાં ભૂવૈજ્ઞાનિકોની ટીમ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું. વૈજ્ઞાનિકો સાથેના અનુભવો અને વાતચીતથી એકસમયે ત્યાં હરતા-ફરતા 30 ફૂટ ઊંચા પ્રાણીઓ વિશે તેને ઘણું જાણવા મળ્યું.
તે પર્વતોમાં જડિત અવશેષોના ભાગોને ઓળખવાનું શીખ્યું. ડાયનાસોર પર સંપૂર્ણ આત્મ-અધ્યયન કર્યા બાદ તેને તેના પર ડિગ્રી મેળવવાનો વિચાર કર્યો. સમય જતાં દુર્લભ ઐતિહાસિક સ્થળ પ્રત્યે જાણવાનો તેનો રસ બહુ વધી ગયો.
પાર્કનું મહત્વ જ્યારે સૌપ્રથમ વાર બહાર પાડવામાં આવ્યું ત્યારે ગામ લોકોએ પર્વતો અને તેના અવશેષો સાથે છેડછાડ કરવાનું શરૂ કરી દીધું. ગામજનો માત્ર એટલું જ જાણતા હતા કે, આ કઈંક અગત્યનું કામ ચાલી રહ્યું છે અને આ પથ્થર બહુ કિંમતી છે. આ માટે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબજ જરૂરી હતો. આ માટે તેમને શિક્ષિત કરવા અને સહયોગ મેળવવો ખૂબજ પડકારજનક કામ બની ગયું.

ત્યારબાદથી પાર્કની સુરક્ષા માટે ગામજનોને અવશોષોને નુકસાન કરતા અટકાવવા તેણે ત્યાં કલાકો ગાળ્યા. તો ડાયનાસોરના અવશેષો જોવા આવનાર પ્રવાસીઓના ટોળાઓને પણ અટકાવ્યાં.
તેના પ્રયત્નોના કારણે જ ગુજરાત સરકાર પણ આ જગ્યાના સંરક્ષણ માટે આગળ આવી. રાજ્યસરકારે સ્થળની આજુબાજુ નવી ડબલ વાડ લગાવી હતી અને ચરવા આવેલ પશુઓને દૂર કરવા રક્ષકો ગોઠવ્યા. આ એક મહત્વનું પગલું હતું કારણકે ડાયનાસોરનાં હાડકાં માનવ હાડકાં જેટલાં જ બરડ અને નાજુક હોય છે. તેના પર ચાલવાથી તેનો સંપૂર્ણપણે નાશ થઈ શકે છે.
જાગૃતતા લાવવાના તેના સતત પ્રયત્નોના કારણે જ સ્થાનિક ગામલોકોમાં પણ જાગૃતિ આવી અને તેઓ આ જગ્યાનું મહત્વ સમજવા લાગ્યા. આસપાસ શિકારીઓ કોઇ ગેરવર્તણૂક કરે તો તેઓ તરત જ મહેલના અધિકારીઓને જાણ કરવા લાગ્યા. તેઓ હોટેલમાં આવતા પ્રવાસીઓ માટે પણ ગાઇડ તરીકે કામ કરવા લાગ્યા. આલિયા આ બધાને જાતે જ ટ્રેનિંગ આપે છે.

આ સમય દરમિયાન આલિયાએ પેલેઓન્ટોલોજિસ્ટ, ભૂસ્તરશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોને ઈમેલ કરવાનું ચાલું રાખ્યું અને બાલાસિનોર સંદર્ભમાં કરેલ સંશોધનોનાં કાગળ અને પુસ્તકો મોકલવાનું કહ્યું. આ સામગ્રીના અભ્યાસથી જ તેને રસપ્રદ બાબતો જાણવા મળી. ભારતમાં ડાયનાસોરની સૌથી નોંધપાત્ર જગ્યાને સુરક્ષિત રાખવા માટે તેની શોધ અને સંઘર્ષની કહાની ખૂબજ રસપ્રદ છે.
એક સાંજે વિસ્તારમાં ફરવા નીકળેલી યુવાન રાજકુમારી એક વૃદ્ધાની ઝુંપડી પાસેથી પસાર થઈ. આ વૃદ્ધ મહિલા આખા રાયયોલી ગામમાં તેની રસોઇ માટે જાણીતી હતી. વૃદ્ધાના ઘરમાંથી આવતી રસોઇની અદભુત સુગંધથી આકર્ષાઇ રાજકુમારી અંદર પ્રવેશી. જ્યાં આલિયાએ મહિલાને વિચિત્ર મોર્ટાર અને પેસ્ટલથી મસાલા પીરસતી જોઇ. વિચિત્ર મોર્ટાર અને પેસ્ટલ એકદમ ખરબચડા અને દેખાવમાં અજીબ હતા તેમજ તેનો રંગ કથ્થઈ અને ગ્રે હતો. જે સ્થાનિક રીતે જોવા મળતા શિલ્પવાળા સેટથી એકદમ વિપરિત હતા. મોર્ટાર એક પથ્થરનો મોટો ટુકડો હતો જેમાં એક ઈંડાકાર પથ્થર હતો. ઊંડા તળિયામાં નાનાં-નાનાં છિદ્રો હતાં જે ઘટકોને દોરી વગર પાવડર બનાવે છે.

આલિયા ઓળખી ગઈ કે આ ડાયનાસોરનું ઈંડુ છે. આલિયાએ વૃદ્ધ મહિલાને પૂછ્યું કે, શું તે આ વાસણને તેની સાથે લઈ જઈ શકે છે, પરંતુ મહિલાએ ના પાડી. તેની હકિકત અંગે જણાવતાં મહિલાએ જણાવ્યુંકે, વર્ષો પહેલાં આ તેને નજીકના રણમાંથીઓ મળી આવ્યું હતું. મહિલાએ જણાવ્યું કે, તેની રસોઇકળાનું રહસ્ય આ મોર્ટાર અને પેસ્ટલ છે અને એટલે જ તે તેને પોતાનાથી અલગ કરવા નથી ઇચ્છતી. જોકે સામે રાજકુમારી પણ એટલી જ પ્રતિબદ્ધ હતી. કલાકોની સમજાવટ બાદ નક્કી કરવામાં આવ્યું કે, પેસ્ટલને રોયલ રસોડામાં લઈ જવામાં આવશે અને આલિયા તેનું ધ્યાન રાખશે. આ પેસ્ટલ (ઈંડુ) મહિલાના હાથના કદનું છે, તે અત્યારે લાલ મખમલી જ્વેલરી બોક્સમાં સજાવીને સફેદ રેશમી પલંગમાં સજાવીને રાખ્યું છે.
વર્ષ 2003 બાલાસિનોર ફોસિલ પાર્ક માટે બીજી રીતે વિશિષ્ટ બન્યું હતું. મિશિગન યુનિવર્સિટીના પેલેઓન્ટોલોજિસ્ટ જેફરી વિલ્સન અને શિકાગો યુનિવર્સિટીના પૌલ સેરેનો અને સુરેશ શ્રીવાસ્તવ અને પી. યાદગિરીની આગેવાની, જીએસઆઈ સંશોધકોની ટીમે ડાયનાસોરની નવી પ્રજાતિના અવશેષો શોધી કાઢ્યા.
જેમને રાજાસૌરસ નર્મદાનેસિસ નામ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે કે, વિશાળ, મોટાં શિંગડાં, 30 ફુટ લાંબાં માંસા માંસાહારી પ્રાણીઓ જે નર્મદામાં પૌરાણિક સમયમાં રહેતાં હતાં. ભારતમાંથી મળેલ અવશેષોમાંથી ભેગી થયેલ ડાયનાસોરની ખોપરીનું આ પ્રથમ પુનર્નિર્માણ હતું અને પુનર્નિમાણ હવે કોલકાતાના ભારતીય સંગ્રહાલયમાં જોઇ શકાય છે.

અત્યારે ગ્રામિણ વિસ્તારમાં બહારથી પિત્તળ, ધાતુ અને સિમેન્ટ સાથે કાદવથી બનેલ વિશાળ 6 મીટર ઊંચા રાજાસૌરસની પ્રતિકૃતિઓનું પ્રભુત્વ છે.
ડાયનાસોર પરના ડાયનાસોરિયનના પૂર્વ સીચનનું એક દુર્લભ ઉદાહરણ, જીએસઆઈ પેલેઓન્ટોલોજિસ્ટ ધનંજય મોહવે દ્વારા શોધાયેલ એક અશ્મિભૂત ડાયનાસોર ખાનાર સાપ સ્વરૂપે જોવા મળ્યું. જેનું નામ સંજેહ ઈન્ડીક્સ રાખવામાં આવ્યું. જેનો અર્થ સંસ્કૃતમાં “સિંધુ નદીથી પ્રાચીન અંતર” થાય છે.
ઈતિહાસના સંરક્ષણની સાથે-સાથે આલિયા ગાર્ડન પેલેસ હેરિટેજ હોટેલનું સંચાલન પણ કરે છે, જ્યાં આજે પણ તેમનો પરિવાર વસે છે.
બાબી કુટુંબના પ્રેમભર્યા સત્કાર અને ફોસિલ પાર્કનાં રહસ્યો સિવાય હેરિટેજ હોટેલના મુલાકાતીઓને બાલાસિનોરની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવે છે. જે આલિયાની માતા બેગમ ફરહત સુલ્તાનાની દેખરેખ નીચે શાહી રસોડામાં બનાવવામાં આવે છે.
2009 માં બીબીસીના રિયાલિટી શો અંડરકવર પ્રિન્સેસિસમાં ભાગ લેવા માટે સુંદર અને ઉત્સાહી રાજકુમારી ઈંગ્લેન્ડ ગઈ હતી.
ભારતમાં ‘જુરાસિક પાર્ક’ જોવા સેંકડો લોકો ઉમટી પડે છે, પરંતુ આલિયા માટે સૌથી મહત્વનું પ્રવાસીઓનું ધ્યાન આકર્ષવાનું નથી, પરંતુ આ સ્થળની સુરક્ષા કરવાનું છે. આજે પણ રાજકુમારી ઘણીવાર જુરાસિક પાર્કમાં સફારી ટોપીમાં ફરતી જોવા મળે છે. જે અહીં પ્રવાસીઓને ડાયનાસોરનાં હાડકાં, ઈંડાં અને અવશેષો બતાવતી અને સંવર્ધન કરતી જોવા મળે છે.
આ બધી જ બાબતો માટે માતા-પિતા તરફથી મળેલ બીનશરતી ટેકા બદલ આલિયા આભારી છે. આલિયા એક સંગ્રહાલય બનાવવા અને પેલેઓન્ટોલોજીના વિદ્યાર્થીને સંશોધનમાં મદદ કરવા ઇચ્છે છે. તેને આ જુરાસિક પાર્ક રાજ્ય સરકારને સોંપવામાં વાંધો નથી, પરંતુ તે ઇચ્છે છે કે, રાજ્ય સરકાર દ્વારા તેનું શ્રેષ્ઠ જતન કરવાની બાંહેધારી આપવામાં આવે.
આલિયા (જેની દાદી બોલિવૂડની જાણીતી અભિનેત્રી પરવીન બાબી હતી) જણાવે છે, “આ ગામ મારા દાદાનું હતું અને અત્યારે તે ભારતની ત્રીજી સૌથી મોટી ઐતિહાસિક ડાયનોસોર સાઇટ છે. જે ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત છે. તેથી હું પણ ડાયનાસોરના આ અવશેષોને સાચવવા કામ કરીશ.”
પ્રાચિન ઇતિહાસ જાણવા ઇચ્છતા લોકો માટે આ સુવર્ણ ખાણ છે. બાલાસિનોર જુરાસિક પાર્ક એ વિશ્વની એકમાત્ર જગ્યા છે, જ્યાં પ્રવાસીઓ ખરેખર ડાયનાસોરના અવશેષોને સ્પર્ષ કરી શકે છે, અવશેષો તેમના હાથમાં પકડી શકે છે. ‘ડાયનાસોર રાજકુમારી’ લોકોની જાગૃતિ માટે સ્વેચ્છાએ તેમને માર્ગદર્શન આપે છે.
સંપર્કની માહિતી: આલિયા સુલ્તાના બાબી
સરનામુ: ગાર્ડન પેલેસ હોટેલ, GJ SH 141, બ્રાહ્મની સોસાયટી, બાલાસિનોર, ગુજરાત 388255
ઈમેલ: palacebalasinor@gmail.com
ફોન નંબર: 91 2690 267786
મૂળ લેખ: સંચારી પાલ
આ પણ વાંચો: Exclusive: કેવી રીતે એક એન્જિનિયર બન્યો ‘સ્કેમ 1992’ નો સ્ટાર, જબરદસ્ત હિટ શો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.