આપણા દેશમાં આજે પણ ન જાણે કેટલી મહિલાઓ પિરિયડ્સ દરમિયાન કપડું, પત્તાં, રાખ જેવી અસુરક્ષિત વસ્તુઓનો ઉપયોગ કરે છે. દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં જાગૃતિની ઊણપની સાથે-સાથે સેનેટરી નેપ્કિન્સ જેવા વિકલ્પ ઓછા ખર્ચે ન મળી શકવાની પણ એક સમસ્યા છે.
સાથે-સાથે આપણે એમ પણ ન કહી શકીએ કે, જે મહિલાઓ સેનેટરી નેપ્કિન કે ટેમ્પોનનો ઉપયોગ કરે છે, તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કારણકે આ મહિલાઓ ભલે પેડ્સ વગેરેનો ઉપયોગ કરે પરંતુ તેમને એ નથી ખબર કે સેનેટરી નેપ્કિનના કયા-કયા વિકલ્પ ઉચિત છે.
વાસ્તવમાં આપણે જ્યારે પણ કોઈ સામાન ખરીદીએ છીએ ત્યારે આપણે આપણી જરૂરિયાત અને સામાનની કિંમત જ જોઈએ છીએ. એ ક્યારેય નથી વિચારતા કેમ આ આ ઉત્પાદન આપણા પાર્યાવરણ અને જીવ-જંતુઓ માટે કેટલું સુરક્ષિત છે. માહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં સેનેટરી પેડ્સ પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે. ઘટી ઓછી માત્રામાં સેનેટરી પેડ્સનું ઉપયોગ બાદ યોગ્ય પ્રબંધન થઈ શકે છે. મોટાભાગના કચરાના ઢગલાઓમાં સેનેટરી પેડ્સ જોવા મળે છે, જે ઘણી વાર માટી, પાણીના સ્ત્રોત તેમજ પર્વતોને પ્રદૂષિત કરે છે.
100% કંપોસ્ટેબલ પેડ્સ
આ બાબતોને ધ્યાનમાં રાખતાં ‘આકાર ઈનોવેશન્સ’એ ઓછા ખર્ચમાં 100% કંપોસ્ટેબલ ‘આનંદી ઈકો+’ પેડ્સ બનાવ્યાં છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ માટે અનુકૂળ છે. ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા લેબ દ્બારા સર્ટિફાઇડ આનંદી દેશનું પહેલું કંપોસ્ટેબલ અને સસ્ટેનેબલ સેનેટરી નેપ્કિન છે. આનું એક પેજેટ 40 રૂપિયામાં મળે છે અને તેમાં 8 પેડ્સ હોય છે.

આનંદી ઈકો+ ની ખાસિયત એ છે કે, તેને અલગ-અલગ એગ્રોવેસ્ટ જેમકે, શણ, કેળાનું ફાઈબર વગેરેમાંથી બનાવવામાં આવે છે. આ એગ્રોવેસ્ટ જૈવિક છે અને ખૂબજ સરળતાથી અપઘટિત થઈ જાય છે. જી હા, જો આ પેડ્સને ઉપયોગ બાદ માટીમાં દબાવી દેવામાં આવે તો, તે 90 થી 180 દિવસ બાદ કંપોસ્ટ ખાતરમાં ફેરવાઈ જાય છે. આ ડીકંપોઝ પ્રક્રિય દરમિયાન માટીમાં કોઈપણ પ્રકારનાં હાનિકારક તત્વો નથી છોડતું.
આકાર ઈનોવેશન્સના ફાઉન્ડર જયદીપ મંડલ જણાવે છે, “એક વાર હું અફઘાનિસ્તાન ગયો હતો. આ પ્રવાસ દરમિયાન મને અહેસાસ થયો કે, સેનેટરી નેપ્કિનના ઉપયોગ બાદ તેને યોગ્ય રીતે ડિસ્પોઝ કરવાં ખૂબજ જરૂરી છે. દર વર્ષે 2010 થી જ પોતાના સ્ટાર્ટઅપ મારફતે પેડ્સ બનાવતા હતા, પરંતુ આ પ્રવાસ બાદ, મેં નક્કી કરી દીધું કે, મારે હવે ઈકો-ફ્રેન્ડલી વિકલ્પ પર કામ કરવાનું રહેશે. એ પણ એક એવો વિકલ્પ, જે ઓછા ખર્ચે બને અને દરેક મહિલા માટે ખરીદવું શક્ય બને.”
એમબીએ કરનાર જયદીપે ‘આકાર’ ને એક કૉલેજ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું હતું અને પછી વર્ષ 2011 માં તેને રજિસ્ટર કરાવવામાં આવી. તેમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરી એક એવું મશીન બનાવ્યું, જેનાથી સરળતાથી સેનેટરી નેપ્કિન્સ બનાવી શકાય.

તેમણે ઉત્તરાખંડના એક ગામમાં પોતાનો પાયલટ પ્રોજેક્ટ કર્યો. જયદીપના જણાવ્યા અનુસાર, તેઓ ગ્રામિણ વિસ્તારોમાં મહિલા સ્વયં સહાયતા સમૂહોને તેમનાં મશીન વેચતા હતા અને તેમને એક સેનેટરી નેપ્કિન મેન્યુફેક્ચરિંગ યૂનિટ સેટ-અપ કરવામાં મદદ કરતા હતા. પેડ્સ બનાવવા માટે બધાં રૉ-મટિરિયલ પણ આકાર ઈનોવેશન્સ જ આ મહિલા ઉદ્યમીઓને આપે છે.
વિદેશમાં પણ છે યૂનિટ્સ
અત્યારે ભારતમાં 30 કરતાં પણ વધારે આનંદી પેડ્સ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ છે, જે 12 અલગા-અલગ રાજ્યોમાં ફેલાયેલ છે. આ વધા યુનિટ્સ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ રીતે તેઓ ગ્રામીણ મહિલાઓ સુધી સુરક્ષિત પેડ્સ તો પહોંચાડે જ છે, સાથે-સાથે તેમને આત્મનિર્ભર અને ઉદ્યમી પણ બનાવે છે. તેમના આ યુનિટ્સ મારફતે ગામડાંની 1000 કરતાં પણ વધારે મહિલાઓને રોજગાર મળ્યો છે. ભારત સિવાય કેન્તા, તંજાનિતા, નેપાળ, ઝિંબાવે, યૂગાન્ડા અને દક્ષિણ આફ્રિકા જવા દેશોમાં તેમના યૂનિટ્સ છે.

અત્યાર સુધી આકાર ઈનોવેશન્સે ગ્રાહક તરીકે 10 લાખ કરતાં પણ વધારે મહિલાઓ અને છોકરીઓના જીવનને પ્રભાવિત કર્યાં છે. આ સિવાય, તેમની ટીમ આ વિસ્તારમાં લોકોને પિરિયડ્સ પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ બનાવવા પર પણ કામ કરે છે. જયદીપ કહે છે કે, આજે પણ ભારતમાં આ વિષય પર લોકો ખુલીને વાત નથી કરતા. તેને શરમની વાત સમજવામાં આવે છે. પરંતુ અમે તેમને સમજાવીએ છીએ કે, માત્ર મહિલાઓના જીવનનો જ નહીં પરંતુ સમાજના જીવનનો વિષય પણ બહુ જરૂરી છે. કારણકે તેનો સીધો સંબંધ નવજીવન પર છે.
સાથે-સાથે, સ્કૂલ-કૉલેજમાં છોકરીઓ અને મહિલાઓને માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા વિકલ્પ વિશે જણાવવામાં આવે છે. પોતાની બ્રાન્ડનું માર્કેટિંગ કર્યા વગર, તેમનો ઉદ્દેશ્ય આ છોકરીઓને એક જવાબદાર ગ્રાહક બનાવવાનો હોય છે.

જયદીપે કહ્યું, “અમે તેમને મેંસ્ટ્રલ કપથી લઈને બાયો-ડિગ્રેડેબલ પેડ્સ અને કંપોસ્ટેબલ પેડ્સ બાબતે જણાવીએ છીએ. તેના વચ્ચેનું અંતર સમજાવીએ છીએ, જેથી તેઓ કોઈપણ બ્રાન્ડની પ્રોડક્ટ ખરીદે, પરંતુ તેને ખરીદતી વખતે પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે પહેલાં વિચારે. ઘણી બ્રાન્ડ્સ બાયો-ડીગ્રેડેબલ પેડ્સ વેચે છે પરંતુ તેઓ એમ નથી જણાવતી કે, આ પેડ ડીગ્રેડ થવામાં વર્ષોનો સમય લાગી શકે છે અને આ પર્યાવરણ માટે યોગ્ય નથી.”

‘આનંદી પેડ્સ’ લૉચ કરી જયદીપ અને તેમની ટીમ સમાજ અને પર્યાવરણ માટે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. પરંતુ આ સાથે જ એ પણ જરૂરી છે કે, આપણે મહિલાઓ સેનેટરી પેડ્સનો યોગ્ય વિકલ્પ પસંદ કરીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ઉચિત હોય અને પર્યાવરણને અનુકૂળ પણ હોય.
આનંદી પેડ્સ વિશે વધુ માહિતી માટે તમે અહીં ક્લિક કરો અને જો તમે જયદીપનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેમને jaydeep@aakarinnovations.com પર ઈમેલ કરી શકો છો.
આ પણ વાંચો: પંજાબના 60 વર્ષના સુરેન્દ્રપાલ ઓર્ગેનિક કપાસની ખેતી કરી, જૈવિક કપડા બનાવીને કરે છે લાખોની કમાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.