તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દેશમાં દરરોજ કેટલો કચરો ઉત્પન્ન થાય છે? કે પછી તમે ક્યારેય તમારા ઘરના કચરાને નિયમિત અને યોગ્ય રીતે નિકાલ કરવાનો પ્રયાસ કર્યો છે? જો નથી કર્યું, તો પછી તમારા ઘરે એક પ્રયોગ કરો અને તે જાણવાનો પ્રયત્ન કરો કે તમારા ઘરમાં વેફર, બિસ્કિટ રેપર્સ, બોટલ, સિંગલ યુઝ પોલિથીન જેવું કેટલું પ્લાસ્ટિક ભેગું થાય છે.
તમારી ડસ્ટબિનની બહાર, જમીનમાં અને પાણીમાં આ પ્લાસ્ટિક જ્યાં ત્યાં ભીના કચરા સાથે અટકી જાય છે અને ક્યારેક નિર્દોષ પ્રાણીઓના પેટમાં પણ જાય છે. આ ઉપરાંત તે પર્યાવરણમાં અનેક રીતે પ્રદૂષણ પણ ફેલાવે છે. પરંતુ જો દરેક કુટુંબ પોતે કરેલા કચરા માટે જવાબદારી લે છે, તો પછી આ સમસ્યા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે અને આ કામ કરવું અઘરું નથી. તમે તમારા જીવનમાં થોડોક સમય કાઢી આ કામ કરી શકો છો અને તમારા જીવનમાં ઘણો મોટો ફરક લાવી શકો છો. મહારાષ્ટ્રના ભંડારામાં રહેતા રાઘવ છેલ્લા ત્રણ મહિનાથી તેના ઘરની આજુબાજુ અને પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને તેનો યોગ્ય નિકાલ કરવાનું કામ કરી રહ્યા છે.

જ્યારે મેં ટ્રેકિંગ દરમિયાન કચરો જોયો, ત્યારે મેં કંઈક કરવાનું નક્કી કર્યું.
મહારાષ્ટ્રના ભંડારામાં રહેતા રાઘવે મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછીએમબીએની ડિગ્રી લીધી. અભ્યાસ પૂરો કર્યા પછી, તે તાંબાનાં વાસણો બનાવવાના તેમના પારિવારિક વ્યવસાયમાં જોડાયા. તે કહે છે, “હું હંમેશાં ટ્રેકિંગનો શોખીન છું. મારા શહેરની આજુબાજુ પણ ઘણાં ટ્રેકિંગ સ્થળો છે. જયારે થોડા સમય પહેલ જ્યાં પણ હું ટ્રેક પર ગયો ત્યાં જ મેં કચરાની સમસ્યા જોઇ. લોકો ફરવા આવે છે પરંતુ ઘણો કચરો કરે છે. હું ઘણું વિચારતો કે આ લોકો પ્લાસ્ટિકના રેપરો કે બોટલ કેમ તેમની સાથે પાછા નથી લઇ જતા?”
આ વિશે ઘણું વિચાર્યા પછી, હું સમજી ગયો કે લોકોને ખાતરી આપતા પહેલા મારે જાતે જ કંઈક કરવું પડશે. એટલે રાઘવે જાતે જ શરૂઆત કરી. સૌ પ્રથમ, તેણે તેના ઘરમાં આવતા પ્લાસ્ટિક પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે ધીમે ધીમે ખાતરી કરી કે તેના ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં આવે. ખાસ કરીને સિંગલ યુઝ પોલિથીન વગેરે. આ પછી, જે પ્લાસ્ટિક આવે છે, તેનું યોગ્ય સંચાલન થવું જોઈએ. તેથી તેણે તેના ઘરમાં કચરો અલગ કરવાનું શરૂ કર્યું.
રાઘવ કહે છે કે “આ સરળ કામ નથી, પરિવારના સભ્યોને સમજાવવું મુશ્કેલ હતું, પરંતુ હું તેમને દરેક વખતે સમજાવીશ કે તે આપણા માટે કેવી રીતે નુકસાનકારક છે. હવે ઘરના લોકોએ પણ કચરો અલગ રાખવાનું શરૂ કરી દીધું છે. મારો ઘરનો કચરો ભેગો કરવા સાથે, મેં મારા આસપાસના લોકોને પણ કહ્યું કે પોલિથીન અથવા પ્લાસ્ટિકનો કચરો ડસ્ટબિનમાં નાખવાને બદલે મને આપવો.”
રાઘવ દર અઠવાડિયે તેના આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિકનો કચરો ભેગો કરે છે. છેલ્લા ત્રણ મહિનામાં તેણે 150 કિલોથી વધુ કચરો ભેગો કર્યો છે.

રિસાયકલરોને પહોંચાડવું
પ્લાસ્ટિક ભેગું કરવાની સાથે સાથે રાઘવે પહેલા સ્થાનિક રિસાયકલ વિશે માહિતી ભેગી કરી. તે કહે છે, “મેં કચરમાંથી કેટલોક કચરો સ્થાનિક રિસાયક્લિંગ સંસ્થાને અને આશરે 50 કિલો પ્લાસ્ટિકનો કચરો પૂણે સ્થિત “ઇકોકારી” સંસ્થા ને આપ્યો હતો. ઇકોકરી પ્લાસ્ટિકનો ઉપયોગ બેગ, પર્સ વગેરે બનાવવા માટે કરે છે. જો કે, ત્યાં પ્લાસ્ટિકના વિવિધ પ્રકારો છે, તેથી બધા પ્લાસ્ટિક માટે રિસાયકલ શોધવાનું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે ઘણાં સ્થાનિક રિસાયકલ મોટી સંખ્યામાં કચરો લે છે.”
રાઘવ કહે છે કે જો રિસાયકલ ઉપલબ્ધ ન હોય, તો તેનો અર્થ એ નથી કે આપણે ફક્ત કચરો ક્યાંય પણ ફેંકી દેવો જોઈએ. જ્યાં સુધી તમને સાચો રસ્તો ન મળે ત્યાં સુધી તમે તેને સારી રીતે ભેગો કરીને રાખી શકો છો. તેણે કહ્યું કે તે પ્લાસ્ટિકના કચરાની બોરીઓ તેના ઘરના એક ખૂણામાં રાખે છે. સારી વાત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં, કચરો એકત્રિત કરવાની સાથે, તે પણ મોટા પ્રમાણમાં તેના પરિવારની ટેવમાં બદલાવ લાવવામાં સફળ રહ્યો છે. હવે તેના ઘરમાં વધુને વધુ કાપડની થેલીઓ વપરાય છે.
“હું હજી પણ દર અઠવાડિયે નિયમિતપણે કચરો ભેગો કરું છું. જો હું ક્યાંક ટ્રેકિંગ પર જઉં છું, તો ત્યાંથી પણ પ્લાસ્ટિકના કચરાને શક્ય તેટલું ઓછું કરવાનો પ્રયાસ કરું છું. પરંતુ સમસ્યા એ છે કે રિસાયકલ સરળતાથી મળી શકતા નથી. લોકો પોતાનો કચરો ક્યાં મોકલી શકે છે, જ્યાં તેનો યોગ્ય નિકાલ કરી શકાય છે તે વિશે પણ તેઓ જાગૃત નથી. નાના શહેરોમાં આવી સુવિધાઓ મેળવવી મુશ્કેલ છે અને મોટા શહેરોમાં કુરિયરનો કચરો લોકો માટે મોંઘો પડે છે.”
છેલ્લે તે વિનંતી કરે છે કે જો કોઈ શહેરમાં તેની આસપાસના કચરાનો નિકાલ કરનારા કોઈ રિસાયકલ અથવા સંસ્થાઓ તેને આ કાર્યમાં મદદ કરી શકે તો તે ખૂબ સારું રહેશે. રાઘવનું અ કામ પ્રશંસનીય છે અને અમને આશા છે કે ઘણા લોકો તેમની પાસેથી પ્રેરણા લે. તેનો સંપર્ક કરવા તમે dhootraghav9@gmail.com પર ઇમેઇલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચરામાંથી કરોડોની કમણી: કચરો વિણનારાઓનું જીવન બદલવા આ મહિલાએ બનાવી કરોડોની બ્રાન્ડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.