મોટે ભાગે અજાણ્યા પુરાતત્વીય, ઐતિહાસિક અને જીવંત સાંસ્કૃતિક વારસાના ગુણધર્મો તથા એક પ્રભાવશાળી લેન્ડસ્કેપમાં ઘેરાયેલ આ જગ્યા છે જેમાં પ્રાગૈતિહાસિક (ચોલકોલિથિક) સાઇટ્સ, પ્રારંભિક હિન્દુ રાજધાનીનો પહાડી કિલ્લો અને ગુજરાત રાજ્યની 16 મી સદીની રાજધાનીના અવશેષોનો સમાવેશ થાય છે. આ સ્થળે 8 થી 14 મી સદીના અન્ય સ્થળો, કિલ્લેબંધી, મહેલો, ધાર્મિક ઇમારતો, રહેણાંક વિસ્તાર, કૃષિ માળખા અને પાણીના સ્થાપનોનો પણ સમાવેશ થાય છે. પાવાગઢ ડુંગરની ટોચ પર આવેલ કાલિકામાતા મંદિર એક મહત્વનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, જે આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે. ચાંપાનેર સ્થળ એકમાત્ર એવું સ્થળ છે જે મુઘલ સ્થાપત્યો પહેલાના ઇસ્લામિક સ્થાપત્યની સાક્ષી પુરી રહ્યું છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં સ્થિત ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન, પ્રભાવશાળી લેન્ડસ્કેપમાં કંડારાયેલ પુરાતત્વીય, ઐતિહાસિક અને જીવંત સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પાવાગઢ ટેકરી જે જ્વાળામુખી દ્વારા રચિત છે તે આસપાસના મેદાનોથી 800 મીટર ઊંચાઈ પર છે, અહીંયા પ્રાગૈતિહાસિકથી મધ્યકાલીન સમયગાળા સુધીના વસાહતોના અવશેષોનો સમાવેશ થાય છે, જે બાદમાં હિંદુ રાજધાની (14 મી સદી) ના પર્વતીય કિલ્લા દ્વારા રજૂ થાય છે. અને 15 મી સદીમાં સ્થાપિત ઇસ્લામિક રાજ્યની રાજધાનીના અવશેષોને પણ સમાવિષ્ટ કરે છે. 12 અલગ-અલગ વિસ્તારોની બનેલી આ જગ્યામાં કિલ્લેબંધી, મહેલો, ધાર્મિક ઇમારતો, રહેણાંક વિસ્તાર અને પાણીને જાળવી રાખતા સ્થાપત્યો, તેમજ ચાંપાનેરનું વસવાટ માટેનું ગામ પણ છે.

આ વિસ્તાર 13 મી સદીમાં ખીચી ચૌહાણ રાજપૂતો દ્વારા જીતી લેવામાં આવ્યો હતો, જેમણે તેમની પ્રથમ વસાહત પાવાગઢ ટેકરીની ટોચ પર અને ટેકરીની નીચેની પટ્ટી સાથે કિલ્લેબંધીની દિવાલો દ્વારા બનાવી હતી. આ સમયગાળાના સૌથી પહેલા બનેલા અવશેષોમાં મંદિરોનો સમાવેશ થાય છે, અને મહત્વના અવશેષો પૈકી પાણી માટેની જાળવણીની પ્રણાલીઓ છે. ગુજરાતના તૂર્ક શાસકોએ 1484 માં આ પહાડી-કિલ્લા પર વિજય મેળવ્યો હતો. સુલતાન મેહમુદ બેગડા દ્વારા તેને પોતાની રાજધાની બનાવવાના નિર્ણય સાથે, આ સ્થળનો સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક તબક્કો શરૂ થયો. ડુંગરની તળેટીમાં ચાંપાનેરની વસાહત ફરીથી બનાવવામાં આવી હતી અને તે 1536 સુધી ગુજરાતની રાજધાની રહી હતી, ત્યારબાદ તેને ત્યજી દેવામાં આવી હતી.
મુખ્ય ઇમારતો અને કિલ્લાઓના માળખાકીય અવશેષો સિવાય, શહેરના મોટાભાગના ભાગો અસ્પષ્ટ છે, જો કે શહેરની આવશ્યક સુવિધાઓનું આયોજન અને સંકલન – શાહી વસાહતો, ઉપયોગિતાઓ, ધાર્મિક ઇમારતો અને જગ્યાઓ – જોઇ શકાય છે. ચાંપાનેર-પાવાગઢના 14 મી સદીના મંદિરો અને પાણીને જાળવી રાખતા સ્થાપત્યો, રાજધાની બન્યા પછીના શહેરના ધાર્મિક, લશ્કરી અને કૃષિ માળખાં, હિન્દુ અને મુસ્લિમ બંને સ્થાપત્યનું પ્રતિનિધિત્વ કરે છે. સુલતાનની રાજધાની અને નિવાસસ્થાન તરીકે ચાંપાનેરનું મહત્વ ગ્રેટ મસ્જિદ (જામા મસ્જિદ) માં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે ભારતમાં પાછળથી મસ્જિદ આર્કિટેક્ચરનું મોડેલ બન્યું.

આ રચનાઓ મુખ્યત્વે હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સંપૂર્ણ મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે. ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક ખૂબ જ ટૂંક સમય પૂરતી રાજધાની રહેલ શહેરનો ઉત્કૃષ્ટ વારસો છે, જે તેની ટોપોગ્રાફી અને કુદરતી સુવિધાઓના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા વસાવવામાં આવી હતી.
અત્યારે આ સાઈટ અતિક્રમણ, જંગલોનું નિકંદન અને માનવીય પ્રવૃત્તિઓના કારણે લુપ્ત થવાના ભયના ઓથાર હેઠળ છે તો દરેક લોકો એ તે બાબતે ગુજરાત તેમજ દેશના આવા ઐતિહાસિક વરસના જતન માટે નક્કર પગલાં ભરી સજાગતા કેળવવી જોઈએ.
સંદર્ભ – યુનેસ્કો
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એકની જગ્યામાં 3 બેડ, ગુજરાતના ક્લાસ 1 અધિકારીની આ શોધ શહેરવાસીઓ માટે આશીર્વાદરૂપ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો