તમારી ભાવતી ચોકલેટ કઈ છે? ડેરી મિલ્ક, પર્ક કે પછી કિટકેટ? તમને કઈ બ્રાન્ડની ચૉકલેટ કે આઈસક્રીમ ભાવે છે, બાસ્કિન રૉબિંસ, અમૂલ કે પછી વાડીલાલ? કે ચૉકલેટ બિસ્કિટ માટે તમને સૌથી વધારે કઈ બ્રાન્ડ ગમે છે, ડાર્ક ફેન્ટસી, હાઈડ એન્ડ સીક કે બૉર્બન? કહેવાની જરૂર જ નથી, આ જ વિકલ્પમાંથી કોઈ એકને પસંદ કરવી બહુ મુશ્કેલ છે. જો તમે ક્યારેય પણ સૌથી વધારે સારા ચૉકલેટ ઉત્પાદન બાબતે ચર્ચામાં પડ્યા હોય તો, વિશ્વાસ રાખો, કર્ણાટકની આ ચૉકલેટ કંપનીની અહીં આપેલ માહિતી ખરેખર બહુ રસપ્રદ છે. જરા વિચારો, જો અમે તમને કહીએ કે, આ ઉત્પાદનો વિવિધ કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યાં છે, પરંતુ તેમનું મૂળ એકજ છે, તો? તમારી ભાવતી વૉકલેટની ઓછામાં ઓછી એક સામગ્રૂ ‘સેન્ટ્રલ એરેકા નટ માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ કોઑપરેટિવ’, કે ‘Campco’ થી આવી હશે. આ કંપનીની કહાની તો રસપ્રદ છે જ, સાથે-સાથે સોપારીના એ ખેડૂતોનો પણ આભાર માનીશ કે, જે આપણા જીવનામાં મીઠાશ લાવે છે.
દેશના ઉત્તરમાં Campco કંપની ભલે ઓછી પ્રસિદ્ધ હોય, પરંતુ કેડબરી અને નેસ્લે બાદ આ ભારતમાં ચૉકલેટની ત્રીજી સૌથી મોટી ઉત્પાદક કંપની છે. એ કહેવું કદાચ ખોટું નહીં ગણાય કે, આઈસ્ક્રિમ, બિસ્કિટ કે પીણાં સહિત લગભગ બધાં ચૉકલેટવાળાં ઉત્પાદનો, જેનું આપણે સેવન કરીએ છીએ, તેમાં થોડું Campco છે. આ કંપની મેંગલુરૂથી લગભગ 52 કિમી દૂર કોર્નડકામાં આવેલ છે અને 1973 માં સોપારીના ખેડૂતોના એક સમૂહે તેને શરૂ કરી હતી.
ખેડૂતોની એકત માટે બની Campco
કૈમ્પકો બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, ખેડૂતો ભેગા થાય જેથી કૉર્પોરેટ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના ફાયદા માટે તેમનું શોષણ ન કરી શકે અને ખેડૂતો કોકો ઉગાડીને પોતાનું ભવિષ્ય સુધારી શકે. આ કંપની સોપારીને દર વર્ષે લગભગ 1800 કરોડનો વ્યવસાય કરે છે, તો ચૉકલેટ યુનિક લગભગ 300 કરોડ રૂપિયાનું યોગદાન કરે છે.

કૈમ્પકોના મેનેજિંગ એન્ડ એગ્ઝક્યૂટિવ ડિરેક્ટર એચ એમ કૃષ્ણકુમાર કહે છે કે, કેરળ અને કર્ણાટકમાં સોપારી ઉગાડતા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા અને આને જોઈને જ કંપનીની સ્થાપના થઈ હતી. તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “ઉપજની કિંમતો ઘટી ગઈ અને ખેડૂતોને લઘુત્તમ ભાવમાં પણ સ્થિરતાની જરૂર હતી, કૈમ્પાકોના સંસ્થાપક, વારાણશી સુબ્રયા ભટ (જે એક ખેડૂત હતા) તેમણે સંકટનો હલ કાઢવા માટે કંપનીની સ્થાપના કરવાનો વિચાર કર્યો.”
કૃષ્ણકુમાર કહે છે કે, વારાણશી માત્ર સોપારીની ખેતી પાર વિશ્વાસ ન કરતાં સાથે-સાથે અન્ય ઉપાય પણ આપે છે, જેમ કે, ખેડૂતોએ ઈન્ટરસ્ક્રૉપ તરીકે કોકો અને કાળામરી પણ ઉગાડવાં.
1970 ના દાયકામાં, અમૂલ અને કેડબરી ચૉકલેટ બનાવવા માટે કોકોના ખરીદદાર બની ગયા. 1979 માં કિંમતો 13.65 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 5.30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલ ભાવના ઘટાડાના કારણે કંપનીઓએ આ ઉત્પાદનો ખરીદવાનાં બંધ કરી દીધાં. કૃષ્ણકુમાર કહે છે, “બજારને સ્થિર કરવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓની દયા પર રહેવાની જગ્યાએ કંપનીએ 1980 અને 1985 ની વચ્ચે 337 ઉત્પાદન ખરીદી ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય કર્યો. Campco એ ખેડૂતોને નુકસાનથી બચાવવા માટે લઘુત્તમ સમર્થન ભાવ આપ્યા. ગુણવત્તાવાળાં કોકો બીન્સના ઉત્પાદનમાં વધારો તો થઈ રહ્યો હતો, પરંતુ ખરીદદારો ઓછા હતા. ત્યારે કંપનીએ ચૉકલેટ ઉત્પાદનો બનાવવાનો નિર્ણય લીધો.”
કૃષ્ણકુમાર કહે છે કે, ખેડૂતોએ ઉચ્ચ ગુણવત્તાના કોકો ઉગાડ્યા. પરંતુ વૈશ્વિક ચૉકલેટ કંપનીઓ સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે તેમને ટ્રેનિંગની જરૂર હતી. તેમણે કહ્યું, “ખેડૂતોને ચૉકલેટ બનાવવા વિશે કોઈ માહિતી નહોંતી. છતાં બધાએ આ ક્ષેત્રમાં પ્રવેશવાનો નિર્ણય લીધો.”

પ્રીમિયમ ગુણવત્તાવાળી ચૉકલેટનું ઉત્પાદન કરવા માટે 1986 માં ચૉકલેટ યૂનિટની સ્થાપના કરવામાં આવી હતી અને તે તેમણે બ્રાઝીલ, ઘાના અને અન્ય કોકોની ખેતી કરતાં દેશો બરાબર હતું. આ દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી મોટું કારખાનું હતું. કૃષ્ણકુમારનું કહેવું છે કે, કંપનીએ પૈસા કમાવા માટે સૂકા કોકો બીન્સની નિકાસ પણ કરી.
યાદ કરતાં તેઓ વધુમાં જણાવે છે કે, શરૂઆતના વર્ષે બહુ સંઘર્ષ કરવો પડ્યો અને કંપનીએ એ સમયે કોઈ નફો પણ ન મળ્યો. તેઓ કહે છે, “સમય મુશ્કેલ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ છતાં, ખેડૂતોને તેમની ઉપજ માટે ઊંચા ભાવ આપવામાં આવ્યા. નુકસાન કરીને પણ કંપનીએ તેમને સ્થિર આવકની સાથે નફો રળવાની તક આપી. કોકો માટે સારા ભાવ આપવાની શરૂઆત કરી ખેડૂતોનું સમર્થન કરવાની સાથે-સાથે કંપનીએ આધુનિક ટેક્નિકની મદદથી ગુણવત્તાયુક્ત ફસલ ઉગાડવા અને મેડિકલ અને આર્થિક સહાયતા મેળવવામાં પણ મદદ કરી.”
દરેક ચૉકલેટમાં Campco
199 માં, Campco એ કોકો માખણ, ચોકો માસ અને ચૉકલેટ કંપાઉન્ડને વેચીને કંપનીઓને કાચા માલની આપૂર્તિ કરવાની શરૂ કરી, જે ચૉકલેટ, કુકીઝ, આઈસ્ક્રીમ અને પીણાં બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કૃષ્ણકુમાર કહે છે, “ભારતમાં કોઈપણ ચૉકલેટ ઉત્પાદનનું નામ લો, તેમાં ઓછામાં ઓછી એક સામગ્રી તો, Campco થી મોકલવામાં આવે જ છે. “
કહેવાય છે કે, અમૂલ, બ્રિટાનિયા, આઈટી્સી, યૂનિબિક, પાર્કે, કેડબરી, હર્શીઝ અને લૉટ સહિત ઘણી કંપનીઓ Campco પાસેથી ચૉકલેટ ખરીદે છે. કારખાનામાં ઓછામાં ઓછાં 50 કોકો ઉત્પાદનો બનાવે છે. કંપનીની Campco બાર, મેલ્ટો ક્રીમ અને ટર્બો સહિત તેમની પોતાની ચૉકલેટ પણ છે, જે કર્ણાટકમાં ખૂબજ લોકપ્રિય છે.
ભાવમાં ઉતાર-ચઢાવથી બચવા માટે, 1990 ના દાયકામાં કંપનીએ નેસ્લે સાથે 10 વર્ષની સમજૂતી કરી. બહુરાષ્ટ્રીય કંપની ભારતીય બજાર પર નજર ટકાવીને બેઠી હતી અને તેમને Campco સાથે તક મળી ગઈ. આ સમજૂતી અનુસાર, નેસ્લે માટે Campco થી કોકોની બીન્સ કે ફલીઓ ખરીદવી અનિવાર્ય હતી. આ સમજૂતીથી કિસાન સહકારી સુરક્ષા મેળવવામાં મદદ મળી. જો આમ ન થાત તો નેસ્લે પોતાનાં ઉત્પાદનો માટે કોકોની ફલીઓ આયાત કરી શકતી હતી.
મુખ્ય રૂપે સોપારીના ઉત્પાદન અંતર્ગત કામ કરતાં, ચૉકલેટ યૂનિટે 2005 માં નફો કમાવાનો શરૂ કર્યો હતો અને ત્યારથી તેમનો ભાગ હિસ્સો વધી ગયો.

જોકે, 2012 અને 2015 વચ્ચે એક સંકટ આવ્યું, જ્યારે કોકોની કિંમતો 40-50 રૂપિયા પ્રતિ કિલો પ્રમાણે 35 રૂપિયા સુધી ઓછા થઈ ગયા. કૃષ્ણકુમાર કહે છે, “કંપનીને નુકસાન ઉપાડવું પડ્યું, પરંતુ છતાં પણ તેમણે ખેડૂતોને 50-55 રૂપિયા પર્તિ કિલો ચૂકવણી કરી.”
‘ખેડૂત પ્રાથમિકતા નથી’
કૃષ્ણકુમારનું કહેવું છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચૉકલેટ અને તેનાં ઉત્પાદનોનો માંગણીમાં દસ ગણો વધારો થાય છે. તેઓ કહે છે, “તેઓ દર વર્ષે 15-20% સુધી વધી જાય છે. ઉત્પાદન વધવાથી લાગત પણ વધે છે. ચૉકલેટ બનાવવી મોંઘી છે અને અમારો સતત પ્રયત્ન રહે છે એ લાગત ઘટાડી શકાય છે. કંપનીની બધી ઉર્જા જરૂરિયાતોનો 65% પવન અને સૌર ઉર્જાથી પૂરો થાય છે. આપણું લક્ષ્ય 45% ઉર્જા ઉપયોગને અલગથી સૌરથી બદલવામાં આવે છે.”

તેમનું કહેવું છે કે, કારખાનાને રોજ લગભગ 3,00,000 લીટર પાણીની જરૂર હોય છે. તેઓ કહે છે, “અમારી પાસે 13 એકરના પરિસરમાં એક વર્ષા જલ સંચયન પ્રણાલી અને બે તળાવ છે. પાણીનું દરેક ટીંપુ જમીનમાં સંચિત થાય છે. લગભગ 30 કરોડ લીટર પાણી સ્ટોર કર્યું છે, જે લગભગ 100 દિવસો સુધી પાણીની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરતા હતા.”
કંપનીએ જૈવ-બૉયલર પણ સ્થાપિત કરી છે, જે જૈવ ઈંધનનો ઉપયોગ કરે છે અને જીવાશ્મ ઈંધણને ઉપયોગમાં કાપ મૂકે છે, જેનાથી 1.2 કરોડ રૂપિયાની બચત થાય છે.
અમારો વ્યવસાય, માર્કેટિંગમાં રોકાણ અને ઉત્પાદનો ગુણવત્તામાં સુધારા પર કેંદ્રિત છે. તે ઘણાં રિસર્ચ પણ કરે છે જેથી કંપાઉન્ડ ચૉકલેટની જગ્યાએ શુદ્ધ ચૉકલેટ બનાવી શકે છે. અત્યારે Campco વર્ષનાં સાત હજાર મેટ્રિક ટન ચૉકલેટનું ઉત્પાદન કરે છે. કંપનીમાં 1.16 લાખ કરતાં વધારે વ્યક્તિગત ઉત્પાદન અને 570 ખેડૂત સહકારી સમીતિઓ છે.
કૃષ્ણકુમાર કહે છે, “આપણે ખેડૂતોના હિતોની રક્ષા કરવાનું ચાલું રાખશું કારણકે, એ જ સિદ્ધાંત છે, જેના પર કંપનીની સ્થાપના થઈ હતી. લાભ કમાવા કરતાં વધારે, ખેડૂતો માટે સહકારી કંપનીની પ્રાથમિકતા વધારે છે.”
ખેડૂતો ભારતનો પાયો છે અને Campco ની સફળતાની કહાની, તેનું જબરદસ્ત ઉદાહરણ છે.
આ પણ વાંચો: એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.