Search Icon
Nav Arrow
Bonsai

નાના કૂંડામાં મોટા ઝાડઃ YouTube પરથી શીખી ‘બોન્સાઈ’ કળા, ઘરેથી કરે છે હજારોની કમાણી

નોકરીમાં જામ્યું નહીં તો You Tubeમાંથી શીખી ‘બોન્સાઈ’ કળા, હવે હજારોમાં છે કમાણી

આ સ્ટોરી ઉત્તરપ્રદેશના એક એવા યુવાનની છે, જેણે યુ ટ્યૂબ દ્વારા ઝાડ-વૃક્ષ વિશે ખૂબ જ જાણકારી એકઠી કરી અને તેનાથી તેણે બોન્સાઈની કળા પણ શીખી હતી. એક સમયે નોકરીની શોધ કરનાર આ યુવાન આજે નર્સરી ચલાવી રહ્યો છે.

બાગપતનો રહેવાસી વિકાસ ઉજ્જવલ પોતાના અભ્યાસ પછી સરકારી નોકરીની તૈયારી કરવા લાગ્યો હતો. જોકે, તેના નસીબમાં કંઈક અનોખું જ લખેલું હતું. આ માટે અનેક કોશિશ કર્યા પછી પણ તે છેલ્લા તબક્કામાં પહોંચીને અસફલ રહેતો હતો. પ્રાઈવેટ નોકરીમાં પણ તેનું મન લાગી રહ્યું નહોતું. જોકે, તેને બીજો કોઈ રસ્તો પણ દેખાતો નહોતો.

Vikas
Vikas

તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, ‘મેં ખૂબ મહેનત કરી જોકે, તે પ્રમાણે મને પરિણામ ન મળ્યું. પછી ધીરે-ધીરે ઉંમર વધી રહી હતી તો પરિવાર તરફથી પણ કશુંક કરવાનું દબાણ વધતું જ જઈ રહ્યું હતું. ખૂબ જ મુશ્કેલી હતી પરંતુ મારે કૈંક તો કરવાનું જ હતું.’

વિકાસને નાનપણથી જ વૃક્ષ-ઝાડ સાથે ખૂબ જ લગાવ હતો અને તે જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે ઝાડ પાસે જ સમય પસાર કરતો હતો. તે વારંવાર યુ ટ્યૂબ પર ઝાડ-છોડ વિશે માહિતી મેળવતો હતો. એકવાર તેને બોનસાઈ વિશે ખબર પડી. ‘બોનસાઈ’ એટલે કે ટૂંકું ઝાડ, તે ઝાડની લંબાઈને ટૂંકી રાખતાં તેની ડિઝાઈનિંગની એક ટેક્નીક છે. બોનસાઈ વિશે વિકાસે જેટલું જોયું અને જેટલું સમજ્યું. તેનાથી તેમને લાગ્યું કે બોનસાઈ બનાવતા શીખવું જોઈએ. બોનસાઈની બજારમાં ખૂબ જ સારી કિંમત મળી શકે છે.

New Business

આ એક સારી કમાણીનો સ્ત્રોત હોય શકે છે કારણકે બોન્સાઈ ડિઝાઈનિંગ અને ટ્રેનિંગ, બન્ને દ્વારા તમે રુપિયા કમાઈ શકો છો. જો તમને આ કળામાં એક્સપર્ટ છુઓ તો તમે એક બોનસાઈના 10થી 50-60 હજાર રુપિયા પણ લઈ શકો છો. વિકાસે જણાવ્યું કે જેટલું જૂનું બોન્સાઈ હશે, તેની જ સૌથી વધુ અને સારા રુપિયા મળશે. જોકે, આ ધૈર્ય અને સંયમનું કામ છે.

વિકાસે આગળ જણાવ્યું કે, ‘મેં નક્કી કર્યુ હતું કે હું આ કામ જરુર કરીશ. આ કારણે હું એ શોધવા લાગ્યો કે ટ્રેનિંગ લઈ શકે છે. મેં બેથી ત્રણ જગ્યાએ બોન્સાઈ બનાવવાની ટ્રેનિંગ માટે સંપર્ક કર્યો પરંતુ વ્યવસ્થિત રીતે કોઈ જ માહિતી મળતી નહોતી. પછી એક જગ્યાએ ગયો પરંતુ ત્યાં પણ 3-4 દિવસોમાં પરત ફરવું પડ્યું હતું. કારણકે ટ્રેનરે કહ્યું કે તેને પોતાના કામ માટે એક મજૂર જોઈએ, કોઈ શીખનાર નહીં’

તેમના પરિવારજનો પહેલાથી જ આ કામ વિરુદ્ધ હતાં. કારણકે તેમને એવું લાગી રહ્યું હતું કે તે પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે. જોકે, વિકાસે હાર ન માની. પ્રકૃતિ પાસે તેમનો લગાવ હંમેશા રહ્યો છે અને તેને પ્રેરણા આપતો રહ્યો કે એકના એક દિવસે તો ચીજો જરુર બદલશે.

Start up

વિકાસે એક વાર યુ ટ્યૂબની મદદ લીધી. તેમણે યુ ટ્યૂબ પર જ વિડીયો જોઈ જોઈને બોન્સાઈ બનાવવાનું શીખવાનું શરુ કર્યુ હતું. આ સાથે જ તે સમયે તેની પાસે બચતના 23 હજાર રુપિયા હતાં. આ રુપિયાથી તેમણે 1800 કૂંડાઓ ખરીદ્યા અને છોડ ખરીદવામાં જ રોકાણ કર્યું હતું. તેઓ કહે છે કે તેમણે છોડ ખરીદવાની શરુઆત કરી. જેને પ્રોપેગેટ કરવા તેમાંથી એક છોડવાઓ બનાવવી શકાય. તેમને ખબર હતી કે એકદમ તો બોન્સાઈ બિઝનેસ નહીં ચાલે તે માટે તેમણે ડિઝાઈનિંગ સાથે જ ઝાડ અને વૃક્ષની નર્સરી પણ શરુ કરી દીધી હતી.

નર્સરી માટે તેમણે અન્ય જગ્યાઓથી ઝાડ ખરીદવાના બદલે તેમણે પોતાની આસપાસ જેટલા પણ ઝાડ હતાં તેમાંથી છોડ બનાવી શકાય તેમ જ કર્યું. આ સાથે જ તેમનું બોન્સાઈનું કામ પણ ચાલતું રહ્યું. તેમણે બોન્સાઈ બનાવવા માટેનું કામ લકી પ્લાન્ટથી શરુ કર્યુ. એક લકી પ્લાન્ટ્સની મદદથી તેમણે અનેક પ્લાન્ટ્સ બનાવ્યા અને પછી તેના પર બોન્સાઈ ડિઝાઈન શરુ કરી.

આજે તેમની પાસે આશરે 100થી વધારે વેરાયટી છે. જેમાં એરિકા પામ, સાઈકસ, સેન્સોવિરિયા, પોનીટેલ પામ, પીસ લીલી, ફોનિક્સ પામ, બામ્બૂ પામ, પેટ્રા ક્રોટોન, ગુડલક પ્લાન્ટ સહિત છોડ છે. થોડા મહિનાઓમાં જ તેમનો નર્સરી બિઝનેસ ચાલવા લાહ્યો. તેમની નર્સરીમાં આશરે 4000 છોડવાઓ છે અને આ બધું તેમણે ઘરેથી જ શરુ કર્યું છે. આજે તેમની પાસે પોતાના ગામ ઉપરાંત અન્ય જગ્યાઓ પરથી પણ લોકો છોડવાઓ ખરીદવા માટે આવે છે.

તેમની એક મહિનાની કમાણી આશરે 30000 જેટલી તો થઈ જ જાય છે. આ માત્ર તેમની નર્સરીમાંથી જ છે. તેઓ હાલ બોન્સાઈનું વેચાણ વધારે નથી કરવા માગતા કારણકે તેઓ પહેલા એક વ્યવસ્થિત રીતે છોડવાઓ જમા કરવા ઈચ્છે છે. વિકાસ પાસે પહેલાથી જ 19 વર્ષ જૂનું ફાઈકસ પાન્ડાનું ઝાડ અને 10 વર્ષ જૂનું ઝેડ પ્લાન્ટનું બોન્સાઈ પણ છે. તેમનો હેતુ છે કે તેઓ બોન્સાઈ બનાવવામાં વર્લ્ડ રેકોર્ડ બનાવે.

Bonsai plant

“મારુ સમગ્ર કામ હાલ ઘરેથી જ થઈ રહ્યું છે અહીં જગ્યા અને સાધન બન્ને સીમિત છે. જો મારી નર્સરી કોઈ હાઈવે પર હોય અથવા તો કોઈ સારા લોકેશન પર હોય તો હું આરામથી મહિને 50-60 હજાર રુપિયાની કમાણી તો કરી જ શકું છું. વધુમાં જો બોન્સાઈ વેચાઈ જાય તો તો વધારે કમાણી. હું હાલ પોતાની નર્સરી એક સારી જગ્યાએ સેટઅપ કરવાનું વિચારી રહ્યો છું અને જમીન પણ શોધી રહ્યો છું. જેને હું લીઝ પર લઈ શકું.”

આ વિકાસની એક વર્ષની મહેનત છે. લોકડાઉનમાં પણ તેમનું કામ અટકેલું નહોતું. થોડી મંદી જરુર આવી હતી. પરંતુ કામ તો ચાલું જ હતું. વિકાસે જણાવ્યું કે તેમની સફળતાનું મુખ્ય કારણ છે કે તેમનો પોતાનો ઝાડ-છોડવાઓ પર ભરોસો. તેઓ જાણે છે કે કઈ રીતે ઝાડ-વૃક્ષની દેખભાળ કરી શકાય છે અને તેને કેવી રીતે રાખવામાં આવે છે.

બોન્સાઈ ડિઝાઈન કરવું પણ સરળ કામ નથી. કોઈ છોડની માત્ર ઉંમર વધતી રહે અને તમે તમારી કળાથી તેની લંબાઈ વધવાથી રોકી દો. બોન્સાઈ માત્ર 1થી 3 ફૂટ સુધીના જ હોય છે. તેમની ડિઝાઈન પણ તમારે કુદરતી રીતે જ શોધવી પડે છે. આ માટે અલગ અલગ સાધનો પણ આવે છે અને જેટલો વધારે તમારો હાથ સાફ હોય તેટલી જ સુંદર ડિઝાઈન તમે બનાવી શકો છો.

વિકાસે કહ્યું કે, હવે તે બોન્સાઈ ડિઝાઈનિંગની ટ્રેનિંગ પણ આપવાનું શરુ કરશે. તેમને ટ્રેનિંગ માટે ખૂબ જ ભટકવું પડ્યું અને પછી પણ કોઈ મદદ મળી નહોતી. જોકે, તે નથી ઈચ્છતા કે અન્ય કોઈ સાથે આવું થાય. જેવી એમને નર્સરી સેટ કરવા માટે કોઈ મોટી જગ્યા મળી જશે તેઓ બોન્સાઈ બનાવવાની ટ્રેનિંગ પણ આપશે અને સાથે જ તેમણે પોતાની યુ ટ્યૂબ ચેનલ VS Plants Nursery પણ શરુ કરી છે.

અંતમાં તેઓ માત્ર એટલો જ મેસેજ આપે છે કે, ‘સરકાર આજે વૃક્ષારોપણના નામ પર કરોડો રુપિયા ખર્ચ કરી રહી છે પરંતુ પછી એ નથી જોતી કે કેટલા ઝાડ-છોડ બચ્યાં છે કે નહીં. લોકોના ઘરે ઘરે મફતમાં છોડવાઓ આપવામાં આવે છે પરંતુ મફતની વસ્તુઓની કદર નથી. આવું કરીને આપણે કુદરત અને સાધનોને જ ખરાબ કરી રહ્યાં છે. આ માટે મારુ કહેવું છે કે સરકાર આ છોડવાઓ વિશે અને તેની દેખભાળ પર પણ કામ કરવું જોઈએ. જરુરી નથી કે તમે કરોડોની સંખ્યામાં છોડવાઓ વાવો અને વૃક્ષારોપણ કરો. તમે 100 જ લગાવો પરંતુ આ વૃક્ષ જીવીત રહેવા જોઈએ.’

ધ બેટર ઈન્ડિયા વિકાસના જુસ્સાને વખાણે છે. તેમણે નિરાશાની જગ્યાએ આશાને પકડી અને મહેનતથી મંજિલ મેળવી. જો તમે વિકાસ ઉજ્જવલ વિશે વધુ જાણવા ઈચ્છો છો તો તેને 9758584486 પર સંપર્ક કરી શકો છો અને તેનું ફેસબુક પેજ પણ જોઈ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: Grow Coffee: જાણો કેવી રીતે ઘરમાં જ ઉગાડી શકાય છે કૉફી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon