કહેવાય છેને જીવનમાં જ્યાં પડકાર હોય છે, ત્યાં અવસર છુપાયેલા હોય છે, એવી જ કંઈક સ્ટોરી બિભૂ સાહૂની છે.
બિભૂ મૂળ રૂપથી ઓડિશાનાં કાલાહાંડીનાં રહેવાસી છે. તેઓ પહેલાં એક શિક્ષકનાં રૂપમાં કામ કરતાં હતા. પરંતુ 2007માં તેમણે ધાનનો વ્યવસાય કરવા માટે પોતાની નોકરી છોડી દીધી હતી.
પહેલાં થોડા વર્ષો સુધી, આ વ્યવસાયમાં રહ્યા બાદ, 2014માં તેમણે ચોખાની મિલનાં વ્યવસાયમાં પોતાના પગ જમાવવાનો નિર્ણય કર્યો અને તેમાં તેઓ 2 વર્ષ સુધી રહ્યા હતા.
ચોખાની મિલોમાં ઘણી માત્રામાં ભૂંસુ પણ બને છે. જેને સામાન્ય રીતે ખુલ્લામાં સળગાવવામાં આવે છે. જેનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. સાથે જ તેનાંથી આપણા સ્વાસ્થ્ય ઉપર પણ ઘણો પ્રતિકૂળ પ્રભાવ પડે છે.
આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે બિભૂએ સ્ટીલ કંપનીઓને ભૂંસું નિકાસ કરવાનું શરૂ કરી દીધુ. જેમાંથી તેઓ લાખોની કમાણી કરે છે.

“કાલાહાંડી ઓડિશામાં ચોખાનું બીજા નંબરનો સૌથી મોટું ઉત્પાદક છે. અહીં દર વર્ષે 50 લાખ ક્વિન્ટલ ધાનની ખેતી થાય છે. અહીં ડઝનો પેરા બ્લોઈંગ કંપનીઓ છે, જે ચોખાનું ટ્રીટમેંટ કરે છે. જેમાંથી મોટા પાયે ભૂંસાનું ઉત્પાદન થાય છે,” તેઓ કહે છે.
તેમણે જણાવ્યુકે, ફક્ત તેમની મિલમાં દરેક દિવસે લગભગ 3 ટન ભૂંસાનું ઉત્પાદન થાય છે.
“અહીં સામાન્ય રીતે, ભૂંસાને કોઈ ખાલી જગ્યામાં ફેંકી દેવામાં આવે છે. હવા ચાલ્યા બાદ તેનાંથી શ્વાસ લેવામાં અને આંખોમાં ઘણી મુશ્કેલી થાય છે. તેની ફરિયાદ મહોલ્લાનાં ઘણા લોકોએ કરી,”બિભૂ જેઓ હરિપ્રિયા એગ્રો ઈંડસ્ટ્રીઝનાં માલિક પણ છે. તેમણે કહ્યુ.
એક લાંબો સંઘર્ષ
લોકોની વધતી જતી ફરિયાદને જોતા, બિભૂએ ભૂંસાને પેક કરીને, ગોદામમાં રાખવાનું શરૂ કરી દીધુ, પરંતુ જલ્દીથી તેમની પાસે જગ્યા ખૂટી પડી હતી.
તેઓ કહે છે,” તે બાદ મે થોડું રિસર્ચ કર્યુ. તેનાંથી મને જાણ થઈ કે, ચોખાના ભૂંસાનો ઉપયોગ સ્ટીલ ઉદ્યોગમાં એક થર્મલ ઈન્સુલેટરનાં રૂપમાં કરવામાં આવે છે. તેમાં 85% સિલિકા હોય છે. તેથી તે સ્ટીલ રિફ્રેક્ટપમાં ઉપયોગ માટે ઘણો સારો હોય છે.”
આ રીતે જ્યારે બોઈલરમાં બળેલાં ભૂંસાનો ઉપયોગ કરવામાં આવે છે, તો ઉચાં તાપમાનને કારણે તેનાંથી વધારે પ્રદૂષણ થતું નથી.
આ જ કડીમાં, તેમણે ઈજીપ્તનાં એક સ્ટીલ પ્લાન્ટની મુલાકાત પણ લીધી અને એક સેમ્પલની સાથે તેમણે પોતાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો.
તેઓ કહે છે, ” મે તેમને તેની પ્રક્રિયા વિશે જણાવ્યુ. તેમાં તેમણે પોતાની રૂચિ દેખાડી અને પુછ્યુ કે શું તેમને તે પાવડરનાં રૂપમાં ઉપલબ્ધ કરાવી શકાય છે. મે કહ્યુ તે થોડું મુશ્કેલ રહેશે, કારણકે, તે હવામાં ઉડી શકે છે. પછી, ઘણા વિચાર વિમર્શ બાદ એવું નક્કી કરાયુકે, ભૂંસાને એક ગોળીનું સ્વરૂપ આપીને નિકાસ કરવામાં આવે.”
જોકે, તેનાંથી બિભૂની સામે એક નવો પડકાર હતો. તે કહે છે, “મને જાણ ન હતીકે, તેને ગોળીનું રૂપ કેવી રીતે આપવામાં આવે. એટલા માટે મે મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્વિમ બંગાળ જેવાં ઘણા રાજ્યોનાં વિશેષજ્ઞોને બોલાવ્યા. પરંતુ કોઈ પરિણામ મળ્યુ નહી.”

બિભૂ કહે છેકે, પેલેટ બનાવવાની પ્રક્રિયાને સમજવા માટે એક પોલ્ટ્રી ફાર્મનો પણ સંપર્ક કર્યો, પરંતુ તે પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.
આજે ઘણા દેશોમાં પહોંચી રહ્યુ છે ઉત્પાદન
આવતા કેટલાક મહિનાઓ સુધી, બિભુએ તેના બધા સંસાધનોને ફક્ત સંશોધન પાછળ ખર્ચ કર્યા છે.
તેઓ કહે છે, “મને લાગ્યું કે મારો કોન્સેપ્ટ પ્રેક્ટિકલ નથી અને મેં હાર માની લીધી.” પરંતુ, તે જ સમયે, મારા સ્ટાફમાંથી એકે તેને ઉકેલવા માટે થોડો સમય માંગ્યો. આ પછી, તે તેના ગામ ગયો અને ચાર લોકો સાથે આવ્યો. તે પછી, તેની સહાયથી અમે કેટલાક પ્રયોગો કર્યા અને અમે સફળ થયા.”
બિભુ કહે છે કે પેલેટને યોગ્ય આકારમાં લાવવામાં તેમને થોડા અઠવાડિયા લાગ્યાં હતાં. તેમની ગોળીઓ 1 મીમીથી 10 મીમીના કદની હતી.
તેઓ કહે છે, “આ કડીમાં, મેં ફ્રાંસ, જર્મની, ઇટલી, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, તાઇવાન અને યુનાઇટેડ કિંગડમની કંપનીઓને ઇમેઇલ્સ લખ્યા હતા.” અમારું પહેલું શિપમેન્ટ 2019માં સાઉદી અરેબિયા ગયું હતું. “
કંપનીઓને તેમના ઉત્પાદનોનો ઘણા પસંદ આવ્યા, કારણ કે ગોળીઓ ખૂબ સારી રીતે સળગાવવામાં આવી હતી. ઉપરાંત, તેઓ ખૂબ સસ્તા હતા અને તેમની ગુણવત્તા સારી હતી.
તેઓ કહે છે, “વર્ષ 2019માં મેં 100 ટન ગોળીઓ વેચીને 20 લાખ રૂપિયા કમાયા હતા. આ રીતે, અમે ભૂંસાને કાળા સોનામાં બદલ્યા.”
અંતે, બિભુનું કહેવું છે કે, અમને કોરોના રોગચાળાને કારણે ઘણું નુકસાન થયુ છે. વર્ષ 2020માં, તે ફક્ત જૂન અને ડિસેમ્બર મહિનામાં જ માલ મોકલી શક્યા હતા. તેમને આશા છે કે આમાંથી બહાર આવતા તેઓ આ વર્ષે વધુ સારો વ્યવસાય કરશે.
વિડીયો જુઓ –
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ફ્રીમાં શીખવાડે છે વાંસમાંથી કચરાપેટી અને વાસણો બનાવતા, જેથી પ્રકૃતિ રહી શકે સુરક્ષિત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.