Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1685490912' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Bike Ambulance
Bike Ambulance

બાઈકને બનાવી દે છે ઓક્સિજન સિલિન્ડરવાળી એમ્બ્યુલન્સ, કરે છે લોકોની નિ:શુલ્ક મદદ

એન્જિનિયરની કમાલ!, ગરીબ લોકોની મદદ કરવા બનાવે છે ‘Bike Ambulance’

મધ્ય પ્રદેશના ધારનો વતની એન્જિનિયર અઝીઝ ખાને બાઈકથી ચાલતી એક સસ્તી એમ્બ્યુલન્સ બનાવી છે, જેમાં એક દર્દી આરામથી હોસ્પિટલ પહોંચી શકે છે. તેમાં પ્રાથમિક દવા, IV ડ્રિપની સાથે ઓક્સિજન સિલિન્ડરની પણ સુવિધા છે.

“એક દિવસ મેં સોશિયલ મીડિયા પર જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ સાઇકલ પર તેની પત્નીના મૃતદેહ સાથે સ્મશાનગૃહમાં જતો હતો, કારણ કે તેમને કોઈ એમ્બ્યુલન્સ અથવા અન્ય સહાય મળી ન હતી.” આ સમાચારે મને ખૂબ વિચલિત કર્યો અને મેં વિચાર્યું કે હું મારી તરફથી શું કરી શકું અને પછી બાઈક એમ્બ્યુલન્સ (Bike Ambulance) બનાવવાનું વિચાર્યું! “- અઝીઝ ખાન

મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની, 46 વર્ષીય અઝીઝ ખાન એક મિકેનિકલ એન્જિનિયર છે અને તેણે પોલિટેકનિક કોલેજમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું છે. હાલમાં તેનું પોતાનું એક કારખાનું છે, જ્યાં તે ખેડૂતો માટે કૃષિ સાધનો બનાવે છે.

અઝીઝ ખાને કહ્યું, “હું મારા જ્ઞાન અને જાણકારીના ઉપયોગથી લોકોને મદદ કરવા માંગતો હતો.” તેથી મે શિક્ષકની નોકરી છોડી અને ફેક્ટરી શરૂ કરી, જેથી ખેડૂતો માટે સાધનો બનાવી શકે. હું વિવિધ કૃષિ ઉપકરણો પર કામ કરું છું, પરંતુ કોરોના રોગચાળા દરમિયાન, મેં કોવિડ -19 સામે લડતા સામાન્ય લોકો અને દર્દીઓ માટે મારી કુશળતાનો ઉપયોગ કરવાનું વિચાર્યું.”

Bike Ambulance

જૂની વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી બાઇક એમ્બ્યુલન્સ (Bike Ambulance):
અઝીઝ ખાન કહે છે કે તેણે પહેલા એમ્બ્યુલન્સ વિશે કેટલીક માહિતી એકઠી કરી હતી. જેમ કે તેણે જોયું કે એમ્બ્યુલન્સમાં મૂળભૂત વસ્તુ શું છે અને તે પછી, તેણે બાઈક એમ્બ્યુલન્સ કેવી રીતે બનાવવી તે શોધી કાઢ્યું. તે કહે છે, “પહેલા મેં એમ્બ્યુલન્સની ડિઝાઇન ડિઝાઇન કરી. આ પછી, મોટર વાહન અધિનિયમ સમજીને એમ્બ્યુલન્સ બનાવવાની સાથે, લોકોને તે મદદરૂપ બની શકે તે પણ જરૂરી હતું. તેથી હું નથી ઇચ્છતો કે આ બાઈક એમ્બ્યુલન્સ કાલે કોઈ કારણોસર લોકોને મદદ ન કરી શકે. તેથી મેં બધા કાયદાઓને ધ્યાનમાં રાખીને કામ કર્યું.”

આ બાઈક એમ્બ્યુલન્સ બનાવવા માટે તેમણે સાયકલના અન્ય ભાગો જેવા કે જૂની સાયકલના વ્હીલ્સ, હોસ્પિટલોમાં વપરાયેલા જૂના પલંગ, સ્પ્રિંગઅપ્સ અને શૉકઅપ્સનો ઉપયોગ કર્યો. તેણે આ બધી ચીજોનો ઉપયોગ કરી એક એવું સ્ટ્રક્ચર બનાવવા માટે કર્યો, જેનો ઉપયોગ કોઈપણ બાઈકમાં થઈ શકે છે. તેની એમ્બ્યુલન્સમાં, એક સમયે એક દર્દી સરળતાથી સૂતા-સૂતા આરામથી હોસ્પિટલ પહોંચી શકે છે. તેમાં કેટલીક પ્રાથમિક સારવારની દવાઓ, IV ડ્રિપ અને ઓક્સિજન સિલિન્ડરની પણ સુવિધા છે.

બાઈકથી ચાલતી એમ્બ્યુલન્સ
બાઈક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ત્રણ કલાક કામ કરે છે. તેમણે કહ્યું કે Bike Ambulance તૈયાર કરવામાં લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ થયા છે. જો કે, જો આ એમ્બ્યુલન્સ મોટી સંખ્યામાં બનાવવામાં આવે, તો આ ખર્ચ ઘટાડી શકાય છે. અઝીઝે અત્યાર સુધીમાં પાંચ એમ્બ્યુલન્સ બનાવી છે, જેનો ઉપયોગ કોઈપણ બાઈકની પાછળ લગાવીને કરી શકાય છે અને કોઈપણ તેનો ઉપયોગ નિ:શુલ્ક કરી શકે છે.

તેમણે કહ્યું, “મેં મારી ફેક્ટરીની બહાર એક મોટું બોર્ડ લગાવ્યું છે અને બધી એમ્બ્યુલન્સ ઉભી રાખી છે. જેને પણ તેની જરૂર હોય, તે બાઈક લઇને એમ્બ્યુલન્સ લઈ જઈ શકે છે. તેઓએ ફક્ત ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવવાની જરૂર છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાનું ભાડુ નથી. જો કે, જો કોઈ ઉપયોગ કર્યા પછી ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કર્યા બાદ ફરીથી ભરવા દે, તો તે સારું છે. પરંતુ જો કોઈ પરિવાર ઓક્સિજન ભરાવી શકે તેમ ન હોય, તો પણ કોઈ સમસ્યા નથી. કારણ કે એવા ઘણા લોકો છે કે જેમની પાસે એમ્બ્યુલન્સ ભાડા અથવા ઓક્સિજન ચૂકવવા માટે પૂરતા પૈસા નથી.”

Bike Ambulance

જિલ્લા વહીવટીતંત્રે કર્યા છે વખાણ:
કોવિડ -19 ના દર્દીઓ સિવાય, આ એમ્બ્યુલન્સનો ઉપયોગ અન્ય લોકો પણ કરી રહ્યા છે. 32 વર્ષીય સતિષ પાલ કહે છે કે, ‘થોડા દિવસો પહેલાં મારી માતા ઘરમાં લપસી ગઈ હતી અને તેના પગમાં ઈજા થઈ હતી. મેં ઘણી કોશિશ કરી પણ એમ્બ્યુલન્સ શોધી શક્યો નહીં. મારી પાસે પણ ફક્ત એક બાઈક છે અને મારી માતા એવી હાલતમાં નહોતી કે તેને બાઈક ઉપર લઈ જઈ શકાય. તેથી મેં અઝીઝજીનો સંપર્ક કર્યો.”

સતીષે બે વાર Bike Ambulance નો ઉપયોગ કર્યો છે અને તેણે કહ્યું હતું કે, “મેં પહેલી વાર તેની પાસેથી એમ્બ્યુલન્સ લીધી ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મને થોડી અસમંજસ હતી, પરંતુ તે ખૂબ જ સરળ અને ફાયદાકારક લાગ્યું. અઝીઝજીએ ખૂબ સારું કામ કર્યું છે, કારણ કે મુશ્કેલ સમયમાં તેમની Bike Ambulance ખૂબ અસરકારક છે.”

20 થી વધુ લોકોની કરવામાં આવી છે મદદ
અઝીઝની આ શોધને માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ જિલ્લા કક્ષાના અધિકારીઓ તરફથી પણ પ્રશંસા મળી રહી છે. તે જણાવે છે, “જ્યારે મેં પહેલી એમ્બ્યુલન્સ બનાવી ત્યારે નજીકના ગામના કોઈ વ્યક્તિ દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે લઈ ગયો. તે સમયે, રસ્તામાં કોઈએ તેનો વીડિયો બનાવ્યો અને ધીમે ધીમે લોકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે લખવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ મને ફોન કર્યો અને મદદ માટે કહ્યું. સામાન્ય નાગરિકો ઉપરાંત અમારા જિલ્લા કલેક્ટર IAS આલોકકુમારે પણ આ અંગે ફોન કરીને પૂછપરછ કરી છે.”

તેમણે માત્ર તેમના કામની પ્રશંસા જ નહીં કરી, પણ અઝીઝને જિલ્લા માટે Bike Ambulance બનાવવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું, ‘આવી સુવિધાઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે જરૂરી છે. ધાર જિલ્લામાં ઘણા ગામો છે, જેના માટે આ Bike Ambulance વધુ અસરકારક સાબિત થઈ શકે છે. ચાર પૈડાંવાળી એમ્બ્યુલન્સથી, તમે બે-ત્રણ દર્દીઓને એક સાથે લાવી શકો છો, પરંતુ Bike Ambulance માં આવ-જા કરવું સરળ પડે છે.”

વહીવટી તંત્ર દ્વારા અપાયેલા આદેશ પર અઝીઝે કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે તેમને કેટલીક ચીજો મેળવવામાં તકલીફ થઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં જ તે તમામ એમ્બ્યુલન્સને જિલ્લા વહીવટી તંત્રને સોંપી દેશે. ઉપરાંત, તેઓ એમ્બ્યુલન્સને થોડી વધુ અદ્યતન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તે કહે છે, “જિલ્લા વહીવટીતંત્ર વધુને વધુ લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે. જ્યારે આપણા અધિકારીઓ રાત-દિવસ કામ કરતા હોય છે ત્યારે આપણી પણ ફરજ હોય ​​છે કે લોકો માટે કંઈક કરીએ. મેં જે કર્યું તે મોટું કામ નથી, કારણ કે કોઈ પણ તે કરી શકે છે. તેથી હું લોકોને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે શક્ય તેટલું, આ મુશ્કેલ સમયમાં લોકોને મદદ કરવાનો પ્રયાસ કરો.”

જો તમને આ Bike Ambulance વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે અઝીઝ ખાનનો agromalwa@gmail.com પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: બનેવીને શ્રદ્ધાંજલી આપવા શરૂ કરી રાહત દરે હોસ્પિટલ, માત્ર 20 રૂપિયામાં દર્દીને તપાસીને દવા પણ આપે છે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">