Search Icon
Nav Arrow
Sustainable Gift
Sustainable Gift

પ્રકૃતિ સાથે જોડાઈ વેલેન્ટાઈન ડેને બનાવો થોડો વધારે ખાસ, પસંદ કરો ઈકો ફ્રેન્ડલી ભેટ

વેલેન્ટાઈન ડે માટે ગિફ્ટની શોધ કરી રહ્યા છો? તો આ રહ્યુ 10 બેસ્ટ ઈકો ફ્રેન્ડલી ગિફ્ટ્સનું લિસ્ટ, અમેઝોન ઈન્ડિયામાંથી સરળતાથી ખરીદી શકશો

કોઈપણ ગિફ્ટ સ્પેશિયલ ત્યારે હોય છે જ્યારે તેને આપવા પાછળનો વિચાર સારો હોય અને જ્યારે વેલેન્ટાઈન ડે જેવા કોઈ ખાસ દિવસની વાત આવે ત્યારે તેને સ્પેશિયલ ગિફ્ટથી વધુ યાદગાર બનાવવો જરૂરી બની જાય છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અથવા તમારા જીવનસાથીને ટકાઉ જીવનશૈલી જીવવાનું પસંદ છે, તો તમે તેમને એક બેસ્ટ ઇકો-ફ્રેન્ડલી ભેટ આપી શકો છો.

આમ તો તમને એમેઝોન ઇન્ડિયા પર ઘણા વિકલ્પો મળશે, પરંતુ 10 ઇકો-ફ્રેન્ડલી ગિફ્ટ્સનું લિસ્ટ બનાવીને, અમે તમારા કાર્યને થોડું સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

1. ઝીરો વેસ્ટ ગિફ્ટ સેટ (Valentine’s Day Gift On Amazon)

જેઓ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ શરૂ કરવા ઈચ્છે છે તેમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે. જો તમે અથવા તમારા જીવનસાથી તમારા રોજિંદા જીવનમાં ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતા હોય, તો આ કિટ તમારા કામમાં આવી શકે છે. આ ગિફ્ટ સેટમાં ઓર્ગેનિકલી બનાવેલ કાંસકો, ટૂથબ્રશ, ટંગ ક્લીનર, ઈયરબડ્સ અને ટુવાલનો સમાવેશ થાય છે. ઉપરાંત, તમને કપાસના કોઈન ટીશ્યુ, કોટન કેરી બેગ, એક નેચરલ લૂફાહ સ્પોન્જ અને નેચરલ ટૂથ પાવડર મળશે. આ તમામ ઉત્પાદનો શાકાહારી છે, જે તમને અને તમારા જીવનસાથીને ઝીરો વેસ્ટ લાઈફ સ્ટાઈલ જીવવામાં મદદ કરશે.

આ કિટ ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Zero Waste Gift Set

2. સુગંધિત મીણબત્તી (Valentine’s Day Gift On Amazon)

પ્રાકૃતિક મીણ અને સુગંધથી બનેલી મીણબત્તી પણ પ્રસંગ માટે ઉત્તમ ભેટ બનાવી શકે છે. તેઓ માત્ર દેખાવમાં જ ફેન્સી નથી, પરંતુ રૂમની અંદરના વાયુ પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદ કરે છે. આ હાથથી બનાવેલી મીણબત્તીઓ લગભગ 40 કલાક સુધી ચાલે છે. આ કાચની નાની બરણીઓમાં આવે છે, જેનો ઉપયોગ તમે પછીથી સકુલેંટ છોડ રોપવા માટે કરી શકો છો. તમે તમારી વેલેન્ટાઇન ડેની નાઇટને એક સરસ હિમાલયન મિસ્ટ સુગંધથી વધુ સુંદર બનાવી શકો છો.

તેને ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Fragrance Candle

3. વાઇન ગ્લાસ (Valentine’s Day Gift On Amazon)

શું તમારી ડેટ નાઈટ વાઇનની ચુસ્કી વિના પૂરી થતી નથી? તો આ વખતે, તમે ઇકો-ફ્રેન્ડલી ગ્લાસ સાથે હોમમેઇડ ઓર્ગેનિક વાઇન પેયર કરી શકો છો. શીશમનાં લાકડા પર પાણીના પોલિશ સાથે આ ગ્લાસ ખૂબ જ સુંદર લાગે છે. જો કે તેમની કિંમત સામાન્ય વાઇનના ગ્લાસ કરતાં થોડી વધુ છે, તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. તમે આને ઘણા રંગો અને કદમાં ઓનલાઈન શોધી શકો છો.

તેને ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Wooden Wine Glass

4. ચોકલેટ (Valentine’s Day Gift On Amazon)

વેલેન્ટાઈન ડે હોય અને ચોકલેટ ન હોય એવું તો બની જ ન શકે. પરંતુ જો સામાન્ય ચોકલેટને બદલે આરોગ્યપ્રદ વિકલ્પ પસંદ કરવામાં આવે તો? તમે ભેટ તરીકે ડાર્ક ચોકલેટ ખરીદી શકો છો. તે એન્ટીઑકિસડન્ટની સાથે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. ખાસ કરીને ચોકલેટ સાથે હેઝલનટ્સ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. આ રીતે ચોકલેટની મીઠાશથી તમે આ દિવસને હેલ્ધી પણ બનાવી શકો છો.

તેને ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Chocolate

5. કોફી (Valentine’s Day Gift On Amazon)

જો વેલેન્ટાઈન ડેની સવારની શરૂઆત સારી રોસ્ટેડ અરેબિકા ઓર્ગેનિક કોફીથી કરવામાં આવે તો આખો દિવસ સારો જાય છે. આ ઓર્ગેનિક કોફી આમળા, ક્રેનબેરી, કોકો, ડાર્ક ચોકલેટ, કેમલ અને વોલનટ જેવા ઘણા ફ્લેવર સાથે આવે છે. આ કોફી પાવડર વધુ સ્ટ્રોંગ અને ઓછા સ્ટ્રોંગ ફ્લેવર્સમાં પણ ઉપલબ્ધ છે.

તેને ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Coffee

6. ઓર્ગેનિક ખડા મસાલાનું ગિફ્ટ પેક (Valentine’s Day Gift On Amazon)

જો તમે અથવા તમારા પાર્ટનર રસોઈના શોખીન છો, તો આ એક શ્રેષ્ઠ ભેટ હોઈ શકે છે. આ ઓર્ગેનિક મસાલા સેટમાં હાજર તમામ મસાલા કેરળના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવ્યા છે. કાળા મરી, એલચી, લવિંગ, તજ સામેલ છે. તમે તેને 60 ગ્રામ અને 120 ગ્રામના પેકમાં ખરીદી શકો છો. સેટ એક સુંદર લાકડાના બૉક્સમાં પેક કરવામાં આવે છે, જેનો તમે પછીથી રસોડામાં ઉપયોગ કરી શકો છો.

એમેઝોન પરથી ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Organic Khada Masala

7. પર્સનલ કેર ગિફ્ટ બોક્સ (Valentine’s Day Gift On Amazon)

વેલેન્ટાઈન ડે પર તમારી જાતને પ્રેમ બતાવવામાં ખોટું શું છે? કોઈ પણ પ્રસંગને ખાસ બનાવવા માટે સ્વયં કાળજી હંમેશા સારો વિચાર છે. તમે આ સેલ્ફ કેર ગિફ્ટ પેક તમારી જાતને પણ આપી શકો છો. આ ગિફ્ટ પેકમાં એસેંશિયલ ઓઈલ, શેકેલા અને સ્વાદવાળા કાજુ, તજ કોટેડ બદામ, સુગંધિત ફૂલોમાંથી બનેલી ગ્રીન ટી, હાથથી બનાવેલી અગરબત્તીઓ અને ફોટો ફ્રેમનો સમાવેશ થાય છે. તમે એકલા અથવા તમારા જીવનસાથી સાથે તેનો આનંદ માણી શકો છો.

એમેઝોન પરથી આ સેલ્ફ કેર કિટ ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Personal Care Gift Box

8. ગાર્ડનિંગ સેટ (Valentine’s Day Gift On Amazon)

બાગકામ અને છોડના શોખીન કોઈપણ વ્યક્તિ માટે ગાર્ડનિંગ કીટ શ્રેષ્ઠ ભેટ બની શકે છે. આ કિટમાં પૉટ અને બીજની સાથે બાગકામને લગતી નાની-નાની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ કીટની મદદથી તમે મિનિટોમાં છોડ ઉગાડી શકો છો. આ છોડ તમને અને તમારા જીવનસાથીને લાંબા સમય સુધી એકબીજાની યાદ અપાવશે.

એમેઝોન પરથી આ કિટ ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

9.પ્લાન્ટેબલ સ્ટેશનરી ગિફ્ટ બોક્સ (Valentine’s Day Gift On Amazon)

જો તમારા પાર્ટનર કલાકાર અથવા લેખક છે, તો તેમને આ ઇકો-ફ્રેન્ડલી સ્ટેશનરી બોક્સ ચોક્કસપણે ગમશે. તેમાં 10 રંગીન પેન્સિલ, સાત રંગીન પેન, સીડેડ પેપર કવર સાથેના બે નોટપેડ, 12 અલગ અલગ સીડ પેન્સિલ અને પાંચ પ્લાન્ટેબલ પેપર પેનનો સમાવેશ થાય છે. આની અંદર શાકભાજી, જડીબુટ્ટીઓ અને ફૂલોના બીજની ઘણી જાતો છે. આ સાથે, તેને ઉગાડવાની પદ્ધતિઓ પણ કીટમાં આપવામાં આવી છે.

આ પ્રોડક્ટ ઓનલાઈન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Stationary Gift

10. ફ્લાસ્ક/બોટલ ફિલ્ટર સાથે (Valentine’s Day Gift On Amazon)

આપણે બધા પોતાની જાતને હાઇડ્રેટ રાખવા માટે પાણીની સાથે અલગ-અલગ હેલ્થ ડ્રિંકનું સેવન કરીએ છીએ. આવી સ્થિતિમાં, ફ્લાસ્ક બોટલ બહુજ કામની વસ્તુ બની શકે છે. વાંસ અને સ્ટેનલેસ સ્ટીલ, વેક્યૂમ અને ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક બોટલ સ્ટ્રેનર સાથે આવે છે. જે ચા/કોફી સ્ટોર કરવાનું કામ કરે છે. જો તમારો પાર્ટનર કોફી કે ગ્રીન ટીનો ચાહક છે, તો તેને ચોક્કસ ગમશે. આ પ્લાસ્ટિક ફ્રી બોટલો જોવામાં સ્ટાઇલિશ છે અને એક સરસ હેન્ડલ સાથે આવે છે,જે તેને ગમે ત્યાં લઈ જવામાં સરળ બનાવે છે.

આ પ્રોડક્ટ ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Flask With Filter

તો, તમારા જીવનસાથીની પસંદગીને ધ્યાનમાં રાખીને, તમે પણ આ શ્રેષ્ઠ ઇકો-ફ્રેન્ડલી ભેટોમાંથી એક પસંદ કરીને આ ખાસ દિવસને ઇકો-ફ્રેન્ડલી બનાવી શકો છો.

મૂળ લેખ: અનઘા આર મનોજ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પ્રાચીન ઐતિહાસિક ઈમારતોમાં ગણિત & વિજ્ઞાનનો શાનદાર તાલમેળ, કરી દેશે તમને આશ્ચર્યચકિત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon