ભારતમાં, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં શેરડીની ખેતી મોટા પાયે થાય છે. શેરડીમાંથી લોકો ખેતરોમાં ગોળ બનાવે છે, પણ તેના પાછળથી વધતા અવશેષ વેડફાય છે. ઘણા લોકો તેને ખેતરમાં જ બાળી નાખે છે, જેનાથી પ્રદૂષણ પણ ઘણું થાય છે.
પરંતુ અયોધ્યાના રહેવાસી વેદ કૃષ્ણે શેરડીના કચરામાંથી મોટા પાયે બાયોડિગ્રેડેબલ કપ, પ્લેટ, બાઉલ અને પેકેજિંગ સામગ્રી બનાવવાનું શરૂ કર્યું છે. તેમનો આ વિચાર દેશના લાખો શેરડી પકવતા ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત બની શકે છે.
વેદ તેમના સાહસ ‘યશ પક્કા’ હેઠળ દર વર્ષે બે લાખ ટનથી વધુ શેરડીના કચરા પર પ્રક્રિયા કરી તેમને ઇકો ફ્રેન્ડલી બનાવે છે. આજે તેમનો વ્યાપ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબથી લઈને ઈજિપ્ત અને મેક્સિકો જેવા દેશોમાં પણ ફેલાયેલો છે. તેમનું વાર્ષિક ટર્નઓવર લગભગ 300 કરોડની આસપાસ છે.
વેદના પિતા કેકે ઝુનઝુનવાલા બિઝનેસમેન હતા. તે પહેલા સુગર મિલ ચલાવતા હતા, પરંતુ પરિવારના વિભાજન બાદ તેમના ભાગમાંથી સુગર મિલ જતી રહી. આ પછી તેમણે 1981માં ‘યશ પક્કા’ શરૂ કરી.
વેદ કહે છે કે, “મારા પિતા સમય કરતા ઘણા આગળ હતા અને તેમણે 1985 ની આસપાસ શેરડીના કચરામાંથી કાર્ડબોર્ડ અને કાગળ બનાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, 1996 સુધીમાં, તેમના વ્યવસાયને આત્મનિર્ભર બનાવવા માટે, તેમણે 8.5 મેગાવોટનો પાવર પ્લાન્ટ પણ સ્થાપિત કર્યો હતો, જેમાં કોલસાને બદલે બાયોમાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પરંતુ આ દરમિયાન વેદના પિતાની હાર્ટ સર્જરી થઈ અને ધીમે-ધીમે તેમનો બિઝનેસ નબળો પડતો ગયો. આ જોઈને લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાંથી એડવેન્ચર સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા વેદે લંડનનું સુખી જીવન છોડીને પિતા પાસે પાછા ફરવાનું નક્કી કર્યું.
46 વર્ષીય વેદ કહે છે, “હું મારા પિતાના વિચારોથી ખૂબ પ્રભાવિત હતો અને 1999માં લંડનમાં મારો અભ્યાસ પૂરો કર્યા પછી, હું મારા પિતાના કામને સંભાળવા ભારત પરત આવ્યો. મેં તેમની સાથે 3 વર્ષ રહી કામ કરવાનું શીખ્યું જ હતું કે તેમણે આ દુનિયાને હંમેશ માટે છોડી દીધી.”
ત્યાર બાદ કંપનીની સમગ્ર જવાબદારી વેદના ખભા પર આવી ગઈ. તે સમયે કંપનીનું ટર્નઓવર લગભગ 25 કરોડનું હતું, પરંતુ વેદના ઈરાદા આના કરતા ઘણા મોટા હતા. તેણે નક્કી કર્યું કે આ બિઝનેસને આગળ લઈ જવા માટે તે 85 કરોડનું રોકાણ કરશે.
પરંતુ જ્યારે વેદ આ પ્રસ્તાવ લઈને બેંકોમાં ગયા તો કોઈએ તેમને ગંભીરતાથી લીધા નહીં. બધાએ તેમની ઉચ્ચ વિચારસરણીની મજાક ઉડાવી. પરંતુ તેમણે હિંમત ન હારી અને ધીમે ધીમે પોતાના કામના આધારે અધિકારીઓનો વિશ્વાસ જીતવા લાગ્યા. તેમની જીદ અને દ્રઢતાનું જ પરિણામ હતું કે થોડા જ વર્ષોમાં તેમનો બિઝનેસ 117 કરોડનો થઈ ગયો.
2010 થી, દેશમાં પ્લાસ્ટિકના જોખમો વિશે ઘણી જાગૃતિ આવી છે. આ દરમિયાન, વેદને પણ સમજાયું કે તે શેરડીના બગાસમાંથી કાગળ બનાવી રહ્યા છે, તો શા માટે તેનો કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત ન કરવો.
આ પછી, તેમણે ખાદ્ય સેવામાં શેરડીના કચરાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. વેદે પ્રક્રિયા શીખવા માટે ચીન અને તાઈવાન જેવા દેશોની મુલાકાત પણ લીધી અને ત્યાંથી આઠ મશીનો મેળવ્યા. પછી, તેમની ટીમમાં વધારો કરીને, તેમણે શેરડીના કચરામાંથી ફાઇબર કાઢવાનું અને પર્યાવરણને અનુકૂળ સામાન બનાવવાનું શરુ કર્યું.

આ પણ વાંચો: પાટણની મહિલાએ પ્રાઈવેટ નોકરી છોડી શરુ કર્યું મધમાખી ઉછેર કેન્દ્ર,કમાણી કરે છે લાખોમાં
આમ 2017માં વેદે ‘ચક’ નામની નવી બ્રાન્ડને જન્મ આપ્યો. આ અંતર્ગત તે ફૂડ કૈરી, પેકેજિંગ મટિરિયલ અને ફૂડ સર્વિસ મટિરિયલ જેવી ત્રણ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે, જે પ્લાસ્ટિક અને થર્મોકોલનો સારો વિકલ્પ છે.
વેદ હાલમાં દરરોજ 300 ટનથી વધુ શેરડીના કચરા પર પ્રક્રિયા કરે છે. તેમની પાસે અયોધ્યામાં એક યુનિટ છે અને તે જયપુર, જલંધર, કેરળ તેમજ ઇજિપ્ત અને મેક્સિકોના ઉદ્યોગપતિઓ સાથે ફ્રેન્ચાઇઝી મોડેલ પર કામ કરી રહ્યા છે. આજે તેમણે આ કંપનીમાં 1500 લોકોને રોજગારી પણ આપી છે.
તેમના ગ્રાહકોમાં હલ્દીરામ, મેકડોનાલ્ડ્સ, ચાઈ પોઈન્ટ જેવી ઘણી ફૂડ કંપનીઓના નામ સામેલ છે. આ સિવાય તેમની પ્રોડક્ટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે.
વેદ હાલમાં સુગર મિલોમાંથી શેરડીનો કચરો એકત્રિત કરે છે
તે કહે છે કે, “હાલમાં ખેડૂતોને મારા વ્યવસાયથી સીધો ફાયદો નથી થઈ રહ્યો. પરંતુ અમે આગામી 5 વર્ષમાં અમારા બિઝનેસને 10 ગણો વધારવાનો ઇરાદો ધરાવીએ છીએ. તેનાથી ખેડૂતોની આવકમાં ચોક્કસપણે મોટો ફરક પડશે.”
વેદ કૃષ્ણ સાથે રેપિડ ફાયર રાઉન્ડ
શોખ
ટ્રેકિંગ, વૉકિંગ, ગીતો સાંભળવા
મનપસંદ પુસ્તકો
ગુડ ટુ ગ્રેટ (જીમ કોલિન્સ) – એમેઝોન પર ખરીદવા માટે અહીં ક્લિક કરો.
ચંગીઝ ખાન એન્ડ ધ મેકિંગ ઓફ ધ મોર્ડન વર્લ્ડ (વેધરફોર્ડ) – એમેઝોન પર ખરીદવા માટે અહીં ક્લિક કરો.
ધ કાઈટ રનર – એમેઝોન પર ખરીદવા માટે અહીં ક્લિક કરો.
પ્રેમના ચાલીસ નિયમો – એમેઝોન પર ખરીદવા માટે અહીં ક્લિક કરો.
વૃક્ષોનું છુપાયેલ જીવન – એમેઝોન પર ખરીદવા માટે અહીં ક્લિક કરો.
તમે અહીં યશ પક્કાનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રનો પહેલો ઝીરો વેસ્ટ સ્ટોર ખોલવા માટે સારી નોકરી છોડી, હવે સશક્ત બનાવી રહ્યા છે 8000 ખેડૂતોને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.