દ્રઢ ઇચ્છા શક્તિ અને કામ પ્રત્યેની નિષ્ઠા હોય તો દરેક વસ્તુ શક્ય છે. એવી આવી જ મિશાલ ‘શ્રમિક મહિલા વિકાસ સંઘ’ની મહિલાઓ રજૂ કરી રહી છે, જેમણે મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ચાલો તો આજે પ્રેરણાદાયક મહિલાઓની વાત કરીએ…
વસઈ, મુંબઈમાં રહેતી સુમિત્રા શિંજેએ 30 વર્ષની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી દીધો હતો. તેમનો પુત્ર ત્યારે પાંચ વર્ષનો હતો. સુમિત્રાની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. પોતાના પરિવારના ભરણપોષણ માટે તેમને નોકરીની શોધ હતી. આ દરમિયાન કોઈએ તેમને ‘શ્રમિક મહિલા વિકાસ સંઘ’ વિશે જણાવ્યું હતું. આ એક એવી પહેલ છે જેમાં ફક્ત મહિલાઓ મળીને સુમિત્રા જેવી મહિલાઓની મદદ કરે છે.
હાલમાં, 53 વર્ષીય સુમિત્રા કહે છે કે તેણી હવે આર્થિક રીતે ખૂબ મજબૂત બની ગઈ છે. પોતાના દીકરાને શિક્ષણ આપવા માટે સક્ષમ છે. તેનો દીકરો હવે 28 વર્ષનો છે અને ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમનું માનવું છે કે આ બધું પહેલ સાથે જોડાયેલી મહિલાઓના પ્રયાસથી શક્ય બન્યું છે.
1991માં એક ટ્રસ્ટ તરીકે નોંધાયેલા ‘શ્રમિક મહિલા વિકાસ સંઘે’ મુંબઈમાં 300થી વધારે જરૂરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવી છે. આ પહેલ મહિલાઓને એક એવું મંચ આપે છે જેમાં તે પોતાની કળાનો ઉપયોગ કરીને પોતાની આજીવિકા ચલાવવા માટે સક્ષમ બની રહી છે.
વસઈને એમજી રોડ સ્થિત ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની શિક્ષિકા ઇન્દુમતિ બર્વેએ પોતાની બહેનપણીઓ, ઉષા મનેરિકર, જયશ્રી સામંત અને શુભદા કોઠાવલે સાથે મળીને એક ટ્રસ્ટની રચના કરી હતી. આ તમામ મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાંથી હતી. એક શિક્ષિકા, એક ગૃહિણી તો એક સમાજ સેવિકા હતી. પરંતુ આ તમામનો ઉદેશ્ય એક જ હતો કે શોષિત મહિલાઓની મદદ કરવી. 80ના દાયકામાં આ મહિલાઓએ એક પહેલ શરૂ કરી હતી. એ વખતે મહિલાઓ ફક્ત પાપડ બનાવતી હતી. જોકે, આર્થિક તંગીને કારણે બિઝનેસ બંધ થઈ ગયો હતો. ત્યારે ટ્રસ્ટના સ્થાપકોએ એક સ્કૂલની કેમ્પસમાં કેન્ટિન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે
આ સંગઠન સાથે પહેલા દિવસથી જોડાયેલી ટ્રસ્ટી ભારતી ઠાકુર કહે છે કે, “એક વખત આ બિઝનેસ નિષ્ફળ ગયા બાદ અમને લાગ્યું કે ખાવાનું બનાવવું શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. અમને એક સ્કૂલમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાની પરવાનગી મળી હતી, જે પહેલા બંધ થઈ ગઈ હતી. શરૂઆતમાં અમને ભાડા વગર જ તેનો ઉપયોગ કરવાની છૂટ મળી હતી.”
આ મહિલાઓએ એક સાથે ત્રણ હજાર રૂપિયા એકઠા કરીને સાત એવી મહિલાઓની ઓળખ કરી જે ઓછી આવકવાળા લોકો જેવા કે બસ ડ્રાઇવર, ઓટો રિક્ષા ડ્રાઇવર અને અન્ય લોકોને ખાવાનું બનાવીને આપવા માટે જઈ શકે. 2021માં આ બિઝનેસનો વિસ્તાર કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં છ આઉટલેટ ખોલવામાં આવ્યા છે. જેનાથી ત્રણ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. આનાથી લગભગ 175 મહિલાઓ સન્માનિત જીવન જીવે છે.
ભારતી વધુમાં કહે છે કે, “90ના દેશકામાં મહિલાઓ કામ માટે સરળતાથી બહાર નીકળી શકતી હતી. એ સમયે ભણતર ઓછું હોવાને કારણે તેમને કામ મળવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. આ એવી ગરીબ મહિલાઓ હતી જેઓ પતિની મદદ વગર પોતાના પરિવારનું ગુજરાન કરી રહી હતી અને તેમને મદદની જરૂર હતી. તે તમામ મહિલાઓ ખાવાના બનાવવામાં પ્રવીણ હતી, આ જ કારણે આ પહેલ શરૂ કરવામાં આવી હતી.”
સંગઠનના સ્થાપક જયશ્રી સામંત (69) કહે છે કે આ સંગઠનમાં રોકાણ માટે ઘણા લોકોએ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત સેટઅપ ઊભું કરવામાં, કરિયાણા સહિતનો સામાન અને શાકભાજી આપવાના માધ્યમથી લોકોએ સંસ્થાની ખૂબ મદદ કરી હતી. ગ્રાહકોના ભોજનની થાળીમાં રોટલી, દાળ, ચોખા અને બે પ્રકારના શાક, પાપડ અને અથાણાનો સમાવેશ થાય છે. શરૂઆતમાં એક થાળીની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી હતી, જે વધીને 73 રૂપિયા સુધી પહોંચી છે. જેમાં વધારે વ્યંજનો અને મીઠાઈ ઉમેરવા પર વધારે પૈસા આપવા પડે છે. આ સવારે આઠ વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી કામ કરે છે.

જયશ્રીએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “અહીં મહિલાઓને પગાર આપવામાં આવે છે. નફાના માધ્યમથી અમે પીએફ, પેન્શન, વીમા પોલિસી, શિક્ષણ માટે રાશિ, સ્વાસ્થ્ય લાભ અને અન્ય આર્થિક સહાય પ્રદાન કરવા માટે સક્ષમ છીએ. ટ્રસ્ટના ફાઉન્ડર્સ પોતાના લાભ માટે બિઝનેસમાંથી થતા નફાનો ઉપયોગ નથી કરતા.”
સુમિત્રા ટ્રસ્ટ સાથે 23 વર્ષથી કામ કરે છે. તેણી કહે છે કે, “મારા પિતાના નિધન બાદ મારે એક મિત્રએ મને આ પહેલી વિશે જણાવ્યું હતું. મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું. ટ્રસ્ટે મારા દીકરાના અભ્યાસ માટે મદદ કરી હતી અને આર્થિક ભાર વગર જીવન જીવવામાં મદદ કરી હતી.”
47 વર્ષીય જયા લિંગાયત કહે છે કે, તેણી પોતાના લગ્ન બાદ કલ્યાણથી વસઈ ગઈ હતી. જયા કહે છે કે, “હું એક નોકરીની શોધમાં હતી. એક સંબંધીઓ મારી મુલાકાત ઇન્દુમતી સાથે કરાવી હતી. હું એક નિમ્ન મધ્યમવર્ગમાંથી આવતી હતી, જેની અમુક મર્યાદા હતી. કારણ કે મારે ઘરની સાથે સાથે કામમાં પણ સંતુલન રાખવાનું હતું. કેન્ટિનમાં મને અનુકૂળ હોય તેવા સમયે કામ કરીને હું આવું કરી શકી હતી. આ કામ મને નવી ઓળખ અપાવી છે. લોકો મારા કામનું સન્માન કરે છે.”

ટ્રસ્ટની 75 વર્ષીય સહ-સ્થાપક ઉષા મંગેરિકર કહે છે કે, “આ મહિલાઓએ ટ્રેનમાં બેસીને લાંબી મુસાફરી કરી ન હતી. પ્રવાસ માટે બહાર ગઈ ન હતી. અમને આ મહિલાઓમાં વિશ્વાસ જગાાવવા માટે તેમને અલગ અલગ સ્થળના પ્રવાસે લઈ જતા હતા. 2020માં મહિલાઓએ વિમાનમાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરી અને અમે તેમને હૈદરાબાદ લઈ ગયા હતા.”
ભવિષ્યની યોજના વિશે જણાવતા જયશ્રી કહે છે કે, તેઓ વ્યવસાયી મનોવૈજ્ઞાનિકોની મદદથી આ મહિલાઓનું કાઉન્સેલિંગ સેશન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જયશ્રી કહે છે કે, “મહિલાઓને હંમેશા તેમના પરિવારનું સમર્થન નથી મળતું. તેમાંથી અનેક એવી એકલી માતા પણ છે જે એકલી જ પરિવારનું ભરણપોષણ કરી રહી છે. આ મહિલાઓને ભાવાત્મક અને મનોવૈજ્ઞાનિક મદદની જરૂર છે. જ્યાં સુધી વાત કમાણીને છે તો અમે રેડીમેડ સ્નેક્સ અને ભોજન રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તહેવારોના દિવસોમાં આવું કરવામાં આવે છે પરંતુ અમારે ઉદેશ્ય ગ્રાહકોને આ વસ્તુઓ આખું વર્ષ ઉપલબ્ધ કરાવવાનો છે.”
આ ટ્રસ્ટને ઊભું કરનાર મહિલાઓએ ક્યારેય એવું વિચાર્યું ન હતું કે આ પહેલ દ્વારા આટલા બધા લોકોનું જીવન પ્રભાવિત કરી શકાશે. અંતમાં ઉષા કહે છે કે, “આનો સંપૂર્ણ શ્રેય આ મહિલાઓને જાય છે, જેમણે સહજતાથી દરેક પગલે એકબીજાનો સાથ આપ્યો છે.”
આ પણ વાંચો: IFS ઑફિસરે વાંસમાંથી બનાવ્યું ઝાડુનું હેન્ડલ, આશરે 1,000 આદિવાસી પરિવારોને મળી રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.