Placeholder canvas

અમદાવાદની કંપનીએ બનાવ્યુ સૂકો અને ભીનો કચરો અલગ કરનારું રોબોટિક મશીન!

અમદાવાદની કંપનીએ બનાવ્યુ સૂકો અને ભીનો કચરો અલગ કરનારું રોબોટિક મશીન!

રિસાઈક્લિંગની સમસ્યાઓને ઘટાડવા માટે અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપે નવી ટેક્નોલોજી વિકસિત કરી

પ્લાસ્ટિકનો દરેક ટુકડો લાંબા સમય સુધી પ્રકૃતિમાં મિક્સ થયા વગર એમજ બની રહે છે. જો આપણે તેનો ઉપયોગ ઘટાડ્યો નહિ તો આગામી 500 વર્ષો સુધીમાં પર્યાવરણમાં તે જ અવસ્થામાં બની રહીને પ્લાસ્ટિક નુકસાન પહોંચાડી શકે છે.

બેશક, કચરાનો ઉપયોગ કરવા માટે રીસાઈકલિંગ પહેલો વિકલ્પ છે, જેને દુનિયાભરની સરકારો અપનાવી રહી છે. પરંતુ ભારત જેવા દેશનું શું? જ્યાં રિસાઈકલિંગ દર માત્ર 30 ટકા જ છે.

ભારતની વસ્તી 1.3 બિલિયન છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય મુજબ, દેશમાંથી દર વર્ષે લગભગ 62 મિલિયન ટન કચરો નીકળે છે. જોકે, ફક્ત 43 મિલિયન ટન કચરો એકત્ર કરવામાં આવે છે. જેમાંથી 11.9 મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે અને બાકીનાં કચરાને ખાડામાં કે સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે.

Robotic Machine

જો તમે એવું વિચારી રહ્યા છો કે, કેટલી માત્રામાં કચરો ફેંકી દેવામાં આવે છે, તો તમારી જાણકારી માટે જણાવી દઈએકે, ત્રણ મિલિયન ટ્રકોની બરાબરનો કચરો કોઈ ઉપયોગમાં લેવાતો નથી, તેના સિવાય રિસાઈકલિંગ ઈન્ડસ્ટ્રીના પોતાના અલગ પડકારો છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ કચરો વીણનારા લોકોની કામ કરવાની સ્થિતિ છે. ભારત ભરમાં કચરો વીણતા હજારો લોકો પ્લાસ્ટિક, કાગળ, કાંચ વગેરે જેવાં સૂકા કચરાને એકત્ર કરીને, અલગ કરીને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

સૌથી ચિંતાની વાત એ છે કે, કચરો વીણનારા લોકોને કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવતી નથી, કેમકે આ કામ તેઓ હાથથી કરે છે એટલા માટે ઘણીવાર ખતરનાક કચરાઓ જેવાં કે, સિરિંજ, સેનિટરી નેપકિન અને એવા જ અન્ય કચરાનાં સીધા સંપર્કમાં આવે છે.

રિસાઈકલિંગની સમસ્યાઓને ઘટાડવા અને કચરો વીણનારા લોકોના સ્વાસ્થ્યનાં જોખમને બચાવવા માટે અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ઈશિત્વ રોબોટિક સિસ્ટમ (Ishitva Robotic Systems)એ એક નવી ટેક્નોલોજી વિકસિત કરી છે.

આ ડિવાઈસને ‘સંજીવની‘ નામ આપવામાં આવ્યુ છે જે એક આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ, મશીન લર્નિંગ (એમએલ), IoT-ઈનેબલ ડિવાઈસ છે. તે જાતેજ તે કચરાને વીણીને અલગ કરે છે, જેને રિસાઈકલ કરી શકાય છે.

આઈઆરએસનાં સંસ્થાપક જીતેશ દદલાનીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યુ, “ખાસ કરીને આ મહામારી દરમ્યાન કચરાને અલગ કરવાનું કામ ઘણું ખતરનાક છે. અમે ક્વોલિટીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ કચરો વીણવા માટે એક સરળ, સ્કેલેબલ અને સસ્તી ટેક્નિક આપીએ છીએ. ‘સંજીવની‘ કોઈ પણ માણસની મદદ વગર પોલિમર ટાઈપ અને બ્રાંડનાં આધાર પર જાતેજ ઘણા ડબ્બા અથવા કચરાને અલગ કરે છે. આ સિસ્ટમમાં એક મોડ્યૂલર ડિઝાઈન છે અને એટલા માટે તે મોટા અને નાના શહેરો માટે અનુકૂળ છે.”

Plastic

બીજા શબ્દોમાં કહીએ તો, જો 7-8 લોકો પોતાની રિસાઈકલિંગ દર મુજબ 8-10 કલાકમાં એક ટન સૂકા કચરાને અલગ કરી શકે છે, તો સંજીવની એક કલાકમાં પાંચ ટન કચરાને અલગ કરી શકે છે અને તે પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર જ.

રોબોટ સૂકા કચરાની ઓળખ કરી શકે છે. અને તેને રિસાઈકલ અને નોન-રિસાઈકલની કેટેગરીમાં અલગ કરી શકે છે.

ઈશિત્વનો સ્માર્ટ કચરા મેનેજમેન્ટ ટેક્નોલોજી ખાસ કરીને મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) માટે બનાવવામાં આવી છે. આ તે પ્લાન્ટ છે જે કચરાને અલગ કરે છે અને પછી રિસાઈકલ કરવા લાયક સામગ્રીઓ બનાવીને અન્ય કંપનીઓને વેચે છે.

કંપનીના સીઈઓ સંદીપ સિંહ કહે છે કે, “તેમનો ઉદ્દેશ્ય એક સર્કુલર અર્થવ્યવસ્થા બનાવવાનો છે. જ્યાં નિર્માતાઓને એક નવા ઉત્પાદનમાં કચરો એકત્ર કરવાનો અને રીસાયકલ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઉપયોગમાં લેવાઈ ચૂકેલી શેમ્પૂની એક બોટલને એક નવી બોટલમાં રિસાઈકલ કરી શકાય છે.”

Plastic

સંજીવનીમાં NETRA, YUTA અને SUKA નામનાં ત્રણ સબ-સેટ પ્રોડક્ટ છે. NETRA (એઆઈ-પાવર્ડ વિઝન) એક સેલ્ફ લર્નિંગ કોમ્પ્યુટર છે. જેમાં ઈન્ડસ્ટ્રિયલ કેમેરો, સેંસર અને ન્યૂરલ નેટવર્ક લાગેલુ હોય છે. તે કચરાનો ફોટો લઈને ઓળખ કરે છે અને પછી રિસાઈકલ કરે છે.

દદલાની જણાવે છે કે,”આ પ્લેટફોર્મને પહેલાંથી જ બે મિલિયનથી વધારે ચિત્રોની સાથે પ્રશિક્ષિત(ટ્રેંડ) કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ તેજીથી કન્વેયર બેલ્ટ પર હાજર રિસાઈકલ કરવા યોગ્ય કચરાની ઓળખ કરે છે અને એર સોર્ટર/ રોબોટ સિસ્ટમને સટીક નિર્દેશ મોકલે છે.”

જ્યારે YUTA એઆઈ- પાવર્ડ રોબોટિક સાર્ટિંગ મશીન છે જે હાઈ-સ્પીડવાળા કન્વેયર બેલ્ટ પર રિસાઈકલ કચરાને ઉઠાવવા અને અલગ કરવા માટે NETRAના વિઝન સિસ્ટમનો ઉપયોગ કરે છે. એવી જ રીતે SUKA એક મોડ્યૂલર સોર્ટિંગ મશીન ન્યૂમેટિક વીણવા માટે હવાનો ઉપયોગ કરે છે.

કંપની અત્યાર સુધીમાં ઘણા કોમર્શિયલ એમઆરએફ પ્લાન્ટમાં પોતાની ડિવાઈસને ઈનસ્ટોલ કરી ચૂકી છે. જો કીંમતની વાત કરવામાં આવે તો આ પ્લાન્ટના આકાર અને કચરો વીણવાની માત્રા પર નિર્ભર કરે છે.

Robot

ઈશિત્વની શરૂઆત કેવી રીતે થઈ

કોમ્પ્યુટર એપ્લિકેશનમાં માસ્ટર્સ પુરુ કર્યા બાદ દદલાનીએ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે એક દાયકાથી વધુ સમય સુધી ટાટા કંસલ્ટેન્સી સર્વિસિસ અને કોમર્શિયલ બેંક ઓફ દુબઈ જેવી ઈન્ટરનેશનલ કંપનીઓ સાથે કામ કર્યુ.

સોફ્ટવેર એન્જીનિયર હોવાને કારણે દદલાનીની રૂચિ ટેક્નોલોજી અને ઈનોવેશન બેસ્ડ પ્રોડક્ટ વિકસિત કરવામાં હતી. જોકે, કામનાં દબાણના કારણે તેઓ તેની શરૂઆત કરી શક્યા નહી.

આખરે, 2017માં તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં આવવા માટે પોતાની સારી નોકરી છોડી દીધી. આ દરમ્યાન તેઓ પોતાના સ્કૂલનાં મિત્ર સંદિપ પટેલનાં સંપર્કમાં આવ્યા જે સ્માર્ટ ટેક્નોલોજી પર પ્રયોગ કરી રહ્યા હતા.

દદલાની જણાવે છેકે, “સ્માર્ટ-બિનની ડિઝાઈન દરમ્યાન મને કચરો વીણવામાં સમસ્યા આવતી હતી. મને જાણ થઈ કે,ભારતનો કચરાનો સંગ્રહ દર તેજીથી વધી રહ્યો છે, પરંતુ રિસાઈકલ દર સ્થિર છે. તેનો મતલબ હતો કે, લેન્ડફિલ પર વધારે કચરાનો ઢગલો થવો. આગળની શોધમાં મને જાણ થઈ કે, રિસાઈક્લિંગ દર ઓછો હતો કારણકે, વીણવાનું પ્રભાવી રીતે થઈ રહ્યુ ન હતુ. મેં એક ટેક્નોલોજી ઉપર કામ કરવાનું શરૂ કર્યુ અને આ રીતે ઈશિત્વનો જન્મ થયો.“

આ દરમ્યાન તેમને ધ્યાનમાં આવ્યુ કે, ઘણા પ્રકારના પ્લાસ્ટિકના સામાન, જેવા કે, દૂધનાં પાઉચ અથવા તો શેમ્પૂની બોટલોને 8થી વધુવાર રિસાઈકલ કરી શકાય છે.

“વાસ્તવમાં, દરેક વર્જીન પ્લાસ્ટિક પેટ્રોલિયમથી બનાવવામાં આવે છે, જે એક સીમિત સંસાધન છે. આ પ્રકાર, રિસાઈકલિંગ સંસાધનની કમીથી બચવા માટે આ એક સારી રીત છે.” દદલાની કહે છે.

તેના સિવાય, રિસાઈક્લિંગના ફાયદા અને કચરો વીણતા લોકોનાં સ્વાસ્થનાં ખતરાએ પણ દદલાનીને સંજીવની વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

Robotic machine

2018માં તેમણે પોતાના ગુરૂ અને એંજલ ઈન્વેસ્ટર, સંદીપ પટેલની સાથે મળીને ધન એકત્ર કર્યુ અને સત્તવાર રીતે ઈશિત્વની શરૂઆત કરી.

છેલ્લાં બે વર્ષોમાં તેમની કંપનીમાં લોકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. ગયા વર્ષે કંપનીએ નેસકોમ ફાઉન્ડેશનનો ‘ટેક ફોર ગુડ‘ એવોર્ડ પણ જીત્યો.

દદલાની,સિંહ અને તેમની ટીમને આશા છેકે, તેઓ તેમના ઉદ્યમને આગળ વધારશે અને આખા ભારતનાં ઘણા શહેરોમાં આ સ્માર્ટ સિસ્ટમને ચલાવશે.

દદલાની કહે છેકે, “અમે જે કામ કરી રહ્યા છીએ, તે અમને પસંદ છે અમે જે લગનથી કામ કરી રહ્યા છીએ તે કચરા મેનેજમેન્ટ ઉદ્યોગમાં ગેમચેન્જર સાબિત થશે, લોકડાઉનને કારણે અમારું કામ ધીમું થઈ ગયુ છે, પરંતુ અમારી પાસે પાઈપલાઈનમાં કેટલાંક સોફ્ટવેર અને પ્રોજેક્ટ છે.”

જો તમે તેમના ઉદ્યમ વિશે વિસ્તારથી જાણવા માંગો છો તો www.ishitva.in પર ક્લિક કરો.

મૂળ લેખ: ગોપી કરેલિયા

આ પણ વાંચો: અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X