Placeholder canvas

ખેતી કરી, ઊંટ-લારી પણ ચલાવી, અમદાવાદમાં ફરજ નિભાવતા IPS ઓફિસરે બદલી નાખ્યો ઈતિહાસ

ખેતી કરી, ઊંટ-લારી પણ ચલાવી, અમદાવાદમાં ફરજ નિભાવતા IPS ઓફિસરે બદલી નાખ્યો ઈતિહાસ

બીકાનેર, રાજસ્થાનના એક નાનકડા ગામમાં જન્મેલ પ્રેમસુખ ડેલૂએ બહુ મુશ્કેલીઓમાં પોતાનું બાળપણ પસાર કર્યું, પરંતુ સખત મહેનતથી આજે એક આઈપીએસ ઑફિસર બની દેશની સેવા કરી રહ્યા છે.

ઈરાદા મજબૂત હોય તો, કોઈપણ લક્ષ્ય અશક્ય નથી હોતું. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ જ કેમ ન હોય, વ્યક્તિ તેની સખત મહેનતથી સારું ભવિષ્ય બનાવી જ લે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ ઝોન 7 ના હાલના ડીસીપી ‘પ્રેમસુખ ડેલૂ’ ની. આઈપીએસ ઑફિસર બનતાં પહેલાં તેમણે 12 સરકારી પરિક્ષાઓ આપી હતી અને બધામાં સફળ પણ થયા હતા. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં, આઈપીએસ પ્રેમસુખે પોતાની સફળતાઓ અને મુશ્કેલીઓ અંગે વિસ્તૃતમાં જણાવ્યું.

IPS પ્રેમસુખનો જન્મ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના નાનકડા ગામ રાસીસરમાં થયો હતો. તેપ તેમના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમના પિતા એક ખેડૂત હતા, તેમની પાસે એટલી જમીન પણ નહોંતી કે, તેનાથી ઘરના સભ્યોનું ભરણપોષણ થઈ શકે. એટલે તેઓ ઊંટલારી ચલાવતા હતા. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં આઈપીએસ પ્રેમસુખ જણાવે છે, “હું બાળપણથી જ ભણવાની સાથે-સાથે પિતાની મદદ પણ કરતો હતો. પછી વાત પશુઓ માટે ચારો લાવવાની હોય કે પછી ઊંટલારી ચલાવવાની હોય કે પછી ખેતીમાં મદદ કરવાની હોય.”

IPS

મુશ્કેલીઓથી ભરેલું હતુ બાળપણ

IPS પ્રેમસુખે ગામની સરકારી સ્કૂલમાંથી દસમું પાસ કર્યું હતું. પ્રેમસુખ બાળપણથી જ ભણવામાં બહુ હોશિયાર હતા. તેઓ કહે છે, “ભલે મારા માતા-પિતા ભણ્યાં ન હોય, પરંતુ ભણવામાં મારો રસ જોઈ તેમણે મને ભણવા માટે પ્રેરિત કર્યો.” તેમણે જણાવ્યું કે, ઘણીવાર પૈસા ન હોવાના કારણે સમયે પુસ્તકો અને નોટબુક્સ આવી શકતાં નહોંતાં. તેઓ તેમની જરૂરિયાતોને પણ અવગણીને મારા માટે પુસ્તકો લાવતાં હતાં તેમની મહેનત અને મારા પ્રત્યેનો પ્રેમ જોઈને જ મેં સરકારી નોકરી મેળવવાનો નિશ્ચય કરી દીધો હતો.

તેમણે દસમા બાદ ડુંગર કૉલેજ, બિકાનેરથી બાયોલૉજી વિષયમાં બારમાની પરિક્ષા આપી. મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવાની ઈચ્છાથી મેડિકલની પ્રવેશ પરિક્ષા પણ આપી પરંતુ સફળતા ન મળી. પરંતુ કદાચ આના પાછળનું કારણ પણ કઈંક સારું જ હશે. ત્યારબાદ તેમણે મહારાહ ગંગા સિંહ યૂનિવર્સિટી, બીકાનેરથી બીએ કરવાનો નિર્ણય લીધો. ગ્રેજ્યુએશનમાં તેમને ઈતિહાસમાં ગોલ્ડ મેડલ મળ્યો. ઘરમાં પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તેમણે હાર ન માની. તેઓ કહે છે, “મેં ક્યારેય કઈં વિચારીને નથી કર્યું. મારે બસ ગમે તેમ કરીને ઘરની પરિસ્થિતિમાં સુધારો કરવો હતો.”

પાસ કરી ઘણી પરિક્ષાઓ

તેમની સૌથી પહેલી નોકરી 2010 માં બિકાનેરના જ એક ગામમાં પટવારી તરીકે લાગી. પરંતુ આ તો સફળતાની માત્ર શરૂઆત હતી. એ જ વર્ષે રાજસ્થાનમાં ગ્રામ સેવકના પદની પરિક્ષામાં તેમને રાજ્યમાં બીજો રેન્ક મળ્યો. તેમણે આસિસ્ટન્ટ જેલરના પદની પરિક્ષામાં આખા રાજસ્થાનમાં પહેલો નંબર મેળવ્યો. વર્ષ 2011 માં બીએડ કર્યું અને ત્યારબાદ પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ ટીચરની પરિક્ષા પણ પાસ કરી. થોડા દિવસ તેમણે બીકાનેરના કતરિયાસર ગામમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું.

તેઓ કહે છે, “આજે પણ હું ગામનાં બાળકો સાથે જોડાયેલ છું. મને જોઈને ખુશી થાય છે કે, આજે ગામનાં ઘણાં બાળકો સરકારી નોકરી કરવાનો પ્રયત્ન કરે છે.” આઈપીએસ પ્રેમસુખ, નેટ અને ટેટની પરિક્ષા પણ પાસ કરી ચૂક્યા છે. નેટની પરિક્ષા પાસ કર્યા બાદ થોડા સમય માટે તેમણે કૉલેજમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું. લૉક્ચરર તરીકેના કામ દરમિયાન તેમણે રાજ્ય લોક સેવાની પરિક્ષા પાસ કરી. ત્યારબાદ તેમણે રેવન્યૂ સર્વિસ જૉઈન કરી અને. પરંતુ પ્રેમસુખે ભણવાનું હજી ચાલું જ રાખ્યું. તેઓ જણાવે છે, “ઘરવાળાં કહેતાં હતાં, બસ હવે બહુ થઈ ગયું, પરંતુ મારે બહુ આગળ વધવું હતું.”

લક્ષ્ય સુધી પહોંચવાનું હજી બાકી હતું

અજમેરમાં તાલુકા અધિકારીના પદ પર હતા ત્યારે જ તેમણે યૂપીએસસીની પરિક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓ જણાવે છે, “નોકરીની સાથે-સાથે ભણવા પર ધ્યાન આપવું ખૂબજ મુશ્કેલ હતું, પરંતુ અમે જરા પણ સમય બગાડતા નહોંતા.” બાળપણથી જ ભણવામાં અવ્વલ આઈપીએસ પ્રેમસુખે આ બધી જ પરિક્ષાઓ કોઈપણ જાતના કોચિંગ વગર જ પાસ કરી છે. અંતે યૂપીએસસી 2015 ની પરિક્ષામાં તેમને 170 મો રેન્ક મળ્યો અને હિંદી માધ્યમમાં સફળ ઉમેદવારોમાં તેઓ ત્રીજા નંબરે હતા.

Gujarat Officer

પોતાની સખત મહેનતથી પ્રેમસુખ, વર્ષ 2016 બેચના આઈપીએસ ઑફિસર બની ગયા.

IPS પ્રેમસુખનું પહેલું પોસ્ટિંગ, ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એએસપી તરીકે થયું. તેઓ કહે છે, “મારા માટે સફળતાનો મંત્ર, નિરંતર મહેનત કરતા રહેવાનો જ છે.” અત્યારે પ્રેમસુખ અમદાવાદના ઝોન 7 ના ડીસીપી છે. તેઓ આ પહેલાં અમરેલી જિલ્લામાં એએસપી રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2019 માં એકવાર નહીં, પરંતુ બે વાર, ગુજરાત પોલિસનું પ્રતિનિધિત્વ કર્યું.

તેમણે ગુજરાતના ‘સ્ટેચ્યૂ ઑફ યૂનિટી’ પર, પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં કરેલ એકતા પરેડમાં ‘પરેડ ક્માન્ડેન્ટ’ ની ભુમિકા નિભાવી હતી.

તેઓ કહે છે, “મેં મારી દરેક પરીક્ષા અને નોકરીમાંથી ઘણું બધું શીખ્યું છે. પટવારીના પદ પર રહ્યા દરમિયાન હું જમીન સંબંધિત વિવાદો અંગે શીખ્યો. તો સ્કૂલ અને કૉલેજમાં ભણાવતી વખતે, સામાન્ય લોકોના જીવનની સમસ્યાઓ અંગે જાણી શક્યો.”

અંતમાં તેઓ કહે છે, “મારા પિતા હંમેશાં કહેતા હતા કે, જીવનમાં કઈંક સારું કરજે. આજે હું ખુશ છું કે, પોતાના કામથી લોકોની મદદ કરી શકું છું.”

ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે આઈપીએસ પ્રેમસુખ ડેલૂના જુસ્સાને.

મૂળ લેખ: પ્રીતિ ટોંક

આ પણ વાંચો: આ અધિકારીના પ્રયત્નોએ વાંસને બનાવી બ્રાન્ડ અને ગુજરાતના નાનકડા ગામમાં ખૂલી ગયો મૉલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X